Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી , 859
- આ બન્ને દર્શનો આત્માની શક્તિનું સ્પષ્ટ વિવેચન કરનાર છે તેથી તે સાંખ્ય અને યોગ બને દર્શનને ખેદ રાખ્યા વિના જ જિનમતરૂપી કલ્પવૃક્ષના બે અંગો ધારો.
વિવેચનઃ વૃક્ષનો આધાર મૂળ છે. શરીરનો આધાર બે પગ છે. પગના આધારે શરીર ઊભું રહી શકે છે. મૂળના આધારે વૃક્ષ ટકી શકે છે, તેમ આ બન્ને દર્શનો આત્માની સત્તાનું જુદી જુદી રીતે વિવરણ કરે છે. તે આત્મા એ અધ્યાત્મનું મૂળ છે. - સાંખ્ય દર્શનમાં અનેક આત્માઓ માનવામાં આવ્યા છે અને પ્રત્યેક આત્માને પ્રકૃતિનું તત્ત્વ વળગેલું છે એમ માનવામાં આવ્યું છે. પ્રત્યેક શરીરે શરીરે ભિન્ન ભિન્ન આત્મા માનેલો છે. તે મત પ્રમાણે ૨૫ તત્ત્વો છે. - પ્રકૃતિ અને પુરુષ બંને ભિન્ન છે. આત્મા અકર્તા-અભોક્તા છે અને પ્રક્વતના વિકારરૂપ જગત્ છે જ્યારે પ્રકૃતિથી પુરુષને પોતાનું ભિન્નપણે સમજાઈ જાય છે, ત્યારે તે પોતાના સ્વભાવમાં રહી પ્રકૃતિથી છુટો પડી જાય છે. પોતે પુરુષ હોવા છતાં, કમલ પત્રના પાંદડાની જેમ નિર્લેપ હોવા છતાં, અકર્તા અને અભોક્તા હોવા છતાં, પ્રકૃત્તિના સાનિધ્યથી પોતાને પ્રકૃતિરૂપ માની લે છે અને પોતે પુરુષ છે એ ભૂલી જાય છે, ત્યારે ભ્રાંતિથી સંસારના સર્વકાર્યોનો કર્તા-ભોક્તા બને છે અને તેથી સંસારમાં રખડે છે પણ જ્યારે પ્રકૃતિ અને તેના ગુણધર્મોથી પોતે જુદો છે, ન્યારો છે, અક્રિય છે; એવું જ્યારે તેને સમજાઈ જાય છે, ત્યારે પ્રકૃતિથી છુટો પડી પોતાના આત્મામાં-સ્વરૂપમાં રહે છે અને તેથી પ્રકૃતિદ્વારા સર્જાતા સઘળા પ્રપંચો-માયાજાળ તેનો અંત આવે છે. અને તેથી પોતે મુક્ત બને છે. આમ સાંખ્યમત જ્ઞાનને પ્રધાનતા આપે છે અને પોતાના સ્વરૂપની
જીવના સર્વ શુભાશુભ ભાવ કર્મ સાપેક્ષ છે. માત્ર જીવનો પરમ શુદ્ધભાવ જ કર્મ નિરપેક્ષ છે.