Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
857
ગુણાનુરાગ અને આત્મવિકાસનો માર્ગ છે અને જે ખોટું છે તેને ખોટું સમજી છોડી દેવું તે વિવેક છે. બીજાને સુધારવા કરતાં બીજા સારા બને તેવી ભાવના કરવી, એ મધ્યમ જીવો માટે વધુ સારું છે. આપણી પરિણતિ કોઈપણ સંયોગોમાં ન જ બગડે અને તે ઉત્તરોત્તર સુધરતી જાય તે જ આપણે જોવાનું છે.
અન્યદર્શનોનું જે ખંડન શાસ્ત્રમાં જોવા મળે છે, તેનું એક કારણ એ પણ છે કે એની આચાર સંહિતા જૈનદર્શન જેવી સ્વચ્છ અને પારદર્શી નથી. એની આચાર સંહિતામાં તેમજ વિચાર સંહિતામાં પરસ્પર વિરોધ પણ છે. આ બધાના કારણે કરૂણાસંપન્ન પૂર્વના જ્ઞાની પુરુષોએ તે તે દર્શનોની એકાંગિતાનું ખંડન કરી બાળ જીવો તે તરફ ખેંચાઈને અહિત ન કરી બેસે તે માટે લાલબત્તી ધરી છે.
વળી નમિજિનમાં નૈમિ શબ્દ દ્વારા યોગીરાજ એ પણ કહેવા માંગે છે કે નમિજિનની આરાધના આત્મામાં રહેલા અહંકારને નમાવવા માટે કરવાની છે. પ્રદર્શનનો અભ્યાસ કરતાં જો જ્ઞાનમદથી છકી જવાય, તો સાધના બાજુએ રહી જાય અને ગર્ભિત રીતે તો સંસાર જ પુષ્ટ થાય. મિથ્યાત્વ જ વૃદ્ધિ પામે, અજ્ઞાન જ વિલસે. તેમ ન થાય તે માટે નમિ શબ્દ દ્વારા નમ્ર બનવાનો સંકેત પણ આડકતરી રીતે કરી દીધો છે. આ તેમની આગવી શૈલિ છે. મૌલિક્તા છે-વિશેષતા છે.
જ્ઞાનસત્તા મેળવ્યા પછી વીતરાગ સત્તામાં જ રહેવાનું છે; તો જ સર્વજ્ઞ બનાય. તે માટે માલિક નથી બનવાનું પણ સેવક બનવાનું છે. બાપ બનવું હોય તો દીકરા બનવું પડે. તેમ બાપની મિલ્કત જોઈતી હોય તો પણ દીકરો બનવું પડે. બાપની આગળ જેને નમ્ર થતાં આવડે, બાપના
પંચમહાભૂત એ જેમ સંસારમાં શેયનો વિષય છે, એમ અધ્યાત્મમાં પંચાસ્તિકાય એ યનો વિષય છે.