Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
હૃદય નયન નિહાળે જગધણી
858
ચિત્તને પ્રસન્ન કરતાં આવડે તે જ ખરેખર ભવિષ્યમાં બાપ થવાને લાયક છે. તે જ બાપની મિલ્કતનો અધિકારી છે. એવાને જ બાપની મિલ્કત પચે. અને તે જ સદ્ગતિગામી બની શકે.
કેવલ્ય લક્ષ્મી એ સાચી લક્ષ્મી દેવી છે અને તે જ સરસ્વતી દેવી છે. તે પણ પ્રભુ પદે રહી પાદપીઠ બનવામાં જ જાતને કૃતાર્થ માને છે.
पादौ पदानि तव यत्र जिनेन्द्र धत्तः।
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति। .. તીર્થકર નામ કર્મના ઉદયથી સર્વોચ્ચ ઐશ્વર્યના સ્વામી એવા તીર્થંકર પરમાત્મા આગળ દેવો અને ઈન્દ્રો પણ સેવક બનીને રહે છે, તે એ બનાવે છે કે સેવક બનવામાં જ આત્માની કૃતકૃત્યતા છે.
“કોડી ગમે ઉભા દરબારે, વહાલા મારા જય મંગલ સુર બોલે રે, - ત્રણ ભુવનની ઋદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે...”
આ રીતે છયે દર્શનોને પોતાના કરૂણાપુત હૃદયમાં સ્થાન આપવા દ્વારા નિમિજિનના ચરણોની ઉપાસના કરવાની વાત યોગીરાજે જણાવી. હવે બીજી ગાથામાં પતંગના ન્યાસની વિધિ બતાવે છે.
જિન સુર પાદપ પાય લખાણો, સાંખ્ય-યોગ દોય ભેદ રે; આતમ સત્તા વિવરણ કરતાં, લાહો દુગ અંગ અખેદે રે.પદ્દરિસણ
અર્થ : કપિલ મુનિ પ્રણીત સાંખ્ય દર્શન અને પતંજલિ ઋષિ પ્રણીત યોગ દર્શન, આ બંનેને તમે જિનેશ્વર પરમાત્મા રૂપી કલ્પવૃક્ષ તેના મૂળ રૂપે અર્થાત્ બે પગરૂપે વખાણો એટલે જાણો.
કારણ કાર્યના ભાવમાં ત્રિકાલાબાધિત નિયમ છે કે; અંતિમ કાર્યનું કાર્ય ન હોય અને મૂળ કારણનું કારણ ન હોય.