________________
૧૬]
જ્ઞાનાંજલિ પણ છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય ઉપરાંત રાજસ્થાની, વ્રજભાષા, સંતવાણી અને ભક્તિસાહિત્ય પણ આમાં સમાય છે. જિનેન્દ્રબુદ્ધિન્યાસ, માધવીયધાતુવૃત્તિ, અણુભાષ્ય, દિગંબર આચાર્ય કૃત માગધી સંસ્કૃત, અપભ્રંશ ભાષાના મહત્વના ગ્રંથ, દાર્શનિક સાહિત્ય આદિની પ્રાચીન નકલે ખરીદવામાં આવી છે. વેદ, ઉપનિષદો, ભાગવત, રામાયણ, અવતારચરિત આદિ જેવા મહા કાવ્યગ્રંથો અને એ ઉપરાંત આયુર્વેદ, જયોતિષ, રત્નપરીક્ષા, વ્યાકરણ, કોષ, અલંકાર, છંદ, કાવ્ય, નાટક આદિ ગ્રંથોનો સંગ્રહ પણ છે. આમાંના કેટલાક ગ્રંથે એવા પણ છે, કે જે તદ્દન અપૂર્વ જ છે. રમલ વિશે ગુરુમુખી લિપિમાં લખાયેલ ગ્રંથોનો મોટો સંગ્રહ પણ આમાં છે. વહીવંચાનાં ળિયાં અને કચ્છના રાના ઈતિહાસને ચોપડો તેમ જ જફરનામા જેવી સામગ્રી પણ છે. સમયસુંદરપાધ્યાયના હસ્તાક્ષરમાં લખાયેલી એમની પોતાની કૃતિઓ, સ્ત્રીકવિઓ કૃત અધિકમાસમાહાભ્ય જેવી રચનાઓ પણ છે. ગીતગોવિંદના અનુકરણરૂપ મતાવિંદ, જાન્ટે પ્રઘંધ આદિની પ્રતિઓ પણ છે. આ ઉપરાંત કૃષ્ણભગવાનનાં દર્શન કરવા માટેની કાવડ, જ્યોતિષ માટે ઉપયોગી ચૂડીઓ વગેરે સાધનો પણ છે.
- આ વ્યાખ્યાતા તરફથી અને પાલણપુરના જેન શ્રીસંધ તરફથી મહત્વની પ્રાચીન મૂર્તિઓને એક સંગ્રહ પણ આ વિદ્યામંદિરને પ્રાપ્ત થયો છે.
આ વિદ્યામંદિરે સંશોધનને લગતી વિવિધ સામગ્રી, વિશાળ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રન્થસંગ્રહ એકત્ર કરવાનું કામ અત્યારે હાથ ધરેલું છે. એ સાથે ડિસેમ્બર મહિનામાં આવનાર મુખ્ય સંચાલક ભાઈ શ્રી. દલસુખ માલવણિયા અને અત્યારે વિદ્યામંદિરનું સંથાલન કરતા ઉપસંચાલકોએ મળીને જૈન આગમોના “ઇન્ડેક્સ’નું કાર્ય કરવાનું છે. શેઠ શ્રી. કસ્તૂરભાઈએ જ્યાં સુધી વિદ્યામંદિરનું પિતાનું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી એને વાપરવા માટે પાનકોર નાકાનું પોતાનું મકાન ઉછીનું આપ્યું છે. ત્યાં રહીને સંસ્કૃતિ વિદ્યામંદિરને લગતું દરેક કાર્ય કરવામાં આવે છે.
આ પ્રમાણે આજે ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ વિશિષ્ટ રીતે કાર્ય કર્યું જાય છે. આ સંસ્થાઓ પોતપોતાની યોજનાઓ ઘડી, એકબીજી સંસ્થામાં કામ બેવડાય નહિ એ રીતે કામ કર્યો જાય અને એ રીતે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની વિવિધ શાખાઓને ઉત્તરોત્તર વધુ ઉન્નતિ તરફ લઈ જાય એ ભાવના સાથે આપે મને આપેલા માન માટે આભારની લાગણી વ્યક્ત કરી આ વ્યાખ્યાન પૂર્ણ કરું છું.
[જન યુગ, નવેમ્બર ૧૫૯; “શ્રી ફેર્બસ ગુજરાતી સભાનું વૈમાસિક', જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org