Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જણાવ્યું છે. વિશિષ્ટગુણસંપન્ન પુરુષ (ઈશ્વર)ના પ્રણિધાન (મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વકના ધ્યાન)થી મહાફળની પ્રાપ્તિ થતી હોવાથી - પરમાત્માનો વાચક પ્રણવ (ઓકાર) છે. તેના અર્થનું પરિભાવન તેમનો જપે છે. તે જપથી પ્રત્યકચેતના(જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે અને અંતરાયોનો (વિપ્નોનો) અભાવ થાય છે....... આ પ્રમાણે જે પતંજલિએ કહ્યું છે તે યુક્ત છે. ૧૬-૮
પરમાત્માના જાપથી જેનો સંક્ષય થાય છે - તે પ્રત્યુતનું નિરૂપણ કરાય છે–
प्रत्यूहा व्याधयः स्थानं, प्रमादालस्यसम्भ्रमाः ।
सन्देहाविरती भूम्यलाभश्चाप्यनवस्थितिः ॥१६-९॥ प्रत्यूहा इति-“व्याधिस्थानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि ચિત્તવિક્ષેપાસ્તેઝન્તરાયા:' [9-૩૦] તિ સૂત્રમ્ II9૬-૨
“વ્યાધિ, સ્થાન (સ્વાન), પ્રમાદ, આલસ્ય, સંભ્રમ, સંદેહ, અવિરતિ, ભૂમ્યલાભ અને અનવસ્થિતિ : આ પ્રયૂહ - વિપ્નો છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. પાતંજલયોગસૂત્રમાં અંતરાયસ્વરૂપે વર્ણવેલા એ પ્રયૂહોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. “ધન્યીનસંશયप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः” (१-३०) । આ સૂત્રથી વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ અને અનવસ્થિતત્વ : આ નવને અંતરાય તરીકે વર્ણવ્યા છે. યોગની સાધનામાં ચિત્તવિક્ષેપને તે કરતા હોવાથી અંતરાય-પ્રભૂહ(વિપ્ન) સ્વરૂપ છે.
મુદ્રિત પાતંજલયોગસૂત્રમાં વ્યાધિસ્થાન આવો પાઠ છે. ચીનના બદલે અહીં સ્થાન આવો પાઠ છપાયો છે. ટીકામાં તેમ જ આગળના શ્લોકમાં તે તે સ્થાને તે તે સ્વરૂપે જ તેનું વર્ણન કર્યું છે. અર્થની અપેક્ષાએ બંન્નેનો અર્થ સમાન રીતે વર્ણવ્યો છે. તેથી યથાવત્ પાઠ રાખ્યો છે. I/૧૬-લા વ્યાધિ વગેરે નવ પ્રતૂહોનું સ્વરૂપ વર્ણવાય છે–
धातुवैषम्यजो व्याधिः, स्थानं चाकर्मनिष्ठता ।
प्रमादोऽयत्न आलस्यमौदासीन्यं च हेतुषु ॥१६-१०॥ धात्विति-धातुवैषम्यजो धातूद्रेकादिजनितः । व्याधिरातिसारादिः । स्थानं चाकर्मनिष्ठता आदित एव कर्माप्रारम्भः । प्रमादोऽयत्न आरब्धेऽप्यनुत्थानशीलता । आलस्यं च । हेतुषु समाधिसाधनेषु । औदाલીચું માધ્યä | ન તુ પક્ષપાત: |-૧૦ ||
“ધાતુની વિષમતાના કારણે ઉત્પન્ન થતા રોગો વ્યાધિ છે. કોઈ પણ જાતના કર્મઅનુષ્ઠાનમાં ન પ્રવર્તવા સ્વરૂપ સ્થાન (સ્વાન) છે. અત્નસ્વરૂપ પ્રમાદ છે. સમાધિનાં
એક પરિશીલન
૧૫