Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વૃત્તિત્વ, મહત્ત્વવ” આ અનુમાનમાં “જ્ઞાનતંન તથા (
ક પર્ણીનાશ્રવૃત્તિ) ચિત્તધર્મનાત્રવૃત્તિત્રાવ, જ્ઞાનવ” આ પ્રમાણે સત્વતિપક્ષદોષ છે.
પાતંજલીએ આ પૂર્વે (ગ્લો.નં. રમાં જણાવ્યા મુજબ) જણાવ્યું હતું કે પ્રકૃતિ-પુરુષના સંયોગ અને વિયોગની ઉપપત્તિ ઈશ્વરની ઇચ્છા વિના શક્ય નથી. આ વાત પણ બરાબર નથી. કારણ કે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક (વાસ્તવિક) હોય તો આત્માને અપરિણામી માની શકાશે નહિ. સંયોગ અને વિયોગ; બંન્નેમાં (પ્રકૃતિ અને પુરુષમાં) વૃત્તિ હોવાથી સંયોગ અને વિયોગ સ્વરૂપ જન્યધર્મનો આશ્રય જ આત્મા થશે. અર્થાત્ જન્યધર્માનાશ્રયત્વ આત્મામાં પુરુષમાં) નહીં રહે અને તેથી જન્યધર્મના અનાશ્રય તરીકે આત્મામાં અપરિણામિત્વ સંગત નહીં થાય. જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ તાત્ત્વિક ન હોય તો ઈશ્વરેચ્છા કોનું કારણ બનશે? અર્થાત્ તે કોઈનું પણ કારણ નહીં બને. તેમ જ ઈશ્વર કૃતકૃત્ય હોવાથી તેમને કયું પ્રયોજન છે કે જેથી તેઓ જગતનું નિર્માણ કરે. ‘તેઓ પરમકરુણાસંપન્ન હોવાથી પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાનું જ તેમને પ્રયોજન છે. તેથી તેઓ જગતનું નિર્માણ કરે છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એવી કરુણાથી જ તેઓ જગતનું નિર્માણ કરે તો બધા પ્રાણીઓનું ઈષ્ટ જ કરે, શા માટે કેટલાંકને સુખી કરે અને કેટલાંકને દુઃખી કરે? ઈત્યાદિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયના વિવરણમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી જણાવ્યું છે... આથી સમજી શકાશે કે પરમવિરુત્વ ભૂતાનુપ્રદ વાક્ય પ્રયોગનન્ આ ભોજનું વચન યોગ્ય નથી. ૧૬-દી
ઇશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે – આ પાતંજલીના મતને કથંચિત્ માનીને જણાવાય છે. અર્થાત્ એ મત અપેક્ષાએ યોગ્ય છે તે જણાવાય છે–
आर्थं व्यापारमाश्रित्य, तदाज्ञापालनात्मकम् ।
युज्यते परमीशस्यानुग्रहस्तन्त्रनीतितः ॥१६-७॥ आर्थमिति-आर्थं ततः सामर्थ्यप्राप्तं न तु प्रसह्य तेनैव कृतं । तदाज्ञापालनात्मकं व्यापारमाश्रित्य । परं केवलं । तन्त्रनीतितोऽस्मत्सिद्धान्तनीत्या ईशस्यानुग्रहो युज्यते । तदुक्तं-“आर्थं व्यापारमाश्रित्य न ર રોષોડપિ વિદ્યતે” તિ 19૬-૭ના
પરમાત્માથી સામર્થ્યના કારણે પ્રાપ્ત થયેલ તેઓશ્રીની આજ્ઞાપાલન સ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ આગમને અનુસાર સંગત છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થવાથી યોગની સિદ્ધિ થાય છે, એ વાત સાચી છે. પરંતુ એ અનુગ્રહ પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનને લઈને છે. પરમાત્માનાં પરમતારક વચનોનાં પુણ્યશ્રવણાદિથી આત્માને સામર્થ્યવિશેષ પ્રાપ્ત થાય છે. એ
એક પરિશીલન