Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સામર્થ્યથી શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ વ્યાપાર (પ્રવૃત્તિ વગેરે) થાય છે, જેથી યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ રીતે યોગની સિદ્ધિના મૂળમાં પરમાત્માનું આલંબન છે. તે સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. પરંતુ આપણે ઇચ્છીએ કે ના ઇચ્છીએ તોય પરમાત્મા આપણને પરાણે યોગ પ્રાપ્ત કરાવે ઃ એવો પરમાત્માનો અનુગ્રહ નથી. સામર્થ્યપ્રાપ્ત આજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપારને આશ્રયીને પરમેશ્વરનો અનુગ્રહ અમારા સિદ્ધાંતથી સંગત છે. યોગબિંદુમાં શ્લોક નં. ૨૯૭માં એ પ્રમાણે જણાવ્યું છે કે આર્થ્ય (સામર્થ્યથી પ્રાપ્ત) વ્યાપારને આશ્રયીને પરમાત્માનો અનુગ્રહ માનવામાં કોઇ દોષ પણ નથી. યુક્તિથી સંગત વાતનો સ્વીકાર કરવાથી ગુણની જ પ્રાપ્તિ થાય છે. ૧૬-૭ના ઉપર જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ કથંચિદ્ યુક્ત હોવાથી પતંજલિએ જણાવેલી બીજી વાત પણ યુક્ત છે, તે જણાવાય છે—
एवं च प्रणवेनैतज्जपात् प्रत्यूहसङ्क्षयः । प्रत्यक्चैतन्यलाभश्चेत्युक्तं युक्तं पतञ्जलेः ।।१६-८।।
एवं चेति - एवं चार्थव्यापारेणेशानुग्रहादरे च । प्रणवेनोंकारेण । एतस्येश्वरस्य जपात् । प्रत्यूहानां विघ्नानां सङ्क्षयः । विषयप्रातिकूल्येनान्तःकरणाभिमुखमञ्चति यत्तत् प्रत्यक्चैतन्यं ज्ञानं तस्य लाभश्च । इति पतञ्जलेरुक्तं युक्तं । तस्य वाचकः प्रणवः, तज्जपस्तदर्थभावनं, ततः प्रत्यक्चेतनाधिगमो - ऽन्तरायाभावश्चेति प्रसिद्धेर्गुणविशेषवतः पुरुषस्य प्रणिधानस्य महाफलत्वात् ।।१६-८।।
“આ રીતે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના પાલન સ્વરૂપ આર્થ વ્યાપારને આશ્રયીને ઇશ્વરનો અનુગ્રહ સ્વીકારાય તો ‘ઓંકારથી ઇશ્વરનો જાપ કરવાના કા૨ણે વિઘ્નોનો નાશ થાય છે અને પ્રત્યક્ ચૈતન્યનો લાભ થાય છે.’ - આ પ્રમાણે જે પતંજલિએ જણાવ્યું છે તે યુક્ત છે.” . આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્માનો અનુગ્રહ આદરણીય બને તો ઓંકારપૂર્વક તે તે મંત્રાદિ દ્વારા પ૨માત્માનો જાપ કરવાથી પ્રત્યૂહ-વિઘ્નોનો નાશ થાય છે. તેમ જ અત્યાર સુધી જે જ્ઞાન વિષયને અનુકૂળ બની વિષય તરફ જતું હતું તેના બદલે વિષયને પ્રતિકૂળ બની અંતરાત્માની તરફ જવા માંડે છે એવા પ્રત્યક્ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય
છે ઃ આ પતંજલિનું કથન યુક્ત બને છે. પરંતુ પરમાત્માના કર્તૃત્વ સ્વરૂપ જ તેમના અનુગ્રહમાં
:
આદર હોય તો એ અનુગ્રહ જ વાસ્તવિક ન હોવાથી તેનાથી પ્રત્યૂહનો સંક્ષય થાય છે અને પ્રત્યક્ ચૈતન્ય પ્રાપ્ત થાય છે : એ કથનમાં કોઇ જ તથ્ય નથી.
तस्य वाचकः प्रणवः (१-२७) । तज्जपस्तदर्थभावनम् (१-२८) । ततः प्रत्यक्चेतनाधिगमोડન્તરાયામાવશ (૧-૨૬) । આ પ્રમાણે પાતંજલયોગસૂત્રોમાં પતંજલિએ ઉપ૨ જણાવ્યા મુજબ
ઇશાનુગ્રહવિચાર બત્રીશી
૧૪