Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. “આ રીતે પરમાત્માની ઇચ્છાથી પણ સ્વકર્માનુસારે જ ઉચ્ચ કે નીચ ફળને ભોગવવાનું હોય તો તે તે ફળની પ્રાપ્તિમાં સ્વકર્મને જ કારણ માનવું જોઇએ, ઇશ્વરની ઇચ્છાને કારણે માનવાની આવશ્યકતા નથી. તે તો અન્યથાસિદ્ધ છે.”. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એક કારક (કારણોને લઈને બીજા કારકનો ઉપક્ષય થતો નથી. અર્થાતુ એક કારક હોયતેથી બીજા કારકનથી – એમ કહેવાનું ઉચિત નથી... ઇત્યાદિ પાતંજલદર્શનના અનુયાયીઓ જણાવે છે. ૧૬-૪ો.
एतदूषयति
છેલ્લા ચાર શ્લોકથી જણાવેલી પાતંજલદર્શનના અનુયાયીઓની વાતોની અયુક્તતા જણાવાય છે
नैतद् युक्तमनुग्राहो, तत्स्वभावत्वमन्तरा ।
नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि ॥१६-५॥ वैतदिति-एतदीश्वरानुग्रहजन्यत्वं योगस्य न युक्तम् । अनुग्राह्ये तत्स्वभावत्वमनुग्राह्यस्वभावत्वमन्तरा विना । यतो देवताया अनुग्रहादपि ‘अणुरात्मा भवतु' इतीच्छालक्षणात् । कदाचिदपि अणुरात्मा ન થાતુ વમવિપરીવૃત્ત. ૧૬-૧ી.
“ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે. આ પ્રમાણેનું કથન યુક્ત નથી. જીવમાં (પુરુષમાં) અનુગ્રાહ્યસ્વભાવત્વ માનવામાં ન આવે તો તે કથન યુક્ત નથી. કારણ કે માત્ર દેવતાના અનુગ્રહથી અણુ આત્મા નહીં બને.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માના અનુગ્રહમાત્રથી યોગની સિદ્ધિ થઈ શકશે નહીં. કારણ કે પુરુષમાં અનુગ્રહ ઝીલવાની યોગ્યતા (અનુગ્રાહ્યસ્વભાવત્વ) ન હોય તો ઇશ્વર દ્વારા ગમે તેટલો અનુગ્રહ કરવામાં આવે તોપણ જીવને યોગની પ્રાપ્તિ નહીં જ થાય. જેમ અણુપરમાણુમાં-(જડમાં) આત્મા(ચેતન) થવાની યોગ્યતા ન હોવાથી “અણુ આત્મા થાય” આવી ઇચ્છા સ્વરૂપ અનુગ્રહમાત્રથી અણુ કાંઈ આત્મા બની નથી જતો. તેમ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ ન હોય તો પરમાત્મા ઇશ્વર કોઈ પણ રીતે અનુગ્રહ નહીં કરી શકે. “પરમાત્માના અનુગ્રહથી જ અણુ વગેરેમાં તે તે સ્વભાવ પણ ઉત્પન્ન થશે...' આ પ્રમાણે નહિ કહી શકાય. કારણ કે સ્વભાવમાં પરાવર્તન શક્ય નથી. /૧૬-પા પાતંજલદર્શનના અનુયાયીઓના કથનમાં દૂષણ જણાવાય છે–
उभयोस्तत्स्वभावत्वभेदे च परिणामिता । अत्युत्कर्षश्च धर्माणामन्यत्रातिप्रसञ्जकः ॥१६-६॥
એક પરિશીલન