________________
૧૨ “સમ્યગદર્શનશાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ:
શ્રી સ્વાર્થ સૂત્ર ૧/૧. જૈનદશનમાં, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે” એમ કહ્યું છે.
વળી સમ્યગ્દશન-જ્ઞાન-ચારિત્રને જ પરમાર્થથી આત્મા કે આત્મધ્યાન કહ્યું છે. તેને “રત્નત્રય” પણ કહેવામાં આવે છે. એ શબ્દસંકેત વડે એનું રહસ્ય સમજીશું.
સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વિના તપ, જપ, સ્વાધ્યાય સર્વ ક્રિયા શુભાઅવરૂપ ગણી છે. સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછીના જપ-તપાદિ સવ અનુષ્ઠાન મુક્તિ પ્રત્યે લઈ જનારાં છે.
સમ્યગ્દશન એ મોક્ષમાર્ગનું દ્વાર છે. તેમાં તત્ત્વની સભ્યશ્રદ્ધા એ મહત્વનું અંગ મનાયું છે, તેની પ્રાપ્તિ જ્ઞાનીજનેએ દુર્લભ ગણુને પ્રિકાસ્યું કે,
સા પરમ તુસ્ત્રા” આ વિકટકાળમાં માનવજીવન મહઅંશે બહિર્ગામી થતું ગયું છે અને સૌ બહારથી કંઈ મેળવવા માટે અહોરાત્ર દોડે છે. આવા સંજોગોમાં આત્મા, પરમાત્મા અને તત્ત્વની શ્રદ્ધા કયાંથી હોય ? એ પ્રકારની શ્રદ્ધા થવી જ દુર્લભ છે. પૂર્વના યોગે આરાધના કરતા સાધકને પણ જ્ઞાનીઓએ ચેતવણી આપી કે ચારિત્રથી (આચરણથી વિચલિત સાધક કષાયોને - છતી પાછે આત્મધર્મમાં આવે તેવો સંભવ છે, પણ શ્રદ્ધાથી-સમ્યકત્વથી
યુત થયેલે સાધક આત્મધર્મમાં દીર્ધકાળે પણ પાછા વળતા નથી. વળી પાછો કેઈ સુયોગ મળી આવે તો આત્મધર્મ પામે ખરે,જનદશનમાં શ્રદ્ધારૂપી તવની આવી એક નિરાળી પ્રરૂપણા છે તે આ સ્વાધ્યાય દ્વારા કંઈક સમજમાં આવશે.
અનાદિકાળના મિશ્યાભાવને સૌપ્રથમ છેદ કરવા, કે ભેદજ્ઞાન થવા, આ રત્નત્રયીનું પ્રથમ પદ સમ્યગ્દશન એ બીજ સમાન છે. તે માટે ગુરુગમે રત્નત્રયીને અભ્યાસ, ચિંતન, મનન અને ભૂમિકા અનુસાર આરાધન કરવું સાધક માત્રને કલ્યાણકારી છે. તેનું સામર્થ્ય તો અનુભવે - જ સમજાય તેવું છે. એક વાર એનું રસપાન થાય તો પછી અમૃત ત્યજીને કોણ વિષપાન કરે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org