Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 11
________________ જ માનવ માટે તરણેપાય છે. વળી વિવેકપૂર્વક યોગ્ય સદ્ગુરુ કે અનુભવીના માગદશન સહિત સ્વ-પુરુષાર્થ કરવાની અદમ્ય જિજ્ઞાસા રાખી, આગળ વધવું. તે પછી એને રસાસ્વાદ જ એવો છે કે આ માર્ગના વિવિધ સ્તરે સાધકને આકર્ષી લે છે અને સાધક તેમાં વધુ ને વધુ ઊંડો ઊતરવા પ્રેરાય છે. તે માટે આ સ્વાધ્યાયનો ચિંતનપૂર્વક અભ્યાસ સહાયક થશે. સ્વાધ્યાય : ૨ ધ્યાનના સ્વરૂપની સરળ અને સાચી સમજ આ દુનિયામાં વર્તમાનકાળે અનેક જાતના ધ્યાનસાધનાના પ્રવાહ અસ્તિત્વમાં આવ્યા છે, ત્યારે તેના સ્વરૂપની સરળ અને સાચી સમજ મેળવવી આવશ્યક છે. ધ્યાન વિશેના સ્થૂલ ખ્યાલો અને ચમત્કૃતિ કે. લબ્ધિ-સિદ્ધિની આકાંક્ષાઓ આ માગના અવરોધે છે. જગતનાં તો સંબંધીનું યથાર્થ જ્ઞાન, સમત્વ, સંયમ, ત્યાગ, નિસ્વાર્થતા, સરળતા, મધ્યસ્થતા જેવા ગુણેની ભૂમિકા હોય તો આ માર્ગમાં સહજ સફળતા મળે છે. એ ગુણાને વિકાસ કેમ થાય તે આ સ્વાધ્યાયમાં પ્રસ્તુત કરેલા છે. ધ્યાન એ જીવનની મૌલિક અને સહજદશા છે, શુદ્ધાત્માને સ્પશવાને પવિત્ર માગ છે. તે માર્ગના આરાધનથી અનંત જન્મોનું પરિભ્રમણ સમાપ્ત થાય તેવું તેનું સામર્થ્ય છે. જેમ અજ્ઞાત પ્રદેશમાં જતાં અગાઉ તે સ્થળની માહિતી મેળવવી જરૂરી છે તેમ ધ્યાનમા જવા ગુરુગમે તે માર્ગથી પરિચિત થવું અગત્યનું છે. ધ્યાનમાગની સિદ્ધિ શું છે? તે માગમાં કેવી રીતે પ્રવેશ થાય અને સાધક સરળપણે સાધના કેવી રીતે કરી શકે તે અહીં સમજાવ્યું છે. સંસારી જીવન જેવું છે તેવું જે વ્યસ્ત રહે, કે ચિત્તપ્રદેશો જેવા છે તેવા મલિન રહે, કે વર્તમાનમાં પ્રવર્તતા ધ્યાન’ વિષે કોઈ ભ્રમદશા વર્તતી હોય તો આ માર્ગે આગળ વધી શકાય નહિ. તે માટે વાસ્તવિક યાનમાર્ગમાં કેમ પ્રવેશ કરે તેની માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે. ધ્યાન કેઈ બાહ્ય, દૈહિક ક્રિયા કે કલ્પનાને વિષય નથી પણ આત્માની શુદ્ધદશાના અભ્યાસ અને અનુભવનું તત્વ છે. તે સમજવા આ સ્વાધ્યાયમાંથી પ્રેરણું મળી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 266