Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 10
________________ સક્ષિપ્ત ગ્રંથાવલેાકન સ્વાધ્યાય : ૧ ધ્યાનમાગ નું સ’ક્ષિપ્ત સ્વરૂપ ધ્યાન એ માનવજીવનની ઉચ્ચતમ ભૂમિકા છે, સર્વોચ્ચ કક્ષાની સાધના છે. માનવજીવનમાં તેને સ્રોત વહેતા થાય, માનવ દુઃખ અને ક્રમ ક્લેશના ભારથી હળવા બને કે મુક્ત થાય, તે માટે ધ્યાનમા નું જીવનમાં અગત્યનું સ્થાન છે. તે ક્રાઈમનોરંજન કે ગતાનુગતિક ક્રિયા નથી. અનાદિથી પ્રાપ્ત વિનશ્વર દેહ અને દુન્યવી સુખાથી, તૃષ્ણાથી ઉપર ઊઠી માનવ આત્મલક્ષે દૃઢ સૌંસ્કારા ગ્રહણ કરી પાવન બને તે માટે ધ્યાન એ ઉત્તમ સાધન છે. ધ્યાનમા ની સાધનાને અસાધારણ ગણી પુરુષા હીન થઈ ઉપેક્ષા કરવા જેવું નથી, અને સાધારણપણે કાઈ કુંતૂહલવશ કરવાની ક્રિયા છે તેમ માની, કે આથી કાઈ દુન્યવી લાભ થશે તેવી અપેક્ષા પણ કરવા જેવી નથી. ધ્યાન એ જીવનસાધના છે, વાસ્તવિક રીતે એક અતર્યાત્રા છે. એને નિષ્ઠાપૂર્વક અપ્રમાદપણે આદરવામાં આપણુ' સર્વોત્તમ શ્રેય છે. વિવિધ વિષયા દ્વારા ધ્યાનમા ના જુદા જુદા અભિગમેા પ્રસ્તુત ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ગ્રંથને એક વાર અભ્યાસ કરવાથી સંભવ છે કે, પ્રસ્તુત વિષય ગ્રહણ થઈ ન શકે, પરંતુ વારંવાર વાંચવાવિચારવાથી ચિત્તમાં તે વિષયના મ` રાસાયણિક' પ્રક્રિયાની જેમ પરિણામ પામે છે. તેથી આત્મા ધ્યાનમાર્ગીમાં સહેજે પ્રેરાય છે. આ રીતે જીવનનું રૂપાંતર થવું તે એક ચમત્કૃતિ' છે. વર્તમાનકાળના સર્ષાની આક્રાંત પરિસ્થિતિમાં માનવને શાંતિ આ માર્ગે જ મળશે, એ બાબતમાં નિઃશંક થવું, અને મુનિએનાં જીવનનું આ સત્ત્વ અંશે પણ ગ્રહણ કરી માનવે અસાર અને કલેશમય જીવનથી મુક્ત થવા આ માર્ગે પ્રયાણ કરવું હિતાવહ છે. આ માગ અપરિચિત કે અધૂરા લાગે તાપણુ એક વાર સાહસ કરીને તેમાં પ્રવેશ કરવા, તે પછી અભ્યાસ વડે સમજાશે કે આ માંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 266