Book Title: Dhyana Ek Parishilan Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 8
________________ ७ તેમાં સ્વાધ્યાયનો આનંદ અનુભવવા તથા શ્રી વીતરાગના પવિત્ર ખેાધવચનામાં ચિત્તને સ્થાપિત કરવાના હેતુએ અહીં નમ્ર પ્રયાસ થયેા છે. પ્રસ્તુત ગ્રંથના પાછળના ભાગમાં આચાય ભગવતા અને યાગીશ્વરા તથા અનુભવી પવિત્ર આત્માઓને ધ્યાનના ગહન વિષય વિષેના આદર તથા અધિકાર લક્ષમાં ધારણુ કરી, તેમેના ગ્રંથામાંથી, આ વિષયનું સંકલન કરી, પરિશિષ્ટામાં તેને યથાવત્ રજૂ કરવા શુભાશયથી પ્રયત્ન કર્યા છે, જેથી વાચકવર્ગને તે તે ગ્રંથેની આછી રૂપરેખા મળી રહેશે. ધ્યાનમાગ ના અભિલાષી સાધકને સરળતાથી સમજાય તેવા આશયથી કેટલાંક વિધાનેામાં સૈદ્ધાંતિક ભાષા કે પારિભાષિક શબ્દોની મૂળ વસ્તુના સંદર્ભ" સાચવીને કંઈક હળવું કરવા પ્રયત્ન કર્યાં છે, તેથી કેવળ શબ્દને આગ્રહ ન રાખતાં પૂર્વાપર સંધ અનુસાર તાપ ગ્રહણ કરવા વિજ્ઞપ્તિ છે. પંડિતા અને વિદ્વજ્જના તા કઠિન અને વિશિષ્ટ પ્રથામાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકરો, પરતુ સામાન્ય સાધક કે જિજ્ઞાસુ ગહન વિષયાને સરળતાથી સમજે અને આત્મશ્રેયાર્થે અભ્યાસ કરી શકે તેવા ગ્રંથની ઘણી આવશ્યકતા છે. આ ગ્રંથમાંથી સાધક પેાતાની કક્ષા પ્રમાણે અભ્યાસ કરી શકે તેવા હેતુથી યથામતિ અને યથાશક્તિ પ્રયત્ન કર્યાં છે, તે સ્વ-પર કલ્યાણકારી સમજુ છું. પ્રસ્તુત ગ્રંથ દેવળ જૈનદ નાવલ બીએ માટે જ છે તેવું નથી, પણ સર્વસામાન્ય સાધક-જિજ્ઞાસુએ ધ્યાનનાં વિવિધ પાસાંઓને સમજે, તેને કેટલેક ક્રમ ઉપયાગી થાય તેવા શુભાશયથી આ લેખન થયું છે. જો કે એ સાચુ છે કે જૈનદનમાં ધ્યાન વિષેની ગહનતા અને ક્ષમતા કંઈક વધુ હૈાવાથી અને, વિશેષ તા લેખકને જૈન દર્શનના ગ્રંથાના પરિચય વધુ હાવાથી લખાણમાં તથા પરિશિષ્ટમાં એ પ્રથાનાં અવતરણાના સવિશેષ ઉલ્લેખ થયા છે. છતાં મધ્યસ્થભાવે અભ્યાસ કરનારને શ્રેયરૂપ છે. શાસ્ત્ર-સિદ્ધાંતાના અભ્યાસની મંદતાએ અથવા નિજપ્રમાદવશતાએ કરી આ લેખનમાં ક્ષતિએ રહેવાના કે વિષયાંતર થવાના સ‘ભવ છે. વિશિષ્ટ સાધ્ર અને વિજ્જના એ ક્ષતિઓ સુધારે અને ક્ષમા કરે, તથા અભ્યાસી આત્માર્થાજના તેને સાપેક્ષપણે વાંચે, વિચારે તેવી નમ્ર પ્રાથના છે. : આ ગ્રંથના લેખનમાં જે વિવિધ ગ્રથાના આધાર લીધા છે તે તે ગ્રંથાના આચાર્યાંના અને પ્રણેતાઓને અંતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 266