Book Title: Dhyana Ek Parishilan Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 7
________________ પ્રથમ આવૃત્તિ પ્રાસંગિક નિવેદન ૧૯૮રના મે માસમાં આબુપર્વતની પવિત્ર ભૂમિમાં એકાદ માસનું રોકાણું હતું. અનેક સંતોના ચરણસ્પર્શથી પાવન થયેલી આ ભૂમિમાં પ્રભુકૃપાએ આત્મસાધનાને સુયોગ પ્રાપ્ત થતા, અને તેથી સહેજે સહેજે સલ્ફાસ્ત્રોને અલ્પ-સ્વલ્પ અભ્યાસ, ચિંતન અને લેખનકાર્ય થતું રહેતું. એકાંત અને નિવૃત્તિના કારણે ધ્યાનમાગની જિજ્ઞાસાને પોષણ મળતું તેમાં નિત્ય કંઈક નવીન ચિંતવનાઓ આકાર લેતી. એક સુપ્રભાતે નિત્યક્રમ મુજબ ફરીને નખી તળાવના શાંત અને રમ્ય વાતાવરણમાં પાળ પર બેઠાં બેઠાં અંતરમાં વિચારધારા ચાલી છે, અહે ધ્યાન! તમારું સામર્થ્ય અદ્ભુત અને અલૌકિક છે. ધ્યાનદશાની એક પળનું પરિશીલન–અનુભવ, પણ કેવું નિરપેક્ષ સુખ આપે છે ! ધ્યાનદશામાં સ્થિત આત્મા નિજાનંદની કેવી રમણતા માણે છે. આવા શુભભાના પરિણામે ધ્યાન શાયુક્ત મુનીશ્વર અને યોગીશ્વરોને ભક્તિભાવે વંદન થઈ ગયાં, અને ચિત્તમાં નીચેની પંક્તિઓ ગૂંજી ઊઠી : જ્ઞાન યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભભાવના તે ઉતરે ભવપાર.” –શ્રીમદ્ રાજચંદ્ર ત્યાર પછી ધ્યાન વિષેની વિચારધારા સઉલાસ ચિત્તને પ્રેરણા આપતી રહી અને તે કલમ દ્વારા આલેખાતી રહી. આ શ્રી સતદેવગુરુધર્મની કૃપાપ્રસાદી હતી તેમ સમજ છું. યોગાનુયોગ સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર દ્વારા આ લેખન પુસ્તકાકારે પ્રકાશિત કરવા આત્માથી શ્રી હરિભાઈની ભાવનાને શ્રદ્ધેય છે. શ્રી સોનેજીસાહેબની અનુમોદના મળી. જો કે પ્રારંભમાં એમ લાગતું હતું કે ધ્યાન જેવા ગહન વિષય વિષે ગ્રંથ લખવાની અલ્પમતિ સાધકની લેગ્યતા શું અને અધિકાર શું? પરંતુ તેમની નિર્મળ અંતઃ પ્રેરણાથી પ્રેરાઈને એક જિજ્ઞાસુની ભૂમિકાએ તથા અભ્યાસની દષ્ટિએ આ કાર્ય કરવાનું સ્વીકાર્યું. આ લખાણને વિસ્તૃત અને સુયોજિત કરવાના ગાળામાં જે જે ચિંતવના થઈ, જે શુભભાવો આત્મભાવરૂપે પરિણગ્યા, કંઈક સમજાયા. શ્રદ્ધાયા અને કંઈક અનુભવાયા તે અહીં સદ્ભાવપૂર્વક આલેખાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 266