Book Title: Dhyana Ek Parishilan Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 9
________________ પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનમાં શ્રુતાભ્યાસી, તત્વચિંતક અને અનુભવી શ્રદ્ધેય ડો. શ્રી સોનેજી સાહેબે આ લખાણને પ્રારંભથી અંત સુધી શબ્દશઃ ખૂબ સૂક્ષમતાથી તપાસી જોયું છે. કેઈ સિદ્ધાંતને પ્રકાર પ્રાયે દુભાય નહિ ઇત્યાદિ પ્રકારે આત્મીયતાથી જે સહયોગ અને માર્ગદર્શન આપ્યાં છે તે કારણે ધ્યાન જેવા ગૂઢ વિષયના આ ગ્રંથને પ્રસિદ્ધ કરવાના સાહસનું લેખકને સમર્થન મળ્યું છે. તેમની આ નિર્મળ અંતઃ પ્રેરણને હદયમાં ધારણ કરી આત્મભાવે તેમનો આભાર માનું છું. “દિવ્યધ્વનિ' માસિક માટે આપેલા લેખને પુસ્તકરૂપે પ્રકાશન કરવાની ભાવના અને સહકાર માટે આ સંસ્થાના સંચાલકોને તથા જે સજજન વડીલોએ આ કાર્યમાં પ્રેરણા આપી છે, તે સૌને આભાર માનું છું. અંતમાં, સૌ જિજ્ઞાસુ સજજન મિત્રોને વીતરાગ સવજ્ઞપ્રભુત ધ્યાનનો માર્ગ સરળ અને સુગમપણે સમજાય, તેની અંતરંગ શ્રદ્ધા થાય અને યથાશક્તિ સૌ એ સન્માગમાં ઉદ્યમી થાય તેવી સ્વ-પરકલ્યાણકારી પ્રાર્થના પરમાત્મા પ્રત્યે કરી વિરમું છું. છ શાંતિ. વૈશાખ સુદ-૩ (અક્ષય તૃતીયા) સં. ૨૦૩૯ બીજી આવૃત્તિ વિષે બીજી આવૃત્તિ વિષે ખાસ કંઈ લખવા-કહેવાનું કે વિશેષ ઉમેરવાનું નથી. ધ્યાન જે સતામુખી વિકાસનો વિષય જિજ્ઞાસુજને ઉપયોગી બને તે હેતુથી તથા સ્વ-અધ્યાય માટે આ પુસ્તકનું લેખન થયું છે. તેની પ્રથમ આવૃત્તિને સારો આવકાર મળતાં આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું ભાગ્ય સાંપડયું છે. - સંયોગવશાત ૧૯૮૯માં અમેરિકા જવાનું થયું હતું. ત્યાં સત્સંગ પ્રેમીઓએ કેટલાંક સ્થળે કાર્યક્રમ યોજ્યા હતા. તેમાં પ્રકાશિત સાહિત્યને ઘણે આવકાર મળ્યો તે સૌના સહયોગને કારણે આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ શકી છે. તે માટે તે સૌ સાહિત્યપ્રેમીઓને અભિવાદન છે. પ્રથમની આવૃત્તિમાં સૌ સહયોગકર્તાને તથા પ્રસ્તુત ગ્રંથમાં સહયોગ આપનાર તથા જે કઈ એનું અધ્યયન કરશે તેમને સૌને આભાર માનું છું. આ ધ્યાનયોગરૂપી કલ્યાણ માગ સૌને સરળતાથી સમજાય અને શ્રદ્ધાય તેવી અભ્યર્થના. આસો વદ ૧૩, સં. ૨૦૪૫ - વિનીત તા. ૨૭ ૧૦-૮૯ સુનંદાબહેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 266