________________
૧૧
સ્વાધ્યાય ૩: જૈનદર્શનમાં ધ્યાન
ધ્યાનમાર્ગની સૂક્ષ્મ પરિચર્યા સમજવા માટે જૈનદાનમાં ધ્યાનની શું સૂક્ષ્મતા અને ગૂઢતા બતાવી છે તેના અભ્યાસ વિશેષપણે ઉપકારી છે. છેલ્લા કેટલાક સૈકાઓમાં પૂચાએ ધ્યાન વિષે ઘણું। પ્રકાશ પાડયો છે. જૈનદર્શનની એ એક વિશિષ્ટતા છે કે સંપ્રદાયરૂપે ધણા ઉપવિભાગે હૈાવા છતાં મૂળ તત્ત્વામાં અને ધ્યાન જેવા અતિગૂઢ વિષયેામાં કાંય અંતર કે વિરોધાભાસ નથી, પણ તે તે વિષયેામાં એકસૂત્રતા જળવાઈ છે.
પ્રાચીન–અર્વાચીન પૂર્વાચાર્યાં રચિત દરેક ગ્રંથામાં યાનના પ્રશ્નારાના વિશ્લેષણુ અને નિરૂપણમાં સમાનતા જણાય છે. તેથી પ્રસ્તુત સ્વાધ્યાયમાં કે પરિશિષ્ટામાં કાંક પુનરાવર્તન થવા પામ્યું છે તે ક્ષમ્ય છે, અને આપણી અલ્પ સ્મૃતિ માટે તે સહેતુક છે. વળી ભિન્ન ભિન્ન આચાર્યાંએ તે તે ગ્રંથમાં આગવું રહસ્ય પ્રકટ કરી જે વ્યક્તિગત યાગદાન દીધેલ છે તે પણ સાધકને ઉપયાગી છે.
જૈનદર્શીનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે માનવ-જન્મનું એક અત્યંત અગત્યનું કાર્યાં. મનાયું છે. સમ્યગ્દષ્ટિ આત્મા ધર્મ ધ્યાનના યોગ્ય અધિ કારી છે. તેમાંય ધર્મધ્યાનની ચરમસીમાએ તા અપ્રમત્ત દશાવાન મુર્તિને જ અધિકારી ગણવામાં આવ્યા છે, તે પહેલાંની ભૂમિકાએ સાધક, ચિત્તની સ્થિરતા, ચિંતન, ભાવના, સ્વાધ્યાય-ધ્યાન કે કાયાત્સગ-ધ્યાનને યેાગ્ય છે તેમ કહેવામાં આવ્યું છે. આ કારણથી ધર્મધ્યાનના ક્રમિક અભ્યાસ એ વિશિષ્ટ ધ્યાનસાધનાનું અગત્યનું અંગ ગણ્યું છે. વળી જૈનદનમાં, અંતરંગ તપના વિવિધ ભેદ્યમાં ધ્યાનને અંતગત કરેલ છે.
જૈનદર્શનના ધ્યાનના મુખ્ય ચાર પ્રકારામાં અન્ય ધણા પ્રકારના આત્માના શુભ-અશુભ ભાવે શુદ્દાદ્દદશા તથા પરમધ્યાનદશા વિષેની વિસ્તૃત વિચારણા આ સ્વાધ્યાયમાં આપવામાં આવી છે. તેથી ધ્યાનમાની સક્ષમતાને ગ્રહણ કરવામાં અને સાધ્ય કરવામાં આ સ્વાધ્યાયના અભ્યાસ ઉપયાગી થશે.
સ્વાધ્યાય ૪ :
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂષ ધ્યાન
જૈનદાનમાં ધ્યાન' વિષેના અભ્યાસ પછી આ દનમાં મેક્ષ-માગ કાને કહે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org