Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 5
________________ પરિશ્રમને સાધક-મુમુક્ષુઓ આવકારશે અને તેમાં રહેલાં સત્ત, તત્વ અને સત્યને ગ્રહણ કરશે એવી ભાવના છે. ગ્રંથની ઉપયોગિતા અને મર્યાદા : - આ ગ્રંથ વિશાળ વાચકવર્ગને ઉપયોગી બની શકે તેવો છે. તેની શૈલી સરળ, સરસ અને ધારાપ્રવાહી હોવા ઉપરાંત રેજિદા જીવનના દૃષ્ટાંતાદિથી પણ વિભૂષિત છે. તેથી સામાન્ય ધર્મપ્રેમી જનતા પણ તેને અમુક અંશે અસ્વાદ લઈ શકશે. ધ્યાનમાં રસ ધરાવનાર વાચકામાંથી પ્રારંભિક અને મધ્યમ કક્ષાના સાધકને માટે આ ગ્રંથનું વાચન વિશેષપણે ઉપકારી નીવડશે. આ ગ્રંથના આયોજન, વાચન અને મનન દરમ્યાન તેની કેટલીક વિશેષતાઓ લક્ષમાં આવી છે જે પ્રત્યે વાચકમિત્રાનું ધ્યાન દોરવામાં આવે છે, કે જેથી તેઓને પણ વિષયને સમજવામાં, ગ્રંથમાં સૂચવવામાં આવેલ પ્રયોગોને જીવનમાં ઉતારવામાં અને ગ્રંથનું મૂલ્યાંકન કરતી વેળાએ યોગ્ય દષ્ટિ અપનાવવામાં સરળતા પડશે. (૧) ગ્રંથનું મુખ્ય પ્રયોજન મધ્યમકક્ષા સુધી પહોંચેલા ધ્યાનના. સાધકોને માર્ગદર્શન અને પ્રેરણું આપવાનું છે. | (૨) વિષયની રજૂઆતમાં સૈદ્ધાંતિક દૃષ્ટિને મુખ્ય ન કરતાં આધ્યાત્મિક દૃષ્ટિને મુખ્ય કરી છે જેથી નાતજાતના ભેદ વિના વિશાળ વાચકવર્ગને તે ઉપયોગી થઈ શકે. (૩) સામાન્ય જનસમૂહ પણ સમજી શકે અને તેને લાભ લઈ શકે તે આશયથી સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરેલો છે. (૪) પૂર્વાચાર્યોએ પ્રણત કરેલા સિદ્ધાંતોને બાધા ન આવે તેની સર્વ સાવધાની રાખી વિષયની રજૂઆત કરી છે. પરંતુ ધ્યાનમાર્ગનો અને વેગસાધનાનો વિષય અનેક ગૂઢ રહસ્યોથી ભરેલું છે. આવા વિષયને સરળ શૈલીમાં રજૂ કરવાનું કાર્ય કર્યું છે, જેથી કયાંક કઈક ત્રુટિ રહેવાને સંભવ છે. ઉદાર દષ્ટિવાળા વિ જજને આવી ત્રુટિ માટે પ્રકાશક સંસ્થાને લખશે તો સાભાર આગળની આવૃત્તિમાં તેને સુધારી લેવામાં આવશે. (૫) ધ્યાન વિષે વર્તમાનકાળમાં અનેક બ્રાંત માન્યતાઓ પ્રવર્તે છે. આવી ભ્રાંત માન્યતાઓનું બીજ સ્વાધ્યાયમાં જે નિરસન કરેલું છે, તેમાં માત્ર સત્યના સ્થાપનની જ દષ્ટિ છે. જમાના પ્રમાણે લોકોને ધ્યાનની સિદ્ધિ મફતમાં જોઈએ છે તો તે બની શકે નહીં, તેની યોગ્ય કિંમત ચૂકવવી જ પડે તેમ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 266