Book Title: Dhyana Ek Parishilan Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 4
________________ પ્રથમ આવૃત્તિ પ્રાકથન ભૂમિકા : સર્વ જ્ઞાની પુરુષોએ જેને આત્માના કલ્યાણ માટેનું સૌથી મહત્ત્વનું અંગે કહ્યું છે તેવા ભયાન'ના વિષયનું વિશદ વિવેચન કરનારા આ ગ્રંથનું આલેખન, સંપાદન અને પ્રકાશન થઈ રહ્યું છે તે ગુજરાતીભાષી સમસ્ત અધ્યાત્મપ્રેમી જનતાને માટે પ્રસન્નતાને વિષય છે. - આપણું જીવનનું ધ્યેય શાશ્વત અને સ્વાધીન આનંદની પ્રાપ્તિ કરવાનું છે. આવો આનંદ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના સંભવી શકતો નથી અને આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મવિચારણા, આત્મભાવના અને આત્મધ્યાન દ્વારા જ થઈ શકે છે. માટે આત્મા, આત્માનું જ્ઞાન અને આત્માનું ધ્યાન – આ વિષયો શાશ્વત સત્યના સર્વ સંશોધકોને સ્પર્શતા હેવાથી તે વિષેનું સર્વતમુખી જ્ઞાન બૌદ્ધિક અને પ્રાયોગિક સ્તરે પામવાની દરેક સાધકને અનિવાર્યતા છે. આ દિશામાં, આ કૃતિ સાધકોને થોડાઘણું અંશે પણ ઉપકારી થશે તો તેને લેખન, સંપાદન અને પ્રકાશનને શ્રમ અમે સફળ ગણશું. ધ્યાનના વિષય બાબતનું અજ્ઞાન : છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ કક્ષાના જિજ્ઞાસુ-સાધકોના પરિચયનો જે અનુભવ થયે તેનું વિશ્લેષણ કરતાં એક વાત બહુ સ્પષ્ટપણે અનુભવમાં આવી, અને તે એ છે કે વ્યક્તિગત ધ્યાનને અભ્યાસ કરનારાઓમાં તિમ જ સામૂહિક ધ્યાનસાધના કરાવનારાઓમાં પણ પોતાના વિષયનું સાંગોપાંગ અને યથાર્થ જ્ઞાન લગભગ નહીંવત જોવામાં આવે છે. આ પરિસ્થિતિ ખરેખર અકુશળ અને શોચનીય છે તથા યથાર્થ જ્ઞાનાર્જનના વિવિધ ઉપાયો દ્વારા તેમાં સુધારે થાય તે જોવાની ફરજ સાચા ધ્યાનમાગને સૌ સાધકની છે. ધ્યાન વિષેનું સ્પષ્ટ પરિજ્ઞાન ન હોય તો તેની સાધના પણ યથાર્થપણે ન થઈ શકે. આ ગ્રંથના લેખક-સંપાદકે મહાન યોગીશ્વરો અને જ્ઞાની વિઠજજનાના પ્રાચીન અને અર્વાચીન અનેકવિધ ગ્રંથને આશ્રય લઈ, સ્વયં ફુરણાથી આ લેખનકાર્ય કરેલું છે. તેમાં તેમણે પોતાના દીર્ધકાલીન વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલા વિવિધ અનુભવોને પણ જોડયા છે. યોગાનગે ઘટિત થયેલા એવા તેમના સપ-પર-કલ્યાણકારી આ પ્રેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 266