Book Title: Dhyana Ek Parishilan Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 6
________________ (૬) “ગ” (yoga)ની ફેશનવાળા આ જમાનામાં ઘણું લોકોને વિવિધ કારણોસર યોગસાધનામાં રસ છે. આ વિષયનાં વિવિધ પાસાંએનું આલેખન અને સ્પષ્ટીકરણ સાતમાં સ્વાધ્યાયમાં કરેલ છે. જેનું વાચન ઘણું વિશાળ જનસમૂહને ઉપયોગી, રસપ્રદ અને વિચારપ્રેરક હેવાથી તે વાંચવા ખાસ ભલામણ છે. (૭) જેઓ સાચી ધ્યાનસાધના કરવા માગે છે તેમને માટે નવમા સ્વાધ્યાયમાં દર્શાવેલી સીધી, સચેટ અને પ્રાયોગિક સૂચનાઓ ખૂબ જ સહાયક થાય એવી છે. વળી ધ્યાનનું માહાસ્ય અને તે માર્ગની સાધનામાં જે ઉત્સાહવર્ધક પ્રેરણું ઉપસંહારના સ્વાધ્યાયમાં આપી છે તે પણ નિખાલસ સાધકવર્ગના હૃદયને સ્પર્શી જાય તેવી છે. (૮) ધ્યાનમાર્ગની સાધનામાં જેઓ બહુ આગળ વધેલા હોય તેવા જ્ઞાની વિરક્ત સાધકની સંખ્યા આ જમાનામાં ઘણું ઘેડી છે. આવા સાધકને માટે જે કે આ ગ્રંથ મુખ્યપણે ઉપયોગી નથી છતાં, તેમને પણ પિતાની અધ્યાત્મદશાનું મૂલ્યાંકન કરવામાં સરળતા પડે તે માટે પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષો દ્વારા પ્રણીત વિવિધ ગ્રંથમાંથી ચૂંટી કાઢેલું ઉત્તમ ધ્યાનવિષયક પાથેય સમજી શકાય તેવી સરળ ભાષામાં પરિશિષ્ટમાં અવતરિત કરેલ છે. આ પરિશિષ્ટોને બે વિભાગમાં વહેચ્યાં છે – અર્વાચીન અને પ્રાચીન. ' રજબજારની સાધનામાં વિશેષપણે ઉપયોગી હેવાથી અને સરળપણે સમજી શકાય તે હેવાથી અર્વાચીન વિભાગ પહેલો મૂક્યો છે. ગુણવત્તાની અને અધિકૃતતાની અપેક્ષાએ વિશેષ હોવા છતાં જટિલતાને લીધે તથા દૂરવતી કાળમાં લખાયેલ હેવાને લીધે પ્રાચીન વિભાગને પાછળ મૂક્યો છે. વિવિધ કક્ષાના અભ્યાસીઓને અને સાધકને આ પરિશિષ્ટમાંથી પિતાને ગ્ય સારી એવી માહિતી, માર્ગદર્શન, પ્રેરણું અને ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થશે એવી આશા છે. * પિતાના અભ્યાસપૂર્ણ, શિસ્તબદ્ધ અને ધર્મ-સાધનાથી રંગાયેલા સેવાપરાયણ અને વિદ્યાપરાયણ જીવનની ફળશ્રુતિને થેડો લાભ આ ગ્રંથ દ્વારા લેખકે આપત્મિક સાહિત્યનું પ્રકાશન કરનારી આ સંસ્થાને આપ્યો તે બદલ સંસ્થાના સંચાલક વતી તથા તેની સાહિત્ય પ્રકાશન સમિતિ -તરફથી તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને તેમની સભાવના સંસ્થાને ભવિષ્યમાં પણ મળતી રહેશે તેવી ભાવના ભાવીએ છીએ. . શાંતિઃ – મુકુન્દ સોનેજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 266