________________
૨૪
ધ્વન્યાલોક
એ શચ જ છે. (iv) બે કવિઓના કાવ્યમાં સંવાદિતા હોય તો કઈ મનોહર છે તેની આનંદવર્ધને ચર્ચા કરી છે. બે કવિઓના કાવ્ય વચ્ચે, બિંબ- પ્રતિબિંબ જેવું, વસ્તુ અને તેના ચિત્ર જેવું કે બે મનુષ્યો વચ્ચે હોય તેવું સરખાપણું હોઈ શકે. પ્રથમ બે પ્રકારની સંવાદિતા ત્યજવી જોઈએ. ત્રીજા પ્રકારની સંવાદિતા મનોહર છે.
ધ્વન્યાલોકમાં ઉલ્લેખાયેલા ગ્રંથો અને લેખકો
‘ધ્વન્યાલોક’ના આલોકભાગ (વૃત્તિ ભાગ)માં આનંદવર્ધને કેટલાક પ્રાચીન કવિઓ-લેખકોનો તથા ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. કેટલીક કૃતિમાંથી શ્લોકો, ગઘવાકચો ઉદ્ધૃત કર્યાં છે, જે નીચે મુજબ છે.
(અ) કૃતિઓ-રામાયણ, મહાભારત, અર્જુનચરિત, કાદંબરી, તાપસવત્સરાજ, નાગાનંદ, મધુમથનવિજય, રત્નાવલી, રામાભ્યુદય, વિષમખાણલીલા, વેણીસંહાર, હરિવિજય, સેતુકાવ્ય, હરિવંશ, હર્ષચરિત, ગાયાસસશતી, શાકુન્તલ, વિક્રમોર્વશીય, મેઘદૂત, શિશુપાલવધ, સૂર્યશતક તથા સ્વરચિત સંસ્કૃત, પ્રાકૃત ઉદાહરણો.
(બ) કર્તાઓ-ઉદ્ભટ્ટ, ભરત, ભામહ, મનોરથ, અમરુક, કાલિદાસ, ધર્મકીર્તિ, બાણભટ્ટ, સર્વસેન, સાતવાહન (નાગલોકમાં ગયા તરીકેનો ઉલ્લેખ) વગેરે.
(ક) આ ઉપરાંત પરિકર શ્લોક અને સંગ્રહશ્લોક પણ જોવા મળે છે. કારિકાના અર્થને વધુ સારી રીતે સમજાવવા તથા ચર્ચાનો સારાંશ કહેવા માટે આ પ્રકારના શ્લોકો પ્રયોજાય છે.
ઉપર્યુક્ત ઉલ્લેખો આનંદવર્ધનના વિશાળવાચન અને પાંડિત્યને દર્શાવે છે.
‘ધ્વન્યાલોક’ના ટીકાકારો-‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્ત (સમય આશરે ઈ.સ. ૧૦મી સદીના ઉત્તરાર્ધથી ૧૧મી સદીનો પૂર્વાર્ધ)ની ‘લોચન’ ટીકા વિશેષ ઉલ્લેખનીય છે. અભિનવ, ‘લોચનમાં’ એક ‘ચંદ્રિકા’ ટીકાનો ઉલ્લેખ કરે છે. તેમણે કેટલીક જગ્યાએ તેનું ખંડન પણ કર્યું છે. ધ્વન્યાલોકના તૃતીય ઉદ્યોતની ૨૬ અને ૩૩મી કારિકાપરના 'લોચન'માં અભિનવે ‘ચંદ્રિકા’નો ઉલ્લેખ કર્યો છે. " चन्द्रिकाकारस्तु पठितमनुपठतीति न्यायेन गजनिमीलिकया व्याचचक्षे |...इत्यलं પૂર્વવંયૈઃ સહ વિવાવેન વહુના / લોયન ટીકાથી જ ચન્દ્રિકાકાર અને અભિનવગુપ્ત એક ગોત્રના હતા તે સિદ્ધ્ યાય છે. ચન્દ્રિકા ટીકા મળતી નથી.
ડૉ. રામસાગર ત્રિપાઠી, લોચન ટીકાનું મૂલ્યાંકન કરતાં લખે છે, “શ્રી અભિનવગુપ્ત એક મહાન દાર્શનિક વિદ્વાન હતા. એથી એમણે સાહિત્યશાસ્ત્રમાં ગ્રંથ લખીને તેનું દાર્શનિક (philosophical) સ્વરૂપ આપ્યું. આ એટલી મહત્ત્વપૂર્ણ અને સશક્ત ટીકા છે કે આપણે તેને સાહિત્યશાસ્ત્રનું મહાભાષ્ય સારી રીતે કહી શકીએ. આ ટીકા એક બાજુ ધ્વન્યાલોકનાં અઘરાં સ્થાનોને પૂર્ણરૂપથી સ્પષ્ટ કરીને પોતાના નામને સાર્થક કરે છે તો બીજી તરફ પોતાની સ્વતંત્ર વિચારધારાની દૃષ્ટિથી