Book Title: Dharmonu Tulnatmak Adhyayan Author(s): Bhaskar Gopalji Desai Publisher: University Granthnirman Board View full book textPage 8
________________ ધર્મ વિશે તેમ જ એને લગતા વિવિધ વિશે વિશે તથા ધર્મના તુલનાત્મક અભ્યાસ વિશે ઘણા વિચારકેએ લખ્યું છે. એ બધાને ફાળો આ પુસ્તક ઘડતરમાં છે એ સ્વીકારી એમનું, અને સવિશેષે એવિન બર્ટ તથા રોબર્ટ હ્યુમનું ઋણ સ્વીકારું છું.. આ પુસ્તકમાં આપેલા કાઠાઓ, રેખાંકને તથા પુસ્તકસુચિ વગેરે જિજ્ઞાસુ અભ્યાસોને સુચક અને સહાયરૂપ થશે એવી આશા રાખું છું. પરિશિષ્ટ તૈયાર કરાવવામાં જનરલ એજ્યુકેશન સેંટરના કુ નયનાબેન દેસાઈ તથા શ્રી. પદ્યુમન દવે અને શ્રી ભૂપેન્દ્ર ગાંધીએ તથા શ્રી નીતિન વ્યાસે સહાય કરી છે એમને હું આભારી છું. પરામર્શક શ્રી પ્રિ. આઈ. વી. ત્રિવેદી તથા વડોદરા વિશ્વવિદ્યાલયના ઇતિહાસ વિભાગના ડૉ. એસ. કે. દેસાઈ, આર્કિયોલેજ વિભાગના વડા પ્ર. રમણલાલ એન. મહેતા તથા ભૂગોળ વિભાગના વડા પ્રો. જાનકી સાથે આ અંગે થયેલી ચર્ચા વિચારણા ફળદાયી નીવડી છે, એ માટે એમને પણ હું આભારી છું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી આ કામગીરી મને સોંપવામાં આવી તે માટે એમના કાર્યવાહકોને તથા મારી યુનિવર્સિટીના સંચાલકેએ આ કાર્ય હાથ ધરવાની રજા આપી એ માટે તે એઓને પણ હું આભારી છું. ભારત પ્રકાશનના સંચાલકોએ કુશળતાપૂર્વક અને ઝડપભેર મુદ્રણકાર્ય સંભાળ્યું એ માટે એમને હું આભાર માનું છું. આ પુસ્તકને આમુખ લખવા માટે મુરબ્બી ઈશ્વરભાઈ પટેલ, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, ને હું અત્યંત આભારી છું. વડેદરા, એપ્રિલ, 1973. - ભાસ્કર ગોપાળજી દેસાઈPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 532