Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૩
દષ્ટિએ ઉકેલવા મથી શકે, અને તે તે દેશના પ્રશ્નના ઉકેલ વખતે તેની મયાંદાએ, ઉછેર, સંસ્કાર, શિષ્ટાચાર, રીતિરિવાજો વગેરેને નજર સામે રાખી શકે. મતલબ એ કે ધર્મ, જ્ઞાતિ, રંગ અને રાષ્ટ્રના ભેદ કે પક્ષપાત વગર તે શુદ્ધ માનવતાની દષ્ટિએ દરેક સમસ્યાને ઉકેલી શકે, અને વ્યકિત, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, ગ્રામ, નગર, રાષ્ટ્રધર્મ–સંપ્રદાય વગેરે જે માનવકૃત બંધને છે, તેને લઈને કોઈપણ સમસ્યા ઊભી થાય. ને નાની હોય કે મોટી; પણ વિશ્વ સમસ્યાનું એક અંગ છે, એમ માનીને જ વિદ્રષ્ટા પુરુષે ચાલવું જોઈશે. કારણ કે આપણે બધા એક જ આકાશની નીચે, એક જ પૃથ્વી ઉપર અને એક જ વાયુના આશ્રય તળે રહીએ છીએ; એટલે કેઈ આપણું પારકું છે જ નહિ, બધાં પિતાનાં છે; એવું સૂક્ષ્મ દર્શન જેને થાય છે, તે સ્વ અને પર પ્રાણીના હિતચિતનની દષ્ટિએ જ દરેક સમસ્યાઓને ઉકેલ વિચારશે. કોઈ સ્થાન કે વર્ગ વિશેષનો પ્રશ્ન પણ ત્યાંની પરિસ્થિતિ અને જરૂરિયાત વગેરેનું ધૂળ દર્શન કરીને એવી રીતે ઉકેલવે જોઈશે, જેથી નવા જટિલ પ્રશ્નો ઊભા ન થાય, તથા સામુદાયિક રીતે તે વિશ્વહિત સાધે; એટલે કે અમુક વર્ગ કે સ્થાનવિશેષનું કલ્યાણ કરવા જતાં, તે સામુદાયિક રીતે વિશ્વનું કલ્યાણ ન કરી બેસે!
એટલા માટે સાધુસાધ્વી શિબિરનાં પ્રવચન પુસ્તકોનું નામ “ધર્માનુબંધી વિશ્વદર્શન રાખવામાં આવ્યું છે, જેથી ગૃહસ્થ કે સાધુ દરેક સાધક વિશ્વના અંતરંગ અને બ્રાહ્ય રીતે ધર્મસંસ્પષ્ટ દર્શન કરી શકે. આમ વિશ્વવ્યાપક દર્શન થયા પછી કોઈ પણ સમસ્યાને ઉકેલવામાં તેવા વિદ્વષ્ટા સાધકને વાંધો નહિ આવે, તેને સહેલાઈથી તેને સાચે રસ્તે જડી જાય. મૂળમાં તે આખા વિશ્વના આત્માઓ સાથે પિતાને આત્મતત્વ સંબંધ રહેલો છે, એને જે વધારેમાં વધારે વિકસાવી શકે તે જ પરમાત્માને મેળવી શકે છે, એટલે વિશ્વદર્શન કરવામાં આ મોટામાં મોટો લાભ રહેલો છે.
વિશ્વના સમાજ-વિજ્ઞાન, ધર્મ, દર્શન અને સંસ્કૃતિ માટે તે
ના. મળમાં
અને જે
વિશ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com