________________
ક
પ્રકરણ–બીજું. દેવપૂજનની અગત્યતા.
છે
" नामादिमेदैविशदैश्चतुभि,-ये लोककालत्रितयं पुनन्तः । भवोद्विजां मुक्तिपदं ददन्ते, सर्वेऽपि ते सर्वविदो जयन्तु ॥१॥"
નિર્મલ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભેદ વડે ત્રણે લોકને ત્રણે કાળ પવિત્ર કરતા જેઓ ભાવથી ઉક્રિમ થયેલા આત્માઓને મુક્તિ પદ આપે છે તે સર્વે સર્વવિદોજિનેશ્વરે જયવંત–સર્વોત્કૃષ્ટપણે વર્તા
[ આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી] શાસ્ત્રકારોએ ધર્મરૂપી પ્રાસાદ ઉપર આરહણ કરવાને પ્રથમ ભૂમિકારૂપ ચાર પગથીયાં બતાવ્યાં છે, તેમાં સૌથી પ્રથમ સ્થાન દેવગુરૂના પૂજનને, બીજું સ્થાન સદાચારને, ત્રીજુ તપને અને ચોથું મુત્યષ–મેક્ષ પ્રત્યે અપ્રીતિના અભાવને આપ્યું છે. એ ચારને ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી આદિ મુનિપુંગવો “પૂર્વ–સેવા” શબ્દથી સંબંધે છે. એ ચાર ધર્મના પાયારૂપ છે. મુક્તિના અદ્વિતીય કારણભૂત સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ ધર્મની પ્રાપ્તિને નિકટ લાવનાર તરીકે એ ચારની શાસ્ત્રમાં ગણના કરવામાં આવી છે. તેમાં સૌથી પ્રથમ દેવગુરૂનું પૂજન છે. ગુરૂ તરીકે માતા, પિતા, કલાચાર્ય, વડીલ, વૃદ્ધ અને ધર્મશાસ્ત્રોને ઉપદેશ રનારાને ગણ્યા છે. તથા દેવ તરીકે તે તે શાસ્ત્રોમાં