________________
દેવાઈન
-
-
-
-
-
-
-
નિરતિશય સુખરૂપ જેઓને શાશ્વત હોય છે, ધર્મ પણ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ અથવા દાનશીલ તપ અને ભાવનાદિરૂપ, સાશ્રવ અને અનાશ્રવ એવા બે ભેદવાળે તથા મહાગાત્મક જેઓને સત્કર્ષપણે હોય છે, તથા પ્રયત્ન પણ જેએને પરમ વીર્યથી ઉત્પન્ન થયેલ એકરાત્રિી આદિ મહાપ્રતિમાઓના કારણભૂત તથા કેવલી મુદ્દઘાત અને રોગનિરોધ રૂપ શિલેશી અવસ્થાઓ વડે વ્યંગ્ય હોય છે, તેઓ ભગવાન કહેવાય છે. એવા પ્રકારના દેવાધિદેવ એ જ સર્વ પ્રેક્ષાવાન પુરૂષને સ્તવનીય, અર્ચનીય અને નમકરણીય છે. તેમનું સ્તવન, અર્ચન અને વન્દન જે રીતે મુક્તિ નિમિત્ત થાય છે તે રીતે અન્ય સંસારી દેનું મુક્તિ નિમિત્ત થતું નથી, કિન્તુ અનર્થને માટે થાય છે. કીડા પણ દેવાધિદેવની આત્મગુણમાં રમણતા કરવા રૂપ પરમાનંદને આપનારી હોય છે, વિજિગીષા પણ આંતરિક શત્રુઓને જીતવાની હોવાથી પરમ નિર્દોષ હોય છે. દીપ્તિ પણ ક્યને આનંદકારી હોય છે. મદ પણ સર્વ પ્રકારના મેદાને ઉતારનાર નિર્દોષ આત્મસ્વભાવમાં સ્થિર-અવિચલિત રહેવા રૂપ હોય છે. કાનિત પણ અનન્યસાધારણ સર્વ લેકને સુખ કરનારી હોય છે, તથા ગતિ પણ એક જ સમયમાં સમસ્ત લેકના મસ્તક ઉપર ફરી પાછા ન ફરવું પડે તે રીતે પહોંચાડનારી સર્વોત્કૃષ્ટ હોય છે. એ પ્રકારના દેવાધિદેવનું સર્વોત્કૃષ્ટ સ્તવનીયપણું પૂર્વ મહર્ષિઓએ જે રીતે ફરમાવ્યું છે તે હવે પછીના પ્રકરણમાં અધિક સ્પષ્ટ થશે.