________________
ભાવન-વિભાવના
શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ , દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલેક અને શીલાંક જેવા કોશકારોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ‘દેશીનામમાલા” મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે.* આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બન્યો છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસૌંદર્ય ધરાવતાં ઉદાહરણોથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે.
શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસનના મુખ્ય ત્રણ ભાગ છે : (૧) સૂત્ર, (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ’ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે ‘વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ - ત્રણેના કર્તા હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યે ‘fauદશનીવાપુરૂવારિત્'માં દર્શાવ્યું છે તેમ ‘પાશાસ્ત્ર' જેવા ગ્રંથો પોતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘નોવ' માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર',
પન્નરીયા” તેમજ “ઉજવેઝSTમન' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળનો ઉલ્લેખ નથી, આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ “સિદ્ધહેમશબ્દાનુશાસન' પછી ‘કાવ્યાનુશાસનની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારો જેવા વિષયોની છણાવટ પુરોગામી આલંકારિકોનાં અવતરણો સહિત કરી છે. આમાં ‘અલંકારચૂડામણિ'માં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫ એમ સમગ્ર ‘કાવ્યાનુશાસનમાં ૧૯૩૨ ઉદાહરણો મળે છે. આમાં પ૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંચય હતો અને ‘કાવ્યાનુશાસન'ની રચના માટે એમણે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. આનંદવર્ધન, અભિનવગુપ્ત, રુકટ, રાજ શેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકોના ગ્રંથોના સિદ્ધાંતોની સંયોજના કરીને તેમણે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે પહેલાં વિદ્યાર્થી ‘શબ્દાનુશાસન' શીખે, કોશનું જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથોની કેડી પર પગ
* જેમાંના કેટલાક શબ્દો જોઈએ : ૩૬ - ઊંડું, નr - ઊલટું, ઉસ્થરના - ઊથલો, ITઘરે - ઘાઘરો, વ્ર - ખોડો, સાવ – ખભો, ઢt - ઓઢણી, કદી – ઉધઈ, iીરી - ગંડેરી, ઉપાય - ખીજ , વ - ખાટકી, ૩.રી - ઉકરડી, ઊંકો - અડદ, ઢવી – ખડકી, અહો - ગઢ.