________________
ભાવન-વિભાવના
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાથંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રચયિતાએ એની ગોઠવણ કરી છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' એટલે જૈન કથાનકો, ઇતિહાસ, પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ. ‘ક્રયાશ્રય” કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી :
“પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજ ની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે દ્વયાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલા કાપુરુષોનાં ચરિતને પ્રકાશ
આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસુદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કળિકાળસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.” ૨૩
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્ય તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વ'ની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જે બુસ્વામી, ભદ્રબાહુસ્વામી , વજ સ્વામી વગેરે જૈનપરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઇતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ” તરીકે ઓળખાવ્યાં છે. પ્રો. યાકોબી આ ગ્રંથને ‘સ્થવિરાવલિ' તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે “પરિશિષ્ટ પર્વ' તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યે અન્ય ગ્રંથોમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યનું માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યે આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક ઐતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યો આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લોકકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જૈન પટ્ટધરોના ઇતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે.
કરો૨૨
આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર, કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ