________________
199
ભાવન-વિભાવન પર સાંજના વખતે એક કલ્પપર્યંત આત્મધ્યાન ધરવાથી આત્માના અલૌકિક અનુભવની ઝાંખી થઈ” એમ નોંધે છે.
આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ના પોષ સુદ ૧૦ની રાત્રે થયેલા અનુભવમાં નજરે પડે છે. આ અનુભવ ઘણો ગહન હોય છે અને તેઓ પોતાના આત્માનુભવને
શાસ્ત્રીય પરિભાષાથી પ્રગટ કરતાં કહે છે –
“પોષ સુદિ દશમની રાત્રે આત્મા અને પરમાત્માની એક્તાના ધ્યાનનો દીર્ઘકાલ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રકટેલી દેખાઈ. એકલારા ગામમાં નિવૃત્તિ સ્થલ વગેરે કારણોથી અપૂર્વ આત્મસુખ અનુભવાયું. ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગે સહજ સુખ અનુભવવામાં આવે છે.”
પછીની રાત્રિનો અનુભવ લખતાં તેઓ કહે છે :
“દેશોત્તરમાં રાત્રિના વખતમાં આત્માની અપૂર્વ સમાધિમાં વિશેષ કાલ વીત્યો.”
એ પછી પોષ વદ ૧ના દિવસે ઈડરગઢના વિહાર દરમિયાન તેઓ લખે છે –
“રણમલ્લની ચોકી પાસેની ધૂણીવાળી ગુફામાં અગ્નિના ચોતરા પર અડધો કલાક ધ્યાન ધર્યું તેથી આત્માની સ્થિરતા સંબંધી અપૂર્વભાવ પ્રકટચો અને તેથી અપૂર્વ સહજાનંદ પ્રકટ્યો. આવી ધ્યાનસ્થિતિમાં સદા રહેવાય એ જ આંતરિક ઉત્કટ ભાવના છે એવો અધિકાર પ્રાપ્ત થાઓ.”
આત્મયોગીની અંતરયાત્રા
૧૨૩
નવા વર્ષની મંગલયાત્રાના આરંભે આ આત્મજ્ઞાનીની જે ભાવનાઓ ભાળી હતી, એનો વર્ષને અંતે હિસાબ પણ તેઓ કરે છે, અને વર્ષભરની પ્રવૃત્તિમાંથી જ્ઞાન અને ધ્યાનની પ્રવૃત્તિને જ જીવનપથના વિકાસની નિદર્શક માને છે, આથી વર્ષને અંતે આ પ્રવૃત્તિની પ્રગતિનો હિસાબ તેઓ લખે છે –
“આજરોજ ભાવ દિવાળીનો અંતરમાં અનુભવ થયો.
“સંવત ૧૯૭૧ની સાલ ધાર્મિક જીવનમાં પ્રશસ્ય નીવડી. વિહાર, યાત્રા વગેરેથી આત્માની સ્થિરતામાં વૃદ્ધિ કરી, રાગદ્વેષની ખટપટમાં કોઈની સાથે ઊતરવાનું થયું નથી. ઉત્તરોત્તર આ વર્ષમાં ધર્મપ્રવૃત્તિ કરતાં કંઈક વિશેષકાલ અંતરમાં ધ્યાનાદિની નિવૃત્તિથી ગયો. પેથાપુરમાં ચોમાસુ રહેતાં આત્મસમાધિમાં વિશેષકાલ ગયો. ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે અને આત્મસમાધિમાં વિશેષ જીવન વ્યતીત કરવાની પ્રબળ સ્ફુરણા થયા કરે છે. સંવત ૧૯૬૦-૬૧-'૬૨ની પેઠે આ સાલમાં યોગસમાધિમાં વિશેષ રહેવાયું. સર્વ જીવોની સાથે આત્મધ્યભાવનાની અને મૈત્રીભાવનાની વૃદ્ધિ થયા કરે છે એમ અનુભવ આવે છે. ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયા, આબુજી, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળે આત્મધ્યાન ધરતાં અંતરમાં સહજાનંદનો, પૂર્વ સાલો કરતાં, વિશેષ પ્રકારે અનુભવ થયો. સરસ્વતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ ખરેખર બાહ્યસમાધિએ અંતરમાં વિશેષ સહજ સમાધિ કરાવનારો અનુભવાયો. વૈશાખ વિદે ૧૦. પેથાપુરમાં પ્રવેશ થયો. રૂદન ચોતરા તરફના ટેકરા ઉપર અને આવાં કોતરોમાં વિશેષ સ્થિરતાએ આત્મધ્યાનમાં મસ્ત થવાયું. આત્માની અનુભવખુમારીમાં વિશેષતઃ મસ્તદશા અનુભવાય છે. આત્મજ્ઞાન-ધ્યાનની પરિપક્વતામાં વૃદ્ધિ થયા કરે છે એવો અનુભવ આવે છે. હવે વિશેષતઃ નિવૃત્તિરૂપ