________________
109
ભાવન-વિભાવન
નહિ અને જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ ધ્યેયનિષ્ઠ પત્રકારત્વ પાછું પડતું ગયું અને ધંધાદારી નફા-તોટાનું પત્રકારત્વ આગળ આવવા માંડયું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ કરેલી ટકોર યાદ આવે છે. તેઓ વર્તમાનપત્રને અનુલક્ષીને કહે છે :
“એ કમાવાનું સાધન માત્ર બને છે ત્યારે નખ્ખોદ વાળે છે, પરંતુ પોતાનો ખર્ચ કાઢતાં કાઢતાં એ સેવાનું સાધન બને છે ત્યારે એ લોકજીવનનું આવશ્યક અંગ બને છે."
ભારતને આઝાદી પ્રાપ્ત થઈ તે સમયે સમગ્ર વિશ્વમાં મનોવલણો, ટેક્નૉલોજી જેવી બાબતોમાં સમૂળી ક્રાંતિ થઈ છે. ૧૯૫૦ના ગાળામાં ગુજરાતી અખબારોના જેટલા માલિકો બદલાયા તેટલા ક્યારેય બદલાયા નથી. પરંતુ એ પછી પ્રજાને રીઝવવા અને ઉપયોગી થવા માટે સભાન પ્રયત્નો થવા લાગ્યા. સનસનાટીનો અતિરેક, ઉછીની વાચનસામગ્રી તેમ જ કૃત્રિમ શ્રદ્ધા દર્શાવતા લેખોની ભરમાર ચાલી. સાહિત્યની સમીક્ષા કે વિદેશી ગ્રંથોના પરિચયને બદલે લોકપ્રિય નવલકથાઓએ આસન જમાવ્યું. આમાં ભાગ્યે જ પ્રયોગશીલ કે સાહિત્યિક ગુણવત્તાવાળી નવલકથાઓ દેખા દે છે. પ્રજાની અસ્મિતા કે સાંસ્કૃતિક પરંપરાઓના સંવર્ધનની વાત ગૌણ બની. નૃત્ય, રંગભૂમિ, પુરાતત્ત્વ, પરિભ્રમણ જેવી બાબતોની ઉપેક્ષા થવા લાગી. સાહિત્ય, શિક્ષણ કે સંસ્કૃતિની ઘટનાઓ નાની નોંધરૂપે આવે તોય સદ્ભાગ્ય ગણાવા માંડ્યું. આનું એક કારણ એ છે કે આઝાદી પૂર્વે અખબારનું લક્ષ સુશિક્ષિત અને જાગ્રત વર્ગ હતો. આજના અખબારની નજર મધ્યમ વર્ગ અને નીચલા વર્ગનાં રસ અને રુચિ પર છે. આ વર્ગ ભણેલો છે, સારી રીતે વાંચી શકે છે પણ એની રુચિ કે સમજશક્તિ જોઈએ તેટલાં કેળવાયાં નથી. બીજી બાજુ, એની વાચનભૂખ એટલી બધી છે કે કાચું-પાકું લખાણ હોય
અખબારી લેખસૃષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી
યા અનુવાદ હોય તોપણ તેને ચાલે.
199
વ્યક્તિના દૈનિક જીવનમાં આવતા એકએક વિષયને અઠવાડિયે ચાલીસ જેટલા ફીચર આપીને વાચકને તરબતર કરવાનો પ્રયાસ થયો. આને કારણે અખબાર ‘ડિપાર્ટમેન્ટલ’ સ્ટોર જેવું બની ગયું. આઝાદી પૂર્વે જ્યોતિષ કે વૈદક જેવા અસ્પર્શી વિષયો વિશે લખાવા માંડ્યું. સૂર્યોદય, સૂર્યાસ્ત, પંચાંગ, આપની આજ, અવસાન-નોંધ, લગ્નમંગલ, ચોથા પાનાનાં ફીચર્સ, ગૃહઉદ્યોગ, યોગાસન, બ્યુટિફિકેશન અને લોકસાહિત્ય એમ બધા જ લેખવિભાગો આપવાના શરૂ થયા. આ વિભાગો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો લખતા હોવાથી આમાં મૌલિકતા મળે છે. આજે દૈનિક જેટલું એની ખબરોને કારણે વેચાય છે, એટલું જ એના વૈવિધ્યમય લેખવિભાગને કારણે વેચાય છે. ક્યારેક તો અમુક લોકપ્રિય કૉલમ્સને કારણે પણ તે વેચાય છે. આથી લેખકોમાં સારી એવી હરીફાઈ જાગે છે અને મૌલિકતા તેમ જ અસરકારકતા માટે લેખક ચીવટ રાખે છે.
આઝાદી પૂર્વે તંત્રીની નીતિની આંગળીએ લેખવિભાગ ચાલતો હતો. હવે તંત્રી પોતાની નીતિ પ્રમાણે લેખ લખાવે તેવું રહ્યું નથી. દરેક લેખક પોતાના અભિપ્રાય મુજબ લખતો હોવાથી વૈચારિક મોકળાશનો અનુભવ થાય છે, પણ વાચકને ક્યારેક વૈચારિક મૂંઝવણ થાય છે. એક કૉલમમાં ધર્મકથા કે ધાર્મિક મૂલ્યો દર્શાવતો પ્રસંગ હોય અને એની બાજુમાં બીજા જ કૉલમમાં ધર્મ કે અંધશ્રદ્ધા છે અને વિજ્ઞાન સાચું છે તેવું પણ મળે. આમ આજના પત્રકારત્વમાં આદર્શ, મૂલ્ય કે રુચિ વિશે કોઈ સાતત્ય જડતું નથી અને તેથી આપણાં વર્તમાનપત્રો કોઈ એક ધ્યેયને વરેલાં છે તેમ કહેવું મુશ્કેલ બને છે. દરેક અખબારની નીતિ જુદી હોય, એટલું જ નહિ કિંતુ એક અખબારના લેખકો વચ્ચે પણ મૂલ્યભેદ કે મતભેદ મળે છે. આ રીતે અખબાર