________________
૧૯૨
ભાવન-વિભાવના છે. કેટલીક વખત આધુનિકતાનો સાચો સંદર્ભ માણસ કવિતા લખે પછી ૧૦-૨૦ વર્ષે નક્કી થાય કે આ કાયમ માટે આધુનિક કવિ છે. હું તો આધુનિકનો આ જ અર્થ કરું છું. હું પોતે જે કવિતા લખું છું તે નિજાનંદી કે સ્વાન્તઃ સુખાય લખું છું એમ કહેવાનો દાવો એટલા માટે નથી કરતો કે એ લખ્યા પછી લોકો વાંચે તો મને ગમે છે. એ કવિતા કોઈ સમજે કે કોઈના મનની અંદર એના અંગે પ્રશ્નો જાગે તો એ વસ્તુથી મને આનંદ પણ થાય છે. પણ કવિતા લખતી વખતે મારે કોઈક કરામત કરવી છે એવો મને કદી ખ્યાલ નથી આવ્યો. સહજ રીતે મારા મગજમાં - મારા મનમાં - મારા હૃદયને એમ થાય કે મારે આ વાત કહેવી છે તો એ વાતને હું શબ્દોની અંદર મૂકી દઉં છું, પણ એ સિવાય અત્યારે કોણ લખે છે અને કેવી રીતે લખે છે એનું અનુકરણ જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે પણ નહોતું કર્યું અને આજે પણ કરવાનું મન થતું નથી. તમારી લિરિ કલ નૉવેલ ‘માધવ ક્યાંય નથી માં કૃષ્ણ છે, “કૃષ્ણ અને માનવસંબંધો’ એ તમારો કૃષ્ણપ્રેમ બતાવે છે, જેમાં મહાભારતને કેન્દ્રમાં રાખીને તમે કૃષ્ણનું આલેખન કર્યું છે. તમારી કવિતામાં પણ તમારો આગવો કૃષ્ણ છે. તો તમારે મન શ્રીકૃષ્ણ એ મિથ' છે, કલ્પના છે કે વાસ્તવિકતા
હરીન્દ્ર દવેની મુલાકાત
૧૯૩ પસંદ કરીશ. એના માટેનાં મારાં તમામ સ્પંદનો મેં એટલાં જીવંત રીતે અનુભવ્યાં છે કે હું તમારી સાથે વાત કરું છું એ રીતે કૃષ્ણ સાથે વાત કરી છે એમ મને લાગે છે. એટલે જ મેં એક ગીતમાં લખ્યું હતું કે,
મને મારગે મળ્યા તા શ્યામ કોણ માનશે ?
મને મીટમાં કન્યા 'તા શ્યામ કોણ માનશે ? પ્ર. તમારી પાસેથી ‘માધવ ક્યાંય નથી” જેવી નવલકથા મળે છે.
જે નવલ કવિતા જેવી હોય, અલંકૃત ભાષા હોય, સુબદ્ધ હોય એમાં અનુભવનું વિશિષ્ટ મહત્ત્વ હોતું નથી. બીજી બાજુ તમે વાચકોમાં બહોળી ચાહના મેળવનારી નવલકથાઓ પણ લખી છે જેમાં વાચકોને સાથે લઈને ચાલવાનું હોય છે. આવી નવલકથાને આપણા કેટલાક ઉન્નતભૂ વિવેચકોએ ઉતારી
પાડી છે. તમારું આ અંગે શું માનવું છે ? જ . જો એવું હોય તો ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓ હપતાવાર
પ્રગટ થયા કરતી અને આજે અંગ્રેજી ભાષામાં ઉત્તમ નવલકથાકાર તરીકે એમનું સ્થાન છે. કેટલા બધા નવલકથાકારો લોકપ્રિય હોવાની સાથે ઊંચા ગજાના સર્જક હતા. ટૉલ્સ્ટૉય કેટલા બધા લોકપ્રિય હતા ! કેટલાક નવલકથાકારોનું આ દુર્ભાગ્ય હોય છે કે એમને જમાનામાં લોકો સમજી શક્યા ન હોય, પણ મોટાભાગના નવલકથાકારો એમના જમાનાની અંદર સ્વીકૃત થયેલા અને લોકપ્રિય થયેલા જ છે. જે ઉત્તમ શ્રેષ્ઠ નવલકથાકારો છે તે પણ. નવલકથામાં એક બાજુ થી તમે પરંપરા સાથે કામ પાર પાડો છો, તો બીજી બાજુ તેનાથી તદ્દન જુદો જ અભિગમ ધરાવો છો. ‘માધવ ક્યાંય નથી માં તમે મિથનો જુદી રીતે ઉપયોગ
જ. ‘કૃષ્ણ અને માનવસંબંધોના ઉપસંહારમાં મેં લખ્યું છે કે કૃષ્ણ
એ મારે માટે સર્જનનો વિષય નથી, સર્જનહાર સ્વયં છે. મેં ક્યારે કૃષ્ણકવિતા લખી એમ કહેવાને બદલે કૃષ્ણએ ક્યારે મારી કવિતામાં પ્રવેશવાનું પસંદ કર્યું, એમ કહેવું હું વધારે