Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 100
________________ ભાવન-વિભાવન કર્યો છે. ‘સંગ-અસંગમાં સાધુસમાજની વિવિધ સાધનાપદ્ધતિની વાત કરી છે. બીજી બાજુ “અનાગત' જેવી લઘુનવલ આ બધાથી જુદી તરી આવે છે જેમાં પાત્રોના નિમિત્તે ઓલવાતા ગામડાની વાત છે. તમે આ બંને વસ્તુ સાથે કઈ રીતે તાલ મેળવી શકો છો ? નવલકથા હું ક્યારેય લખી નહિ શકું એમ મારા મનમાં હતું. એમ હતું કે નવલકથા મારા ગજા બહારની વાત છે. પણ નવલકથાની પહેલી દીક્ષા અને શ્રી કનૈયાલાલ મુનશી પાસેથી મળી. એમની “કૃષ્ણાવતાર' એ અંગ્રેજીમાં લખતો હતો તે ગુજરાતીમાં ઉતારવાની મને તક મળી. મુનશીની કલ્પનાશક્તિ અને વ્યાપ એ જે રીતે પ્રસંગો લેતા તેમાં દેખાતાં. તેઓ એ પ્રસંગો વિશે મારી સાથે વાત કરતા. વિખ્યાત દિગ્દર્શક મહેબૂબખાન એમ કહેતા હતા કે હું એવું સારું પિક્સર ઉતારું કે કોઈ પણ તબક્કે પ્રેક્ષકને પાંચ મિનિટ ધૂમ્રપાન માટે બહાર જઉં તેવું ન થાય તે રીતે નવલકથા વિશે મુનશી એમ માનતા કે નવલકથા અધૂરી મૂકીને બહાર જવું પડે તો વાચકના મનમાં એનો ખટકો રહેવો જોઈએ. એ ચોપડી સાથે જ બહાર લઈને જાય અને તક મળે તો હું આ વાંચી નાખું એમ વિચારે. મુનશી પાસેથી આ વસ્તુની દીક્ષા મળી અને એમાંથી પહેલી પૉપ્યુલર રોમૅન્ટિક નવલકથા લખી અગનપંખી'. પણ પછી વિલા કેથર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વાંચ્યો. એમાં એક પછી એક પ્રસંગો જ આવતા. એ પ્રસંગોને એકબીજા સાથે સંબંધ ન હોય અને છતાં એમાંથી આખી સમગ્ર ઘટના નીપજતી હોય એવું બન્યું. એટલે મેં ‘પળનાં પ્રતિબિંબ' નામની નવલકથા લખી. ‘પળનાં હરીન્દ્ર દવેની મુલાકાત પ્રતિબિબ’ અને ‘અનાગત’ – આ બંને મારી પ્રિય કૃતિઓ છે. મને પોતાને ખૂબ ગમે છે. ‘માધવ ક્યાંય નથી' અને ‘સંગ-અસંગ’ એ લોકોમાં વંચાઈ સારી રીતે એ ખરું. પ્ર. તમારા પ્રિય વિદેશી સર્જકો કયા કયા ? જ. નિો, હિટમેન, રિલ્ક અને ટી. એસ. એલિયટ. તમારો વિવેચનસંગ્રહ પણ ટૂંક સમયમાં પ્રગટ થવાનો છે. તમે સાહિત્યકૃતિનું વિવેચન માત્ર સ્વાન્તઃ સુખાય કરો છો કે પછી એની પાછળ વાચકોને ઉપયોગી થવાનો ખ્યાલ હોય છે કે સેતુબંધ થવાનો ખ્યાલ હોય છે ? ભાવકની સમજદારી કેળવવાનો બહુ મોટો દાવો તો નહિ કરું. પણ હું જે કંઈ વાંચું છું ત્યારે મેં જે આનંદ માણ્યો હોય તેમાં મિત્રોને પણ સહભાગી બનાવીએ. આનંદ મળે એ વહેંચી લઈએ. સરસ કૃતિ વાંચી એ મારા સુધી સીમિત રાખવાને બદલે શું કામ બધાને આનંદ વહેંચી ન દેવો ? હું જે રીતે સમજ્યો છું તે રીતે કેમ ન કહેવું ? પ્ર. તમારી કૃતિઓ વિશેનું વિવેચન વાંચી તમે શી લાગણી અનુભવો છો ? તમને પસંદ પડ્યું હોય તેવું તમારી કૃતિનું વિવેચન કર્યું ? કૃતિ વિશે કોઈ સારું લખે તો ગમે. ટીકા કરે તો થોડું દુ:ખ થાય, પણ બંનેની પાર વિવેચનના મર્મ સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. ‘માધવ ક્યાંય નથી'ની બીજી આવૃત્તિની દર્શક લખેલી પ્રસ્તાવના. પ્ર. સર્જનમાં કસબ-કારીગરીનું કેટલું મહત્ત્વ લાગે છે ?

Loading...

Page Navigation
1 ... 98 99 100 101