________________ ભાવન-વિભાવના જ. દેહમાં વસ્ત્રઆભૂષણનું હોય એટલું જ . મહિમા દેહનો છે, વસ્ત્ર કે આભૂષણનો નહિ. પ્ર. પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી આનંદદાયી ઘટના કઈ બની ? જ. ૧૯૭૭માં માનવઅધિકારના પ્રશ્ન લડાયેલી ચૂંટણીમાં જનતા પક્ષનો વિજય થયો છે. ભલે પક્ષનો વિજય ક્ષણજીવી નીવડ્યો, પણ પ્રજાનો સરમુખત્યારશાહી સામેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળવા મળ્યો. પ્ર. લગભગ 24 વર્ષથી તમારો પત્રકારત્વ સાથે સીધો નાતો રહેલો છે. તમને સાહિત્ય અને પત્રકારત્વ પૂરક લાગે છે કે બાધક ? પત્રકારત્વ તમારા એટલા જ રસનો વિષય છે કે ક્યારેય તમે સાહિત્ય અને પત્રકારત્વમાંથી કોને પ્રધાનતા આપવી એમાં દ્વિધા અનુભવો છો ? અમુક અંશ સુધી પત્રકારત્વ મને ખૂબ મદદરૂપ નીવડ્યું છે. એને કારણે રોજ બે-પાંચ હજાર શબ્દો લખવા પડે. એથી ભાષા સાથે કરામત કરવાનું ફાવી ગયું છે. ભાષામાં જે કાંઈ લીલા કરવાની હોય - જે કાંઈ કહેવાનું હોય - તે બે-પાંચ હજાર શબ્દો લખાય તેનાથી ભાષામાં સજ્જતા આવી જતી હોય છે. અનુભવનું વિશાળ જગત મળે છે. એક દિવસ રાજપુરુષ સાથે બેસીને વાત કરતા હો, બીજા દિવસે કોઈ અર્થશાસ્ત્રી સાથે બેસીને વાત કરતા હો, કુલપતિ સાથે પ્રશ્નોની ચર્ચા કરતા હો - આમ પત્રકારત્વથી વ્યાપ વધે છે. કોઈ વાર મૅચ ચાલતી હોય અને પૂછીએ કે શું સ્કોર થયો ? તો બધાને થાય કે આટલો બધો રસ ! પત્રકારત્વને લીધે એ ક્ષેત્ર વિકસે છે. પછી એક તબક્કો એવો આવે છે કે જે તબક્કામાંથી હવે હરીન્દ્ર દવેની મુલાકાત 193 હું પસાર થઈ રહ્યો છું) એમ લાગે કે બેમાંથી પસંદગી કરવી જોઈએ. કારણ જ્યાં સુધી પત્રકારત્વ બીજા નંબરને સ્થાને હોય ત્યાં સુધી કશો વાંધો નથી આવતો, તકલીફ પડતી નથી. પત્રકારત્વમાં પહેલા નંબરમાં જવાબદારી હોય છે, મૂંઝવણો હોય છે. એ તબક્ક વહીવટી કામોમાં ફસાઈ જાવ પછી પત્રકારત્વનું પોતાનું લખવાનો સમય પણ ઘણો ઓછો રહે છે. અત્યાર સુધી પત્રકારત્વ મદદરૂપ થયું છે, ‘ગાંધીની કાવડ' કે “યુગે યુગે' જેવી કૃતિઓ પત્રકારત્વમાં ન હોત તો ન લખાત. હવે એમ લાગે છે કે પત્રકારત્વ છોડી દેવું જોઈએ. આવતી સદીમાં ટીવી અને વિડિયોનો પ્રસાર સાહિત્યને હાનિકારક નીવડશે ? જ. ના. લખતા સાહિત્યની જરૂર મનુષ્યને હંમેશાં રહેવાની. પ્ર. તમારું સૌથી પ્રિય પુસ્તક કયું ? ‘મહાભારત'. પ્ર. સાહિત્ય સિવાયની અન્ય કલામાં તમને રસ છે ? જ. કલા માત્રમાં રસ તો છે. માત્ર એના પ્રત્યેક પ્રકારમાં ઊંડાણમાં જવાનો અવકાશ નથી મળ્યો.