Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/034273/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાવળ વિભાવના કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન ઝુમારપાળ દેસાઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ BHAVAN-VIBHAVAN BY KUMARPAL DESAI પ્રથમ આવૃત્તિ : મે ૧૯૮૮ દ્વિતીય આવૃત્તિ : સપ્ટેમ્બર ૧૯૯૮ તૃતીય આવૃત્તિ : સપ્ટેમ્બર ૨OO C સર્વ હક્ક લેખકના કિંમત : એક હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના પ્રકારનું કુમારપાળ દેસાઈ (માનદ મંત્રી) શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૭ મુખ્ય વિક્રેતા : ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસરરિમના તેજ બિંબમાંથી ફૂટતાં કિરણો એકસાથે જન અને વન, માનવ અને મકાન – એમ સર્વને સર્વ દિશાએથી અજવાળે છે તે જ રીતે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુંજ માંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનનાં સર્વ અંગોને પ્રકાશિત કર્યા છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા – આ બધાં જ ક્ષેત્રો એમની વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ? ભગવતી ઑફર્સટ સી-૧૫, બારડોલપુરા, દરિયાપુર દરવાજા બહાર, અમદવાદ-380008 Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા ? ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં હેમચંદ્રાચાર્યને ‘જ્ઞાનનો મહાસાગર' (Ocean of Knowledge)" કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને *જીવંત શબ્દકોશ' કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દૃષ્ટિને જોઈને તેમને *સાદ્વાદવિજ્ઞાનમૂર્તિ' તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી હેમચંદ્રાચાર્યની ‘ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર '" તરીકે ઓળખ આપે છે. જ્યારે હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને ‘હર કોઈ જમાનાના મહાપુરુષ'' તરીકે આદર આપે છે. કેટલાકે હેમચંદ્રાચાર્યને સિદ્ધસેન, દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભક્ટિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદા જુદા ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે કળિકાળસર્વજ્ઞ કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જો કે દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કળિકાળસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તોપણ તેમાં સહેજે અતિશયોક્તિ કહેવાશે નહિ.” હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તો સાહિત્ય, સમાજ , દેશ, સંસ્કાર કે સાધુતાના ક્ષેત્રમાં વ્યાપી જતી એમની તોલે આવે તેવી, બીજી કોઈ વિભૂતિ જોવા મળતી નથી. સાંપ્રદાયિકતાની સંકીર્ણ દીવાલોને ઓળંગીને તેઓ પોતાના સંયમ, સાહિત્ય અને સાધુતાના બળે ગુજરાતના સંસ્કારસ્વામી, પરમ સારસ્વત અને સન્માનનીય રાજગુરુ તરીકે મોખરે રહ્યા. એમણે જીવનધર્મ ઉપરાંત લોકધર્મ, રાજ ધર્મ અને યુદ્ધધર્મની રાજા અને પ્રજાને યોગ્ય સમજ આપી. નિર્લેપ સાધુ હોવા છતાં તેઓ વ્યવહારદક્ષ રહ્યા હતા. વસ્તુતઃ તેઓ વ્યવહારદક્ષ વિર્ય હતા. એમની વિદ્વત્તા માત્ર પોથીપુરાણમાં બદ્ધ નહોતી. તેનાથી એમણે પ્રજાકીય અસ્મિતાનો ઉત્કર્ષ સાધ્યો હતો. કોઈ પદ કે મોભાની પરવા કર્યા વગર ગુર્જર સંસ્કૃતિના પાયામાં શ્રી અને સરસ્વતીની સ્થાપના કરી બતાવવા મથતો અક્ષરપુરુષાર્થ તેમણે જિંદગીભર અવિરત સાધ્યો હતો. ગુર્જર દેશના રાજા અને પ્રજા ઉભયના સંસ્કારનિર્માતા, નિઃસ્પૃહી સાધુ, સમયધર્મી કુશળ રાજનીતિજ્ઞ અને ગહન અધ્યાત્મયોગના ઊર્ધ્વગામી યાત્રિક પણ હતા. પ્રશ્ન એ થાય કે કયે સમયે એમણે જીવનમાં ક્યું કાર્ય કર્યું હશે ? સાધુતાના આચારો સાચવીને કઈ રીતે જાહેરજીવનની આટલી બધી પ્રેરક પ્રવૃત્તિ કરી હશે ? અશોકના શિલાલેખમાં કોતરાયેલા અહિંસાની ભાવનાનો છોડ એમણે કઈ રીતે ગુર્જરભૂમિમાં વાવીને ઉગાડ્યો હશે ? આટલાં વિભિન્ન ક્ષેત્રોમાં સાતેક દાયકા જેટલા દીર્ધકાળ સુધી એમના જેવું ભગીરથ અને ચિરંજીવ કાર્ય કરનાર અન્ય કોઈ વિભૂતિ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે. બહુમુખી પ્રતિભાવાળા તેમના આ વિરાટ વ્યક્તિત્વને કારણે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સુવર્ણયુગને ‘હમયુગ” ગણવામાં આવે છે. ગુર્જરસંસ્કૃતિના બે મુખ્ય પાયા અહિંસા અને અનેકાંત Page #5 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન કાળમાં ગાંધીજીએ જીવનનાં તમામ ક્ષેત્રોમાં તેનો પ્રયોગ કરી બતાવ્યો તે જોતાં હેમચંદ્રાચાર્યના જીવનકાર્યનું સાતત્ય ગાંધીજીમાં દેખાય. હેમચંદ્રાચાર્યના સાહિત્યમાંનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ, પુરાણ અને વ્યાકરણ – એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથમાંથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્ય, વૈદક, યંત્ર, જ્યોતિષ, યુદ્ધ શાસ્ત્ર, વનસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિદ્યાઓના પણ જ્ઞાતા હતા. એમનું સમગ્ર લેખનકાર્ય જોતાં એમ લાગે છે કે ગહન ચિંતનશીલતા, અપ્રતિમ સર્જકતા અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનરીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાડ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હૃદયસ્પર્શિતાનો સર્વપ્રથમ સંક્ત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયનો સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘ક્યાશ્રય' મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ ‘અ યોગવ્યવચ્છેદાત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્ફલ્લિગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લુખીસુકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યે આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સભાગ્યની વાત છે. મૈત્રક વંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાંકે સિદ્ધરાજનું શર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જ્યોતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સોલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજથી પ્રકાશિત કરનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ, Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર કીમિયાગર સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય. આથી જ ‘ધૂમકેતુ’ કહે છે – “હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી; અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો - સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહાર પ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડવા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા. એમણે જે સાહિત્ય આપ્યું – એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ઘકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યના કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય. હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હતુ કે ઉદ્દેશ જોવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહી સાધુને કવિયશ મેળવવાની તો કલ્પના જ ક્યાંથી હોય ? યશ, અર્થ કે નામનાથી તો સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ જ રીતે ગ્રંથરચના પાછળ વિદ્વત્તા કે પાંડિત્યના પ્રદર્શનનો પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યનો હેતુ તો વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને એ રીતે ભિન્ન ભિન્ન વિષયોનું સર્વાગીણ અને સારભૂત આકલન કરવાનો હતો. આમાં જે અવ્યવસ્થિત હતું અને એમણે વ્યવસ્થિત કર્યું. જ્યાં ક્ષતિ હતી ત્યાં એનું નિવારણ કર્યું. લોકકંઠમાં હતું એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકોમાં હતું તેનું આકલન કર્યું. વેદસ્થ વિચારોનું દોહન કર્યું. આ રીતે કાવ્યો રચીને કવિ બનવું કે કઠિન ગ્રંથો લખીને વિદ્યાગર્વ ધારણ કરવો તેવા કોઈ હેતુને બદલે હેમચંદ્રાચાર્યે વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લોકસંગ્રહ અર્થે પોતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. પુરુષ છે.” હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજ ની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ -કુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના તેમણે યથા અવકાશ સ્વતંત્ર વિચારણા કે મૌલિક ચિંતન પણ આપ્યું છે. આ ઉદ્દેશને લક્ષમાં રાખ્યા વગર કળિકાળસર્વજ્ઞના ગ્રંથોનો અભ્યાસ કરનાર ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તો પૂર્વગ્રંથોમાંથી ઉતારા જ કર્યા છે. જોકે છેલ્લા આઠ-નવ સૈકાઓથી એમના ગ્રંથોના અવિરત પઠન-પાઠન પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ થયું છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं व्याश्रया - लंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ।। નવું વ્યાકરણ કહ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; જ્યાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ ક્ય. શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત “સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દૃષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રશના ભોજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી. શકે તેવા સમર્થ શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશમીરથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને કમભંગ – એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો* હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વિયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના * વ્યાકરણનાં પાંચ અંગો છે : (૧) સૂત્રપાઠ; (૨) ઉષાદિગણસૂત્ર; (૩) લિંગાનુશાસન; (૪) ધાતુપારાયણ અને (૫) ગણપાઠ. નથી ?re ગ્રંથભંડારોમાં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસનીયતાના નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિઓને અંતે કરેલ ઉલ્લેખો સહાયક બને છે. વળી એ પછી સોમપ્રભાચાર્ય અને પ્રભાચંદ્ર એમની કૃતિઓના ઉલ્લેખો આપ્યા છે. ગુજરાતી સાહિત્યના પરોઢનો ઝાંખો પ્રકાશ “સિદ્ધહેમશબ્દાનુશાસને” સૌપ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન પોતે કરીને પાણિનિ, ભટ્ટજી દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્તૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્રવૃત્તિ અને બીજાં અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન – એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું. આ વ્યાકરણના પાઠ અધ્યાય છે. એની કુલ સુત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે, જે મ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી' નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ - પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું ‘સિદ્ધહેમ' જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકુળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કીલહૉર્ન (E. Keilhorn) આને ‘The best grammar of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે ‘સિદ્ધહેમ ” અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અસર કીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી, એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેમજ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડ્યો, આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. ‘સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણસો વર્ષ બાદ વિ. સં. ૧૪૯૨માં જિનમંડનગણિએ એમના ‘કુમારપાળ પ્રબંધ 'માં લખ્યું કે “શબ્દસમુદ્રના પારગામી હેમચંદ્રાચાર્યે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ?'''' એમ કહીને હેમચંદ્રના વ્યાકરણની પ્રશસ્તિરૂપે પોતાના સમયમાં ચાલતી ઉક્તિનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના भ्रातः पाणिनि संवृणु प्रलपितं कातंत्रकथाकथा, मा कार्षीः कटु शाकटायनवयः क्षुद्रेण चंद्रेण किम् ?/ का कंठाभरणादिभिर्वठरयत्यात्मानमन्यैरपि श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः || “ભાઈ પાણિનિ ! તારા અપલોપ બંધ કર, વરરુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તને તો શું કહું ? શાકટાયન ! તારાં કડવાં વચન કાઢીશ જ નહિ, અને ચંદ્ર ! તારું ચાંદ્ર વ્યાકરણ સાર વગરનું છે એટલે તારી વાત પણ કરતો નથી. જ્યાં સુધી હેમચંદ્રની અર્થગંભીર મધુર વાણી આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠાભરણાદિ બીજાં વ્યાકરણો ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે ?v૧૨ સિદ્ધહેમશબ્દાનુશાસન'ના એક સ્વતંત્ર વિભાગ તરીકે હેમલિંગાનુશાસન' પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પદ્યબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુંલ્લિગ અને નપુંસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. ‘શબ્દાનુશાસન' અને “કાવ્યાનુશાસન” પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘છંદોનુશાસનની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. ‘કાવ્યાનુશાસન’ અને ‘છંદોનુશાસન'ને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક એમ. વિન્ટરનિટુ ઝ “The Life of Hemchandracharya” પુસ્તકના આમુખમાં નોંધે છે : હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના "Hemchandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kavyanużasana and the Chhandonus asana, each accompanied by the author's own commentary." સંસ્કૃત ભાષામાં છંદોનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાક્ત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણો હેમચંદ્રાચાર્યે યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ , કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂ૫, સ્વોપજ્ઞ કાવ્યદૃષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતો મળે છે, તેથી આ ગ્રંથનું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા જ છંદોની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છંદશાસ્ત્રનો અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છંદોની શાસ્ત્રીય વિવેચના એકમાત્ર “છંદોનુશાસનમાંથી મળી રહે છે. વળી અર્વાચીન છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છંદોનો સંકર કરી રહ્યા છે તેમ જ ગણિતષ્ટિએ વર્ણગણોના ફેરબદલા કરી અનેક નવા છંદોની યોજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યે કરી Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાવન-વિભાવના હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ | ‘અષ્ટાધ્યાયી' દ્વારા પૂર્વપરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણપરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણ પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે.' અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. “શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, મૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સુત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્ય નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાંના કેટલાક લોકોક્તિરૂપે ઊતરેલા છે. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાંકે છે – ‘વાવરૂ 3grafણે પિs fs સાસ-ત્તિ / अधा वलया महिहि गय अध्या कुट्ट तड-त्ति' ।। १६ ।। લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયો હતો માટે. જ્યારે અડધાં તડ દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે.” લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે – ‘કામને કાગ ઉડાવતી, પિયુ આયો ઝબકાં; આપી ચૂડી કર લગી, આધી ગઈ તડકાં.' આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચુડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભેંય પર પડી. ‘કાગ ઉડાવણ ધણ ખડી, આયો પીવ ભડક્ક; આધી ચૂડી કાંગ-ગલ, આધી ભંય તડ% !' અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભાવન-વિભાવન અપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાનો પરિચય આપ્યો છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભારતમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' અને ‘દેશીનામમાળા'ને જોતાં હેમચંદ્રાચાર્યને આપણે અપભ્રંશ ભાષાના પાણિનિ કહી શકીએ. ગુર્જ ૨ભૂમિના જ્ઞાનદીપને પ્રજ્વલિત કરવા માંગતા કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દૃષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય કહે છે : कोशस्येव महीपानां कौशस्य विदुषामपि । उपयोगो महान यस्मात् क्लेशस्तेन विना भवेत् ।। “રાજાઓને (દ્રવ્ય)કોશનો અને વિદ્વાનોને પણ (શબ્દ) કોશનો ઘણો ઉપયોગ હોય છે. તેના વિના તે બંનેને અત્યંત વિટંબણા પડે છે.”૧૭ હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ અને ‘નિઘંટુશેષ' – એમ ત્રણ સંસ્કૃત ભાષાના કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે ‘દેશીનામમાતા’ અને ‘રયણાવલિ'ની રચના કરી છે. “અભિધાનચિંતામણિ એ ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્ય કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ'ની રચના કરી. જોકે “અમરકોશ' કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ’ કરતાં વધુ મળે છે. ‘અમરકોશ'માં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાનચિંતામણિમાં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭પ અને અગ્નિના પ૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. અભિધાનચિંતામણિ'ની કુલ શ્લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છ કાંડ મળે છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિર્યંચો, પાંચમામાં નારીના જીવો અને છઠ્ઠામાં સર્વસામાન્ય એવા એક-અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે. આમાં યૌગિક, મિશ્ર અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કોશના આરંભના શ્લોકમાં પોતાની આ યોજના વિશે હેમચંદ્રાચાર્ય કહે છે - 'प्रणिपत्यार्हता सिद्धसाङ्गशब्दानुशासनः । रूढयौगिकमित्राणां नाम्नां मालां तनोम्यहम् ।। અહંતોને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામોની માલાને હું વિસ્તારું છું.” Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ભાવન-વિભાવના શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દેશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ આવશ્યક છે. વળી એને સંપૂર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાનચિંતામણિ'ને આદર પ્રાપ્ત થયો. ઐતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણરૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ મૂર્યાસ' કહેવાય. એ જ રીતે પિતા શુદ્ધ અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ ‘ઘાંડાન’ કહેવાય. આ રીતે સમાજ શાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઊતરી આવેલા હોવાથી પણ આ કોશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચ કોશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છે : 'वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फलं विदुः । शब्दज्ञानादृते तन्न द्वयमप्युपपद्यते ।। બુધજનો વક્તત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતા નથી.” “અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે ‘અનેકાર્થસંગ્રહ 'ની રચના કરી. ‘અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે ‘અનેકાર્થસંગ્રહ'માં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ આપવામાં હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના આવ્યો છે. જેમ કે, નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ “અભિધાનચિંતામણિ' અને ‘અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૩૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશેષ' તરીકે ઉમેરવામાં આવ્યો છે. અભિધાનચિંતામણિમાં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. “અનેકાર્થસંગ્રહ'માં નિ:નિ, પુના, રા: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાંગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર અનૈદાર્થથરવારમુથી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુમ્બિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યે કરી છે; પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પુષ્યિકાશ્લોકમાં લખ્યું છે : 'श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसूरिणा ।। भक्तिनिष्ठेन टीकैया तन्नाम्नैव प्रतिष्ठिता // આ શ્લોક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી. હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે ‘નિઘંટુશેષ'. અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ' જેવા સંસ્કૃત કોશ અને ‘દેશીનામમાળા' જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે ‘નિઘંટુશેષ 'ની રચના કરી. ‘અનેકાર્થસંગ્રહ’ની ટીકામાં Page #13 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ભાષામાં કાલગ્રસ્ત અથવા તો તદન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગૃહીત થયા ભાવન-વિભાવના મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ‘નિઘંટુ' ગ્રંથ પણ હતો. ‘નિર્ધશેષ ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છે કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છ કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ ક્રૂસાઇg: ની શ્લોકસંખ્યા ૧૮૧, દ્વિતીય ગુન્માણની શ્લોકસંખ્યા ૧૦૫, તૃતીય તતાશાજપુતની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ TTTTTની શ્લોકસંખ્યા ૩૪, પાંચમા તુવેરની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ધાન્યાહુની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલો આ શબ્દકોશ જાણીતો બન્યો નથી. ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજ કોને સહાયરૂપ થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૦૫ ઉદાહરણગાથાઓ એવો સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે : “कासिज्जदेसलुंटणकाहाराणिज्जमाणकणयाई कासारं व बुहाणं अकारिमं देसि चालुक्य ||" (દ.ના.મા., ૨.૨૮) * કાસિજ્જ ( કાલ નામે પ્રદેશ) દેશ લુંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણન જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ, હે ચૌલુક્ય, તું વિદ્વજનોને આપે છે.” આ ગ્રંથનાં ‘રયણાવલિ', ‘દેસીસદસંગ્રહો’, ‘દેશીનામમાલા” અને ‘દેશીશબ્દસંગ્રહ’ જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦0 તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત તદ્ભવ શબ્દો, પ૨૮ સંશયયુક્ત તદ્દભવ શબ્દો અને ૧૫૦૦ દેશી શબ્દો છે. ‘દેશીનામમાલા”નું સંશોધન સૌપ્રથમ ડૉ. બુલરે કર્યું. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશો હતા અને એ કોશોનો ઉલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાતા’ એ એકલો જ સારો કોશ ગણી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાળા'ની રચના કરી, વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતાં ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'માં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ , દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલેક અને શીલાંક જેવા કોશકારોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતા દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ‘દેશીનામમાલા” મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે.* આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બન્યો છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસૌંદર્ય ધરાવતાં ઉદાહરણોથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે. શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસનના મુખ્ય ત્રણ ભાગ છે : (૧) સૂત્ર, (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ’ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે ‘વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ - ત્રણેના કર્તા હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યે ‘fauદશનીવાપુરૂવારિત્'માં દર્શાવ્યું છે તેમ ‘પાશાસ્ત્ર' જેવા ગ્રંથો પોતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘નોવ' માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર', પન્નરીયા” તેમજ “ઉજવેઝSTમન' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે. ‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળનો ઉલ્લેખ નથી, આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ “સિદ્ધહેમશબ્દાનુશાસન' પછી ‘કાવ્યાનુશાસનની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારો જેવા વિષયોની છણાવટ પુરોગામી આલંકારિકોનાં અવતરણો સહિત કરી છે. આમાં ‘અલંકારચૂડામણિ'માં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫ એમ સમગ્ર ‘કાવ્યાનુશાસનમાં ૧૯૩૨ ઉદાહરણો મળે છે. આમાં પ૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંચય હતો અને ‘કાવ્યાનુશાસન'ની રચના માટે એમણે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. આનંદવર્ધન, અભિનવગુપ્ત, રુકટ, રાજ શેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકોના ગ્રંથોના સિદ્ધાંતોની સંયોજના કરીને તેમણે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે પહેલાં વિદ્યાર્થી ‘શબ્દાનુશાસન' શીખે, કોશનું જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથોની કેડી પર પગ * જેમાંના કેટલાક શબ્દો જોઈએ : ૩૬ - ઊંડું, નr - ઊલટું, ઉસ્થરના - ઊથલો, ITઘરે - ઘાઘરો, વ્ર - ખોડો, સાવ – ખભો, ઢt - ઓઢણી, કદી – ઉધઈ, iીરી - ગંડેરી, ઉપાય - ખીજ , વ - ખાટકી, ૩.રી - ઉકરડી, ઊંકો - અડદ, ઢવી – ખડકી, અહો - ગઢ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાવન-વિભાવન મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યો કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેનો વિગતે વિચાર કરીએ. કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારોનો વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્મોત્તર’ પુરાણમાં બે શબ્દાલંકાર અને સોળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ભિટ્ટ અને ભામહ આડત્રીસ અલંકારો રજૂ કરે છે, જ્યારે ઠંડી પાંત્રીસ અને ઉદ્ભટ એકતાળીસ અલંકારો બતાવે છે. વામન તેના ‘કાવ્યાલંકારસૂત્ર માં તેત્રીસ અલંકારો આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યનો આત્મા ગણતા આનંદવર્ધન અલંકારોને મારાય ગણી તેનું મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યારબાદ રુદ્રટ અઠ્ઠાવન અને મમ્મટ તો સાઠથી પણ વધુ અલંકારો આપે છે. આ પછી ‘અતંવારસર્વસ્વ’નો કર્તા રૈય્યક પંચોતેર જેટલા અલંકારો વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રૃટ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચોતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલંકારો જ આપે છે. આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતો વિસ્તાર ન કરતાં વિષયને બને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પોતે જ કહે છે, “પ્રનાવર વૈતા વિદ્યાઃ સંક્ષેપવિસ્તાર-વિવાચા नवीनवी भवन्ति तत्तत्कर्तृका चोच्यन्ते । " હેમચંદ્રાચાર્યના અલંકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ નેવાતારહીગમૂતા ઉપમાને નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારો બતાવે છે. ત્યારપછી ઉપમા જેટલા સર્વવ્યાપક નહિ, પણ કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉત્પ્રેક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એક વિષયરૂપક અને અનેકવિષયરૂપક જેવા પ્રકારો ઉદાહરણ સહિત હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ૫ સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવનો અસ્વીકાર કરે છે, જ્યારે નિદર્શના અલંકારમાં પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાંત જેવા અલંકારોને સ્થાન આપવાની સાથે મમ્મટની પદાર્થગા નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં સ્થાન આપી ભારે ગોટાળો પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ તુલ્યયોગિતા, અન્યોન્ય અને માલાદીપકનો સ્વીકાર કરે છે, પણ કારકર્દીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાયોક્તિ અલંકારની હેમચંદ્રે આપેલી વ્યાખ્યા ઘણી જ ક્લિષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે, જે ૨સગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકારોને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંક્ષેપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ ‘વિવેક'માં કારણો આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. આપેક્ષ અલંકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે, જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌંદર્યદ્રષ્ટિ દેખાય છે. પ્રાચીન સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસોક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ ‘વિવેક‘માં કરે છે. ત્યારપછી આવતા વ્યતિરેક અલંકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચોવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે યોગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાન્તરાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિકતા તેમજ ઔચિત્યદૃષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સસન્દેહ અલંકારની હેમચંદ્રાચાર્યે આપેલી વ્યાખ્યા ‘રસગંગાધર'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તો નથી, પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તો છે જ. આ પછી અપતિ અલંકારમાં તેઓ વ્યાજોક્તિ અલંકારને સમાવી લે છે; Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન તેને જુદું સ્થાન આપ્યું હોત તો યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલંકારને સમાવવાના ઔચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય. આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનાવવાનો તેમનો યત્ન છે. વળી સૌંદર્યદૃષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારનો તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર્ય મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા, અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અલંકારો મૂકી તેમણે સંક્ષેપ સાધ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો ‘વિવેક'માં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારોનો ખ્યાલ આપતા જણાય છે. અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યનો હેતુ દિમાત્રનો નિર્દેશ કરવાનો જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે. તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણા અને નજીકપણાને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તો તેને એક પેટાભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાનો, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગૌણત્વ આપી દેવાનો, એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણોમાં ભિન્નતા જણાવવાનો અથવા તો અલંકારની ૨૩ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાનો દોષ સેવવાનો ભય રહે છે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણપણે સ્વીકાર્ય તો ન જ બની શકે. અનેક અલંકારોને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દૃષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોનો અનાદર કરે છે તેવું નથી. તેઓ તો તેમની ‘વિવેકપૂડાળિ’ નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણનો વારંવાર સ્વીકાર કરતા જણાય છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંકારિકોની કોઈ પણ ટીકા કર્યા વિના પોતાની અમુક પ્રકારની રુચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારોનું વર્ગીકરણ કરતા હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ. આમાં હેમચંદ્રાચાર્યનો હેતુ અલંકારના વર્ગીકરણની પદ્ધતિમાં સૌંદર્યદૃષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા આણવાનો નથી, તેમ જ તેવો તેમનો દાવો પણ નથી. તેઓ તો પોતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વવિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતો ગ્રંથ તૈયાર કરવા માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે ખરું. હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત ‘ચાય’. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસન'નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘ચાશ્રય’ કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઇતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘હચાશ્રય' મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના અને સુષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે. ‘ક્રયાશ્રય’ ‘ભટ્ટિકાવ્ય'નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે “સિદ્ધહેમચંદ્રશબ્દનુશાસન'ના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યું ‘દ્વયાશ્રય'ની રચના કરી. ચૌલુક્યવંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશત્કીર્તન’ નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘જ્યાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ. સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘દ્વયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે. વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત ‘દ્વયાશ્રયના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઇતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી. સંસ્કૃત ‘દ્વયાશ્રય' કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ'માં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર કરી દીધી તો સંસ્કૃત અને પ્રાકૃત ‘જ્યાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આલાદક ત્રિવેણીસંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ – એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ‘ધૂમક્તના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.૨૦ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત ‘યીશ્રય'માં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ , વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદ્રષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર ઐતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશોગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહિ અથવા તો અતિશયોક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કંઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ‘દ્વયાશ્રયમાં ખીલી ઊઠી છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓનો પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુ શ્રુતતા અને વ્યાપક દૃષ્ટિનું ઘાતક ગણાય. સંસ્કૃત ‘દ્વયાશ્રય'માં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત ‘દયાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘દ્વયાશ્રય'ની રચના થઈ, તો આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોના દૃષ્ટાંતરૂપે ‘પ્રાપ્ત ન્યાશ્રય' મહાકાવ્યની Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને ‘કુમારપાન રત’ કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રાકૃતનાં ઉદાહરણો અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાર્પશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે . આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા શ્રુતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. શ્રુતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉન્મેલા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ “પ્રાત દયાશ્રયના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે – 'यः प्राकृतव्याकरणं नु शब्दैः साहित्यसर्वस्वमिवार्थभङ्गया । स ब्याश्रयः काव्यमनल्पबुद्धि ज्ञेयः कथं मादृश एव गम्या ।। “શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની દૃષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે - તે બહુ બુદ્ધિવાળાઓથી સમજાય તેવું દયાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?” આ બંને મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણનો અને હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના અલંકારયોજના જોવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષ છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા અને સત્ત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે “સંસ્કૃત દયાશ્રય' મહાકાવ્યનું સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે અને ‘પ્રાકૃત વંચાશ્રય'નું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભુમ, હરિપેણ જેવા બાર ચક્રવર્તી; કૃપણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રહૂલાદ, જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ - એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવકે પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,000થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુષુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થકર અને ભરત ચક્રવર્તીનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાનીમોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદૃશ નિરૂપણ થયું છે. શ્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાથંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રચયિતાએ એની ગોઠવણ કરી છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' એટલે જૈન કથાનકો, ઇતિહાસ, પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ. ‘ક્રયાશ્રય” કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી : “પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજ ની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે દ્વયાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલા કાપુરુષોનાં ચરિતને પ્રકાશ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસુદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કળિકાળસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.” ૨૩ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્ય તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વ'ની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જે બુસ્વામી, ભદ્રબાહુસ્વામી , વજ સ્વામી વગેરે જૈનપરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઇતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ” તરીકે ઓળખાવ્યાં છે. પ્રો. યાકોબી આ ગ્રંથને ‘સ્થવિરાવલિ' તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે “પરિશિષ્ટ પર્વ' તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યે અન્ય ગ્રંથોમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યનું માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યે આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક ઐતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યો આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લોકકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જૈન પટ્ટધરોના ઇતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે. કરો૨૨ આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર, કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન ‘પ્રમાણમીમાંસા' એ હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોયલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈનસૂત્રસિદ્ધાંતો અને જૈનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું ? લોકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દૃષ્ટિ હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મોદી ‘વાદાનુશાસન” અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિઓ એક હોવાની સંભાવનાનો સંકેત કરે છે. સૂત્રશૈલીએ રચાયેલા આ ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે એને આહુનિકોમાં વહેંચી દીધો છે. પંડિત સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમર્થ સંપાદન કર્યું છે. હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'માં પુરોગામી આચાર્યો સાથે જ્યાં સંમતિ હોય ત્યાં એમનાં વચનોમાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરોગામી આચાર્યોનાં વિધાનોમાં સુધારોવધારો કર્યો છે ત્યાં એમની વેધક દૃષ્ટિનો પરિચય મળે છે. સીધી, સરળ અને સચોટ શૈલીમાં લખાયેલો ‘પ્રમાણમીમાંસા'નો આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીઓને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમતસહિષ્ણુતાની દૃષ્ટિ દર્શનજગત અને તર્કસાહિત્યને ‘પ્રમાણમીમાંસામાંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રઘયાતીત બની જાય છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો “ભવ્યજનોને બોધ મળે ૨૫ તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દૃષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રચી, શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ – એ ત્રણ ‘યોગશાસ્ત્ર'ની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચંદ્રાચાર્યે આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શનરૂપ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગુંથીને આપ્યો છે, ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવ્યો છે. આ ‘યોગશાસ્ત્ર' બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાતુ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે. અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જોકે આવો કોઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. આ ‘યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. આ ‘યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન સમ્યક્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના ‘અષ્ટાંગયોગ’નો સાધુઓનાં મહાવ્રતો તેમજ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે ! 39 'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयंस्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि हन्तात्मानमपि प्रसादय मनाग्येनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।।" * “હું ઉપાયમૂઢ, હે ભગવાન્, હે આત્મન્, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે ? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.ક જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે ‘યોગશાસ્ત્ર’ ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો. પતંજલિના ‘યોગસૂત્ર’ અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્ર'માં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી આર્દ્ર છે તો કેટલાંક તર્કયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિકેલપાક સમાં સ્તોત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રેક જ નથી, બલ્કે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દૃઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મઅનુભવથી રસાયેલી છે અને આથી તેઓ ‘અયોગવ્યવચ્છેદિકાદ્વાત્રિંશિકા'માં કહે છે : 33 “હે વીર ! કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ દ્વેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારો આશ્રય લીધો -૨૭ છે.” આમ ઊંડા મનન અને તર્કની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એનો પ્રભાવ ગાયો છે. ‘અયોગવ્યવદિકાદ્વાત્રિંશિકા' અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા' નામની બે દ્વાત્રિંશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનોની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. અયોગવ્યવચ્છેદિકાદ્વાત્રિંશિકામાં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના હે નાથ ! સદાય મારાં નેત્રો આપના મુખના દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાવ ! મારા બે હાથ તમારી ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ ! “કુંઠિત હોય તોય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જો મારી આ વાણી ઉત્કંઠિત થાય તો તે વાણી ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીનો શો ઉપયોગ છે ! વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિનશાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિનશાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિનશાસનની ગુણઆરાધના કરવામાં આવી છે. અન્યયોગવ્યવચ્છેદદ્વાáિશિકા'માં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈનદર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ ઉપર ૧૪મી સદીમાં મલિષણે ‘સ્યાદ્વાદમંજરી’ નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈનસિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ ‘સ્યાદ્વાદમંજરીનું અનન્ય મહત્ત્વ છે. આ બંને દ્વાત્રિશિકા કરતાં ‘વીતરાગસ્તોત્ર'નો પ્રકાર જુદો છે. ‘વીતરાગસ્તોત્રમાં ભક્તિભાવથી ઊછળતું હૃદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા ‘વીતરાગસ્તોત્રના દરેક વિભાગને ‘પ્રકાશ' એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ શ્લોકો છે. આમાં ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. ‘વીતરાગસ્તોત્ર' ભક્તિનું એક મધુર કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈનદર્શન પણ તેમાં અનુસ્મૃત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. એક સ્થળે તેઓ કહે છે : હું આપનો ભૂત્ય છું, દાસ છું; કિંકર છું; “સારું' એમ કહીને હે નાથ, તું મારો સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતો નથી ! આ આખુંય સ્તોત્ર અનુટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્રસાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે. જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્ટ્રપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉના ત્રણ સ્તોત્ર જેવી પ્રોઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્ય આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે : 'भव बीजाकुरजननां रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।। Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન “જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !" આ ઉપરાંત ૩૫ શ્લોકોનું ‘સકલાહત્ સ્તોત્ર' મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અહંન્નામસમુચ્ચય”, “અહંન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ “અનેકાર્થશેષ’, ‘પ્રમાણશાસ્ત્ર', ‘શેષસંગ્રહનામમાતા’, સપ્તસંધાન મહાકાવ્ય ' જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આવે સમયે ૫, બેચરદાસજીનાં આ વચનો યાદ આવે છે : “એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથો તો આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથોને જતનથી જાળવી-સાચવી-સંભાળી રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણ આ જૈનનામધારીઓ – જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફાંકો રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ? હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જૈનો જરૂર વગડાવવાનાં અને કોકવાર મોઢાં પણ મીઠાં કરવાનાં, પણ તેમની અક્ષરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખો પણ પૂછશે ખરા ?' ઈ. સ. ૧૯૩૯ની ૯મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યોજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે.૩૧ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજસુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ. બલ્ક કેટલીયે વ્યક્તિઓ એકસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચના સામર્થ્ય એમાં છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દૃષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમતે અંકાવી. હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તો “વિમોનિયમંથમંવરિ: શ્રી દેમવન્દ્રો શ: I' છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. એ અંગે ‘કીતિકૌમુદી'નો રચયિતા સોમેશ્વર કહે છે, “ીયુષ્ય વાતાશ્રય fસતતિ શ્રમ વન્દ્ર વિજ ” અર્થાત્ હેમસૂરિનો સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહોણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂર્ણ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતો નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના સંદર્ભસૂચિ ૧. ‘હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ', લે, ભોગીલાલ જ , સાંડેસરા, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨ ૨. ‘હેમચંદ્રાચાર્ય', લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૧૧૦ ૩. શ્રી હેમચંદ્રાચાર્ય, લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭ ૪. ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, | ‘શ્રી હેમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૭૪ ૫. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૫ર ૬. ‘આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સર્વગ્રાહી વિદ્વત્તા', લે. દી.બ. કૃષ્ણલાલ મો. ઝવેરી, ‘શ્રી હંમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસ્પર્ધા', પૃ. ૨૦૩ ૭. “ શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૨૭ ૮. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૭, ૮ ૯. સોમપ્રભુવિરચિત ‘સ્વપજ્ઞવૃત્તિયુક્ત શતાર્થકાવ્ય:' (પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ : ગ્રંથ ૨, મુનિશ્રી ચતુરવિજય સંપાદિત: પ્રકાશે સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪ 10. "The Life of Hemchandracharya' by Professor Dr. G. Buhler, Forward, P. XIV ૧૧. ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૭૯ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ૧૨. એજન, પૃ. ૧૮૦ 13. 'The Life of Hemchandracharya' by Professor Dr. G. Buhler, Forward, P. XIV ૧૪. “પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના', લે. રામનારાયણ વિ. પાઠક ૧૫. “વાર્થ પ્રેમચંદ્ર, નૈ. . . . મુરતffથાર, p. ૨૦૦ ૧૬. ‘સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ', સંપા. હરિવલ્લભ ભાયાણી, પૃ. ૨૨ ૧૭. ‘હમસમીક્ષા', લે. મધુસૂદન મોદી, પૃ. ૧૭ ૧૮. 'The Deinamamala of Hemchandra' by R. Pischel, Introduction II, P. 31 16. "The Dezinamamala of Hemchandra' by R. Pischel, Glossary, P. 1-92 ૨૦. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૬૯ ૨૧. ‘હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિ. કાપડિયા, ‘પ્રસ્થાન', વૈશાખ ૧૯૯૫, પૃ. ૫૪ ૨૨. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત', પર્વ ૧૦, અંત્ય. પ્રશસ્તિ શ્લોક ૧૮-૧૯ ૨૩. ‘હમસમીક્ષા', લે. મધુસૂદન મોદી, પૃ. ૨૯૦ ૨૪. એજન, પૃ. ૨૦૧ ૨૫. એજન, પૃ. ૨૫૦ ૨૬. યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક ૫૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના ર૭. ‘અયોગવ્યવચ્છેદિકાાત્રિશિકા', શ્લોક ૨૬ ૨૮. ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૧૦, શ્લોક ૬, ૭, ૮ ૨૯, ‘મેરૂતુંગ : પ્રબંધચિંતામણિ', પ્રકાશ ૪, પૃષ્ઠ ૮૫ (સિંધી સીરીઝની આવૃત્તિ) ૩૦. હેમચંદ્રાચાર્ય', લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૪૩-૪૪ ૩૧. ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૪૬ ગુજરાતી ગધનું પ્રભાત ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરનું એક પાત્ર તારતૂફ એમ કહે છે કે મને તો ખબર જ નહીં કે આજ સુધી હું જે બોલતો હતો તે ગદ્ય હતું. નર્મદના પુરોગામી ગદ્યલેખકો વિશે આવું જ કહી શકાય. પોતે સાહિત્યિક લક્ષણોવાળું ગદ્યલેખન કરી રહ્યા છે એવી સભાનતા એમણે સેવી નહોતી. ગુજરાતી ગદ્યનો પ્રારંભ સ્વામિનારાયણનાં ‘વચનામૃતો 'થી, દલપતરામના ‘ભૂતનિબંધ' જેવા નિબંધોથી કે રણછોડભાઈ ગિરધરલાલના પુસ્તકથી થયાનો ઉલ્લેખ કરવામાં આવે છે, પણ ગુજરાતી ગદ્યનો ખરો પ્રારંભ તો નર્મદથી થયો ગણાય. ગદ્ય એટલે લયબદ્ધ ભાષામાં સાહિત્યિક આકાર પામેલું વક્તવ્ય. આ પ્રકારનું રૂઢ ગદ્ય નર્મદે જ સહુથી પહેલાં આપ્યું છે. એની અગાઉના લેખકોમાં કોઈને ગદ્યમાં નવપ્રસ્થાન કર્યાનું માન મળે તેમ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ભાવન-વિભાવન નથી. નર્મદે જોયું કે અંગ્રેજી અને સંસ્કૃત કવિઓ ગદ્ય પણ સારું લખી શકતા હતા; પણ ‘ગુજરાતી કવિઓ માત્ર મલિન રીતે કવિતા ભાષામાં જ લખી ગયા છે. ગદ્યમાં તો કંઈ જ લખ્યું નથી.'' એવી માનસિક નોંધ લઈને તેણે સાહિત્યિક સુગંધવાળું ગદ્ય લખવાનો પ્રયત્ન કર્યો. જે રીતે અંગ્રેજોને અનુસરીને મંડળી મળવાથી થતા લાભની હિમાયત કરી; એ જ રીતે સ્ટીલ અને ઍડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું ગદ્યાત્મક લખાણ કરવાની તેને હોંશ હતી. ‘ડાંડિયો’ પ્રગટ કરીને એણે ગદ્ય વાંચવા અણુટેવાયેલી પ્રજાને ગદ્ય વાંચતી કરવાનો ઉપક્રમ રાખ્યો હતો. આ દૃષ્ટિએ નર્મદ એ આપણો પહેલો ગદ્યકાર ગણાય. સેનાની નર્મદને એના જમાનામાં વીર નર્મદ કે સુધારક નર્મદ તરીકે ઓળખવામાં આવ્યો અને સાહિત્યમાં એ કવિ નર્મદ તરીકે જાણીતો થયો, પરંતુ વીર નર્મદ એ જેટલું તેના વ્યક્તિત્વને અનુરૂપ લાગે છે, તેટલું આજે નર્મદની સાહિત્યપ્રવૃત્તિનો સમગ્ર વિચાર કરતાં કવિ નર્મદ કદાચ બંધબેસતું ન લાગે. એના સમયના લોકોએ નર્મદને કવિ તરીકે ભલે બિરદાવ્યો હોય, શ્રી વિશ્વનાથ ભટ્ટે કહ્યું છે તેમ, નર્મદ પોતે મહાકવિનો ભારે વાઘો પહેરીને સતત ફર્યા કરતો હોય તેમ ભલે બન્યું હોય, પણ એનાં લખાણો પરથી નક્કી કરવું હોય તો કવિ કરતાં ગદ્યકાર નર્મદને ઊંચે આસને મૂકવો પડે. નર્મદના આવેગશીલ, દેશદાઝથી બળબળતા અને ‘યાહોમ કરીને’ કશુંક નવું કરી નાખવાનો ઉત્સાહ ધરાવતા વ્યક્તિત્વને માટે ગદ્ય જ સહજસિદ્ધ વાહન બની રહે છે. ગદ્યમાં એ ખીલે છે અને એમાં જ એની શક્તિનો ધોધ વહે છે. વળી છેક સત્તરમાં વર્ષે એણે ગદ્યરચના શરૂ કરી અને મૃત્યુપર્યંત ગદ્યમાં લખ્યું, જ્યારે એના કાવ્યસર્જનનો કાળ ગુજરાતી ગદ્યનું પ્રભાત તો માંડ અગિયાર વર્ષ જેટલો રહ્યો. કવિતાના ક્ષેત્રે અનુગામી કવિઓ માટે કાવ્યપ્રકાર, શૈલી, છંદ ઇત્યાદિમાં નવા પ્રયોગો કરવા માટે તેણે પોતાની કાચીપાકી રચનાઓથી દ્વાર ખોલી આપ્યાં. ‘જય જય ગરવી ગુજરાત’ કે ‘અવસાનસંદેશ’ જેવી થોડી પ્રેમશૌર્યની રચનાઓ આપી. પણ આજેય એનાં ગદ્યલખાણો વાંચતાં એક પ્રતિભાશાળી સર્જકની છાપ પડે છે. એના સમગ્ર જીવનનો આલેખ તો ગદ્યમાંથી મળે છે, પણ એના મનની છબી પણ ગદ્યમાં જ ઝિલાઈ છે. એની કાવ્યકૃતિઓમાં જેટલી શુદ્ધ, સર્જનાત્મક રચનાઓ નીકળે, તેના કરતાં તેનાં ગદ્યલખાણોમાંથી અનેકગણી વધારે કૃતિઓ પહેલી જ નજરે ધ્યાન ખેંચે તેવી મળશે. બીજી વાત એ કે પશ્ચિમના ગદ્યકારોના પરિશીલનથી ગદ્યતત્ત્વ વિશે તેમ જ ગદ્યપ્રકારો વિશે એના મનમાં સ્પષ્ટ ખ્યાલ બંધાયેલો. તેથી કવિતાના નમૂના ઉપરથી કવિતા રચવામાં એને સફળતા મળી, એથી વધુ સફળતા ગદ્યના નમૂના પરથી ગદ્ય રચવામાં મળી છે. ‘સંપ’, ‘સુખ’, ‘કામ’, ‘પુનર્વિવાહ’, ‘સ્વદેશાભિમાન’, ‘સુધારાનું વિસર્જન’, ‘બ્રહ્મતૃષા’, ‘આર્યોોધન’, ‘ધર્મની અગત્ય’, ‘ગુજરાતી ભાષા’, ‘સુરતની ચડતીપડતી’, ‘યુરોપની ત્રણ મહાન પ્રજાનાં લક્ષણો’, મહાભારતનાં પાત્રોની સમાલોચના’, ‘રણમાં પાછા પગલાં ન કરવા વિશે’ અથવા તો ‘સિકંદર’ કે ‘નેપોલિયન’નું ચરિત્રકીર્તન કે ‘કવિચરિત્ર વિશે'નું વિવેચન જેવાં લખાણો નર્મદના ગદ્યના આવિર્ભાવની વિભિન્ન અને વિશિષ્ટ કોટિઓ બતાવે છે. ઈ. સ. ૧૮૫૦માં ‘મંડળી મળવાથી થતા લાભ' એ નર્મદે વાંચેલો નિબંધ તે એનું પહેલું ગદ્યલખાણ. પછી તો એણે ગદ્યમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૮. માવન-વિભાવના નિબંધ, ચરિત્ર, ઇતિહાસ, કોશ, વિવેચન, સંશોધન, પત્ર વગેરે પ્રકારો ખેડ્યા. એ દરેક પ્રકારને વિશિષ્ટ સાહિત્યસ્વરૂપ તરીકે ખેડવાનો એનો પ્રયત્ન હતો. કોઈ પણ ભાષાના સાહિત્યના આરંભકાળે એક જ સર્જક આટલા બધા ગદ્યપ્રકારોમાં નવપ્રસ્થાન કરે એવું ઓછું બને છે. ગુજરાતી સાહિત્યને માટે એ આનંદની બીના ગણાય કે એને આરંભકાળમાં જ આવો સમર્થ પ્રયોગશીલ લેખક મળ્યો. પછી થયેલા વિકાસના પરિપ્રેક્ષ્યમાં આજે ભલે આપણને નર્મદનું ગદ્ય સ્થળ, અણઘડ કે ઓછી ગુણવત્તાવાળું લાગે, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું જેટલું મહત્ત્વ આંકીએ તેટલું ઓછું છે, કેમકે એણે નવો ચીલો પાડીને અનુગામીઓને માટે નવો માર્ગ ચીંધી આપ્યો, જેને પરિણામે આટલો વિકાસ થયો. ગુજરાતી ગદ્યના ગ્રાફને જોતાં એમ કહી શકાય કે પંડિતયુગની પેઢીએ જે વિકાસ કર્યો છે તે નર્મદના ખભા પર બેસીને કર્યો છે. માત્ર નિબંધના સ્વરૂપની જ વાત કરીએ તો નર્મદે વ્યાખ્યાનશૈલી અને ચિંતનશૈલીનો આરંભ કર્યો, અને તેનું જ સાતત્ય પછીની પેઢીએ વિકસાવ્યું છે. નર્મદ સમાજથી અળગો એકદંડિયા મહેલમાં બેસી સાહિત્યિક પ્રવૃત્તિ કરનાર લેખક નહોતો. એ પહેલો સમાજ સુધારક હતો, અને પછી લેખક હતો, કારણ કે એનું મુખ્ય કાર્ય તો પોતાના જમાનાની પ્રજાને અજ્ઞાન અને જડતામાંથી જાગ્રત કરવાનું હતું અને એ અર્થે જ એણે સમાજસુધારાની પ્રવૃત્તિ ઉપાડી હતી. સુધારક તરીકે સભાઓ યોજીને એ જેમ સુધારાનો પ્રચાર કરતો હતો, તેમ સુધારાના માધ્યમ તરીકે એણે એનાં ગદ્યલખાણોને વાહન બનાવ્યાં હતાં. આવે સમયે નર્મદનું ગદ્ય લોહીથી લખાતું ગદ્ય લાગે છે. ‘સ્વદેશાભિમાન' નિબંધમાં નર્મદ કહે છે - ગુજરાતી ગદ્યનું પ્રભાત “અરે ઓ ભાટ ચારણો ! તમારી કળા ક્યાં ગુમાવી નાખી છે ? રાજાઓને અયોગ્ય રીતે શા વાસ્તે યશના તાડ ઉપર ચડાવી દો છો ? નેકીદારો ! તમે રાજાઓના દુર્વિકારો એ નેકી જાણી પોકારો છો ? નીતિમાન લોકોના પ્રતિનિધિ થઈ, રાજાઓને ચેતવો કે રાજા ! અમે તમારા નેકીદાર કહેવાયા ને તમારી નેકી તો કંઈ જ નથી, માટે બદી છોડી દો ને એમને તમારી નેકીને જ પોકારવા દો. નહિ તો થોડે દહાડે તમારે કંગાલ થવું પડશે. કવિઓ અને કારભારીઓ, તમારા ગજવાને ન જુઓ; દેશનો ખજાનો જાય છે એમ વિચારો. રાજાઓની સુસ્તી, તેઓની નામર્દાઈ, તેઓની અવિદ્વત્તા એ ઉપર નિંદાયુક્ત કવિતા રચ જેથી, તેઓ દુભાઈને ચાનક રાખીને કુળનામ બોળ્યાં છે તેને તારે. રાજાઓ જ પોતાના દ્રવ્યથી શ્રમ લઈ દીર્ઘદૃષ્ટિ દોડાવશે ત્યારે જ હિંદુનું નામ ઊંચું આવશે. મહેનત કરતો મરવાથી કેમ બીઓ છો ? ઓ રજપૂતો ! ‘ગુરFચ મરઘાં તUT' કમ્મર બાંધી દેશાટન કરો ને ત્યાંથી નવી યુક્તિઓ લાવીને તમારા રાજ્યને સુધારો.” આ લખતી વખતે નર્મદના હૃદયમાં કેવો ‘જોસ્સો’ ઊછળતો હશે. આટલી જ તેજાબી શૈલીમાં નર્મદે સમાજમાં પ્રવર્તતા દંભ, શોષણ અને છેતરપિંડીને દૂર કરવા પ્રયત્ન કર્યો. આની પાછળ એનું ઉત્સાહથી ઊછળતું જોમ જેટલું કારણભૂત છે એટલી જ એના હૃદયની સચ્ચાઈ પણ છે. મચ્છર કરડે તો કરડવા દેવો અને રોગ આવે તો ઓસડ ન કરવું અથવા તો કર્મમાં લખ્યું હશે તે થશે એનું વિચારનારો નર્મદ નથી. એ તો માને છે કે માણસ થઈને કાર્ય-અકાર્ય ન સમજીએ તો “ઢોરમાં ને આપણામાં ફેર શો ?” વિધવાઓની દુર્દશા વિશે, ‘પુનર્વિવાહ' નિબંધમાં પ્રત્યેક શબ્દ નર્મદની વેદનાનું આંસુ ટપકતું દેખાય છે. અહીંયાં એની શૈલી ધારદાર અને પારદર્શી બની જાય છે, Page #28 -------------------------------------------------------------------------- ________________ માવન-વિભાવના પણ એના મૂળમાં તો એના હૃદયને શીર્ણ-વિશીર્ણ કરી મૂકતી વેદના છે. એ કહે છે – શહેરેશહેર, ગામેગામ ને ઘેરઘેર, વિધવાનાં દુ:ખથી થતાં પાપથી લોક જાણીતાં છે. અને કોઈ બાળક વિધવાને તેના એકાંતમાં નિસાસા મૂકતી જોવી અથવા દિલગીરીના વિચારમાં ડૂબી ગયેલી જોવી, તેને પ્રસંગ (લગ્નકાર્યમાં વિશેષ કરીને) હડહડ થતી જોવી, તે બીચારી પર (અજ્ઞાન અવસ્થામાં) આવી પડેલી ગરીબાઈ અને દાનાઈની તસવીર જોવી, તેને ચારમાં બેઠી છતે પોતાની જ દિલગીરીમાં કણકણો ખાતી જોવી, તેને નિરંતર શોકથી સુકાઈ જતી જોવી, તેને વેશ ઉતારતી વખતે ટટળતી તથા આરડતી જોવી, ને આખરે માથું અફાળતી હજામની પાસે શરમાતી જતી જોવી, અને પાછી રૂઢિ વહેમના જુલમને સહન કરતી જોવી એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો જોભો આણવાને બસ નથી ? પથ્થર, લોઢું અને વજ એ જડ છતાં પણ વિધવાઓના સ્પર્શ થકી પાણી પાણી થઈ જાય; - નથી થઈ જતાં તેનું કારણ એ કે વિધવાઓ સમજતી અવસ્થામાં કુકર્મ કરે છે એથી તે જડ પદાર્થમાંથી દયા ખસીને તેમનામાં ધિક્કાર પેસે છે. રે પથ્થર પલળે તો કુમળી છાતી કેમ ન પલળે ?” નર્મદના ગદ્યનું બળ અહીં પ્રતીત થાય છે. એ જેટલા આગ્રહથી શેરબજાર કે રોવાકૂટવાની ઘેલછા પર પ્રહાર કરે છે, એવો જ પ્રહાર કશાય સંકોચ વગર ધનિક વર્ગ કે ડોળઘાલુ અગ્રણીઓ પર કરતાં અચકાતો નથી. સમાજના આ બડેખાંઓ ઉપર એ એવો ‘ડાંડિયો' વગાડે છે કે ભલભલા એનાથી ધ્રુજતા હતા; નિર્ભયતા અને વાણીની તિગ્મતા એ “ડાંડિયો'નાં મુખ્ય લક્ષણ ગણાય; આથી જ જેણે અગાઉ ‘ડાંડિયોને મદદ કરી હોય પણ એ પછી એના ટીકા ગુજરાતી ગદ્યનું પ્રભાત કરનારા મતલબિયા મિત્રોને પણ સાવચેત રહેવાનું કહે છે. ગુજરાતી શેઠિયા કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ટીકા કરતાં ‘ડાંડિયો” અચકાતો નથી. આમાં નર્મદની નિર્ભીકતા પ્રગટ થાય છે. “મારી હકીક્ત'માં નર્મદે એક સ્થળે નોંધ્યું છે કે લ્યુથરે એમ કહ્યું હતું કે મોહોલના જે ટલાં નળિયાં છે તેટલા મારા દુમન હશે તો પણ મારો મત છોડીશ નહિ. ત્યારે લ્યુથરના આ વાક્યનો ઉલ્લેખ કરીને નર્મદ કહે છે કે એ નળિયા ભાંગ્યાથી નાની નાની કકડીઓ થાય તેટલા દુશ્મન હશે તોપણ હું દરકાર રાખવાનો નથી. નર્મદના ગદ્યનો જન્મ પોતાના જમાનાના પ્રત્યાઘાતમાંથી થયો છે. આથી જ એ પોતાનાં ગદ્યલખાણોને પ્રસંગના જોસ્સાઓની નિશાની કહે છે. નર્મદ જુસ્સાભેર પોતાના કુશળ વક્નત્વથી, હાથની જુદી જુદી ચેષ્ટાઓથી, ભિન્ન ભિન્ન આરોહ-અવરોહથી શ્રોતાઓને સંબોધતાં કહે છે – “વહેમી અને દુ:ખ દેતા ભૂત, પિશાચ, પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા જાઓ, નાતના ઘેર ઓછા કરો, કવિઓના અલંકારોને ખરા ન માનો, ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા જાઓ ને તેને બદલે તમારાં વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે છે તે વાતો સ્વીકારતા રહો. હિંમત, હિંમત, હિંમત ધરો. જેની પાસે સાધન ન હોય તેને સઘળી વાતની વાર લાગે, પણ તમારી પાસે રસાળ જમીન છે, અમૂલ્ય ખાણો છે, જે જોઈએ તે તમારી પાસે જ છે. વિદ્યા અને શ્રમ એ પણ તમારા જ હાથમાં છે. ત્યારે કહો ભાઈ, શા માટે ન મંડી પડીએ ? દેખીતી આંખે, કુમળી ચામડીએ અને નાજુક દિલે. દુઃખના બળાપા કેમ સહન કરીએ ? આવો, આપણે રણમાં ઉદ્યમબુદ્ધિથી તરવાર ઉછાળીએ.” તેની ઉોધનાત્મક શૈલીમાં એક પ્રકારનું બળ છે. એમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન ટૂંકાં ટૂંકાં વાક્યોથી એ બળનો ઉછાળ અનુભવાય છે. ક્યારેક તો “વહાલા દેશીઓ ને ‘ઈર્ષા, પાતક ને મહેણાંરૂપી ચાબૂકના મારથી ઉશ્કેરાઈને કામકાજે મંડી પડો. ને દેશનું નામ હતું તેવું કહેવડાવો’ એવા આશયથી પણ ધારદાર ગદ્ય પ્રયોજે છે. વર્તમાન સમયમાં જોવા મળતા કુસંપ વિશે હોય કે ફાર્બસે લખેલા ‘રાસમાળા'ના પુસ્તકની પ્રશંસા કરવી હોય ત્યારે પણ આવી ઉદ્ધોધનની શૈલી યોજે છે. ક્યાંક ‘તમે’ ‘જ્યાં' જેવા શબ્દો પર વાક્યારંભે વારંવાર ભાર મૂકીને નર્મદ પોતાની બળકટ વાણીમાં દેશબંધુઓને જાગ્રત થવા ઉલ્બોધે છે – “ઓ હિંદુઓ ! તમે કોઈ દિવસ મંડળીમાં મળી, એકમત થવાનો વિચાર નથી કીધો. તમે સુધારા-વધારાના કામમાં આગળ નથી પડ્યા, તમે દેશને, રોજ ગારે કારખાનાંઓએ પ્રખ્યાત કરવાને સ્વપ્નામાં પણ ધાર્યું નથી. તમે એટકે કેમ અટકી રહ્યા છો ? ગુજરાતી ગદ્યનું પ્રભાત લોહીથી મળતા ઊંચા સુખની શુભેચ્છા નથી, પણ ઠંડા લોહીનાં સુખથી સંતોષ છે - ત્યાં ઐક્યની, દેશદાઝની - સમજ ક્યાંથી જોવામાં આવે ?” આવી રીતે પહેલા શબ્દ પર ભાર મૂકીને નર્મદા પ્રવર્તમાન સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચે છે, તો ઘણી વાર સતત પ્રશ્નો પૂછીને પોતાના ભાવને વેધકતાથી પ્રગટ કરતો હોય છે. ‘બાળવિવાહ’ અને ‘કવિતા' એ બે ભિન્ન વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે – બાળક છોકરાઓનો વિવાહ કરી તેઓને બંધનમાં રાખો છો - ૧૫ વર્ષનો થશે કે ગૃહસ્થાશ્રમ લઈ દોડશે. હવે એ છોકરા શું વિદ્યાભ્યાસ કરે ને પૈસા કમાય ? શું સ્ત્રીને સુખી કરી પોતે પામે ? વિચારહસ્ય તે શું જાણે ? શું શોધ કરે ને શું નામ કરે ? ૨૦ વર્ષની અંદર તે ઓછામાં ઓછા બે છોકરાંથી વીંટળાયેલી જ હોય !” જ્યાં પ્રજામાં જાતિભેદ, કુળઅભિમાન, ને ધર્મમતાભિમાન એ થકી તડાં બંધાએલા – જ્યાં એક વર્ગ ધર્મને બહાને બીજાને પોતાના તાબામાં રાખે છે ને એ બીજો અજાણ રહી ભોળા ભાવમાં તાબે થઈ રહે છે ને કુળનો જ ઉદ્યમ કરે છે - જ્યાં વર્ગોમાં પરસ્પર ખાવાપીવાનો ને કન્યા આપવા લેવાનો અટકાવ છે – જ્યાં ધર્મસંબંધી મતભેદ ઘણો હોઈને તે જનમાં પરસ્પર વિરોધ કરાવે છે - જ્યાં સૌ વર્તમાનના જ લાભને જોય છે, પણ ભવિષ્યના જોતા નથી – જ્યાં સૌ સ્વાર્થબુદ્ધિના જ દાસ થઈ રહે છે, પણ પરમાર્થબુદ્ધિને અનુસરીને વર્તતા નથી - જ્યાં જીવતા સુખ ભોગવવા ઉપર થોડી ને મુએ સુખ ભોગવવાના બોધ આપવા લેવાની બહુ કાળજી છે - જ્યાં ગરમ “કવિતા ન હોય તો સદ્ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મૈત્રી એની શી દશા થાત ? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત ? આ દુનિયાનાં દુ:ખમાં અને મોતના ભયની વખતમાં આપણને દિલાસો ક્યાંથી મળત ? અને મુઆ પછી આપણે શી ઉમેદ રાખત ? કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે છે.” નર્મદના ગદ્ય પર ઍડિસન અને સ્ટીલનાં લખાણોનો પ્રભાવ હતો, તેમ ક્વચિત્ સંસ્કૃતની શિષ્ટ છટા પણ પ્રગટતી દેખાય છે. પરંતુ વિશેષતઃ તળપદી ભાષાભંગીઓથી તેણે આપણા ગદ્યની પ્રાથમિક બાંધણી તૈયાર કરી છે. તળપદી ભાષાનો એનો ઉપયોગ સ્વામી આનંદનું સ્મરણ કરાવે છે. પણ સ્વામી આનંદના ગદ્યમાં અનેક Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના બોલીઓના મિશ્રણમાંથી તળપદો ઘાટ બંધાય છે, ત્યારે નર્મદની ભાષામાં સુરતી બોલીનો જ પ્રયોગ જોવા મળે છે. નર્મદ એના પુરોગામી કવિઓનાં કાવ્યોનો અભ્યાસી હતો અને સમકાલીન પ્રજાજીવનના પણ ગાઢ સંપર્કમાં હતો. આથી તેની શૈલી લખાવટમાં અને સીધી ચોટદાર વાક્યરચનાઓમાં એનું શુદ્ધ ગુજરાતી અધ્યાસ ધારણ કરે છે. આખાબોલો નર્મદ કોઈનીય શેહ રાખ્યા વિના તડ અને ફડ કહી દેવામાં માનનારો છે. ગમે તેવું જોખમ ખેડનાર સાહસિક છે અને સત્યને ખાતર ગમે તેટલું સહન કરવા તૈયાર છે. પત્રકારત્વની આ ઊંચી નીતિમત્તા નર્મદે સૌ પહેલાં ગુજરાતી પત્રકારત્વમાં સ્થાપી એમ કહી શકાય. ‘ડાંડિયો' એવું હલકું નામ રાખીને પણ ઊંચું કામ કરવાની એની નેમ હતી. એ નેમને લક્ષમાં ન રાખીએ તો ઘણાંને ઉછાંછળાપણું, ઉદ્ધતાઈ અને અપરુચિમાં રાચે તેવી વૃત્તિ એના લખાણમાં જોવા મળે. પણ સુરતી મિજાજ ધરાવતા નર્મદને એની પાસે જે શબ્દભંડોળ કે ભાષાનો ખજાનો હતો એનો જ ઉપયોગ કરવાનો હતો. એ જોતાં ‘ડાંડિયો'નાં લખાણો આપણો ગઘનું બલિષ્ઠ કાઠું બાંધવામાં પાયાની મટોડીની ગરજ સારે છે. એણે સટ્ટાખોરીથી કેવી દુર્દશા થાય છે તે દર્શાવતા ‘ટેકચંદ શાહને ઘેર હોંકાણ' એવા એક લેખમાં ટેકચંદ શાહની એક ઉક્તિ મૂકી છે તે જોઈએ – સાલા આપણા કદમ જ બખતાવર છે ? જાહાં જાય ઊકો તાહાં સમુદર સૂકો ? આપણે જાહાં જઈએ છીએ તાંહાં સાતડસાત ! પણ એમાં મારો નહિ પણ કરમનો વાંક, ખંખેરાયા તો જબરા, પણ હવે બહારથી ડોળ રાખવું. લાલાજીના બળદની પેઠે પેટમાં ખાડા પણ ફૂંફાં કરતાં ચાલવું. મીના પડે પણ ટંગડી ખડી એમ રાખવું, ભીતરની ગુજરાતી ગદ્યનું પ્રભાત વાત રામજી બુજે બીજો કાંઈ ઇલાજ છે ? ચોરની મા કોઠીમાં મોહો ઘાલીને રડે ! મને મારી જાતને વાતે થોડી ફિકર છે પણ મારો ડફોળચંદ છોકરી સાડી ત્રણ છે. પથ્થરનો ભમરડો, કાળા અક્ષરને ફૂટી મારે, તેની આગળ શી વલે થશે.*** આમ એનાં લખાણોમાં ઘરગથ્થુ શબ્દો બહોળા પ્રમાણમાં મળે છે. એની પાસે ગુજરાતી ભાષાના રૂઢ પ્રયોગોનું બહોળું શબ્દભંડોળ હતું. ગદ્યમાં નવપ્રસ્થાન કરવાનું હતું, સામે ગુજરાતી ગદ્યના નમૂનાઓ પણ નહોતા, એટલે એ પોતાના સમયમાં પ્રયોજાતી ભાષાને કામે લગાડે તે સ્વાભાવિક છે. એણે કહેવતો અને રૂઢિપ્રયોગોનો મોકળે હાથે ઉપયોગ કર્યો છે. ક્યારેક હાસ્ય ઉત્પન્ન કરવા એ કહેવતનો સચોટ ઉપયોગ કરે છે. ક્યારેક તેનાથી વક્તવ્ય વધુ વેધક બને છે. ક્યાંક કહેવતનો ઢગ ખડકીને પોતાના વક્તવ્યનો મુદ્દો સમજાવે છે. નર્મદ જેટલી તળપદી ઉક્તિઓ ભાગ્યે જ બીજા કોઈ લેખકે પ્રયોજી હશે. સ્વામિનારાયણનાં વચનામૃતોમાં તળપદું તત્ત્વ છે. પણ તે વાતચીત ઢબનું છે. નર્મદે આ તળપદા તત્ત્વનાં બળ, ઓજસ ને પ્રસાદનો સાહિત્યિક ઘાટ ઘડ્યો તે એની વિશેષતા. અને આવો તળપદી ભાષાનો પ્રયોગ લખાણમાં, વાતચીત અને રોજિંદા વ્યવહારની ભાષાની છાપ ઊભી કરે છે. આથી કદાચ એમ લાગે કે આમાં સાહિત્યિક તત્ત્વ કયું ? રોજિંદી ભાષામાં વપરાતા શબ્દો કેવી રીતે ગોઠવાય છે અને તેમાંથી કેવો આકાર ઊભો થાય છે, એના ઉપરથી જ એ ગદ્ય છે, એમાં સાહિત્યિક તત્ત્વ છે એનો ખ્યાલ આવે. નર્મદે એના વક્તવ્યમાં એક પ્રકારનો લય સિદ્ધ કર્યો છે. જે તેને સાહિત્યિક ઘાટ આપવામાં મદદરૂપ થાય છે. પોતાના કથનની ચોટ સાધે તે રીતે વાક્યોને તે લયબદ્ધ વળોટ આપતો આગળ ચાલે છે. આ લય તે નર્મદના ગદ્યનો પ્રાણ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન નર્મદના ગદ્યનું એક બીજું મહત્ત્વનું લક્ષણ તે એની પ્રવાહિતા છે. વક્તવ્યના ધસમસતા પૂરમાં એ ભાવકને ખેંચી જાય છે. એ સમાજહિતચિંતક હોવાને કારણે એના વક્તવ્યમાં વિચાર હોય છે. પણ એ વિચારમાં જુસ્સો કે લાગણીનો ઉકળાટ એવી રીતે ભરેલો હોય છે કે સાંભળનારને વક્તાના હૃદયદ્રવ્યની ઉત્કટતા સ્પર્ધા વિના રહે નહીં. સટ્ટાના વંટોળ અંગે ‘ડાંડિયો'માં કહે છે – 149 “આજકાલ ધનવંતો પોતાના લોભ, મદ, મથન અને સરસાઈના જોરમાં પોતાના ધનમાન વધારવા સારુ પ્રથમ ગરીબને નાખી દેવા ને પછી પોતાને ઝંપલાવવાને અને છેવટે દેશને પાડવાને ખરારીનો ખાડો ખોદે છે. ધન કાઢવાને ખાડો ખોદે છે એમ દેખાય તોપણ આખરે તે ખાડામાંથી ઊની જ્વાળા નીકળવાની કે જેણે કરીને ખાડામાં પડેલા પહેલા ને ન પડેલા પછી, વહેલા મોડા સર્વે દેશીજન બળી મરવાના, આ ૨ ૨ ૨ ૨ ! આજકાલ બધા બહાવરા બહાવરા બની રહ્યા છે. ઓ ભાવ વધ્યો, ઓ ઘટ્યો એમ રાતદહાડો કર્યા કરે છે – ચાર મિત્રો એકઠા મળ્યા તો ત્યાં પણ તે જ વાત. ઘરમાં રાતે કુટુંબ સાથે જમવા બેઠા, તો ત્યાં પણ પોતે પોતાના વિચારમાં જ. હાં હાં ! આજકાલ પણિયત સ્ત્રીપુરુષની કુળદેવી જંપ પારકા સ્ત્રીપુરુષની કુળદેવી થઈ છે. સરસ્વતીએ કુંભકર્ણની નિદ્રા લીધી છે. અખંડ પ્રીતજોત બેવચનીપણું તથા વિશ્વાસઘાત એના ઝેરી વાયુથી ઘેરાઈ ગઈ છે. માયાવી રાક્ષસી લક્ષ્મીનું રાજ્ય જોઈ બચારી ભક્તિ નીતિ ખૂણેખોતરે ભરાઈ રહ્યાં છે – ઈશ્વર તો બુદ્વાવતાર જ લઈને બેઠો છે. ઠીક ઠીક !...ૐ ગુજરાતી ગદ્યનું પ્રભાત નર્મદના ગદ્યમાં વિચાર કરતાં લાગણીની સળંગસૂત્રતાથી પ્રગટ થતી પ્રવાહિતા જોવા મળે છે. આ દૃષ્ટિએ જોઈએ તો વ્યાખ્યાનશૈલીના નિબંધો પૂર્વ નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટ મુદ્રા ધારણ કરે છે. એમાં ઉદ્બોધનનું તત્ત્વ પણ ધ્યાન ખેંચે છે. પોતાના શ્રોતાઓને ઉદ્દેશીને, દેશબંધુઓને ઉદ્દેશીને, પ્રતિપક્ષીઓને ઉદ્દેશીને એ વિવિધ ભાવકક્ષા (Pitch), ટોન અને લહેકા સાથે સંબોધન કરતો દેખાય છે. પ્રેમ, દર્દ, પડકાર, કટાક્ષ કે પ્રહાર એ સંબોધનોના લહેકાદાર ઉચ્ચાર પરથી જ સમજાઈ જાય છે. હિંદુઓને ઉદ્દેશીને કરેલી વાત, સુધારાના કડખેદ તરીકે એણે કરેલાં સંબોધનો અને ‘ડાંડિયો' તરીકેનાં એનાં ‘સાવધ થજો'નાં ઉચ્ચારણો આ વાતની સાક્ષી પૂરે છે. 49 વળી તે રૂપકશૈલી પ્રયોજે છે. ‘બ્રહ્મતૃષા’ નિબંધમાં તરસ્યા સાબરના રૂપક દ્વારા બ્રહ્મપાનની ઇચ્છા કેવી સરસ રીતે વ્યક્ત કરી છે ! વક્તવ્યને રૂપકમાં મઢીને મૂકવાની એની ટેવ છે, જેના પ્રભાવ નીચે અનુગામી ગદ્યકારો પણ આવેલા જોવા મળશે. દા.ત., પોતાના જમાનાની બોલાતી ભાષા વિશે રૂપકશૈલીમાં કહે છે – છે - “સૂરતની ભાષા કહે કંઈક હિંગણી, નાજુક ને કુમળી છે. અમદાવાદની કંઈક ઊંચી ને કઠણ છે. કાઠિયાવાડની જાડી છે ને શબ્દે શબ્દે ભાર સાથે છૂટી બોલાય છે.” ‘ધર્મની અગત્ય’ એ નિબંધમાં રૂપકથી વાત કરતાં નર્મદ કહે “વિદ્યારાણી — એ લોકના મન ઉપર રાજ્ય કરવાને અને સુધારો દાખલ કરવાને જાતે શક્તિમાન છે તો – પણ તેને બે પ્રધાનની Page #32 -------------------------------------------------------------------------- ________________ પર ભાવન-વિભાવન જરૂર છે. જમણી ખુરસીનો બેસનાર પ્રધાન ધર્મ અને ડાબી ખુરસીએ બેસનાર પ્રધાન રાજ્યસત્તા છે. એ બે પ્રધાન અને ત્રીજી રાણી એકમત થઈ કામ કરે, તો દેશસુધારો વહેલો અને પાકો અને બહોળો થાય, એમાં કંઈ શક નહિ.” ક્યારેક તે રૂપકને ખૂબ ચગાવે છે. ‘ડાંડિયો માં શેરના કાગળના કનકવા બનાવવાનું કહીને નર્મદ લખે છે – “છોકરાઓ હૈ, તમારે મજા છે – શેરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફીનાનસો અને બેંકો દેખાશે અને પછી એકદમ ગૌથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફીનાનસો અને બેંકો આમ જ હવામાં ચડી ચળકી હશે અને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે અને પછી ‘આનું કરનાર તો આમ ગયું ને અંડળગંડળ હાથમાં રહ્યું' એમ બોલી હૈયાશોકે હાથમાંની દોરી પણ મૂકી દેવી પડી હશે. છોકરાઓ, હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો. દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાના કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે !” નર્મદે ઠેર ઠેર આવી રૂપકીલી પ્રયોજી છે. ક્યાંક આ રૂપક સ્થૂળ અથવા તો સાતત્ય વિનાનું બની જાય છે, તેમ છતાં ગુજરાતી ગદ્યમાં આ વિશિષ્ટ નિરૂપણરીતિ નોંધપાત્ર બને છે. ઘણી વાર પ્રાંતિક ભાષાઓ વિશે બન્યું છે તેમ રૂપકો દુરાકૃષ્ટ લાગે છે. નર્મદે ઉપમા અને દૃષ્ટાંતોનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. સજીવારોપણ વિશે તેણે એક સ્વતંત્ર લેખ લખ્યો છે. સજીવારોપણને અલંકાર ગણતો નર્મદ સંપ વિશે સજીવારોપણથી વાત કરે છે. ગુજરાતી ગદ્યનું પ્રભાત ૫ આવી જ રીતે નર્મદની શૈલી ચિત્રાત્મક વર્ણનો આપવામાં ખીલી ઊઠે છે. સામાજિક કુરિવાજોનું વર્ણન – પછી તે કુસંપ કે વિધવાની દુર્દશાનું હોય, બંકબાઈના વિલાપનું હોય કે રોવા-કૂટવાના કુરિવાજનું હોય – ચિત્રાત્મક રીતે તીખા શબ્દો અને ટાઢા કટાક્ષથી આપે છે. નર્મદના ગદ્યમાં દલપતરામના ગદ્ય જેટલું હાસ્ય નથી, પરંતુ ‘ડાંડિયો ’માં એણે ક્યાંક શબ્દના પુનરાવર્તનથી કે ક્યાંક ગદ્યમાં પ્રાસ મૂકીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જેમ કે – “જે સુધારાવાળા ખારા થઈને ભાષણોના ભારા બાંધી મહારાજોને ડારા દેતા હતા તે રાંડેલી દારાઓનાં લગ્ન કરવાના ધારા કહોડવામાં સારા આગેવાન તારા જેવા ગણાતા હતા, તે હવે પરબારા નઠારા થઈ જઈ મહોડેથી કહેવાતા સુધારાને છોડી રાંડીરાંડોની પેઠે કાળાં હોડાં કરી ક્યાં ફરે છે.” +,૭ * રસળતી શૈલીમાં અમૂર્ત ભાવને મૂર્ત કરવાની એના ગદ્યમાં શક્તિ છે. કામને સંબોધીને એણે લખેલો નિબંધ કામના વશીકરણને હૂબહૂ દર્શાવે છે. નર્મદ સીધો જ વિષયની વચ્ચે ઊભો રહી, હાથ ઊંચો કરીને જુસ્સાભેર વક્તવ્યનો આરંભ કરે છે. અનેકવિધ વિષયો પર લખીને એણે વિભિન્ન શૈલીપ્રયોગથી શિષ્ટ ગદ્યલેખનની નવી નવી દિશાઓ ઉઘાડી આપી. નવપ્રસ્થાનની અને નવીનતાની દિશામાં ગતિ કરવામાં જે મુશ્કેલીઓ આવે તેનો સતત સામનો કર્યો. પોતાના સમયમાં ઉપલબ્ધ સાધનોથી ગુજરાતી ભાષાની જોડણી સ્થાપવા પ્રયાસ કર્યો. નર્મદની દૃષ્ટિમર્યાદા માત્ર સાંપ્રતમાં જ સીમિત નહોતી. એના ઘણા નિબંધો એની વ્યાપક અને દૂરગામી દ્રષ્ટિનો સંકેત કરે છે. માત્ર ખળભળાટ કે પ્રહારમાં રાચનારો નહીં, બલ્કે પ્રજામાનસના સમૂળગા પરિવર્તનની એની નેમ હતી. સુખસંપત્તિના વરસાદ માટે સંપની જરૂર છે એમ કહીને એ પ્રશ્ન કરે છે – Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના તમે વરઘોડો અને નાતવરા કરવામાં હજારો રૂપિયા ખર્ચી નાખો છો તેના કરતાં ગરીબગરબાંઓને કામે લગાડવામાં કેમ નથી નાંખતા ? જેમાં તમને અને તેઓને બન્નેને લાભ થાય. ગરીબ અને તવંગર વચ્ચે પ્રીતિ વધવા દો અને પછી ધનબળ, ઉદ્યમબળ અને બુદ્ધિબળનો એકઠો સંપ થયો અને તે સુવિચારને મળ્યો એટલે પછી તમને તમારા મનોરથ પાર પડેલા જોવામાં લાંબા દહાડા નહિ લાગે.” ‘સ્ત્રીકેળવણી' વિશેના નિબંધમાં નર્મદ કહે છે – કેળવણી પામેલું સ્ત્રીરત્ન કદી પોતાનું તેજ ખોતું નથી. જેમ જેમ તે વપરાય છે તેમ તેમ તે વધારે પ્રકાશ આપે છે. આવી જ રીતે ગ્રંથકારે ટેકીલા થવું જોઈએ એ વિશેની નર્મદની વાત આજના સંદર્ભમાં કેટલી યથાર્થ છે ! એ કહે છે – દલગિરીની વાત છે કે આજ કાલ લોકમાં ગ્રંથો વાંચવાની સક્તી તથા રૂચી ન હોવાથી ગ્રંથની છપાઈનો પણ ખરચ નિકળતો નથી. તારે શું કરવું ? જડ શેઠિયાઓની ખુશામત કરી ગ્રંથ વેચવા ? ના, ના. ખુશામત કરી ગ્રંથ વેચવાના કરતાં ગ્રંથ લખી રાખી ન છપાવવા એ વધારે ડહાપણભરેલું છે. કેટલાએક સ્વારથી ગ્રંથકારો બાના બતાવે છે કે રૂચી કરાવવાને ખુશામત કરવી જોઈએ. હમે કહિએ છે કે ખુશામત કરી રૂચી કરાવવાના કરતા ટેકમાં રહી ઘટતે સાધને રૂચી કરાવવામાં ગ્રંથકારને માન છે.” નર્મદનું ગદ્ય ક્યાંક અણસરખું વહે છે. ક્યાંક શિખામણના બોજવાળું, તો ક્યાંક સુઘડતાનો અભાવ ધરાવતું લાગે છે. તેની સીમિત કલ્પનાશક્તિને કારણે એના ગદ્યમાં લાલિત્યની ખરેખરી ખોટ વરતાય છે. આમ છતાં અગાઉના ગદ્ય કરતાં એના ગદ્યમાં ગુજરાતી ગદ્યનું પ્રભાત ઘણી વ્યવસ્થિતતા છે. ઉત્સાહી અને ભાવવાહી એવું એનું આ ગદ્ય સ્વયંભૂ પ્રગટેલું છે. આડંબરી સંસ્કૃત વાણીને સ્થાને એણે રૂઢ, રમતિયાળ અને મર્માળી ભાષા પ્રયોજી તેના વિકાસની અપાર શક્યતાઓ દર્શાવી છે. સમર્થ ગદ્યકાર તરીકે, પત્રકાર તરીકે અને પ્રયોગશીલ અગ્રયાયી (Pioneer) તરીકે, સાહિત્યમાં તે ચિરંજીવ સ્થાન પામેલો છે. એની વ્યાખ્યાનશૈલીના નિબંધોનું સાતત્ય એના સમકાલીનો ઉપરાંત પછીની પેઢીના મણિલાલ નભુભાઈ અને બળવંતરાય ઠાકોર સુધી વિસ્તરેલું છે. ‘ઇન્ડિયન ઓપિનિયન'માંનાં ગાંધીજીનાં લખાણોમાં પણ નર્મદના ગદ્ય-સંસ્કાર દેખાય છે. એમાં નર્મદ જેવી રુક્ષતા, તળપદી ભાષા અને ઉર્બોધનશૈલી મળે છે. - નર્મદના વિચારપરિવર્તનની સાથોસાથ એની શૈલી નવો વળાંક ધારણ કરે છે. એને પોતાના સહકાર્યકર્તાઓમાં દંભ, કાયરતા અને છેતરપિંડી દેખાય છે અને સાથોસાથ ‘રાજરંગ' લખ્યા પછી એની જીવન વિશેની દૃષ્ટિ વિશાળ, ઊંડી અને તત્ત્વને સ્પર્શનારી થાય છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાથી થતા ગેરફાયદા એને દેખાય છે. પોતે અત્યાર સુધી જેને સુધારો કહેતો હતો, તે ખરો સુધારો નથી, પણ સંસ્કૃતિના પુનરુદ્ધારમાં સાચો સુધારો રહેલો છે એવું એને પ્રતીત થાય છે. એ અડગ સત્યવીર હતો, તેથી પોતાના નવા વિચારોની નિંદા થશે તેની પરવા કર્યા વગર એને આચારમાં મૂકવા તત્પર થયો. એણે પોતાની નવી નીતિ જાહેર કરી. ‘સ્વધર્મનું સંરક્ષણ ને ન્યાયબુદ્ધિનું બ્રાહ્મણબુદ્ધિનું મહાભ્ય અને ક્ષાત્રબુદ્ધિનું ઔદાર્ય એ અમારું મત છે.' એમ કહીને તે ‘ૐ Page #34 -------------------------------------------------------------------------- ________________ ર ભાવન-વિભાવન સામ્બ સદાશિવ' બોલતો નિવૃત્તિધર્મ સ્વીકારે છે અને સંરક્ષક પક્ષની સ્થાપના કરે છે. આ માટેનાં એના ‘ધર્મવિચારનાં લખાણોમાં નર્મદના ગદ્યની બીજી વિશિષ્ટતા દેખાય છે. શાંત, સ્વસ્થ અને પક્વ બુદ્ધિનો ઠરેલ નર્મદ જોવા મળે છે. આ લખાણોમાં નર્મદમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં પક્વતા, પ્રૌઢિ અને શાસ્ત્રજ્ઞાનના સંસ્કાર જોવા મળે છે. આરંભની શૈલીની સ્વાભાવિક તાજગીને બદલે આ નિબંધોની શૈલી ક્યાંક કૃત્રિમ કે આડંબરી બની રહે છે, પરંતુ એના ગદ્યમાં સુગ્રથિતતા, સુઘડતા અને સૂત્રાત્મકતાની છાપ ઊપસી આવે છે. પોતાના પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ’ (ઈ. સ. ૧૮૫૦)માં ‘સભાસદ્ ગૃહસ્થોને' ઉદ્દેશીને બોલનારો નર્મદ ‘આર્યોદ્ધોધન’ (ઈ.સ. ૧૮૮૨) નિબંધમાં ‘આર્યબંધુઓને નહીં, બલ્કે ‘ભો આર્ય !’ને ઉદ્દેશીને કહે છે – “જાણ, અનેક નિયમપાલણમાં જે આ મનુષ્ય – સંસારનાં તેના કરતાં પરલોકનાં તે જ ઉત્તમ છે. જે બુદ્ધિ આ સંસારના જ અર્થકામમાં મગ્ન તે અધમ, પછી ગમે તેવી તે દેખીતી બળવાળી રાક્ષસી હોય; જે બુદ્ધિ આ સંસ્થાને જોઈ ઉદાસી રહી ઈશ્વર ભણી લક્ષ રાખે ને સંસારી અર્થકામમાં શુભ નિયમે માત્ર કર્તવ્ય કરે તે માધ્યમ, પછી ગમે તેવી નબળી સ્થિતિમાં મનુષ્યને દાખવે તોપણ; અને જે બુદ્ધિ સંસારથી અલગ કરી ઈશ્વરપ્રાપ્તિના નિત્ય ઉદ્યોગમાં રાખે તે ઉત્તમ છે. આ સંસાર આધિ-ઉપાધિએ દુઃખ દેનારો, ભોગને માટે લલચાવી પછી રોગ આણનારો એવો છે. વિદ્યા પણ તે જ ઉત્તમ કે જે ઈશ્વરપ્રાપ્તિ કરાવે...” “જાણ, સિદ્ધાંત કે ચર્ચ મતિ તદ્યા મતે તથા નીચા, ગુજરાતી ગદ્યનું પ્રભાત 93 જે જે પ્રકારે થવાનું છે તે તે પ્રકારે થશે, બીજે પ્રકારે નહિ. માટે ધીરો પડ ને ધીરજ ન રહે અને ભોગની જ ઇચ્છા છે તો સત્કર્મનું અનુષ્ઠાન કર; ભાગ્ય હશે તો આ જન્મ, ફળ પામીશ, ને નહિ તો બીજે જન્મે, પણ શુભ કર્મનું ફળ શુભ તે પામીશ જ - કર્મ પ્રમાણે ફળ ને કર્મ પ્રમાણે બુદ્ધિ (જન્મ જન્મના સંબંધમાં) એમ છે, તોપણ રૂડી બુદ્ધિએ વિચારી ક્રિયમાણ કર." યુવાન નાયકના જુસ્સાને બદલે પ્રૌઢ વિચારકની શાંતિ અનુભવાય છે. ચિંતનાત્મકતા અને પર્યેષકતા એ આ ગઘનાં મુખ્ય લક્ષણો છે, જેનો વિકાસ નર્મદ પછી ઝાઝું જીવ્યો નહીં, તેથી વિશેષ જોવા મળતો નથી, પણ એ જ શૈલી નવો ઉન્મેષ ધારણ કરીને પંડિતયુગમાં સારી પેઠે ખીલે છે. સૌથી વિશેષ તો વીર નર્મદનું તેજસ્વી વ્યક્તિત્વ, એની વિશિષ્ટતાઓ સાથે તેના ગદ્યમાં ઊતર્યું છે. *Style is the index of personality' એ ન્યાયે સમર્થ ગદ્યસ્વામીઓને ઓળખવામાં આવે છે. નર્મદ એની ગદ્યશૈલી પરથી તરત ઓળખાઈ જાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને ગાંધીજીનાં લખાણો પર તે દરેકની વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રા દૃઢ અંકિત થયેલી જોવા મળે છે. આ સમર્થ મહાનુભાવોનો પ્રશસ્ત પુરોગામી નર્મદ હતો એ જ એનું અનન્ય ગદ્યસ્વામિત્વ સિદ્ધ કરવા પૂરતું નથી શું ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન સંદર્ભસૂચિ ૧. ‘નર્મદનું મંદિર', ગદ્યવિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ૨. ‘વીર નર્મદ', લે. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૧૦૦ ૩. ‘મારી હકીકત', લે. કવિ નર્મદાશંકર, ૧૯૯૬, પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ, પૃ. ૩૨ ૪. ‘નર્મદનું મંદિર', ગદ્ય વિભાગ : સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩ ૫. ‘ડાંડિયો', ૧૫ જૂન-૧૮૯પનો અંક, લખનાર ‘મિત્ર' ૬. ‘નર્મદનું મંદિર', ગદ્યવિભાગ - ‘આજ કાલ', સં. વિશ્વનાથ ભટ્ટ, પૃ. ૩૬૫-૩૬૩ ૭. ‘ડાંડિયો', ઈ. સ. ૧૮૬૭, ૧૫મી માર્ચ, અંક ૧, પૃ. ૭ ૮. ડાંડિયો', ૧૮૬૯, ૧લી મે ત્રણ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ, વૈવિધ્યમય અને કવિત્વપૂર્ણ સર્જન માટે વિક્રમના ૧૮માં સૈકામાં થયેલા, તપગચ્છની વિમલ શાખાના જૈન સાધુ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નોંધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષામાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતું કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક - એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી - એમ ત્રણે ભાષાઓમાં ગ્રંથો રચ્યા. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના રચનાઓ આપી. જ્ઞાનવિમલસૂરિનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે, પરંતુ એ મર્યાદા જાળવીને પણ , એમણે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધ વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશય છે. જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનોની નોંધમાંથી એમના જીવન વિશે સારી એવી માહિતી સાંપડે છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૯૪માં મારવાડના ભિન્નમાલ નગરમાં થયો હતો. તેઓ વીશા ઓશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. બાળપણમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષની વયે વિક્રમ સંવત ૧૭૦૨માં એમણે તપગચ્છની વિમલ શાખામાં પંડિત વિનયવિમલગણિના શિષ્ય પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનું નામ ‘નયવિમલ” રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી. તેઓએ શ્રી અમૃતવિમલગણિ તથા શ્રી મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. વિક્રમ સંવત ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૭૪૮ ફાગણ સુદ પાંચમને ગુરુવારના દિવસે શ્રી નવિમલગણિને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ જ્ઞાનવિલમસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. એમની વિહારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનો પ્રદેશ હતી. શત્રુંજય તીર્થની એમણે અનેક વખત યાત્રા કરી હતી. જ્ઞાનવિમલસૂરિની રચનાઓમાં પણ શત્રુંજયતીર્થ પ્રત્યેની એમની દૃઢ આસ્થા સ્થળે સ્થળે પ્રગટ થાય છે. એમણે સંસ્કૃત જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન ભાષામાં ‘ઘરનવ્યકિરવૃત્તિ:', ‘શ્રપાનથરિત્ર' અને ‘રિવાર વાત્રીનનરસુતિવૃત્તિ' જેવા ગ્રંથોની રચના કરી છે. જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃત ભાષાની નિપુણતાનો ખ્યાલ એમના જીવનપ્રસંગમાંથી પ્રાપ્ત થાય છે. એક વાર તપાગચ્છના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ શત્રુંજય તીર્થમાં પધાર્યા હતા, ત્યારે તેઓ તીર્થનાયક આદીશ્વર ભગવાન સમક્ષ ચૈત્યવંદન કરવા ગયા, પરંતુ એ સમયે શ્રી નયવિમલગણિ ત્યાં આવ્યા અને તાત્કાલિક નવાં કાવ્ય રચીને સ્તુતિ કરવા લાગ્યા. એમની કવિત્વશક્તિ જોઈને આનંદિત થયેલા આચાર્યશ્રીએ નવિમલગણિને “આવો જ્ઞાનવિમલસૂરિ ” કહીને સૂરિપદની યોગ્યતા દર્શાવી આદરપૂર્વક બોલાવ્યા. શ્રી નવિમલગણિએ નમ્રતાથી ‘મપ્રરની' એમ કહ્યું. આ પછી આચાર્યશ્રીએ નયવિમલગણિને ચૈત્યવંદન કરવાનું કહ્યું. સામાન્ય રીતે જે સૌથી વધુ પૂજ્ય હોય તે ચૈત્યવંદન કરે તેવી પ્રણાલિકા હોવાથી અન્ય સાધુજનો ખેદ પામ્યા, પરંતુ એમને સમજાવતાં આચાર્યશ્રીએ કહ્યું, “ભલે મારા પદને કારણે હું પૂજ્ય ગણાઉં, પરંતુ મારામાં નવિમલગણિ જેવું જ્ઞાન અને કવિત્વશક્તિ સતાંશે પણ નથી. તેઓ જ્ઞાનવૃદ્ધ છે તેથી એમને આદર આપું છું.” શ્રી નવિમલગણિએ તત્કાલ નવાં કાવ્યો રચીને ૪૫ કાવ્યો વડે ચૈત્યવંદન કર્યું. જ્ઞાનવિમલસૂરિનું વિપુલ સાહિત્યસર્જન જોતાં એમનો સમકાલીનો પ્રત્યેનો આદર પણ પ્રગટ થાય છે. એમણે આનંદઘન અને યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે. આનંદઘન ચોવીસીનો રબો લખવા માટે એમણે સુરતના સૂર્યમંડન પાર્શ્વનાથના દેરાસરમાં છ મહિના સુધી ધ્યાન ધર્યું હતું અને એ પછી આનંદઘનજીનાં ચોવીસ સ્તવનો પર સ્તબક રચ્યો. એ જ રીતે ‘નવપદની પૂજામાં જ્ઞાનવિમલની પૂજા સાથે યશોવિજય અને દેવચંદ્રની પૂજા પણ સંકલિત રૂપે મળે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના વિક્રમ સંવત ૧૭૮રના આસો વદ ચોથને ગુરુવારે પ્રાતઃકાળે અનશનપૂર્વક તેઓ નેવ્યાસી વર્ષની વયે કાળધર્મ પામ્યા. જ્ઞાનવિમલની ગુજરાતી રચનાઓમાં સૌથી વિશેષ નોંધપાત્ર એમની ‘ચંદ્રકેવલીનો રાસ’, ‘અશોકચંદ્ર રોહિણી રાસ', ‘જંબુસ્વામિ રાસ’, ‘રણસિંહ રાજર્ષિ રાસ’, ‘બારવ્રત-ગ્રહણટીપ-રાસ' અને સાધુવંદના રાસ' જેવી કથાત્મક કૃતિઓ મળે છે. જ્ઞાનવિમલસૂરિની કાવ્યનિપુણતાનો મનોરથ પરિચય “શ્રી ચંદ્રકેવલીનો રાસ’માં થાય છે. આ રાસમાં પૂર્વભવના આયંબિલ તપને કારણે કેવલીપદ પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખાયું છે. ચાર ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલાં આ રાસની રચના જ્ઞાનવિમલે વિક્રમ સંવત ૧૭૭૦ના મહા સુદ તેરસના દિવસે રાધનપુરમાં પૂરી કરી. આ રાસના લેખનની શરૂઆત પણ રાધનપુર શહેરમાં કરી હતી. મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ આ રાસને ‘આનંદમંદિર રાસ” એવું બીજું નામ પણ જ્ઞાનવિમલે આપ્યું છે. જ્ઞાનવિમલ આ આનંદમંદિરની કલ્પના પણ ઉપમાથી દર્શાવે છે, જેમાં સુવિહિત સાધુ મનન કરતાં નિવાસ કરતા હોય. આનંદમંદિરનો નિવાસ સદ્ગુણોના નિવાસરૂપ છે. એના અનુપમ સ્તંભો જેવા ૧૦૮ વિવિધ રાગની રસાળ ઢાળો છે. જિનેશ્વરનું સ્તુતિકીર્તન કરતા ગવાક્ષો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યરૂપી ઓરડાઓ છે. શત્રુંજય અને નવકાર તેના ચોગાન છે. અને વિવિધ કવિતું સહિત ગાથા વગેરે ઘણા સૂક્તોથી શોભતું એનું આંગણું છે. તેમાં સુદેવ, સુગુરુ અને સુધર્મ જેવા સંસારના દુ:ખનું નિવારણ કરનાર ઓછાડ છે. આવી રીતે જ્ઞાનવિમલ આનંદમંદિર સાથે પોતાની કૃતિને સરખાવે છે. જ્ઞાનવિમલમાં આવી સરખામણી ઘણે સ્થળે જોવા મળે છે. જેમકે વિવેકરૂપી વિશાળ નગર, અગ્નિરૂપી એનો પાયો, નવતત્ત્વરૂપી એનો દરબાર, સમ્યક્ બોધરૂપી મહેલો, જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન સમવાયરૂપી સેનાની કલ્પના પણ એ આપે છે. જિનમંદિરની ઊંચે ફરકતી ધજાઓ જાણે સ્વર્ગલોકની હાંસી કરતી ન હોય એ રીતે જુદા જુદા અલંકારોથી પોતાની વાત કરે છે. આ રાસના પહેલા ખંડમાં કથાપ્રવાહ વેગથી ચાલે છે, પણ બાકીના ત્રણ ખંડમાં સમસ્યા, સુભાષિતો, દષ્ટાંતો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતોની સાથે કથાતંતુ ચાલે છે. જ્ઞાનવિમલની વિશેષતા એ છે કે એના ચિત્તમાં એટલાં બધાં દૃષ્ટાંતો, સુભાષિતો, અલંકારો, આડકથાઓ અને ધર્મસિદ્ધાંતો ઊભરાયાં કરે છે કે એને આને માટે કોઈ અભ્યાસ કરવો પડતો નથી. એ બધું જ આપોઆપ કથાનકની સાથે ગૂંથાતું આવે છે. તક મળે ત્યાં એ ધર્મનો મહિમા કે કર્મની મહત્તા ગાવાનું ચૂકતા નથી. ક્યાંક સંસ્કૃત સુભાષિતની સાથે તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે. કર્ણપિશાચિની, સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વશીકરણ, અષ્ટાંગનિમિત્ત કે જ્યોતિષની વાત કરે છે, તો આમાં લક્ષણો, સ્વપ્નનો અર્થ, સ્ત્રીઓના પ્રકારો, પુરુષની બોંતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા કે વનમાં થતાં વૃક્ષોની યાદી આપે છે. આ રાસમાં સૂર્યની રાણીની વેદનાનું કે સાસુની વહુને દુ:ખી કરવાની મનોવૃત્તિનું આલેખન આકર્ષક છે. કથારસની સાથોસાથ જ્ઞાનોપદેશ એ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ બને છે. જ્ઞાનવિમલસૂરિ આમાં જૈન માન્યતા પ્રમાણે ભૌગોલિક રચનાનું આલેખન કરવા સાથે જૈન ધર્મના સિદ્ધાંતો અને નિયમોનું વિવરણ પણ આપે છે. સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓનાં ઉદ્ધરણો આપે છે તો સુભાષિત-સમસ્યા-હરિયાલીની મનોમન ગૂંથણી રચે છે. આ કૃતિની એક વિશેષતા એ એનો કાવ્યબંધ છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો મળે છે અને ઝડઝમકવાળી ચારણી શૈલી જ્ઞાનવિમલની કાવ્યનિપુણતાનો મનોરમ ખ્યાલ આપે છે. માત્ર વિસ્તારને કારણે જ નહીં પણ પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે આ કૃતિ જ્ઞાનવિમલસૂરિની સૌથી ધ્યાનાર્હ કૃતિ બને છે. ‘ચંદ્ર કેવલીનો રાસ ’માં આયંબિલ તપનો મહિમા છે તો ‘અશોકચંદ્ર રોહિણી રાસ’માં રોહિણી નક્ષત્રના દિવસે ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા રોહિણીતપનો મહિમા ગાયો છે. જ્ઞાનવિમલસૂરિએ વિક્રમ સંવત ૧૭૭૨ની માગસર સુદ પાંચમને દિવસે સુરત પાસે સૈયદપરામાં આ રાસ પૂરો કર્યો. આજે સૈયદપરાના નંદીશ્વર દ્વીપના જિનાલયના ચોકમાં જ્ઞાનવિમલનાં પગલાંની દેરી મળે છે. મુખ્યત્વે દુહા-દેશી-બદ્ધ એવા ‘અશોકચંદ રોહિણી રાસ માં પ્રસંગોપાત્ત કવિત, ગીત, ત્રોટક આદિ પદબંધોનો ઉપયોગ કર્યો છે. રાજા અશોકચંદ્રની રાણી રોહિણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે ૨ડતી સ્ત્રીના રુદનમાં કયો રાગ છે એમ પૂછે છે, આવા પ્રશ્નથી એશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયા. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોળામાં બેઠેલા પુત્ર લોકપાલને અટારીએથી નીચે નાખે છે. પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ કશો શોક થતો નથી અને એના પુણ્યપ્રભાવે પુત્ર ક્ષેમકુશળ રહે છે. રોહિણીના આ વીતશોક-વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાઈ છે. જેથી એ પોતાના આગલા ભવના દુષ્કર્મને કારણે કુરૂપ અને દુગંધી નારી બની હોય છે અને રોહિણીતપના આશ્રયથી એ દુષ્કર્મના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણીઅવતાર પામી હોય છે. રોહિણીના બે પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીના શાનવિમલસૂરિનું પ્રદાન સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર પામ્યો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે, કેમકે એક જ ઘટનાસૂત્રવાળી સાદી કથા છે. ધર્મબોધના ફુટ પ્રયોજનથી રચાયેલી આ કૃતિમાં કવિએ કર્મ, તપ ઇત્યાદિનાં સ્વરૂપ અને પ્રકારોની સાંપ્રદાયિક માહિતી ગૂંથી લીધી છે તેમ જ સુભાષિતો અને સમસ્યાઓનો પણ વિનિયોગ કર્યો છે. કાવ્યમાં કવિની કાવ્યશક્તિનો પણ પરિચય પ્રસંગોપાત્ત આપણને મળ્યા કરે છે. જેમકે મઘવા મુનિના પુણ્યપ્રતાપને પ્રગટ કરતાં વાતાવરણનું ચિત્રણ કવિએ જે વિગતોથી કર્યું છે તે મનોરમ લાગે છે. નગર વગેરેનાં અન્ય કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે. આવાં વર્ણનોમાં રૂપકાદિ અલંકારોનો કવિએ લીધેલો આશ્રય એમની ક્ષમતાને પ્રગટ કરે છે. રોહિણીના રૂપવર્ણનમાં “ઉર્વશી પણિ મનિ નવિ વસી રે” જેવા વ્યતિરેક-યમકના સંકરાલંકારની હારમાળા યોજી છે અને પૌરાણિક હકીકતોને રોહિણીના પ્રભાવના હેતુરૂપે કલ્પી છે, તે કવિની આ પ્રકારની વર્ણનક્ષમતાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. સમગ્ર રાસમાં શિષ્ટ પ્રૌઢ ભાષાછટાનું આકર્ષણ છે તો જુગુપ્સા અને તિરસ્કારના ભાવોને અનુરૂપ ભાષા પણ કવિ એટલી જ અસરકારકતાથી પ્રયોજી બતાવે છે. થોડીક સુંદર ધ્રુવાઓ અને ક્વચિત્ કરેલી ચાર પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘોતક છે. ‘જંબુસ્વામી રાસ માં જંબૂકુમારની આઠ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. દરેક પટરાણી જે બૂકુમારને પૂછે અને જંબૂકુમાર જુદી જુદી દૃષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. પાંત્રીસ ઢાળ અને છસો આઠ કડીઓના દુહા-દેશીબદ્ધ આ રાસમાં આવતાં રૂપક, ઉપમાવલિ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની ‘રણસિંહ રાજર્ષિ રાસ” એ ૩૮ ઢાળ ધરાવતો અગિયારસો Page #39 -------------------------------------------------------------------------- ________________ * ભાવન-વિભાવન કડીનો રાસ છે, તો ‘સુસઢ રાસ'માં કવિએ જયણાનું મહત્ત્વ ગાયું છે. ‘બારવ્રતગ્રહણ ટીપ રાસ'માં વ્રતનિયમોની યાદી અને સમજૂતી મળે છે. જ્યારે ‘સાધુવંદના રાસ'માં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનોની નામાવલિ જૈન શાસ્ત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે. અને કેટલેક સ્થળે નામોલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્ત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. ‘સૂર્યાભ નાટક'માં સૂર્યભદેવે અપ્સરાઓની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ ૭૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલના બે ‘તીર્થમાલાયાત્રાસ્તવન’ મળે છે. એકમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે, તો બીજામાં વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા-મહોત્સવનું વર્ણન છે. ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ'માં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટેની ધર્મકથાઓ આપી છે. જ્ઞાનવિમલે સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સજ્ઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલના ૩૬૦૦ જેટલાં સ્તવન રચ્યાનું કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવાં તીર્થોનાં સ્તવનોમાં તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગ્રંથી છે. એમણે બે ચોવીસી, બે વીસી ઉપરાંત અનેક તીર્થંકરસ્તવનો લખ્યાં છે. ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ જ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે. જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. વિષયોની સાથે વિષયનિરૂપણનું વૈવિધ્ય પણ તેઓ ધરાવે છે. આ સ્તવનોમાં ‘શાસ્વતી જિનપ્રતિમા સંખ્યામય સ્તવન’, ‘સત્ત 83 જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન રિયજિનસ્તવન' અને ‘અધ્યાત્મગર્ભિત સાધારણ-જિન-સ્તવન મુખ્ય છે. દેશીઓ તેમ જ તોટક આદિ છંદોવાળું, પાંચ ઢાળ અને ૮૧ કડીનું શાંતિનાથ જિનનું સ્તવન પણ નોંધપાત્ર ગણાય. એમણે હિંદીમાં ૨૯ કડીમાં ‘ચતુર્વિંશતિ જિન-છંદ' જેવી તીર્થંકર-સ્તવનની કૃતિ રચી છે. જ્ઞાનવિમલના વિપુલ સાહિત્યમાં ‘બાલવોધ'નો પણ સમાવેશ થાય છે. એમણે અઢાર જેટલા ગદ્ય બાલવબોધો રચ્યા છે. એંશી વર્ષના સાધુજીવન દરમિયાન, સાધુની અનેક મર્યાદાઓનું પાલન કરીને જ્ઞાનવિમલસૂરિએ આટલું વિપુલ સર્જન કઈ રીતે કર્યું હશે તેવો વિચાર સહજ રીતે જ આવે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ પણ જ્ઞાનવિમલનું પ્રદાન મધ્યકાલીન સાહિત્યમાં મહત્ત્વનું ગણાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રયોગશીલ સર્જક ફિરાક પ્રયોગશીલ સર્જક ફિરાક આ બાળક રઘુપતિ સહાય આધુનિક ઉર્દૂ સાહિત્યના ઉત્કૃષ્ટ શાયર ‘ફિરાક' ગોરખપુરી તરીકે પ્રસિદ્ધ થયા, પરંતુ એમનું કલાબીજ તો બાળપણમાં પેલા સાવ સામાન્ય પ્રસંગમાં પડેલું છે. એમણે કવિ તરીકે એવો પ્રયત્ન કર્યો કે એમની કાવ્યધારામાંથી માતા જેવી હુંફ અને ધબકતી આસાએશ પ્રગટે. આખીય મહેફિલ ઝૂમી ઝૂમીને વાહ વાહ પોકારી ઊઠે એવી ઉપરછલ્લી જનમનરંજની ‘ફિરાકમાં નહીં મળે, બલ્ક એની પાસેથી તો સદાય તસલ્લી જ મળતી રહે છે. ‘ફિરાક' કહે છે : કરતે નહી કુછ તો કામ કરના ક્યા આયે જીતે જી જો સે ગુજરના ક્યા આવે રો રો કે મત માંગનેવાલોં કો જીના નહી આ સ કા તો મરના ક્યા આવે. ફિરાકનો જન્મ ધર્મપરાયણ હિન્દુ કુટુંબમાં થયો હતો. એમના ઘરમાં ‘સુરસાગર' અને ‘રામાયણનો નિયમિત પાઠ થતો હતો. ખુદ ફિરાક કહે છે કે આ અભ્યાસને કારણે જ ઉર્દૂ કવિતામાં જે ભાવસૃષ્ટિ અજાણી રહી હતી અને તેઓ પ્રગટ કરી શક્યા. ‘ફિરાકના પિતા મુન્શી ગોરખપ્રસાદ ‘ઇબરત'ના ઉપનામથી શાયરી કરતા. આથી ‘ફિરાકને ગળથુથીમાં શાયરી મળી હતી, એમ રૂઢિગત રીતે કહેવામાં આર્વ. આ વિશે ‘ફિરાક” કહે છે કે, તેઓ પોતે પિતાની પાસેથી કાવ્ય સાંભળતા હતા, પરંતુ બાળપણથી જ શાયરીના સંસ્કાર મળ્યા હતા એવા બયાનાત સાથે સંમત નથી. તેમના પિતા મુન્શી ગોરખપ્રસાદ અવસાન પામ્યા ત્યારે ત્રીસ હજારનું દેવું હતું, પરંતુ એ બધું દેવું ‘ફિરાકે’ ભરપાઈ કર્યું, એટલું જ નહીં પણ બંને ભાઈઓને ભણાવીને સારી રીતે તૈયાર કર્યા. તકદીરની સાથે ‘ફિરાકને ખૂબ ઝઝૂમવું પડ્યું છે અને એથી જ શાયર એની એક ગઝલમાં આવી ખુમારી પ્રગટ કરતાં કહે છે : એક અંધારી રાત બાળક રઘુપતિની જિંદગીમાં નવી રોશની ફેલાવી ગઈ. દસ વર્ષના રઘુપતિનો દેહ તાવથી તરફડતો હતો. મેલેરિયાની ઠંડીથી શરીર થરથર કાંપતું હતું, ત્યારે રઘુપતિની માતા આખી રાત પોતાના બાળકને ગોદમાં લઈને બેઠી. એને કેમ શાતા રહે, એની રાતભર કોશિશ કરતી રહી. દસ વર્ષનો બીમાર બાળક માતાની આ શુશ્રષાને જોતો હતો. એની બુદ્ધિમાં એકાએક એક વિચાર ઝબકી ઊઠ્યો કે કશીય આનાકાની કે અવરોધ વિના આટલી હિફાજત કરવાની તાકાત માતામાં ક્યાંથી આવતી હશે ? આવા અનંત વાત્સલ્ય પાછળ કઈ શક્તિનું બળ રહેલું હશે ? આ શક્તિનો વિચાર એ જ રઘુપતિની સાહિત્યખોજનો પ્રધાન વિચાર બની ગયો. Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના નસીબે ખુફતા કે ' શાને * ઝિંઝોડ સકતા હું, તિલસ્મ* ગફલતે કોર્નન તોડ સકતા હું, ન પૂછ હૈ મેરી મજબૂરિયોં મેં ક્યા કસબલ ? મુસીબતોં કી કે લાઈ મરોડ સકતા હું. ઉંબલ પડે – અભી આબેહયાત કે ચમે * શરારો' સંગકો* અંસા નિચોડ સકતા હું. એમના સંઘર્ષમય જીવનની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે માત્ર છ-સાત મહિનાના અલ્પકાળમાં જ એમનું દાંપત્યજીવન નંદવાઈ ગયું. જીવનનો આ અભાવ એમની કવિતાના પ્રારંભકાળમાં જોવા મળે છે, પરંતુ ‘ફિરાક’ એમાંથી તરત બહાર આવ્યા અને ફરી સૌંદર્યખોજની રાહ પર ચાલવા લાગ્યા. અલ્હાબાદની મ્યોર સેન્ટ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી અંગ્રેજ સરકારે એમને ડેપ્યુટી ક્લેક્ટરનો હોદ્દો આપ્યો, પરંતુ એનો અસ્વીકાર કરીને ‘ફિરાક' રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. એમણે કારાવાસ પણ સ્વીકાર્યો, પરંતુ કારાવાસ એમને માટે કાવ્યશાળામાં પલટાઈ ગયો. અહીં સમર્થ સાહિત્યસ્વામીઓ સાથે પરિચય થયો જ , પરંતુ મૌલાના મોહમ્મદ અલી, મૌલાના ‘હસરત મોહાની અને મૌલાના અબ્દુલકલામ આઝાદ' સાથે રહેવાની તક મળી અને આથી જ વિખરાયેલી જિંદગી ગુમરાહ થવાને બદલે એક સુંદર ઘાટ પામી. ‘ફિરાક’ એક શે 'રમાં કહે છે : પ્રયોગશીલ સર્જક ફિરાક અહલે-જિન્દા કી યે મજલિસ હૈ સુબૂત ઇસકા ‘ફિરાક કિ ખબર કેર ભી યે શીરાજા ૧૪ પરેશાં૧૫ ન હુઆ. ઈ. સ. ૧૯૨૭માં કારાવાસમાંથી મુક્ત થયા બાદ તેઓએ ઉર્દૂ સાહિત્યના અધ્યાપક તરીકે કામગીરી બજાવી. આની સાથોસાથ એમ. એ. થયા અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ઈ. સ. ૧૯૩૦માં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં તેઓએ નિવૃત્તિપર્યંત કામ કર્યું. ‘ફિરાક” ગોરખપુરીને અલ્હાબાદમાં પ્રો. નાસરી સાથે સંબંધ થયો અને એનાથી એમની સાહિત્યિક ગતિવિધિ વેગીલી બની. ફિરાકને બાળપણમાં ભારતીય સંતવાણીના સંસ્કારો મળ્યા. એ પછી એમણે ગાલિબ, મીર, મોમીન અને મુસહફી જેવા સર્જ કોના સર્જનનો ગાઢ સહવાસ સેવ્યો. ગાલિબ પાસેથી જીવનનું નીતર્યું દર્શન પામ્યા. વેદનાના લાવારસનો ધગધગતો અનુભવ મીરની પાસેથી મળ્યો, જ્યારે ઊર્મિનો ઊછળતો આવેગ મુસહફી પાસેથી પામ્યા. પાશ્ચાત્ય સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. આમ ‘ફિરાક 'ના સર્જ કચિત્તમાં સમૃદ્ધ સાહિત્યધારાઓનો ત્રિવેણીસંગમ રચાયો. આટલી વિશાળ સાહિત્યઉપાસનાને કારણે જ ‘ફિરાક'નું સર્જકચિત્ત ઉર્દૂ સાહિત્યકારોમાં નોખું તરી આવે છે. ‘ફિરાકના આગમન પહેલાં ઉર્દૂ કવિતા પ્રણયના લાગણીવેડાથી નીતરતી હતી અને જીવનની નક્કર વાસ્તવિકતાથી ઘણી વેગળી હતી. આંસુથી ખરડાયેલા પોચટ પ્રણયના ચીલે ચાલતી ઉર્દૂ કવિતા એકસુરીલી અને બંધિયાર બની ગઈ હતી. માત્ર શરાબ અને શબાબના સાંકડા વિષયવર્તુળમાં ઘૂમતી હતી. આવે સમયે ઉર્દૂ કવિતામાં નવીન વિચાર, નોખી વિભાવના અને નવા નવા પ્રયોગોથી ચીલો ચાતરવાનું ૧૩. જે નિવાસી, ૧૪. સિલાઈ (પુસ્તકની), ૧પ. વિખરાઈ ૧. સૂતેલા નસીબને, ૨. ખભો, ૩. ઢંઢોળવું, ૪. જાદુઈ, ૫. પ્રમાદ, . બંને લોક – આ લોક અને પરલોક, ૩. શક્તિ, ૮ ફૂટી નીકળશે, ૯, અમૃતજળનાં, ૧૦. ઝરણાંઓ, ૧૧. ચિનગારી, ૧૨. પથ્થરને Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના કામ ફિરાક ગોરખપુરીએ કર્યું. શાયરીને તેઓ વ્યક્તિગત જીવનની ડાયરી માનતા નથી, ભાવની એકાદી અવસ્થાનું તીવ્રતાથી ગાન કરવાથી શાયરીનું કામ સરતું નથી. ‘ફિરાકના મતે તો શાયરીમાં આપણે શું છીએ તે નહીં પણ આપણે શું થવા માગીએ છીએ તે પ્રગટ થવું જોઈએ, માત્ર હુશન અને ઇમાં જીવનની પર્યાપ્તિ નથી. વ્યક્તિગત ભાવનાઓનું મનોહર વર્ણન કરવા માત્રથી કવિતા બનતી નથી. એ ભાવનાઓ વ્યક્તિગત હોવાની સાથોસાથ સમષ્ટિ સાથે અનુસંધાન સાધતી હોવી જોઈએ. આથી જ ‘ફિરાક’ની કવિતા હકીય દર્દની વેદનાભરી અભિવ્યક્તિને બદલે સમષ્ટિના સૌદર્યની ખોજનો અવિરત પ્રયાસ બની રહી. જિંદગીને સર્વાગી રીતે જોતો આ કવિ કહે છે : એ જિન્દગી-એ-ગમ તેરી વર્ધશતક દેખી તેરી નૈરંગી'- એ-તબીયત દેખી; ખુલતે નહીં તેરે ભેદ, મેને તુઝ મેં હંસ દેને કી રોતે-રોતે આદત દેખી. ઝિંદાદિલ શાયર જિંદગીની વેદનાને જુએ છે. જીવનમાં ડગલે ને પગલે એનો અનુભવ થયો છે. ક્યારેક તેઓ ચીસ પાડીને કહે છે : ખોતે હૈ અગર જાન તો ખો લેને દે જો ઐસેમેં હો જાયે વો હી લેને દે; ઇક ઉમ પડી હૈ સબ્ર ભી કર લેંગે ઇસ વક્ત તો જી ભર કે રો લેને દે. કવિ માને છે કે હસ્તીની આ રાત પસાર કરવાની જ છે. જિંદગી એ મહેફિલ નથી, પણ ઉજ્જડ કે વેરાન છે. માત્ર વેદનાની ૧૯. ગભરામણ, ૧૭. વિચિત્ર પ્રયોગશીલ સર્જક ફિચક અભિવ્યક્તિ પર જ ‘ફિરાક’ અટકતા નથી. જીવનનાં સુખ-દુ:ખનાં ઝાંઝવાંની પેલે પાર આવેલા આત્મવિશ્વાસને ઓળખીને કહે છે : કંદ ક્યા, રિહાઈ ક્યાં, હૈ હમીમે હર આલમ ચલ પડે તો સહરા હૈ, રૂ કે ગયે તો જિન્દા હૈ. ‘ફિરાક ગોરખપુરીએ આરંભમાં ઉર્દૂ કવિતા વાંચી, તો એનાથી તૃપ્તિ ઓછી મળી, અસંતોષ વધુ થયો. જૂજ માનવીઓના મુશાયરામાં વાહ વાહ માટે જબાનની સસ્તી તોડ-મરોડ કે હલકી ઇશ્કિયા શાયરી સામે નફરત પેદા થઈ. અતિશય શૃંગાર આલેખતો ‘દાગ' ‘ફિરાકને ગમ્યો નહીં, એક કાળે ‘ફાની' બદાયૂની દર્દ અને દુ:ખનો સહુથી મોટો શાયર કહેવાતો, પણ એમાં રોવું અને તડપવું વિશેષ હતું. માત્ર ઇશ્ક અને હુનની નાજુક બયાની કરતી ઉર્દૂ કવિતાને જોઈને એક વાર તો ‘ફિરાકે' બોલી ઊઠ્યા કે ઉર્દૂ કવિતામાં શરાબ છે, શરબત છે, પણ અમૃત નથી. એને અ-મૃત તત્ત્વ તરફ વાળવાનો ‘ફિરાકે ” પ્રયાસ કર્યો. ઉર્દૂ શાયરીની પ્રેયસી હતી બેવફા વેશ્યા. ‘ફિરાકે” એને કોઠા પરથી નીચે ઉતારી. એના આશિકને રાત-દિવસની વેદના, વિરહ, તલસાટ અને આંસુમાંથી બહાર કાઢ્યો. ‘ફિરાકના સૌંદર્ય-આલેખનમાં સંસ્કૃત અને હિંદી સાહિત્યનો પ્રભાવ હતો. ‘ફિરાકનો આશિક ફરિયાદ કરે છે, પણ પોતાનું ગૌરવ જાળવીને, અગાઉનો કવિ પ્રેયસી માટે તડપતો હતો, પણ એની સાથે કશું તાદાત્મ સાધ્યું નહોતું. એની પ્રિયતમા પોતાના પ્રિયતમ પ્રત્યે બેરુખી(ઉપેક્ષા)નો ભાવ દાખવતી હતી. આશિક માશુકાની એક નજ૨ માટે તડપતો હતો, પણ એણે પોતાની પ્રિયતમાને નજીકથી નિહાળી નહોતી, હૃદયથી જાણી નહોતી, બુદ્ધિથી નાણી નહોતી, ‘ફિરાક' પ્રિયતમા સાથેના તાદાભ્યનું મનભર ગાન કરે છે, એ એને નિહાળતો જ Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના નથી, બલ્ક સ્પર્શે છે. આથી એમ કહેવાય છે કે ‘ફિરાકે’ આધુનિક ઉર્દૂ ગઝલને નવી માશુકા આપી. એની માશુકાનું આલેખન કૃત્રિમ નહીં, પણ કલાત્મક છે. નિદ્માણ નહીં, બલ્ક જીવંત છે. ‘ફિરાક' પ્રણયને જિંદગીની નક્કર વાસ્તવિકતા અને વૈશ્વિક સંદર્ભમાં રજૂ કરે છે. આમાં કોઈ શિકવા કે શિકાયત નથી : સંયોગ વિયોગ કી કહાની ન ઉઠા પાની મેં ભિગતે કંવલ કો દેખા; બીતી હોંગી સુહાગ રાતેં કિતની લેકિન હૈ આજ તક કુંવારા નાતા. ફિરાક તું હી મુસાફિર હૈ તું હી મંઝિલ ભી | કિધર ચલા હૈ મોહબ્બત કી ચોટ ખાયે હું એ. ‘ફિરાકના કહેવા પ્રમાણે પ્રણયની શાયરી રચવા માટે ભાવુક્તા, હૃદયની કોમળતા કે આશિક અથવા શાયર થવું જ પૂરતું નથી, બલ્ક પ્રણયની ઉત્તમ શાયરી માટે સ્વયંભૂ પ્રેરણા, વ્યાપક જીવનદર્શન અને સંસ્કૃતિથી ઘડાયેલાં દિલ અને દિમાગ હોવાં જોઈએ. આ જીવંત પ્રેયસીના નખ, કેશ, સ્વભાવ અને પ્રેમનું ‘ફિરાક' સજીવ ચિત્રણ કરે છે. તેઓ કહે છે : રસ મેં બા લહરાતા બદન ક્યા કહના / કરવŽ લેતી હુઈ સુબહેચમન ક્યા કહના // મદભરી આંખોં કી અલસાઈ નજર પિછલી રાત | નિદ મેં ડૂબી હુઈ ચન્દ્રકિરન ક્યા કહના / દિલ કે આઈને મેં ઈસ તરહ ઉતરતી હૈ નિગાહ / જૈસે પાની મેં લચક જાયે કિરન ક્યા કહના // પ્રયોગશીલ સર્જક ફિરાક તેરી આવાજ સવેરા તેરી બાતે તડકા! ખે ખૂલ જાતી હૈ એજાજેસબુન ક્યા કહના / ‘ફિરાકના પ્રારંભિક કાવ્યસર્જન પર કેટલાક કવિઓનો પ્રભાવ જોવા મળે છે. ‘આસી' ગાજીપૂરીની રુબાઈઓથી પ્રભાવિત થઈને રુબાઈયાત લખવા લાગ્યા. ત્યારબાદ ‘જોશ’ મલિહાબાદી અને મોમિનના સર્જનનો રંગ એમની કૃતિઓમાં જોવા મળતો, પરંતુ એ પછી એમની કાવ્યપ્રતિભાએ આગવું જ રૂપ ધારણ કર્યું અને એથી ‘ફિરાક” આજે પણ ઉર્દૂ સાહિત્યમાં એમના આગવા સર્જકમાનસથી અનોખું સ્થાન ધરાવે છે. ફરમાયશી લખાણ લખવાના તેઓ વિરોધી છે. હૃદયમાં જાગેલો ઊર્મિધબકાર શબ્દદેહ ધારણ કર્યા વિના રહી શકે નહીં ત્યારે જ તેઓ લેખિની ચલાવે છે. એમણે એક પત્રમાં નિયોજને લખ્યું કે, જેમ રુદન કરવાથી કોઈ ફાયદો નથી, તેમ છતાં આંખમાં આંસુ ઊમટી આવે છે, તેવી જ રીતે મજબૂરી અને માયુસી(નિરાશા)ને કારણે ગઝલ રચાઈ જાય છે. ‘ફિરાક ગોરખપુરીએ એમની ગઝલ, રુબાઈઓ અને નજમોમાં નવાનવા શબ્દો આપ્યો, અનોખી ઉપમાઓ આપી અને મુગ્ધ કરે તેવી કલ્પનાની રંગલીલા આલેખી. આથી જ એમની કવિતા પર મોહમિલ(અર્થહીન દુર્બોધતા)નો આરોપ મૂકવામાં આવ્યો. ઉર્દૂ સાહિત્યમાં પ્રણય વિશે શિષ્ટ અને સંકેતની ભાષામાં વાત થતી. સંસ્કૃતું સાહિત્યનું આકંઠ પાન કરનાર ‘ફિરાક’નું શુંગાર-નિરૂપણ ઉર્દૂ સાહિત્યમાં તદ્દન જુદું પડે છે. કેટલાકે આમાં કલામયતા જોઈ, તો કોઈને વાસ્તવ-આલેખનનો હિંમતભર્યો પ્રયાસ દેખાયો. ‘ફિરાકની આવી કવિતા પર અશ્લીલતાનો આરોપ મુકવામાં આવ્યો. આમ ૧૯, બપોર, ૨૦. ચમત્કારની વાત ૧૮. બાગની સવાર, Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના છતાં ‘ફિરાક' પ્રણય વિશેની પોતાની વિભાવના કાવ્યસર્જન મારફતે સતત પ્રગટ કરતા રહ્યા. ‘ફિરાકના કહેવા પ્રમાણે એમણે આલેખેલો પ્રણય એ પ્લેટોનિક કે ભૌતિક પ્રણય નથી, એમાં શારીરિક તત્ત્વ પણ છે. ક્યાંક ‘ફિરાક’ પ્રણયનું વ્યંજનારહિત સીધે સીધું આલેખન કરે છે. તેઓ કહે છે : યહ ભીગી મસે રૂપકી જગમગાહટ યહ મહકી હુઈ રસમસીરજ મુસ્કરાઈટ, તુઝે ભીંચતે વક્ત નાજુક બદન પર વોહ કુછ જામનર્મકી સરસરાહટ ; પસેન્વાબ કે પહેલૂએ આશિક સે ઉઠના ધુલે ૨૭ સાધ જોડે કી વહે મલજ ગાઉંટ. પ્રયોગશીલ સર્જક ફિરાક ‘ફિરાક' ગોરખપુરીએ અગણિત કવિતાઓ, ગઝલ, રુબાઈ અને મુક્તકો (કતઆત) લખ્યાં છે. તેઓ ઉચ્ચ કોટિના સમીક્ષક પણ છે, છતાં વિશેષ તો ગઝલમાં અને તેમાં પણ ગઝલના શેરમાં એમનું પ્રદાન અમીટ છે. તેમના શે'રની સંખ્યા સેંકડો સુધી પહોંચે છે અને તેની સાહિત્યિક ગુણવત્તા ઘણી ઊંચી છે. આવા કેટલાક શે'ર જોઈએ : શામ ભી થી ધૂઓ – ધૂઓ, હુશેન ભી થા ઉદાસ - ઉદાસ; દિલ કી કઈ કહાનિયાં યાદ સી આકર રહ ગઈ ! મેં દેર તક તુઝે ખુદ હી ન રોકતા લેકિન, તું જિસ અદા સે ઉઠા હૈ ઉસી અદા કા રોના હૈ ! કૌન યે લે આસમાનોં કો રહા નીંદ હૈ અંગડાઈ આતી હૈ ! હમસે તુમને ક્યાં તો હો સકા મુહબ્બત મેં ? ખેર બેવફાઈ કી ! યહે વસ્લ કા હૈ કરિશ્મા કિ હુંફન જાગ ઉઠા, તેરે બદનકી કોઈ અબ ખુદ આગ હી દેખે; જરા વિસાલ કે ર બાદ આઈના તો દેખો એ દોસ્ત તેરે જમાલકી દોશીજ ગી* નિખર આઈ. ‘ફિરાક' કલા ખાતર કલામાં માનનારા કવિ છે. જેનું અંતરંગ અને બહિરંગ સુંદર હોય તે કવિતા, એમ માને છે. વળી આ ભાવુક પ્રકૃતિનો કવિ ક્યારેક પ્રણયના આવેગથી ધસમસતી ગઝલ કહે છે, તો ક્વચિત્ ચોપાસના જીવનથી પ્રભાવિત થઈને એકાએક ઇન્કલાબી નજમ કહેવા માંડે છે. વળી એવામાં પ્રિયતમા યાદ આવી જાય તો પ્રેમની સરવાણી ફૂટી નીકળે છે. મુઝે ખબર નહીં હૈ એ હમદમો, સુના યે હૈ, કિ દેર-દેર તક અબ મેં ઉદાસ રહતા હું ! બનાકર હમકો મિટ જાતે હૈ ગમ ભી શાદમાની ભી. હયાતે-ચંદ-રોજા રે હૈ હકીકત * ભી કહાની ભી ! ૨૧. રસભરી. ૨૨. આલિંગન, ૨૩. નરમ વસ્ત્રો, ૨૪. સુસવાટો, ૨૫. ઊંધ્યા પછી, ૨૬. પડખાં, ૨૭, ધોવાયેલાં, ૨૮. મિલન, ૨૯. મિલન પછી, ૩૦. સૌંદર્યનું, ૩૧. કૌમાર્ય ૩૨. હર્ષ, ૩૩. ચાર દિવસનું જીવન, ૩૪, વાસ્તવિકતા Page #45 -------------------------------------------------------------------------- ________________ | ભાવન-વિભાવના મુનાસિબૂત ભી હૈ કુછ ગામ સે મુઝે કો એ દોસ્ત બહુત દિનોં સે તુઝે મહેરબાં નહીં પાયા ! ન કોઈ વાદા, ન કોઈ યકી, ન કોઈ ઉમીદ મગર હમેં તો તેરા ઇન્તજાર કરના થા ! ‘ફિરાકે' ગઝલના હાર્દને જાળવીને પ્રયોગો કર્યા. વિખ્યાત શાયર ‘જિગર' મુરાદાબાદીએ એક વાર એમ કહ્યું કે, આ કવિના એકેએક કાવ્યમાં એની શૈલી બદલાઈ જાય છે, ત્યારે ‘ફિરાકે' ઉત્તર આપ્યો કે મહાન કવિઓ વૈવિધ્ય ધરાવતા હોય છે. એમની કવિતા પર ખરબચડી અભિવ્યક્તિ અને ભાષાવૈચિત્ર્યનો આરોપ મુકાયો છે, પરંતુ ‘ફિરાકના કહેવા પ્રમાણે એમનો ભાવ એટલો સુક્ષ્મ અને છટકણો હોય છે કે તે કોઈ દઢ સીમામાં કે પરંપરાગત ચીલે પ્રગટ થઈ શકતો નથી. તેઓ ભાવકને કૃતિની આકૃતિની પળોજણમાં પડવાને બદલે તેના અંતઃતત્ત્વને ચકાસવાનું કહે છે. ‘ફિરાકના પ્રણય-આલેખનની માફક એના પ્રકૃતિ-આલેખનમાં આગવી વિશેષતા જોવા મળે છે. વેગીલી કલ્પના દ્વારા એ કુદરતનો ધબકાર ઝીલે છે. ભારતીય વાતાવરણના પરિવેશમાં એમનું પ્રકૃતિઆલેખન જોવા મળે છે, આથી એમની ઉપમા અને કલ્પના ઉર્દૂ સાહિત્યમાં આગવી સૃષ્ટિ સર્જી જાય છે. પુરુષ અને પ્રકૃતિ એમના સર્જનમાં વેગળાં રહેતાં નથી. બલ્ક પુરુષ એના લોહીમાં પ્રકૃતિનો ધબકાર અનુભવે છે. એમની પ્રણયવિભાવના, આસપાસની પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ, સંસ્કૃત તેમ જ હિંદી સાહિત્યનો સહવાસ તથા સુક્ષ્મ અવલોકનશક્તિ અને વેધક સૌંદર્યદૃષ્ટિને કારણે એમનું કાવ્યસર્જન આગવી ભાત પાડે છે. એમાં ભાવક ભારતીય તત્ત્વના સ્પંદને સતત અનુભવતો રહે છે. વિશ્વનું અખિલાઈથી દર્શન કરતા ‘ફિરાક ' ઇષ્ટની સાથે અનિષ્ટને પણ જોઈ શકે છે. માનવી એ તેજ-અંધારનું પૂતળું છે. પ્રયોગશીલ સર્જક ફિરાક એનામાં ઈશ્વર અને શેતાન બંને વસેલા છે. ‘ફિરાક” જેટલી ઉત્કટતાથી કાવ્યમાં આનંદનું ગાન કરે છે એટલી જ ઉત્કટતાથી વિષાદનું આલેખન કરે છે, પરંતુ એમનો વિષાદ કોઈ વ્યક્તિગત વેદનાનો સૂર બનવાને બદલે સમષ્ટિગત ભાવ સાથે અનુસંધાન સાધે છે. આથી એમનાં કાવ્યો માત્ર આત્મલક્ષી નહીં બનતાં, પરલક્ષી પણ બન્યાં છે. અને એમનું પ્રણયાલેખન વ્યક્તિગત વેદનાની વાતને બદલે સમષ્ટિ સાથે દોર સાંધે છે. ‘ફિરાક ગોરખપુરીને આધુનિક ઉર્દૂ સાહિત્યના સૌથી સમર્થ ‘ગઝલ-ગો‘શાયર' માનવામાં આવે છે. મનોભાવનું વેધક આલેખન, વેગીલી કલ્પના, ભારતીય ભાષાઓની છાંટ ધરાવતી અલંકારસમૃદ્ધિ, હિન્દી અને ઉર્દૂ રૂપોનો સમન્વય તેમ જ પ્રેમ અને સૌંદર્યની મનોવૈજ્ઞાનિક સુક્ષ્મતા ‘ફિરાક' જેવી ઉર્દૂ સાહિત્યમાં અન્યત્ર ક્વચિત્ જ મળે છે. સર્જકની ભાવુકતા સાથે ચિંતનનો સુમેળ સાધીને તેઓ માત્ર પ્રભાવિક બળ જ બની રહ્યા નથી, પરંતુ પોતાની સાહિત્યિક વિભાવનાને કલાકૃતિમાં સફળ રીતે સાકાર કરી શક્યા છે. પ્રયોગશીલ ફિરાક ગોરખપુરીએ જે નવું કલાજગત આખું તેમાં કેટલાકને સાહિત્યિક બળવાની ગંધ પણ આવી. ‘અસર' લખનવી જેવા પરંપરાગત શાયરી સાથે સંબંધ ધરાવનારા શાયરોને તો ‘ફિરાકની શાયરી અપરિચિત અને અસંબદ્ધ લાગે છે. એમણે ‘ફિરાક’ના શેરને ‘કાણા, લૂલા અને લંગડા શે'ર' સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા તો કોઈએ છંદને નહીં ગાંઠતા આ કવિ પર શિથિલ છંદરચના, ભાષાનું કઢંગાપણું અને શિખાઉ જેવી શૈલીનો આક્ષેપ કર્યો. એક બાજુ ‘ફિરાકની આવી ટીકા થતી હતી, તો બીજી બાજુ એની સાહિત્યિક પ્રતિભાનો આદર કરનારો વર્ગ પણ ઊભો થયો. ખુદ ‘ફિરાક’ આમાં ઝુકાવીને આવા વિવાદોમાં સક્રિય રીતે ભાગ ૩૫. કહેનારો Page #46 -------------------------------------------------------------------------- ________________ પાંચ ભાવન-વિભાવન લેવા માંડ્યા. તેઓ એવી દૃઢ માન્યતા ધરાવે છે કે કલાકારે એની સાહિત્યિક રુચિની ઓળખ માટે એની સર્જનાત્મકતાને અનુકુળ વાતાવરણ સર્જવાને માટે આવા વિવાદોમાં જાતે જ ઝુકાવવું જોઈએ. પાકિસ્તાનમાં ઇસ્લામી અને રુહાની (આધ્યાત્મિક) સાહિત્યનો જોરશોરથી નારો પોકારવામાં આવ્યો, ત્યારે એમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે પ્રગટ કર્યો. ‘ફિરાક’ની ગણના સામ્યવાદમાં વિશ્વાસ ધરાવનારા પ્રગતિશીલ સાહિત્યકારોમાં થતી હતી, પરંતુ જ્યારે એમણે જોયું કે પ્રગતિશીલ સાહિત્યકાર સંકુચિતતાનો શિકાર બને છે અને સમૃદ્ધ પ્રાચીન વારસાની ઉપેક્ષા કરે છે ત્યારે તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, વિશ્વના સૌથી પ્રાચીન પુસ્તક ઋગ્વદથી માંડીને ટેનિસન, સ્વીનબર્ન, ટૉલ્સ્ટૉય, ટાગોર, ગાલિબ અને ઇકબાલના સાહિત્યમાં જે કલાત્મક ચમત્કાર છે, એનાથી પ્રગતિશીલ સાહિત્યકાર, વિમુખ રહેશે તો તે માત્ર પ્રગતિશીલતાના ઉદ્દેશને આધારે મહાન સાહિત્યનું સર્જન કરી શકશે નહીં. પ્રાચીન સાહિત્યના આત્માને એમણે આત્મસાત્ કરવો જોઈએ, માત્ર પ્રાચીન સાહિત્યના અધ્યયનથી આ પ્રાપ્ત થશે નહીં, બલકે આ માટે એના આત્મા સુધી પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જો પ્રાચીન સાહિત્યના હાર્દને પામી શકીશું નહીં તો આપણું સાહિત્ય પ્રગતિશીલ હોવા છતાં કપાયેલા પતંગ જેવું દિશાશૂન્ય બની રહેશે. - ઉર્દૂ સાહિત્ય પર ‘ફિરાક'નો એટલો પ્રભાવ પડ્યો કે કેટલાક એના સર્જનકાળને ‘ફિરાક યુગ' તરીકે ઓળખાવે છે. ઉર્દૂ ગઝલમાં તેઓ નવું જ રૂપ લઈ આવ્યા. ઉર્દૂ સાહિત્યમાં ‘ફિરાક’ના પ્રદાનને એના જ એક શે'રથી જોઈએ તો - હજાર બાર જમાના ઈધર સે ગુજરા હૈ નઈ-નઈ સી હૈ કુછ તેરી રહગુજર ફિર ભી ! વાર્તાકાર ધૂમકેતુ ઈ. સ. ૧૯૨૬માં ‘તણખા મંડળ-૧' પ્રગટ થતાં ગુજરાતી નવલિકા વિચાર, વિષય, લાગણી અને સહ-અનુભૂતિના નવા ફલક પર પ્રયાણ આદરે છે. અગાઉની ભદ્ર અને સુખી સમાજ આસપાસ વીંટળાયેલી, દાગી-તકિયે બેસીને વિચારતા પ્રશ્નોને ચર્ચતી કે વાગોળતી તેમ જ સમાજસુધારાના સમર્થનાથે કે ક્યારેક પ્રચારાર્થે પ્રયોજાતી નવલિકાની ત્રિજ્યા ધૂમક્તના આ વાર્તાસંગ્રહથી વિસ્તરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી નવલિકામાં ‘મલયાનિલ'ની ‘ગોવાલણી' જેવી એક-બે વાર્તાઓ મળતી હતી અને જ્યારે કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા કાચી-પાકી ટૂંકી વાર્તાઓનો ફાલ આપતા હતા ત્યારે ધૂમકેતુએ એમની નવલિકામાં ધ્વનિતત્વની માવજત, પ્રમાણભાન, પાત્રનાં વર્તનો વચ્ચેની સુસંગતતા વિશે સૌ પ્રથમ સંભાનતા દાખવી. રોમેન્ટિક શૈલી ધરાવતા આ ભાવનાશાળી સર્જકે પાત્રો અને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮e ભાવન-વિભાવના પરિસ્થિતિની એક નવી જ મુગ્ધતાભરી રંગીન સૃષ્ટિનો પરિચય કરાવ્યો. સર્જકની સંવેદનાની વિશાળ વ્યાપ્તિને કારણે જ નાનીશી કેડી સમો આ સાહિત્યકાર એક મોટા માર્ગનું રૂપ ધારણ કરે છે. લેખકના ગહન અને વ્યાપક સમભાવને કારણે જ નિમ્ન કે સામાન્ય ગણાતા માનવીની ઝળહળતી ચિત્તસમૃદ્ધિ આલેખાઈ છે. સાવ નીચલા થરના માનવીઓની વ્યથા, વેદના, મૂંઝવણો, આઘાત, માનસિક સંઘર્ષ અને એમના થતા શોષણને અભિવ્યક્ત કરે છે. લેખકની નજ૨ માત્ર સભ્યતાના સીમાડાની બહારના ગણાતા એવા ઉપેક્ષિત સમાજ પૂરતી જ મર્યાદિત રહી નથી, પરંતુ શ્રીમંતોના કે રાજવીઓના જીવનને પણ આવરી લે છે. તાજની આસપાસના રંગીન, રમણીય અને મુલાયમ વાતાવરણની સાથે સાથે ત્રણ દરવાજાની આસપાસ હરતીફરતી કંગાલિયત પણ અહીં રજૂ થઈ છે. એમની નજર પોસ્ટ ઑફિસ, શાક માર કીટ અને રેલવે ક્રૉસિંગની ઝૂંપડીથી વૈશાલીનગરીની આમ્રપાલીના વૈભવી આવાસ સુધી પહોંચે છે. નંદાગિરિ, વારાણસી અને પૃથ્વી પર સ્વર્ગ સમા પ્રકાશતા સતલજ કિનારાના પ્રદેશથી માંડીને છેક વેશ્યાગૃહ વાર્તાપ્રવાહના વહનની ભૂમિ બને છે. ધૂમકેતુના આગમનથી ગુજરાતી નવલિકામાં સ્થળ અને કાળનું માતબર વૈવિધ્ય આવે છે. એમનાં સ્થળવર્ણનો નવલિકાનું એક અભિન્ન અંગ બની જાય છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘પૃથ્વી અને સ્વર્ગમાંથી વર્ણનો ગાળી નાખીએ તો નવલિકાનું નીરસ હાડપિંજર જ મળે. કાળના વૈવિધ્યને જોઈએ તો ‘પૃથ્વી અને સ્વર્ગ માં જગતની બાલ્યાવસ્થાનો રમણીય કાળ, “આત્માનાં આંસુ માં વૈશાલીના લોકતંત્રનો સમય, ‘ કેસરી વાળા’ કે ‘તારણહાર માં મધ્યકાળની રજપૂતી વીરતા, અને ‘ગોવિંદનું ખેતર માં ગામડાંઓની શહેર ભણી દોટનો સમય આલેખાય છે. વાર્તાકાર ધૂમકેતુ ધૂમકેતુની વાર્તાસૃષ્ટિમાં આલેખાયેલો સમાજ પણ વૈવિધ્યસભર છે. એમની વાસ્તવ દૃષ્ટિ અને રોમેન્ટિક વ્યક્તિત્વમાંથી જાગેલી ભાવનાઓ તથા કલ્પનાના બળે તેઓ વૈવિધ્યસભર પાત્રો આપે છે. એમની ‘ગોવિંદનું ખેતર’ એ પાછળથી ઘૂઘવતા પૂર સમા બનેલા ગ્રામજીવનવિષયક કવનોની પ્રારંભકૃતિ ગણાય. સર્જકનું ભાવુક હૃદય ‘કલ્પનાની મૂર્તિઓ', ‘સોનેરી પંખી’ કે ‘પૃથ્વી અને સ્વર્ગ'ના વિષયો શોધી લાવે છે તો એમની વાસ્તવ દૃષ્ટિ ભીખુ, ગોવિંદ, ભૈયાદાદા, અલી કોચમેન, વાઘજી મોચી, જુમો ભિસ્તી જેવાં પાત્રો સર્જે છે. આ નવલિકાઓમાં ઉદાર, વ્યાપક અને માનવતાથી ધબકતી પ્રણયભાવનાઓ આલેખે છે. એમની નવલિકાઓ કલાપ્રીતિ, કુદરતપ્રીતિ, ભૂમિપ્રીતિ, પ્રાણીપ્રીતિ અને માનવપ્રીતિના જુદા જુદા વિવતની સાત્ત્વિક પ્રભા પ્રગટાવે છે. ત્યાગ, બલિદાન, સમર્પણ, વફાદારી અને પ્રાયશ્ચિત્ત જેવી ભાવનાઓનું અસાધારણ ઊર્મિમયતાથી એવું તો સ્વાગત કરે છે કે આ નવલિકાઓમાં કોઈ પુરોગામી વાર્તાકારમાં ન અનુભવાયો હોય એવો કરુણરસ અનુભવાય છે. આમ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ધૂમકેતુનું આગમન નવલિકાક્ષેત્રે કેટલીય નવી દિશાઓ અને શક્યતાઓને ઉઘાડી આપે છે અને એમની નવલિકાઓમાં આગવો ચીલો પાડવાનું સામર્થ્ય પણ છે. ધૂમકેતુ પહેલાં શ્રી કનૈયાલાલ મુનશી જેવા સમર્થ સર્જકે મારી કમલા ને બીજી વાતો' જેવો નવલિકાસંગ્રહ આપ્યો હતો, પણ મુનશી જેવા સરળ કથનરીતિ ધરાવનાર વાર્તાકાર પાસે પણ ટૂંકીવાર્તા કેળાનું રૂપ પામતી નથી. મુનશીએ ‘શામળશાનો વિવાહ” જેવી વાર્તાઓ દ્વારા કટાય, વક્રોક્તિ અને વ્યંગનો આશરો લઈને સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો. મુનશીનું ધ્યાન માત્ર કથન પર છે, જ્યારે ધૂમકેતુની નજર સંયોજન પર છે. મુનશી શામળશાના વરઘોડાનું કે જુનવાણી નીતિ-રીતિમાં માનતા ગોમતીદાદાનું ઠઠ્ઠાચિત્ર આપે છે, Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના પણ ધૂમકેતુ એથી વધુ સુક્ષ્મ વાર્તાકસબ ધરાવે છે, ‘પોસ્ટ ઓફિસની વાત કરે તો અલીડોસાના પાત્રને કેન્દ્રમાં રાખીને એની ચેતના ઊપસી આવે તે રીતે ઘટનાનું નિરૂપણ કરે છે. આપણે ત્યાં સતત એવું સામ્ય બતાવાયું છે કે ગાંધીયુગનો વિશાળ સમભાવ જેમ ૨. વ. દેસાઈએ નવલકથામાં ઝીલ્યો, એ જ રીતે, ટૂંકીવાર્તામાં ધૂમકેતુએ ઝીલી બતાવ્યો છે. પરંતુ ૨. વ. દેસાઈ અને ધૂમકેતુનો ગ્રામજીવન તરફનો અભિગમ સાવ નોખો છે. ૨. વ. દેસાઈએ ‘ગ્રામલક્ષ્મી માં ગામડાની આર્થિક સ્થિતિ, ખેતી, ઇજનેરીથી પાણી લઈ જવું જેવી આર્થિક ઉદ્ધારની વાત કરી છે. મહાત્મા ગાંધીજીની ગ્રામોદ્ધારની ભાવનાની વધુ નજીક ૨. વ. દેસાઈ છે. જ્યારે ધૂમકેતુ ગ્રામજીવન તરફ જુદો અભિગમ ધરાવે છે. એક પ્રકારનું રોમેન્ટિક લેખકને છાજે તેવું મુગ્ધતાસભર ‘ઈમોશનલ એટેચમેન્ટ' ધરાવે છે. આથી જ લેખકને મુંબઈનાં સંતરાં અને મોસંબી રોગિષ્ઠ લાગે છે અને ગમાડામાં મળતાં છાશ અને દૂધ ઇન્દ્રને પણ દુર્લભ લાગે છે. હકીકતમાં ઉદ્યોગીકરણને પરિણામે શહેરનું આકર્ષણ વધ્યું અને શહેરની જુદા જ પ્રકારની સમસ્યાઓએ શહેર-વિરોધી લાગણી જન્માવી. આથી ધૂમક્તએ એમની નવલિકાઓમાં ગામડાં સારાં, ખેતી સારી અને ગામડાના લોકો પણ એટલા જ સારા. જ્યારે શહેર નઠારાં, નોકરી ખરાબ અને શહેરીઓ સ્વાર્થી એવા અમુક સમાજમાં પ્રચલિત ખ્યાલનું પક્ષપાત સાથે આલેખન કર્યું. છે. મહાત્મા ગાંધીજી ગામડામાં જે છે તે બધું જ સારું છે તેમ માનતા નહોતા. પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તન કરીને ગ્રામોદ્ધાર કરવા માગતા હતા. ધૂમકેતુએ ગામડાની માત્ર ‘હ્યુમન સાઇડ’ જ જોઈ છે, “સોશિયલ સાઇડ’ નહીં. ગામડામાં કુરૂઢિ હોય, અંધશ્રદ્ધા હોય કે સ્ત્રીઓને ત્રાસ થતો હોય એવું નિરૂપણ ધૂમક્તની નવલિકાઓમાં જવલ્લે જ જોવા મળે છે. એ જોવાનું એમનું પ્રયોજન પણ નથી. વાર્તાકાર ધૂમકેતુ ૯૧ એ જ રીતે નિરંજન ભગતનાં ‘પ્રવાલદ્વીપ' કાવ્યોમાં જે નગરસંસ્કૃતિનું આલેખન છે એનો આરંભ ઘણાને ધૂમકેતુમાં જણાય છે. ધૂમકેતુ એવા પહેલા સર્જક છે, જેમણે નગરસંસ્કૃતિની યાંત્રિકતા અને એના માનવતાવિહોણા વર્તનની વાત કરી. ૨. વ. દેસાઈએ ગ્રામજીવન અને નગરજીવનની આવી તુલના કરી નથી, જ્યારે ધૂમકેતુ ક્યાંક ઘેરા રંગથી પણ નગરસંસ્કૃતિની વિષમતા દર્શાવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટ કે પ્રલાદ પારેખનાં કાવ્યોમાં ક્વચિત્ અને નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં વિશેષ આવી પરિસ્થિતિનું માર્મિક આલેખન છે, પણ ધૂમકેતુનું નગર અને નિરંજન ભગતનું નગર જુદું છે. નિરંજન ભગત તો નગર કરતાં વિશેષ મહાનગરની સંસ્કૃતિનું આલેખન કરે છે, જ્યારે ધૂમકેતુનો ગામડાં પ્રત્યેનો પક્ષપાત નગરસંસ્કૃતિ તરફના પૂર્વગ્રહમાં પરિણમે છે. ધૂમકેતુને આપણે ભાવનાશાળી સર્જક કહીને એમની પ્રિય ભાવનાનો મહિમા ઘણો ગાયો છે. ઘણી વાર કૅલેન્ડર એનું એ રહે અને તારીખ બદલાતી જાય એમ ધૂમકેતુમાં ભાવ, વિચાર, લાગણી અને કથયિતવ્ય એક જ હોય છે. માત્ર નામ, પ્રસંગ કે પાત્ર બદલાતાં હોય છે. જેમ કે સ્થળપ્રેમને આલેખતી ‘ભૈયાદાદા’ અને ‘જન્મભૂમિનો ત્યાગ' કે કલાપ્રેમ કે માનવપ્રેમનું હૃદ્ધ નિરૂપતી “કલ્પનાની મૂર્તિઓ” અને ‘મશહૂર ગર્વય” અથવા તો અતૃપ્ત વાસનાને વિષય કરતી અખંડ જ્યોત’ અને ‘કેસરી વાળા' - આ વાર્તાઓના વાઘા જુદા છે, પણ આત્મા એક જ છે. આથી ધૂમકેતુની વાર્તાઓમાં નજરે પડતું વૈવિધ્ય ઉપરછલ્લું છે, અંદરનું નથી. ધૂમકેતુનાં પાત્રો પોતાની કોઈ ને કોઈ ધૂનમાં રચ્યાંપચ્યાં હોય છે. એ ધૂન, એ ટેક કે એ આદર્શનો ભંગ સેવવાને બદલે આ પાત્રો પ્રાણત્યાગ કરવો બહેતર માને છે. ભૈયાદાદા, ઇન્દ્રમણિ કે વિધુશેખર પોતાની ભાવના કે આદર્શને જવાને બદલે જીવનનો Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન અંત આણી દે છે. આમ છતાં અહીં પણ લેખકના દર્શનની એકાગ્રતા પ્રગટ થાય છે. કલા, ભૂમિ કે પ્રાણીને માટે ભોગ આપનારાં પાત્રો ધૂમકેતુમાં મળશે, પરંતુ બૌદ્ધિક મૂલ્યને ખાતર ભોગ આપનારા માનવીની સમર્પણગાથા ધૂમકેતુમાં જડશે નહીં. પ્રેમ, ત્યાગ, પશ્ચાત્તાપ, સમર્પણ જેવા ભાવોને પ્રગટ કરતાં જીવનનાં રાગાવેગપૂર્ણ ચિત્રો અહીં મળે છે. પણ વિષયો અમુક કુંડાળામાં જ રહ્યા હોવાથી જીવનની બીજી ઘણી બાજુઓ વણસ્પર્શાયેલી રહે છે. જીવન પ્રત્યે ભાવનાપ્રેરિત અભિગમ હોવાથી વાસ્તવિક વિષય હોય તોપણ એનું આલેખન ધૂમકેતુની કલમે ભાવનાલક્ષી બની જાય છે. એમનો વિશેષ રસ વ્યક્તિનું જીવન આલેખવામાં છે. આથી જ એમનાં પાત્રોમાં જીવન તરફના આદર્શવાદી દ્રષ્ટિકોણની સાથે લાગણીનો આવેગ અને ભાવનાઓનો ધસમસાટ છે. પરંતુ પાત્ર કોઈ આદર્શ માટે મંથન અનુભવતું નથી. એ જ રીતે આદર્શ સિદ્ધ કરવા જીવન સામે ઝઝૂમવા કે બાખડવાને બદલે એ સમર્પણનો માર્ગ વધુ પસંદ કરે છે. આ પાત્રો ખરેખર તો આદર્શને સ્વીકૃત ગણીને જ એના તરફ ગતિ કરે છે. જીવનની બેડોળતા કે કદરૂ પાપણું ધૂમકેતુએ જોયું હશે પરંતુ એમની જીવનદૃષ્ટિને અનુરૂપ હોય તેટલું જ લે છે. પરિણામે ધૂમકેતુમાં અમુક પ્રકારનું આઘાતજનક વસ્તુ, ઘટના, પાત્ર કે અંત મળતાં નથી. ધૂમકેતુની ભાવનાશીલતા ઘણી કૃતિઓમાં તાટસ્થ્યને હાનિ પહોંચાડે છે. લાગણીની પરાકાષ્ઠા આલેખવા જતાં ક્યારેક એમાં ઘેલછા આલેખાઈ જાય છે. નેન્સી હેઈલે ધ રિયાલિટીઝ ઑફ ફિક્શન'માં નોંધ્યું છે કે સર્જકના આંતરિક તરંગવ્યાપાર કે કલ્પનાવ્યાપારનું ઘણું મહત્ત્વ છે. આ કલ્પનાવ્યાપારને તેઓ વાર્તાના વિષયવસ્તુઓ માટેનું ગર્ભસ્થાન લેખ છે. પરંતુ કેવળ કલ્પનાવ્યાપારથી વાર્તાનું ઘડતર થવું જોઈએ એમ એ સૂચવવા માગતા નથી. એમની વાર્તાકાર ધૂમકેતુ ૩ દૃષ્ટિએ તો વાર્તાના વિષયવસ્તુ બાહ્ય વાસ્તવિકતા અને આંતરિક તરંગસૃષ્ટિના આત્મલગ્નના પરિણામરૂપ હોય છે. એ બંનેનું યોગ્ય પ્રમાણમાં સંયોજન કરવાની વાત નેન્સી હેઈલ કરે છે. આવા સંયોજનના અભાવે ધૂમકેતુની કેટલીક વાર્તાઓની ભાવનાપ્રધાન લાગણીમયતા સુરુચિવાળા ભાવકને કઠે છે. અલી કોચમેન, સાવિત્રી, પ્યારેમોહન, વાઘજી મોચી, વિધુશેખર, ઇન્દ્રમણિ કે જુમો ભિસ્તી આનાં ઉદાહરણ છે. ‘પોસ્ટ ઑફિસ'માં પત્ર ન આવવાનું કારણ કેટલું ધૂંધળું છે ! ધૂમકેતુની કેટલીક વાર્તાઓનું પ્રયોજન બરાબર સ્પષ્ટ થતું નથી. ‘જન્મભૂમિનો ત્યાગ’ નવલિકાનું શીર્ષક, આરંભ અને અંત જોતાં એમ લાગે કે લેખક ભૂમિપ્રેમની કથા કહેવા ચાહે છે, પરંતુ વાર્તાની વચ્ચે આવતી બીજી ઘટનાઓ આર્થિક અને સામાજિક બાબતો તરફ લક્ષ દોરે છે. આનાથી વાતાવરણના કરુણને વધુ ઉઠાવ મળે છે. પણ આમાંની કોઈ બાબત ભૂમિપ્રેમ બતાવવા ઉપકારક બનતી નથી. એકસાથે બે વાર્તા ચાલતી હોય તેવું લાગવાથી નવલિકા પાછળનો હેતુ તરવરતો રહેવાને બદલે બીજી વાત નીચે દબાઈ જાય છે. ધૂમકેતુનાં કેટલાંક પાત્રો એટલાં બધાં બળવાન છે કે આપણા માનસપટ પર ચિરંજીવ છાપ મૂકી જાય છે. ભૈયાદાદા, આનંદમોહન, જુમો ભિસ્તી, સુમેરુ અને ભીખુ જેવાં પાત્રો એમના સ્વભાવની લાક્ષણિક છટાને કારણે બળવાન બન્યાં છે. ક્યારેક પાત્રનું પ્રતીકાત્મક વર્તન એના સ્વભાવવિશેષને ખુબીથી પ્રગટ કરે છે. ‘ભૈયાદાદા'માં નેતરની સોટીથી કાંકરી ઉડાડતો અધિકારી અથવા પોતાના ભાંડુઓને ખાતર જૂઠું બોલતો ભીખુ આનાં દૃષ્ટાંતો છે. ‘હૃદયપલટો ‘માં ‘આલુકા શાક'ની વાત અત્યંત હૃદયસ્પર્શી બની છે. ક્યારેક નાયક સિવાયનાં પાત્રો વાતાવરણ જમાવવામાં સક્રિય મદદરૂપ બન્યાં છે. ‘ભૈયાદાદા’માં પની અને બિલાડીનાં બચ્ચાં વાતાવરણના માર્દવમાં વધારો કરે છે. તો ‘જુમો ભિસ્તી'માં અબોલ વેણુ પાડો અને અખંડ જ્યોત માં Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના શાસ્ત્રી ગંગાપ્રસાદ પોતાના આગવા વ્યક્તિત્વની લકીર મૂકી જાય છે. ધૂમકેતુનાં પાત્રોમાં ભાગ્યે જ કોઈ પાત્રના સ્વભાવની વિધવિધ છટાઓ અને લાક્ષણિકતાઓ આલેખાઈ છે. ‘ધ શૉર્ટ સ્ટોરી માં શાં ’ ફ્લૉ (Sean 0' Faolain) સર્જકના વ્યક્તિત્વને વાર્તાસર્જનના કેન્દ્રમાં મૂકે છે. માણસ લખે છે તે વિષયને નહિ, પણ પોતાને એવું વિધાન પણ શૉ ઑ' ફ્લૉ કરે છે. શૉ ઑ' ફ્લૉ જાદુગર સાથે વાર્તાકારને સરખાવીને પોતાનો મુદ્દો સ્પષ્ટ કરતાં કહે છે કે જાદુગરનો જાદુ એ હોય છે કે એ લોકોને અષ્ટ થતાં દેખાડે છે. વાર્તાકારનો જાદુ એ હોય છે કે એ લોકોને દુષ્ટ કરે છે, એટલે કે પોતે લોકોની વાર્તા કહે છે એમ એ દેખાડે પણ હકીકતમાં પોતાના વ્યક્તિત્વનું એ સંગોપન કરતો હોય છે. ધૂમકેતુની વાર્તામાં આવું વ્યક્તિત્વનું નિગરણ જોવા મળતું નથી, બલ્ક નવલિકાના કલેવરને હાનિ પહોંચાડે તેવી રીતે એમની માન્યતાઓ, આગ્રહો અને અર્ધસત્ય આવ્યાં છે. લેખકને જૂનવટ માટેનો આદર વધુ તો નવાં વહેણોના તિરસ્કાર દ્વારા પ્રગટ થાય છે. ‘ગોવિંદનું ખેતર માં ભાગીરથીના મુખે લેખકનું મનોગત ફુટ રીતે વ્યક્ત થાય છે. ભાગીરથી કહે છે, બેટા ! આ પ્રકૃતિનું સૌદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ, યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે ? શું ગામડાં ભિખારી થશે, ને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું ધ્યેય છે ?” ‘જુમો ભિસ્તી'માં પણ લેખક શહેરી જુવાનને ઝપટમાં લઈને શહેરી સંસ્કૃતિની ટીકા કરવાની એક તક ચૂકતા નથી. ઘણી વાર તો ધૂમકેતુની ઉપમાઓ પણ એમના આગ્રહને પ્રગટ કરી દેતી હોય છે. ‘ભૈયાદાદા'ને અંતે આવતો યંત્રસંસ્કૃતિ તરફનો એમનો રોષ તો વાર્તાના ઘાટને રોળી નાખે છે. વાર્તાકાર ધૂમકેતુ એક એવી માન્યતા સામાન્યપણે પ્રવર્તે છે કે ધૂમક્તનું જીવનદર્શન પોકળ છે, ખોટું છે. કોઈ પણ સર્જકના જીવનદર્શનને કે એના idealismને ખોટું કહી ન શકાય. પ્રત્યેકનું idealism નોખું નોખું હોય અને એની સામે કોઈ વાંધો ન લઈ શકે. ખરેખર તો ધૂમકેતુ જીવનદર્શન કે idealismની તારવણી માટે સાચા પ્રમેયો રચવામાં ‘ગોવિંદનું ખેતર’ કે ‘પૃથ્વી અને સ્વર્ગ' જેવી નવલિકાઓમાં નિષ્ફળ ગયા છે, એમ કહેવું જોઈએ. સર્જકનું idealism કે જીવનદર્શન અને dictate કરે ત્યારે કલાકૃતિને હાનિ થાય છે. આથી ભાવકે તો idealism વાર્તા દ્વારા કલાત્મક રીતે ફલિત થાય છે કે નહીં, તે જ જોવાનું રહ્યું. સંગીતમાં આત્માને જગાડવાની તાકાત જોતી, કર્ણાટકની મૂર્તિમાન સરસ્વતી જેવી તારા ઇંદ્રમણિના સંગીત પર ઓવારી જઈને એની જીવનસાથી બને છે અને પછી મુનીમની વાતોને માની લે તથા સારંગીને પોતાની શોક્ય માનવા લાગે, એવું પાછલે પગે ચાલતું પરિવર્તન શક્ય છે ખરું ? આમ્રપાલીનો સ્ત્રીત્વનો ખ્યાલ, એની શરતો, એનો દેશપ્રેમ, બિંબિસાર સાથેનો સંબંધ અને પુત્રત્યાગ સહેજે મેળ ધરાવતાં નથી. ધૂમકેતુને ભાવના, પ્રસંગ કે લાગણીમાં જેટલો રસ છે એટલો એ દ્વારા પ્રગટ થતા જીવનનાં બલાબલોમાં નથી. આથી એમનાં પાત્રો type બની ગયાં છે. પાત્રમાનસનાં સ્તરો ઉખેડવાને બદલે કે એના વ્યક્તિત્વમાં અવગાહન કરાવવાને બદલે ભાવકના હાથમાં માત્ર પ્રસંગ રહી જાય છે. ‘તારણહાર’ અને ‘કેસરી વાઘા' જેવી વાર્તાઓમાં તેમ જ દોલતના પાત્રને અનુષંગે પ્રસંગ વધુ ઊપસ્યા છે અને પાત્ર ઝાંખા પડી ગયાં છે. કેટલાંક પાત્રોનું માનસપરિવર્તન કમિક રીતે નહીં, પણ નિકટના સ્નેહીના વિયોગ કે મૃત્યુથી થાય છે. પુત્રીવિયોગથી અલી અને માતાપિતાના મૃત્યુથી આનંદમહનમાં પરિવર્તન આવે છે. આવી હૈયાપલટાની કથામાં ગર્વિષ્ઠ દુલારી અને Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના વેશ્યા બનેલી કુંતીના પરિવર્તનની કથા નોખી ભાત પાડે છે. માતૃપ્રેમની આર્તચીસે જાગ્રત બનેલી કુંતીની વાત્સલ્યધારા તમામ અવરોધને વટાવીને ચોધાર વહે છે. વાર્તાના ઘાટનો વિચાર કરીએ તો ‘જુમો ભિસ્તી’, ‘ભીખુ', ‘રતનો ઢોલી' અને અંતને બાદ કરતાં ‘ભૈયાદાદા’ સુશ્લિષ્ટ રચના ગણી શકાય. ટેકનિકની વિશેષતાની દૃષ્ટિએ ‘અરીસો' નવલિકા વિલક્ષણ ગણાય, જેમાં આખો કથાપ્રવાહ અરીસા પર જ વહે છે. ‘તારણહાર’, ‘મદભર નૈના', ‘આત્માનાં આંસુ’, ‘કેસરી વાઘા” અને ‘સોનેરી પંખી' જેવી નવલિકાઓમાંથી થોડું ગાળી નાખ્યું હોત તો એના કલાઘાટની સુરેખતા ઓર વધી ગઈ હોત. ‘ભૈયાદાદામાં ભૈયાની પરોક્ષ ઉપસ્થિતિથી થતો વાર્તાપ્રારંભ નોંધપાત્ર ગણાય. ધૂમકેતુના પુરોગામીઓ અને સમકાલીનો નવલિકામાં પ્રત્યેક વિગત એટલી મૂર્તિ બનાવીને મૂકતા કે વાચકને કશું વિચારવાનું રહેતું જ નહીં. સર્જક ભાવકની આંગળી ઝાલીને એને વાર્તા પ્રદેશમાં દોરતો. આથી સહૃદયની શક્તિને પડકાર કે આહ્વાન થતું નહીં, પણ ધૂમકેતુની નવલિકા વિશેની વિભાવના આ વિષયમાં સારી એવી સૂઝ ધરાવનારી છે. તેઓ કહે છે : “નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકીવાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ - તણખો જ - મૂકે છે.” પરંતુ ધૂમકેતુનું સર્જન એમની આ વિભાવનાને ક્યાંક ચાતરી જાય છે. લલિતમોહન અને સુકેશી જેવાં પાત્રોની સૂત્રાત્મક ઉક્તિમાંથી નવલિકાનું રહસ્યોદ્ઘાટન થઈ જાય છે. ‘અખંડ જ્યોત’ કે ‘ગોવિંદનું ખેતર' જેવી વાર્તાઓ તો રહસ્યની ખીંટી પર ટાંગેલા ડગલા જેવી બની ગઈ છે. ટૂંકીવાર્તાએ તો ધ્વનિ જ - તણખો જ - મૂકવાનો, એવી સમજ ધરાવનારા સર્જક ધૂમકેતુ વાચકને સહેજે આયાસ કે શ્રમ ન કરવો પડે એટલી હદે કથયિતવ્યને પ્રગટ કેમ કરતા હશે ? શું વાર્તાકાર ધૂમકેતુ ભાવક વિશેની એમની શ્રદ્ધા ઓછી હશે ? આમાં ભાવકની શક્તિના અપમાનની સાથેસાથે સર્જકને ખુદ પોતાનામાં ઓછો વિશ્વાસ લાગે છે. એ ગમે તે હોય, પણ ભાવકનો ‘અવ્યક્ત મધુર” ખોળવાનો આનંદ તો કરી જ લે છે ! | ‘તણખા મંડળ ૪'ની પ્રસ્તાવનામાં ધૂમકેતુ લખે છે કે કેટલીક વખત નવલિકાનું સૌંદર્યદર્શન એક જ વાક્યમાં થતું હોય છે. ધૂમકેતુની વાર્તાઓમાંથી આ ‘એક જ વાક્ય લેખક પોતે બોલીને વાર્તાના હાર્દને અનાવૃત્ત કરી દે છે. ક્યારેક વાર્તાના અંતે લાંબા ગદ્યખંડ પણ આવી રીતે જ લટકાવેલા હોય છે. આ સમયે જયંતિ દલાલની એક વાત યાદ આવે છે. તેઓએ કહ્યું હતું કે ધૂમકેતુએ કુમાર કાર્યાલયમાં ‘તણખા મંડળ ૧' છપાવવા આપ્યું ત્યારે તેમાંથી દરેક વાર્તાને અંતે એમાંથી નીકળતો સાર લખ્યો હતો. શ્રી બચુભાઈ રાવતે એનું સંપાદન કરતી વેળાએ આવો સાર કાઢી નાખ્યો હતો. ધૂમકેતુના ગદ્ય અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. ધૂમકેતુના ગદ્યમાં લય, ચોટ, ઉત્કટતા અને ચિત્રાત્મકતા છે અને છતાંય દુર્બોધતા નથી. સળંગ વહેતા ઝરણા જેવું એમનું ગદ્ય છે. એમાં તર્ક કરતાં ઊર્મિનું બળ વિશેષ પ્રગટ થાય છે. કશીય વાગ્મિતાનો આશ્રય લીધા વિના ધૂમકેતુનું ગદ્ય સૂત્રાત્મક અને કાવ્યમય બની શકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામના રંગદર્શી અધ્યાત્મનો એમાં અણસાર જોવા મળે છે. ગુજરાતી ગદ્યને સર્જનાત્મક છટા અને અપૂર્વ લયવાહિતાથી ધૂમકેતુએ પ્રયોજ્યું છે. એમની વર્ણનકલા પણ એટલી જ મોહક છે. આનંદપુરના એક ખૂણાનું, નંદગિરિનું, ભૈયાદાદાની ઓરડીનું કે દરવેશની ઝૂંપડીનું તેમ જ, ‘પોસ્ટ ઑફિસમાં આવતું પાછલી રાતનું અને ‘ભીખુ માં પ્રારંભનું વર્ણન વાર્તાને ઉઠાવ આપે છે. અમુક મનોદશા કે પરિસ્થિતિ આલેખતાં આ વર્ણનો ભાવોને સાકાર કરવાની સાથે ચિત્રાત્મકતા Page #52 -------------------------------------------------------------------------- ________________ | ભાવન-વિભાવના લાવે છે. પ્રકૃતિક જીવનની સમૃદ્ધિને છલકાવતાં ‘પૃથ્વી અને સ્વર્ગનાં વર્ણનો મુલાયમ વાતાવરણ સર્જે છે. ‘ગોવિંદનું ખેતર' જેવી નવલિકાઓમાં વર્ણન ખુદ ‘રોમૅન્ટિક' બને છે, તો વળી ધૂમકેતુની નવલિકાઓમાં વર્ણન idealized થઈ જાય છે. વાગ્યે રાખવાનું મન થાય એવાં કેટલાંય વર્ણનો ‘તણખા મંડળ ૧માંથી મળી આવે. ધૂમકેતુની વર્ણનકલાની આજ સુધી ઘણી પ્રશંસા થઈ છે. પણ એ સંદર્ભમાં વિચારાયું નથી કે આ વર્ણનો વાર્તાનો ખરેખર ઉપકારક છે કે નહિ ? આ સંદર્ભમાં એમ કહેવું જોઈએ કે કેટલેક સ્થળે વર્ણનોની નાનીમોટી વિગતો સાર્થ બનીને કથયિતવ્ય તરફ દોરી જતી નથી. આ વર્ણનો બધે અર્થપૂર્ણ – ટૂંકીવાર્તાની અપેક્ષાએ - બનતાં નથી. ટૂંકીવાર્તામાં તો એને ઉપકારક ન હોય એ બધું જ એનું મારક બને છે. કેટલેક સ્થળે તો ધૂમકેતુને જે વસ્તુ રજૂ કરવી છે, તે માટે વર્ણનનો આશરો લીધા વિના ચાલે તેમ નથી. નવલિકાનો ભાવપરિવેશ જ આની માગણી કરે છે. ‘કલ્પનાની મૂર્તિઓ’ કે ‘સોનેરી પંખી માંથી વર્ણનો કાઢી નાખીએ તો કશું બચે ખરું ? ધૂમકેતુની નવલિકાઓમાં ઠેર ઠેર સચોટ અને હૃદયસ્પર્શી ચિંતનકણો મળે છે. લેખકની રોમેન્ટિક તાસીરમાંથી આવાં ચિંતનકણો કે સૂત્રો ઊપસી આવે છે. “રજ કણમાં પોતાના જીવનની વાત કહેતા હોય એ રીતે ધૂમકેતુ લખે છે : ચાંદની જેવી કીર્તિ આવે કે અંધારા જેવો અપયશ આવે, મિત્રો નિંદે કે મુખ વખાણે, કંઈ ફિકર નથી; જ્યાં સુધી કલ્પનાની રાણી હશે; છે ત્યાં સુધી મારું પ્યાલું છલોછલ ભરેલું છે.” ધૂમકેતુનાં આવાં ચિંતનકણો પર રવીન્દ્રનાથ ટાગોર, ખલિલ જિબ્રાન અને ઉમર ખય્યામનો ઘણો પ્રભાવ છે. ખલિલ જિબ્રાને વાર્તાકાર ધૂમકેતુ એના વિખ્યાત સર્જન “ધ પ્રોફેટ' વિશે પોતાની માનસિક દશાનું પૃથક્કરણ કરતાં લખ્યું, 'While I was writing the Prophet, the Prophet was writing me.' ખલિલ જિબ્રાનનું આ વાક્ય ધૂમકેતુનું પ્રિય વાક્ય હતું અને એ જ એમની રોમેન્ટિક પ્રકૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ ધૂમકેતુએ નવલિકાનું કલાસ્વરૂપ ઘડી આપ્યું. એમણે ગુજરાતી નવલિકામાં ઘણી ક્ષિતિજો ઉઘાડી આપી. એના ભાવનાશીલ આદર્શપ્રેમી પાત્રો આવતી કાલની વધુ વાસ્તવલક્ષી અને ઉપયોગિતાલક્ષી દુનિયાની પરિસ્થિતિમાં વધુ આકર્ષણ કરે તો નવાઈ પામવા જેવું નથી. ગુજરાતી નવલિકાને એના ઉગમકાળે જ આવા સર્જક મળ્યા તે એનું મહાભાગ્ય કહેવાય. વળી ચિંતન અને સર્જનની અભિવ્યક્તિમાં ધૂમકેતુનું ગદ્ય એક નવો જ ઉન્મેષ પ્રગટ કરે છે. એમની વાર્તાઓમાં એવું કંઈક છે કે જેમાં આપણને રસ પડે અને જે આપણને ખેંચી રાખે. ટૂંકી વાર્તાના વસ્તુમાંથી માનવતત્ત્વ પકડીને તેને શબ્દબદ્ધ કરવાની કળા ધૂમકેતુએ બતાવી છે. જેને વાંચીને આસ્વાદવાનું મન થાય તેવી ટૂંકીવાર્તા આપી છે. ધૂમકેતુની નવલિકાઓની ઘટનામાં વિશેષ બળ નથી. એમની વધુ કુશળતા તો ઘટનામાંથી વિસ્તરતાં માનવતત્ત્વોને પકડીને તેનું નિરૂપણ કરવામાં આવે છે. ધૂમકેતુ પોતે પોતાના સર્જનની વિવેચકની અદાથી પુનઃતપાસણી કરતા હતા તેવી નોંધ ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોશીએ ‘ધૂમકેતુની સર્જનપ્રક્રિયાની ભીતરની ઝલક' આપતાં કરી છે. ધૂમકેતુ પોતે સર્જનને ફરી ફરી ચકાસવું જોઈએ અને તેના પર રંધો ફેરવતા રહેવું જોઈએ એમ માનતા હતા. ધૂમકેતુનું નવલિકાસર્જન જોતાં પ્રશ્ન એ થાય છે કે ઈ. સ. Page #53 -------------------------------------------------------------------------- ________________ 100 ભાવન-વિભાવન ૧૯૨૬માં ‘તણખા મંડળ ૧’ પ્રગટ થયું. એ પછી એમના અવસાન પર્યંત એટલે કે ૧૯૬૫ સુધી એમનું નવલિકાલેખન ચાલુ રહ્યું. ચોવીસ વાર્તાસંગ્રહ, ૪૯૨ વાર્તાઓ અને આશરે ત્રેપનસો પાનાંમાં આ સામગ્રી સચવાયેલી છે. ‘તણખા મંડળ ૧’ પછી ધૂમકેતુ પાસેથી ‘રતનો ઢોલી' જેવી કેટલીક નોંધપાત્ર વાર્તાઓ મળી. ધૂમકેતુએ નવલિકામાં એક નવો આરંભ કરી આપ્યો છતાં છેક સુધી આરંભમાં જે રીતની નવલિકા લખી તે જ રીતે લખવાનું ચાલુ રાખ્યું. એક સવાલ એવો થાય કે ‘તણખા મંડળ ૧’ પછી ધૂમકેતુની ટૂંકીવાર્તાઓનો વિકાસ કેમ ન થયો ? બીજી બાજુ ‘દ્વિરેફ’ સતત પ્રયોગો કરતા રહીને આવો વિકાસ સાધે છે. આજે મધુ રાય પણ આ જ રીતે નવા નવા પ્રયોગો સતત કરતા રહે છે. એ પ્રયોગ સફળ થાય કે નિષ્ફળ જાય એ વાત જુદી છે. ધૂમકેતુએ ‘તણખા મંડળ ૧’ પ્રગટ કર્યું એ પછી ૩૯ વર્ષ સુધી નવલિકાલેખન સતત ચાલુ રાખ્યું. આમ છતાં ‘દ્વિરેફ'ની માફક વિષય કે ટેનિકના નવા પડકારને ઝીલવાનો પ્રયાસ એમણે કર્યો નથી. ‘દ્વિરેફ'માં Psychological theme મળે છે. એ સમયે આ પ્રકારના વિષયવસ્તુ પર નવલિકાની રચના કરવાનું ‘દ્વિરેફ’ને જ સૂઝે. નવલિકાના ‘થીમ’નો જે પડકાર ‘દ્વિરેફ’ કે જયંતિ દલાલ ઝીલે છે તે ધૂમકેતુમાં દેખાતો નથી. ‘તણખા મંડળ ૧’ પછીની વાર્તાઓમાં ક્યાંક સેટિંગ્સ બદલે છે, પણ ચેતનાના નવા નવા પ્રદેશો ખૂંદી વળવાનું સાહસ ધૂમકેતુ કરતા નથી. આનું એક કારણ એ પણ હોઈ શકે કે પોતે રચેલી એક Idealised સૃષ્ટિમાં રહેનાર સર્જકને માટે આ કામ મુશ્કેલ હતું. વળી એમના પ્રત્યક્ષ પરિચયને કારણે બીજું કારણ પણ કહી શકું અને તે છે અતિલેખન. રોજ એક ફર્મ જેટલું લખાણ લખાવું જ જોઈએ એવો નિયમ તેઓ રાખતા હતા. ધૂમકેતુમાં ઊર્મિતત્ત્વ અને દ્વિરેફમાં બુદ્ધિનું તત્ત્વ પ્રધાન છે વાર્તાકાર ધૂમકેતુ ૧૦૧ એ વાત સાચી. પણ એકલી બુદ્ધિની રમત વાર્તાને ટુચકો બનાવી દે છે. એને અત્યંત સ્થળ એવું પરિમાણ આપે છે. ટૂંકીવાર્તામાં તો બુદ્ધિ અને ઊર્મિ બંને જોઈએ. બુદ્ધિનો ઊર્મિના અંકુશ તરીકે ઉપયોગ થતો હોય ત્યાં ઉત્તમ પરિણામ આવે. ધૂમકેતુ અને દ્વિરેફની ઉત્તમ વાર્તાઓમાં આવું સંયોજન જોવા મળે છે. ‘મુકુંદરાય’ કે ‘ખેમી’ જેવી વાર્તાઓમાં ઊર્મિતત્ત્વ ન હોય તો તેની અસર થશે ખરી ? કાકાસાહેબે એક સ્થળે નોંધ્યું છે કે ‘ખેમી’ અને ‘મુકુંદરાય’ની નીચે રા. વિ. પાઠકની સહી ન હોય તો એ વાર્તા ધૂમકેતુની જ લાગે. પણ જ્યાં કેવળ બુદ્ધિની જ રમત હોય ત્યાં એ નવલિકા બનતી નથી. જેમકે ‘દ્વિરેફ'ની ‘એક પ્રશ્ન' એ વાર્તા બનતી નથી. એની સામે ધૂમકેતુની ‘જુમો ભિસ્તી’ જેવી નાની વાર્તા જોઈ શકાય. મનુષ્યચિત્ત અને મનુષ્યહૃદય આ બંનેમાં ચૈતન્ય છે. એ ચેતનાને વાર્તામાં ગોઠવતાં ઊર્મિ અને બુદ્ધિનું સંયોજન થવું જોઈએ. નવલિકામાં ‘દ્વિરેફ’ જુદી જુદી ટેક્નિક અજમાવે છે. જુદા જુદા પ્રયોગો કરે છે, જે એ પછીના જયંતિ દલાલ જેવા લેખકો માટે પ્રેરણારૂપ બન્યા. જ્યારે ધૂમકેતુની નવલિકાઓના ચીલે ચાલીને ભવાનીશંકર વ્યાસે ‘પદધ્વનિ’ વાર્તાસંગ્રહ આપ્યો. કિશનસિંહ ચાવડામાં ધૂમકેતુની લાગણીમયતાનો પડઘો સંભળાય છે, પરંતુ એ માર્ગે પછીની ગુજરાતી નલિકા ચાલી નથી. જ્યારે દ્વિરેફનો ફાળો વિશેષ છે. એવું પણ હોય કે ધૂમકેતુનું અનુસરણ કરવું પછીના લેખકોને માટે મુશ્કેલ બન્યું હોય. આ પ્રકારની નવલિકામાં ઊર્મિનું સ્તર ન જળવાય તો તે ઊર્મિમાંઘમાં જ સરી પડે. ધૂમકેતુની જેમ આપણા ઊર્મિકવિ ન્હાનાલાલનું પણ અનુસરણ ઓછું થયું છે. તર્કથી નવલિકાની રચના કરવી સરળ છે, પણ ઊર્મિતત્ત્વને અવલંબીને વાર્તાની રચના કરવી અઘરી છે. આ અંગે ગુલાબદાસ બ્રોકરનો પ્રતિભાવ જોવા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભાવન-વિભાવન જેવો છે. પોતાના વાર્તાસર્જનના આરંભના સમય વિશે લખતાં તેઓ કહે છે કે - “ત્યારે પણ મનમાં એક ભાવ તો સ્પષ્ટ છે - વાર્તા લખીશ તો ધૂમકેતુ જેવી તો નથી જ લખવી.” “આવો ભાવ સેવવામાં ધૂમકેતુની શક્તિની અવહેલના નથી. એનું બહુમાન છે. મનમાં ખાતરી જ છે કે ઉપરથી નીચે પછડાઉં તોયે તેમની ભાષા, તેમનું કાવ્ય, તેમનું કૌવત મારા લખાણમાં આવે નહીં. તો પછી શા માટે અશક્યને શક્ય બનાવવાની મહેનત કરવી ? આપણને આવડે અને આપણને ફાવે એવો આપણો જ માર્ગ આપણે ન શોધી લેવો ?" બીજો એક પ્રશ્ન એ છે કે ધૂમકેતુની બધી વાર્તાઓ એકસાથે વાંચી શકાય ખરી ? એમના પહેલા નવલિકાસંગ્રહ ‘તણખા મંડળ ૧થી માંડીને એમના છેલ્લા નવલિકાસંગ્રહ ‘છેલ્લો ઝબકારો' સુધીની કુલ ૪૯૨ વાર્તાઓ તો એકસાથે ન વાંચી શકાય. તણખા મંડળના ચાર ભાગ વાંચતાં એમાં એકરંગી પુનરાવર્તન અને એકવિધતા લાગે છે, જ્યારે ‘દ્વિરેફ'માં સતત તાજગીનો અનુભવ થાય છે. આમ ધૂમકેતુની નવલિકાઓમાં સર્જકચિત્તને થયેલો સૌંદર્યાભિમુખતા અને વાસ્તવિકતાનો સ્પર્શ અનુભવાય છે. જીવંત પાત્રચિત્રણ અને સર્જનાત્મક છટાવાળી ગદ્યશૈલી આકર્ષક બને છે. સર્જનવ્યાપારના સાચા ફળ જેવી આ નવલિકાઓ તીવ્ર ઊર્મિક્ષોભને કારણે સર્જાયેલી છે અને તેથી જ અમુક મર્યાદા છતાં ધૂમકેતુની નવલિકાઓ સાહિત્યના પટ પર સ્થિર તેજે પ્રકાશ્યા કરશે એમાં શંકા નથી. છ અબ ટૂટ ગિરેંગી ઝંજીરે પાકિસ્તાનના ફૈઝ અહમદ ફૈઝ અને ભારતના ફિરાક ગોરખપુરી એ ઓગણીસમી સદીના બે મહાન ઉર્દૂ કવિ થઈ ગયા. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ફિરાક ગોરખપુરી પોતાના મિત્રો સાથે બેસીને રેડિયો પરથી યુદ્ધના છેલ્લા અહેવાલો સાંભળતા હતા. એમણે સાંભળ્યું કે ભારતીય સેના આગળ વધી રહી છે ત્યારે ફિરાકનું દેશપ્રેમી દિલ એકાએક પોકારી ઊઠ્યું, “બસ, આ જ ખરો મોકો છે. ભારતે પાકિસ્તાનનાં શહેરો પર બૉમ્બમારો શરૂ કરી દેવો જોઈએ.” ફિરાકના એક મિત્રે જરા વેદનાથી કહ્યું, “ફિરાકસાહેબ, બૉમ્બમારો થાય, પણ એક બૉમ્બ ફૈઝ પર પડે તો ? બૉમ્બને સરનામું હોતું નથી અને એ કોઈને અપવાદ ગણતો નથી.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧n૪ ભાવન-વિભાવના આ સાંભળતાં જ ફિરાક ગોરખપુરી બેચેન બની ગયા. પોતાની જાતને નિષ્ફર બનીને ઠપકો આપવા લાગ્યા, “અરે, આ હું શું બોલ્યો ? મારે આવું બોલવું જોઈતું નહોતું. યુદ્ધ વિનાશ વેરે છે. સંસ્કૃતિનો નાશ કરે છે.” અને પછી ફિરાક લાંબા સમય સુધી પરેશાન રહ્યા. એમને એમના દોસ્ત ફૈઝ અહમદ ફઝની યાદ સતાવવા લાગી. ફેઝ અહમદ ફઝની વિદાયે ઉર્દૂ કવિતાને ઘણી ગમગીન બનાવી દીધી. ફેઝ ઉર્દૂ સાહિત્યની મહાન હસ્તી હતા. ચાર-ચાર, દાયકા સુધી ઉર્દુની પ્રગતિશીલ કવિતાના એ અગ્રણી રહ્યા. ઇકબાલ ઉર્દૂ શાયરીને વીસમી સદીના વર્તમાન ફલક પર લાવ્યા તો ફૈઝે તેને એક કદમ આગળ ધપાવી. ઇકબાલ, હસરત અને બીજા ઉર્દૂ કવિઓએ રાજ કીય વિષય માટે ઉર્દૂની વિશિષ્ટ કલ્પનાસૃષ્ટિનો ઉપયોગ કર્યો, પરંતુ ફેઝે તેનો સમાજવાદી અને રાષ્ટ્રવાદી વિષયોમાં વિનિયોગ કરીને ઉર્દૂ સાહિત્યને વર્તમાન જગતની વેદના, ઝંખના અને અજંપા સાથે સાંકળી દીધું. જિંદગીના આખરી શ્વાસ સુધી તેઓ સમાજવાદના ચાહક રહ્યા. અને ગરીબો, શોષિતો તથા કચડાયેલા માનવીઓનો અવાજ બની રહ્યા. ફઝે જીવનભર જુલ્મ અને અન્યાયનો સામનો કર્યો. ક્યારેક સિદ્ધાંતની બાબતમાં કોઈ સમાધાન ન કર્યું. અન્યાયના પ્રતિકાર માટે એમણે માત્ર કલમ જ ચલાવી નથી, પરંતુ ૧૯૩૦થી ૧૯૪૦ સુધી ટ્રેડ યુનિયનમાં કામગીરી પણ બજાવી. પાકિસ્તાનની સરકારે એમને રાવળપિંડી પયંત્ર કેસમાં ભેળવીને કવિનો અવાજ દમનથી ખરીદવાનો પ્રયાસ કર્યો.૧૯૫૧ની એપ્રિલથી ૧૯૫૫ સુધી એમને સુકર, કરાંચી અને લાહોરની જેલમાં કારાવાસમાં રાખવામાં આવ્યા. અબ ટૂઢ ગિરેંગી ઝું જીરે સામે ફાંસીનો ફંદો લટકતો હતો ત્યારે ફેઝ જેલની એકલતા, પોતાની સામે કરાયેલા આરોપોની પોકળતા અને રાજ કીય હેતુ માટે ઊભા કરાયેલા બનાવટી પયંત્ર - વિશે કાવ્યો લખ્યાં. અહીં એમને કુરાન સિવાય કોઈ કિતાબ આપવામાં આવતી નહોતી. અખબાર, સામયિક કે કોઈ પુસ્તકો તો શું, પરંતુ લખવાની કલમ પણ આપવામાં આવતી નહોતી. પોતે કશું લખી શકતા નહીં અને બહારથી કોઈનો પત્ર કે સંદેશો એમની પાસે આવી શકતો નહીં. આ સ્થિતિની વેદના પ્રગટ કરતાં કવિએ લખ્યું છે – મતા–એ–લૌહ-ઓ-કલમ' છિન ગઈ તો ક્યા ગમ હૈ; કિ ખૂને દિલ મેં ડુબો લી હૈ ઉગલિયાઁ મૈને ! જુબાં પે મુહર લગી હૈ તો ક્યા; કિ ૨ ખ દી હૈ હરેક હલ ક–ઝંજીર મે* જુબ મૈને ! ફ્રઝ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. રોજ સ્પેશ્યલ ટ્રિબ્યુનલ સામે હાજર થવું પડે. અત્યંત ખરાબ ભોજન મળે, આમ છતાં આ ક્રાંતિકારી કવિનો આત્મા દમન, એકલતા કે પ્રલોભન આગળ નમ્યો નહીં. એણે જેલમાં બેઠા બેઠા એ કલતા વિશે કાવ્યો લખ્યાં. ઉર્દૂ સાહિત્યમાં તન્હાઈનું આલેખન તો ઠેર ઠેર મળે છે, પરંતુ ફઝની કવિતામાં તન્હાઈ કોઈ જુદું જ રૂપ ધારણ કરે છે. એકલતા અકળાવનારી હોય ત્યારે ફઝને એ એકલતા પ્રેયસીના મુલાયમ સ્પર્શની યાદ આપે છે અને આકાશમાં ચાંદની વક્રતા જોઈને પ્રેયસી ન હોવા છતાં એના ગળામાં હાથ વીંટાળી દેવાનું કવિને મન થાય છે. ૧, કલમ અને તખ્તી (કાગળરૂપી નિધિ) ૨ જંજીરની પ્રત્યેક કડીમાં Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ ભાવન-વિભાવના ‘તન્હાઈ મેં ક્યા ક્યા ન તુઝે યાદ કિયા હૈ ક્યા ક્યા ન દિલે જાર ને ઢંઢી હૈ પનાહે ! આંખોં સે લગાયા હૈ કભી દસ્તે સબા કો ડાલી હૈ કભી ગર્દને મહતાબ મેં* બાહેં !' ફૈઝની એકલતામાં સૌંદર્ય છે, તો એના સૌંદર્યદર્શનમાં માનવઅભીપ્સા છે. એમની કવિતામાં પ્રણયની લાલી અને ક્રાંતિનો લાલ રંગ એક બની જાય છે. કવિ બંને મનોભાવને સાહજિકતાથી અને આગવી છટાથી નિરૂપે છે. એમની ક્રાંતિની આગ પ્રણયના લાવામાં રૂપાંતર પામી છે. એક બાજુ ઊર્મિકવિની વેદના અને વ્યથા છે, તો બીજી બાજુ ક્રાંતિકારીનો પોકાર અને પડકાર છે. પ્રણયનું એમનું આલેખન ઘણું નજાકતભર્યું છે. એમની ઉત્તમ કક્ષાની રોમૅન્ટિક કવિતાને મહેંદી હસનનો સુરીલો અવાજ મળતાં બધે જ ફેલાઈ ગઈ. તેઓ ઉર્દૂની ક્લાસિકલ imageryના ચાહક હતા. એમની કવિતામાં એમણે ઉર્દૂ કવિતાની પરંપરા અને ભાષાષ્ટિને આત્મસાત્ કરી છે. ગાલિબ અને ઇકબાલની ભાષાનો સમૃદ્ધ વારસો ફૈઝે સાચવ્યો છે. ફેઝની ભાષા એ હિંદુસ્તાની નથી, બધે ઉર્દૂના અરબી-ફારસી સાથેના અનુસંધાનને પ્રગટ કરતી ભાષા છે. કવિની પ્રણયની અભિવ્યક્તિ ઉર્દૂ સાહિત્યની પરંપરાની યાદ આપે તેવી છે. તેઓ કહે છે - ‘સારી દુનિયા સે દૂર હો જાયે જો જરા તેરે પાસ હો બૈઠે ; ન ગઈ તેરી બેરૂ ખી ન ગઈ હમ તેરી આરઝૂ ભી ખો બૈઠે.” આવી જ રીતે પ્રેમિકાની યાદનો એમનો એક શે'ર કેવો લાક્ષણિક છે ! ૩. ઠંડી હવાના હાથને, ૪. ચંદ્રમાની ડોકમાં અબ ટૂટ ગિફેંગી જીરે રાત ન્યૂ દિલ તિરી ખોઈ હુઈ યાદ આઈ જૈસે વીરાને મેં ચુપકે સે બહાર આ જાયે; જૈસે સહેરાઓ મેં હલે સે ચલે બાગે-નસીમ જેસે બીમાર કો બે વજહ કરાર આ જાયે. પ્રિયતમાની યાદ કઈ રીતે આવે છે તેને દર્શાવવા માટે ફૈઝની કલ્પના કેવી મર્મવેધક છે ! ફેઝની કાવ્યભાષાની વિશેષતા જ એ છે કે એના કાવ્યમાં ભાવ અને ભાષા બંને સરળતાથી ગતિ કરતાં હોય છે. ફ્રઝમાં ક્યાંય ક્લિષ્ટતા કે દુર્બોધતા જોવા નહીં મળે. આનું કારણ એ કે ફેઝને પ્રજાજીવન સાથે સીધો સંબંધ હતો. જનતાની જબાનના તેઓ પૂરા જાણકાર હતા. ફ્રઝ કાશ્મીર ગયા. એનું સૌંદર્ય જોયું, પણ એમને કુદરતના સૌંદર્ય કરતાં માનવસૌંદર્ય વધુ આકર્ષક લાગ્યું. ફૈજ માનતા હતા કે અફાટ સાગર કે વેરાન રણ કે પ્રકૃતિનાં અન્ય તત્ત્વોમાં સૌંદર્ય છે, પરંતુ એવું જ સૌંદર્ય, શહેરનાં ગલી-મહોલ્લામાં પણ છે. માત્ર એને જોવા માટે વિશિષ્ટ દૃષ્ટિ જોઈએ. આથી પ્રણયકવિતામાં રોમેન્ટિક ઉદ્વેક દાખવનાર કવિ પ્રણયમાં જ પુરુષાર્થની સમાપ્તિ માનતા નથી. પ્રણય કરતાં પણ બીજાં કર્તવ્યો ઊંચે સ્થાને મૂકે છે. આથી જ ફૈઝ કહે છે, “મુઝસે પહલી સી મુહોબ્બત મિરી મહબૂબ ન માંગ' અને આ કાવ્યમાં કવિ કહે છે કે એમણે તો પ્રેયસીમાં જ બધું જોયું હતું. જીવનનો પ્રકાશ એનામાં જોયો. જગતના આનંદનું સ્થાયિત્વ તેનામાં નીરખ્યું. એની આંખોમાં જ આખું વિશ્વ લાધ્યું. તું મળી જાય તો બધું જ મળી જાય એમ માન્યું હતું, પણ પછી ખ્યાલ આવે છે કે, “ઔર ભી દુ:ખ હે જમાને મેં મુહબ્બત કે સિવા'. આ કાવ્યમાં ફૈઝ ‘પહેલી સી' શબ્દ પર ભાર મુક્યો છે. કવિની નજર પ્રણયની અંગત લાગણીઓ પરથી જગતની Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભાવન-વિભાવન વેદના પર ઠરે છે. ફૈઝે એક મિત્ર સમક્ષ પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એમણે રૂપ, જવાની, હોઠ અને આંખો પર પ્રેમ કર્યો પરંતુ એ પછી એમની નજ૨ સમાજની સાચી વાસ્તવિકતા તરફ વળી. જુલ્મ, અત્યાચાર અને ગરીબી જોઈ. મૃત્યુથી પણ બદતર જીવન જીવનારા હજારો માનવીઓ જોયા અને એ સમયે એમને એવો અનુભવ થયો કે માત્ર હુશ્ન સાથે જ પ્રેમ કરવાનો નથી, પરંતુ આ દલિત અને પતીતને ચાહવાના છે અને એમનાં ગીત ગાવાનાં છે. ફૈઝે એમની શાયરીમાં એશિયાઈ માનવીના સૌંદર્યનું આલેખન કર્યું. ફૈઝ એક એવો માનવી હતો કે જેના હૃદય પર સિતારાની માફક હજારો જ ચમકી રહ્યા હતા. રાવળપિંડીની જેલમાં એમણે લખ્યું – ‘લંબી હું ગમકી શામ, મગર શામ હી તો હૈ” ફૈઝની ખોજ મુક્ત માનવની હતી. એમણે માનવીના શોષણ અને વેદનાનો ઉપાય સમાજવાદી વિચારસરણીમાં જોયો, પરંતુ પરંપરાની ભૂમિમાં આ સર્જકનાં મૂળિયાં એટલાં ઊંડાં ગયાં હતાં કે કોઈ રાજકીય પવન એમને હલાવી કે લલચાવી શક્યો નહીં. ફૈઝની કવિતાએ ઉર્દૂ સાહિત્યમાં મોટું પરિવર્તન આણ્યું. ફૈઝ એક બાજુ ઊર્મિકવિ તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવે છે તો બીજી બાજુ એમણે માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરી. માનવી પર થતા દરેક પ્રકારના જુલ્મ, શોષણ, અન્યાય, અત્યાચાર, જોહુકમી અને સરમુખત્યારી સામે ફૈઝે જીવનભર સંઘર્ષ ખેડ્યો. માશૂકાના ઇશ્કમાં સર્વસ્વ સમર્પણ કરનાર આશિકની માફક સમાજવાદની માશુકાની તેઓએ શબ્દરૂપે એકનિષ્ઠ ઉપાસના કરી. ક્યારેક વેદનાથી, ક્યારેક છટાથી, તો ક્વચિત્ કઠોર વાણીમાં ફૈઝ કહે છે – અબ ટૂટ ગિરેંગી ઝંજીર્ બામ–એ–સરવત કે ખુશનશીનોં સે અઝમતે ચર્મ નમ કી બાત કરો ! જાન જાયેંગે જાનનેવાલે ‘ફૈઝ’ ફરહાદ ઓ જમ કી બાત કરો ! ૧૦૯ [ ઐશ્વર્યની ઉત્તુંગ અટ્ટાલિકાઓમાં પ્રસન્ન આવાસ કરવાવાળાઓની આગળ આંસુભરી આંખોના ગૌરવની ગરિમાનો પ્રસંગ રચો. સમજદાર સમજી જશે ફૈઝ, જરા ફરહાદ જેવા મજૂર અને જમશેદ જેવા બાદશાહની ચર્ચા કરો અર્થાત્ ફરહાદનો પ્રેમ આજે પણ અમર છે જ્યારે જમશેદની બાદશાહતનું નામનિશાન મળતું નથી. ] ફૈઝ સાહિત્યકારને સમાજની સાથે બે રીતે જોડાયેલો માનતા હતા. એક વ્યક્તિ તરીકે અને બીજો સાહિત્યકાર તરીકે. સમાજના કોઈ પણ નાગરિક જેવી જવાબદારી તો સાહિત્યકારે અદા કરવાની છે, પણ બીજી વિશિષ્ટ જવાબદારી પણ સાહિત્યકારે બજાવવાની છે જે સાહિત્યકારની કલા સાથે સંબંધિત છે. આમ સાહિત્યકારને માથે બેવડી જવાબદારી છે. આ બંને સંબંધો એકબીજા સાથે ગૂંથાયેલા છે અને તેથી કોઈ સાહિત્યકાર એમ કહે કે મારું કામ તો માત્ર સાહિત્યસૌંદર્યનાં મૂલ્યોનું જતન કરવાનું જ છે અને પ્રવર્તમાન સમાજ સાથે મારે કોઈ સંબંધ નથી તો એ માન્યતાનો ફૈઝ વિરોધ કરે છે. સાહિત્યકારે વ્યક્તિ તરીકે સમાજના વિકાસ અને પરિવર્તનની ખેવના કરવાની હોય છે અને કોઈ પણ પ્રકારનું ‘પોએટિક લાયસન્સ' આમાંથી સાહિત્યકારને બાકાત રાખી શકે નહીં. ફૈઝ એ બાબતમાં સ્પષ્ટ હતા કે કવિએ એના એકદંડિયા મહેલમાંથી બહાર આવીને આસપાસની માનવયાતનાનો ખ્યાલ કરવો જોઈએ. જોકે તેઓ માનતા હતા કે કવિતાએ એના સૌંદર્ય અને કલાને જાળવવાનાં હોય છે. પ્રચાર કે એવી બીજી પળોજણથી એણે દૂર રહેવું જોઈએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન આ ઊર્મિકવિની કવિતામાં મંત્રમુગ્ધ કરી દેનારી સંગીતમયતા છે. ફૈઝની કવિતામાં ઉર્દૂની પરંપરાગત પ્રણયકવિતામાં ‘રકીબ’ને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવતો હતો. એ રકીબ પ્રત્યે ક્રોધ, તિરસ્કાર, ઘૃણા જેવા ભાવો કવિ પ્રગટ કરતો, પરંતુ ફૈઝે ‘૨કીબ સે' નામના કાવ્યમાં એક નવો જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ આપ્યો. જેમાં કવિ રકીબને કહે છે. આ પ્રેમથી આપણે બંને શું શું શીખ્યા અને શું શું પામ્યા - આજઝી સીખી, ગરીબોં કી હિમાયત સીખી ૧૧૦ યાસો હિરમાન કે, દુખ દર્દ કે માની સીખે જૈર દોં કે મસાયબ કો સમઝના સીખા । સદે આહીં કે, રુખે જર્દ કે માની સીખે ફૈઝ ઉર્દૂની ક્લાસિકલ કવિતાનો બધો જ અસબાબ અપનાવે છે. ફૈઝ ઇરકને પણ બે અર્થમાં પ્રયોજે છે. એમની કવિતા દો ઇશ્કમાં પ્રારંભમાં ઇશ્કને વિચારધારા કે સંઘર્ષના પ્રેમ સાથે જોડે છે અને પછી મહબૂબાના ઇશ્ક સાથે જોડે છે. આમ એક પ્રતીક પરંપરાગત અર્થમાં આવે છે, જ્યારે બીજું પ્રતીક નવીન સામાજિક સંદર્ભને રજૂ કરે છે. ફૈઝે એની કવિતામાં આવાં પરંપરાવાદી પ્રતીકોને કલામયતાથી સામાજિક કે રાજકીય પ્રતીક તરીકે પ્રયોજ્યાં છે. એની શૈલીમાં કોમળ, મંદ ગતિ છે. એનું શબ્દોનું ચયન ઝભર્યું છે. કવિની શ્રદ્ધા સમાજવાદમાં હતી, પરંતુ સર્જન સમયે તો તેઓ પ્રગતિશીલ કવિ લાગવાને બદલે ગાલિબ અને ઇકબાલની ઉચ્ચ કાવ્યપ્રણાલીને નજ૨માં રાખીને ગહન તત્ત્વચિંતનમાં ડૂબ્યા હોય તેવા કવિ લાગે છે. ફૈઝની કવિતામાં mystic તત્ત્વ પણ જોવા મળે છે. આમ એક બાજુ વ્યક્તિગત આરઝુનો તરફડાટ છે. તો બીજી બાજુ સમાજના બેસહારા લોકોની વેદના છે. એક તરફ માનવીય ભાવોની રંગલીલા છે, તો અબ ટૂટ ગિરેંગી સંજીર્ બીજી તરફ સમાજવાદી વિચારસરણીની પ્રભાવકતા છે. પ્રણયકવિતા અને કાવ્યભાષામાં ફૈઝ ક્લાસિકલ લાગે છે તો એના કાવ્યવિષય પરત્વે આધુનિક જણાય છે. આમ બે તદ્દન વિરોધી ધ્રુવ ફૈઝમાં એકસાથે અને ક્યાંક લગોલગ લાગે છે. આથી જ ફૈઝને Iyrisist revolutionary જેવા વિરોધી શબ્દોથી ઓળખવામાં આવ્યા હશે. ફૈઝનો અવાજ એ માનવજાતિનો અવાજ બની રહ્યો. એમની આ વિશ્વજનીનતાને લીધે માત્ર પાકિસ્તાન કે ભારતમાં જ નહીં, બલ્કે રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ સમાન લોકચાહના પામ્યા. થોડો સમય પાકિસ્તાનમાં સરમુખત્યારોથી કંટાળીને તેઓ બૈરુતમાં રહેવા ગયા હતા. બૈરુતનો સંહાર ફૈઝના હૃદયને હચમચાવી ગયો, અને એમણે એ સમયે લખેલું કાવ્ય ‘ફિલીસ્તીની બચ્ચે કે લિયે લોરી’ અત્યંત હૃદયદ્રાવક કાવ્ય છે. એક રીતે જોઈએ તો ફૈઝે ઇકબાલની ઓજસ્વી કલ્પનાને આત્મસાત્ કરી અને એ એવા લય અને રંગમાં રજૂ કરી જેથી જગતની વ્યાપક વેદના એમાં સમાવેશ પામી શકે. ૧૧૧ ફૈઝમાં ઇશ્ક અને ઇન્સાનિયતનો સુમેળ છે. એની ગઝલો ભાવકને એની સૃષ્ટિમાં લીન કરી દે તેવી રસસંતર્પક છે તો એની નજમ (કાવ્ય) ઉર્દૂની સર્વોત્તમ નજમની હરોળમાં ઊભી રહે તેવી છે. આથી એ ગઝલ લખવા જાય છે ત્યારે એમની નજમની વિશેષતા ગઝલમાં સુંદર કાવ્યરૂપ ધારણ કરે છે. ફૈઝે ઉર્દૂ સાહિત્યને ચિંતન અને ભાવાભિવ્યક્તિની નવી ટેક્નિક આપી, જે યુગના યથાર્થને પ્રગટ કરવા માટે કારગત નીવડી. ફૈઝના કાવ્યસંગ્રહો 'નકશે ફરિયાદી' (૧૯૪૧), ‘દસ્તે-સબા’ (૧૯૫૨), ‘જિન્દાંનામા’ (૧૯૫૬), ‘દસ્તેતહે-સંગ’ (૧૯૬૪), ‘સરે-વાદિય-સીના’ (૧૯૭૧), ‘શામે-શહેરેયારાં’ (૧૯૭૮), ‘સારે સુખુન હમારે' (૧૯૮૨) અને ‘નક્તા હૈ વફા’ (૧૯૮૪) મળે છે. ફૈઝ વિચારોત્તેજક નિબંધકાર પણ હતા. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભાવન-વિભાવના એમણે સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણના આંતરસંબંધો વિશે માર્મિક વિશ્લેષણ કર્યું છે તેમ જ યુદ્ધ અને શાંતિની સમસ્યાઓ પર ગંભીર પર્યેષણાઓ કરી છે. ‘મીઝાન' (૧૯૬૩) એ એમનો લેખસંગ્રહ છે, તો ‘સલીબું મેરે દરીચે મેં' (૧૯૭૧) એ એમની પત્ની એલિસ ફેઝને લખેલા પત્રોનો સંગ્રહ છે. ‘પાકિસ્તાન ટાઇમ્સ’ અને ‘ઇમરોઝ” દ્વારા ગંભીર પત્રકારત્વ અને ઉચ્ચ કક્ષાનું સંપાદનકાર્ય કર્યું. વિશ્વબંધુત્વની ભાવનાને દઢ કરવા અને શાંતિપ્રયાસોને વેગવાન બનાવવા માટે એમણે અનેક દેશોની યાત્રા કરી. અગણિત માનવોના હૃદયમાં ધરબાયેલી વેદનાને વાચા આપતા આ કવિ ક્રાંતિનું એલાન કરે છે. જ્યાં સુધી પૃથ્વી પર અન્યાય અને આતંક પ્રવર્તે છે ત્યાં સુધી ફ્રેઝનો અક્ષરદેહ મરજીવાઓને ક્રાંતિ અને વિદ્રોહની પ્રેરણા પૂરી પાડશે. સાત રા. વિ. પાઠકકૃત “બુદ્ધિવિજય' વાર્તાલેખન એ શ્રી રા. વિ. પાઠકની મુખ્ય સાહિત્યિક પ્રવૃત્તિ નહોતી, તેમ છતાં એમનામાં રહેલ નૈસર્ગિક વાર્તાકાર પાસેથી થોડી, પણ મૂલ્યવાન નવલિકાઓ મળે છે. તેઓ આને ‘વાતો’ કહે છે. એનું એક કારણ એ છે કે નિરૂપણ નવલિકાનું હોવા છતાં કથનમાં વાત કહેનારનો વિઠંભ અને અનૌપચારિક નિકટતા દેખાય છે. એમની વાર્તાઓમાં કોઈ ને કોઈ રહસ્ય ગર્ભિત હોય છે. આ રહસ્ય એટલે એમના મતે જીવનનો અમુક વસ્તુ તરફનો લાગણીમય - ભાવાત્મક સંબંધ. ‘બુદ્ધિવિજય'માં ધાર્મિકતાના સ્વાંગ હેઠળ ઐહિક મહત્તા મેળવવાની તાલાવેલી દેખાય છે. ત્યાગપૂત ધર્મમય જીવનને બદલે ચમત્કારિક સિદ્ધિના સસ્તા પ્રદર્શનમાં અને એ દ્વારા ધર્મપ્રચારની ઘેલછાની મનોવૃત્તિ બુદ્ધિવિજયના પાત્રમાં આલેખાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ 1પ ૧૧૪ ભાવન-વિભાવના ‘બુદ્ધિવિજયનું વસ્તુ સર્જકચિત્તની નીપજ છે. મધ્યયુગીન વાતાવરણના પરિવેશમાં મુકાયું હોવા છતાં એમાં કોઈ ધર્મકથાનો આધાર લેવામાં આવ્યો નથી. જ્યોતિષના ફળની અને સુવર્ણવર્ણ પ્રયોગની કલ્પના જૈનધર્મ કે અન્ય કોઈ ધર્મની ખાસ નથી છતાં પરંપરામાં સામાન્યપણે અનુસ્મૃત છે. તેનો લાભ લઈને લેખકે અહીં કલ્પનાનું પ્રવર્તન થવા દીધું છે. વળી ‘દ્વિરેફની વાતો” ભાગ-૩માં પ્રસ્તાવનાને અંતે તેઓએ એવી નોંધ પણ મૂકી છે કે, “આટવિક અને અડાયા વચ્ચે જે સંબંધ બતાવેલો છે તે પણ કાલ્પનિક ગણવો. અડાયુ” શબ્દ સાત્રિમાંથી જ આવ્યો છે એમ કહેવાનો ઉદ્દેશ નથી.” આમ આખુંયે કથાવસ્તુ એ સર્જક-પ્રતિભાનું ચારુ ફળ છે અને એમાંથી ગુજરાતી સાહિત્યને એક નમૂનેદાર ઘટનાપ્રધાન વાર્તા સાંપડે છે. નવલિકાનું શીર્ષક ‘બુદ્ધિવિજય’ હોવા છતાં આપણે એને બુદ્ધિવિજયના વ્યક્તિત્વની વાર્તા નહીં કહી શકીએ. બુદ્ધિવિજય એ ઘટનાનું એક અંગ બનીને આવે છે. આમાં બનતી ઘટના જ ઘણી મહત્ત્વની છે અને એના સાંધે સાંધા મેળવતા જઈને દ્વિરેફે વાર્તારસ જમાવ્યો છે. આમેય દ્વિરેફને મતે બનાવો વિનાની વાર્તા એ હાડકાં વિનાના દેહ જેવી છે. બનાવો વાર્તાનું વાતાવરણ ઘડવા અને વાર્તાનાં પાત્રોની પરિસ્થિતિ ઘડવા આવે છે અને આ બનાવો કુદરતી કે મનુષ્યાત, જે હોય તે, પણ સ્વાભાવિક લાગવા જોઈએ એવું દ્વિરેફનું માનવું છે. ગુરુની એક ભૂલ શિષ્યના વિનાશ સુધી કેવી રીતે ઊતરી તેનું જુદા જુદા બનાવો દ્વારા એમણે આલેખન કર્યું છે. શ્રી જયંતિ દલાલ દ્વિરેફની વાર્તાશૈલીની ‘કુશળ સર્જનની સફળ શસ્ત્રક્રિયા' સાથે કરેલી સરખામણી યાદ આવે છે. વિમલશીલને ત્યાં થયેલા રા. વિ. પાઠકકૃત ‘બુદ્ધિવિજય’ પુત્રજન્મની વધામણી અને આચાર્ય તપોવિજયજી વિમલશીલ પાસે પુત્ર માંગી લે છે તે વાર્તાનું પ્રથમ ઘટક છે, જેનો ક્રમશઃ વિસ્ફોટ વાર્તાના અંત સુધીમાં થાય છે. એથીય વિશેષ તો નગરશેઠ વિમલશીલને ત્યાં દીકરીનું માથું લઈને આવે છે ત્યારે વિમલશીલ એમની આગળ જિનદાસ વિશેનું જે રહસ્ય સ્કુટ કરે છે તે ભવિષ્યની વાત આ વાર્તાનું મહત્ત્વનું ઘટક છે. આ ઘટનાથી ઘણી વ્યક્તિઓના ચિત્ત પર ભિન્ન ભિન્ન પ્રતિભાવ જાગે છે. વિમલશીલને તો પાકી શ્રદ્ધા છે કે જિનદાસ દીક્ષા લેશે અને જિનશાસનનો પ્રતાપી ધારક બનશે. આવું થવાનું જ છે એવી વિમલશીલને દેઢ પ્રતીતિ છે. બીજી બાજુ જિનદાસના ચિત્તમાં બે પ્રબળ વૃત્તિઓનો સંઘર્ષ જાગે છે. એક બાજુ સ્ત્રીઓને આકર્ષી શકે તેવાં તપ્તકાંચન વર્ણનું અભિમાન અને બીજી બાજુ સંન્યાસ લઈને જૈનશાસનના ધારક થવાની મહેચ્છા. પરંતુ વિમલશીલ આનાકાની વગર, જિનદાસને દીક્ષા આપવા તૈયાર હોય છે, ત્યારે તપોવિજયજી લંબાવ્યું જાય છે. તપોવિજયજીની ના પાડવાની વાત વાર્તારસને ઉત્તેજવામાં ઘણી સહાયભૂત બને છે. એમણે શા માટે ના પાડી ? તો એનો જવાબ એ હતો કે એમણે ધાર્યું તેના કરતાં જિનદાસના મનનો વળાંક જુદો હતો. સામાન્ય રીતે ઘટના બને અને નવલિકામાં નાટ્યાત્મક વળાંક આવે તેવું બનતું હોય છે, પણ અહીં દ્વિરેફની વિશેષતા એ છે કે નાની નાની ઘટનાથી વાર્તાને બરાબર વળ ચડાવે છે. જેમકે જિનદાસ દીક્ષા લેતી વખતે તપોવિજયજીને પૂછે છે કે, “હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ?” આમ જિનદાસનો રસ ધર્મ કરતાં જ્યોતિષજ્ઞાનમાં વિશેષ છે અને એમાં જ રહે છે. એને તપ કરતાં તેજમાં વધુ રસ છે. ધર્મપ્રચાર કરી પોતાની કીર્તિ ફેલાવવી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાવન-વિભાવના છે. ત્યાગથી નહીં પણ ફલજ્યોતિષથી સર્વને ચકિત કરવા છે. લોકો આગળ સિદ્ધિ કે ચમત્કાર મૂકીને તો તેઓ ધર્મ તરફ આકર્ષાય છે. એવી માન્યતા બુદ્ધિવિજયમાં ઘર કરી ગઈ છે, પણ બને છે એવું કે જે વસ્તુ તપોવિજયજી ત્યજવાનું કહે છે એ જ વસ્તુ તેઓ બુદ્ધિવિજયને આપે છે. આમાં જ તપોવિજયજીના જીવનની વિધિવક્તા રહેલી છે. રાજા પર પ્રભાવ પાડવા બુદ્ધિવિજય પ્રયત્ન કરે છે. લોકેષણા ધર્મષણા પર કાબુ મેળવે છે. બુદ્ધિવિજયે ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું, ગુરુના ગ્રંથો વાંચ્યા, ગુરુએ આપેલો અર્થ પામ્યો પણ ગુરુની ચેતવણી વીસરી જતાં કેવું વિપરીત પરિણામ આવશે તેનો એને ખ્યાલ ન રહ્યો. રાજાને સિદ્ધિનો ચમત્કાર બતાવવાના આશયથી બુદ્ધિવિજય સુવર્ણવર્ણનો પ્રયોગ કર્યો એ વાર્તાનું મુખ્ય સંઘર્ષબિન્દુ બને છે. તેને પરિણામે વાર્તાના અંત તરફ જતાં વધારે ને વધારે વળાંકો આવે છે. ‘દ્વિરેફની વાતો' ભાગ-૨ લખતી વખતે લેખકનું માનસ અને દૃષ્ટિકોણ બદલાયાં હતાં. તેઓ એમ માનતા હતા કે, જગતમાં ક્યાંય એવી જગાએ અનિષ્ટ રહેલું છે કે તેની પાસે માણસ લાચાર, નિરુપાય હોય છે. માણસમાં એવાં ગુઢ અંધ બળો રહેલા છે જેની આગળ વ્યક્તિ બિચારી કશું જ કરી શકતી નથી, અને ઊંટ નકલથી દોરાય તેમ, શિષ્યની વૃત્તિને જાણતા હોવા છતાં એના માયાવી વ્યક્તિત્વને પલટી શકતા નથી. બીજી બાજુ જે જ્યોતિષને તેઓ મિથ્યાશ્રુત કહે છે એ જ જ્યોતિષને આધારે વિમલશીલના પુત્ર વિશે ભવિષ્યવાણી ઉચ્ચારવાનું પ્રલોભન છોડી શકતા નથી. જિનદાસને પણ દીક્ષા લઈને પણ એવું જ જ્યોતિષજ્ઞાન મેળવવાની ઇચ્છા હોય છે. જે પ્રલોભનનો ગુરુ શિકાર થયા તેમાંથી તેઓ શિષ્યને કઈ રીતે પાછો વાળી શકે ? તપોવિજયજી જે નાનકડી લાલચની નિર્બળતાનો રા. વિ. પાટંકકૃત ‘બુદ્રિવિજય” 11૩ શિકાર થયા, એ લાલચ જ બુદ્ધિવિજયના પતનનું કારણ બને છે. બુદ્ધિવિજય એનું જ્ઞાન કામ્યકામનાઓ સિદ્ધ કરવા માટે પ્રયોજે છે. આરંભમાં જ એનો નિર્દેશ ગુરુને થઈ ગયો હોવા છતાં એને પાછો વાળી શકતા નથી. ઊલટું, એના વિનાશનું નિમિત્ત બને છે. તપોવિજયજીએ મિથ્યાશ્રુત જ્યોતિષને આધારે જિનદાસ વિશે ગણિત કર્યું ન હોત તો ? વળી એ જાણ્યા પછી પણ એમણે વિમલશીલ આગળ મહાન દીક્ષાયોગની વાત કરી ન હોત તો ? એથીય વિશેષ તો નગરશેઠ સાથે વિમલશીલ વાતચીત કરતા હતા તે જિનદાસે સાંભળી ન હોત તો ? વળી એ સાંભળ્યા પછી પણ જિનદાસે એનું યોગ્ય રીતે આર્થઘટન કર્યું હોત તો તે સાચું સંયમી જીવન પામી શક્યો હોત, પણ સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં નાનકડી એવી લિસા માનવીના પતનનું કેવું કારણ બને છે, તે લેખકે અહીં દર્શાવ્યું. બુદ્ધિવિજય એની કામના સિદ્ધ કરવા માટે જાળાં રચી રહ્યો છે, પણ અંતે એ પોતે જ પોતાના જાળામાં સપડાઈ જાય છે. એની ચમત્કારિક સિદ્ધિ જ એના વિનાશનું કારણ બને છે. આટવિક પ્રયોગ નહીં કરવાની ગુરુએ આપેલી શિખામણ સિદ્ધિ અને પ્રચારના તોરમાં એ હાસ્યાસ્પદ ગણે છે અને એ જ પ્રયોગ બુદ્ધિવિજયનું મૃત્યુ નોતરે છે. આમ, મનુષ્યજીવનનાં રહસ્યોની સંકુલતા આમાંથી સમજાય છે. બુદ્ધિવિજયની સઘળી આકાંક્ષા, સત્તા, શક્તિ અને કીર્તિ નિમિત્ત આગળ કેવી સામાન્ય પુરવાર થાય છે ! આ નવલિકામાં તપોવિજયજી અને બુદ્ધિવિજય બંનેના જીવનમાં આવાં ‘ગૂઢ અંધ બળો'નું પ્રવર્તન જોવા મળે છે. ‘ કપિલરાય' નવલિકામાં સામાન્ય લેખનશક્તિ ધરાવતો માનવી અદમ્ય આકાંક્ષા અને અતિશય અહમૂને કારણે પાગલ બની Page #62 -------------------------------------------------------------------------- ________________ માન-વિભાવના જાય છે તેનું કટાક્ષમય ચિત્ર દ્વિરેફે આપ્યું છે, તો ‘બુદ્ધિવિજય'માં ઐહિક સુખ, અંગત વાસનાઓ અને આત્મવંચના માટે સિદ્ધિ અને ચમત્કાર પાછળ આંધળી દોટ મૂકનારનો કેવો કરુણ અંત આવે છે એનું ચિત્ર આપ્યું છે. જે વાત ‘કપિલરાયમાં હાસ્યકટાક્ષથી કરેલી છે, તે જ અહીં ગંભીર અને કરુણાપ્રેરક ચિંતનથી કરી છે. નવલિકામાં બુદ્ધિવિજયના જન્મથી અંતકાળ સુધીની અવધિનું આલેખન કરવામાં આવ્યું છે, પરંતુ એનાથી વાર્તા બુદ્ધિવિજયનું ચરિત્રચિત્રણ બની જતી નથી. એનું મુખ્ય કારણ તો એ છે કે તપોવિજય અને બુદ્ધિવિજયના ચિત્તની અનેક ભિન્ન ભિન્ન સ્થિતિઓ આલેખીને માનવચિત્તનાં જુદાં જુદાં સ્તરોને ખોલી આપ્યાં છે. તપોવિજયજીની આશા અને એને વિફળ કરતી બુદ્ધિવિજયની મહત્ત્વાકાંક્ષા બંને એકસાથે ગતિ કરે છે. વાર્તાની ઘટનાઓ દીવે દીવો પેટાય એમ એક પછી એક બને છે. ક્યાંય આ ઘટનાપ્રધાન વાર્તામાં કૃતકતા જણાતી નથી. સ્વાભાવિક ગતિએ જ ચાલતી આ ઘટનાઓનું વિશેષ અને અસરકારક તત્ત્વ તે એમાં આવતું dramatic element છે. ઘટનાના આવા નાટ્યાત્મક નિરૂપણથી પણ એક ચોટ સધાય છે. દ્વિરેફ ઘટનાનો અર્થ કોઈ સ્થળ ઘટના કરતા નથી. તેઓ કહે છે, “અમુક પરિણામ ખાતર જાણે બનાવ બન્યો છે એમ ન લાગવું જોઈએ પણ એ બનાવ ને એ પરિણામ એક જ નિર્માણથી બન્યાં છે એમ લાગવું જોઈએ.”* આ નવલિકામાં ક્યાંય લેખકે પોતાના તરફથી કશું મૂક્યા વિના વસ્તુને જ એવી રીતે વિકસાવ્યું છે રા. વિ. પાઠકકૃત ‘બુદ્રિવિજય” ૧૧૯ કે એક પછી એક બનાવ માનવીની વૃત્તિના ઉછાળાની સાથોસાથ ઉત્તેજનાત્મક વળાંકો લેતો લેતો આગળ વધે છે. મોપાસાં કે હેમિંગ્વની નવલિકાની વસ્તુગૂંથણી અહીં યાદ આવી જાય, ક્યાંય કોઈ યુક્તિ લેખકને અજમાવવી પડતી નથી. જુદા જુદા પ્રસંગોનો એ સંદર્ભ રચીને એક ગતિશીલ ઘટનાને આકાર આપ્યો છે. આથી આ વાર્તાનું સ્વરૂપવિધાન એક ધીંગી વાર્તાનું છે. એમાં ક્યાંય આપણને અવાસ્તવિક કે કૃત્રિમ રીતે બેસાડેલો સાંધો જોવા મળતો નથી. વાર્તાના રહસ્યની આસપાસ પાત્રોની વિગતો, બનાવોની ઘટમાળ, પરિસ્થિતિમાંથી નીપજતું ચિંતન એવાં તો ગોઠવાઈ ગયાં છે કે ક્યાંય લેખકને વાર્તાની વચ્ચે આવીને કશું કહેવું પડતું નથી. આમાં જીવનદર્શનનો ક્યાંય ભાર લાગતો નથી. લેખક જે કુતૂહલથી જ્વાળામુખી સામે જુએ છે, એ જ કુતૂહલથી જૂઈના ફૂલ સામે પણ જુએ છે. આમ, ચિંતન નકરા ચિંતનરૂપે આવતું નથી, પરંતુ વાર્તામાં આપમેળે ગૂંથાઈ જાય છે. આથી જ દ્વિરેફની નવલિકાઓમાં પ્રાસાદિક્તા અને ગહનતાનો વિલક્ષણ અનુભવ થાય છે. એમની દૃષ્ટિ ફિલસૂફની છે. માનવમનની રંગલીલાને તે પ્રગટ કરે છે. અનાકુલ બનીને પાત્રમાનસનું મનોવિશ્લેષણ કરે છે. તે ક્યારેય લાગણીના પૂરમાં તણાયા નથી. પોતે પણ નહીં અને ઘણુંખરું પાત્રો પણ નહીં. આને કારણે નવલિકામાં અકારણ આવેગ કે આકુલતા આવતાં નથી. આ જ નવલિકા ધૂમકેતુએ લખી હોત તો કેવી રીતે લખાઈ હોત, તે વિચારવું રસપ્રદ છે. એમણે એકાદ ઊર્મિને કેન્દ્રમાં રાખીને ઝીણી વિગતો કે મનોવિશ્લેષણ જવા દઈને પાત્રની કરુણતા કદાચ ઉપસાવી હોત ! નવલિકાની કથનરીતિ ઘણી નોંધપાત્ર છે. તર્કના અંકોડા મેળવીને એ આગળ વધે છે. આ તર્કબળ વાર્તાગત રહસ્યના સુરેખ શિલ્પવિધાનમાં મહત્ત્વનો ફાળો આપે છે. ૧. *સાહિત્યવિમર્શ'. લે. શ્રી રા. વિ. પાઠક, પૃ. ૧૪૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૧૨૦ ભાવન-વિભાવન બુદ્ધિવિજય’ નવલિકામાં જૈનધર્મની પરિભાષાને કારણે વાર્તાને classical touch મળે છે. વાતાવરણને અનુરૂપ સ્વાભાવિકતા લાવવા માટે લેખકે જૈનધર્મશાસ્ત્રની પરિભાષાનો અને વિધિવિધાનનો અમુક સ્થાનો પર ઉપયોગ કર્યો છે. દ્વિરેફ એક જાગ્રત સર્જક છે અને એનો ખ્યાલ તો આ વાર્તા પહેલાં ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ'માં પ્રગટ થઈ અને પછી ‘દ્વિરેફની વાતો' ભાગ-૩માં ગ્રંથસ્થ કરી તે દરમિયાન એમણે આ વાર્તામાં કરેલા સુધારા પરથી આવે છે. સૌથી મોટો ફેરફાર પ્રથમ પેરેગ્રાફમાં કર્યો છે. ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ માં આ પ્રમાણે છે – “વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી ઠવણી પરથી બાકીનાં પાનાં ધીરે હાથ લઈ, પોથી બાંધી ઊભા થઈ, પોતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. રસ્તામાં હંમેશ માફક દ્વાર આગળ ઊભા રહી બધા જતા માણસોને “ધર્મલાભ’ કહેવા લાગ્યાં. હંમેશની પેઠે મહારાજ ને અંદરના ખંડ સુધી મૂકવા જવા નગરના ભાવિક શેઠ વિમલશીલ દ્વાર આગળ ઊભા હતા, તેમને પણ તેમણે છેવટે અહીં જ “ધર્મલાભ' કહ્યો ત્યારે તેમણે વિનયથી કહ્યું : “આવું છું ને ? " જ્યારે ‘દ્વિરેફની વાતો” ભાગ-૩માં આ મુજબ છે : વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી વ્યાખ્યાનનું ચાલુ પાનું ધીરેથી ગ્રંથમાં ગોઠવી, પોથી બાંધી ઊભા થઈ, પોતાના રા. વિ. પાઠકકૃત ‘બુદ્ધિવિજય’ ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા, માર્ગમાં ભાવથી સામું જોનારને અમૃતમય દૃષ્ટિથી વિદાય-આશીર્વાદ આપતા, અને વંદના કરતા શ્રાવકોને વૈખરીથી ‘ધર્મલાભ” કહેતાં, નગરના ભાવિક શેઠ વિમલશીલ ઊભા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા. વિમલશીલ હંમેશ મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જતા અને બે ઘડી મહારાજનો વિશેષ સત્સંગ સાધી પછી જતા. તેમની સામે પણ આજે તેમણે વિદાયની દૃષ્ટિ કરી ત્યારે તેમણે વિનયથી કહ્યું : “આવું છું ને ?” વિમલશીલ આચાર્ય મહારાજને અનુકૂળતાએ પધારવા અને આઠમે વર્ષે જરૂર પધારવા વિનંતી કરે છે ત્યારે મૂળમાં (શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથમાં) તપોવિજયજી ‘ધર્મલાભ' કહે છે તેને બદલે પુસ્તકમાં (‘દ્વિરેફની વાતો” ભાગ-૩) “યથાવર્તમાન' શબ્દ મૂક્યો છે, તે જૈનશાસ્ત્ર પ્રમાણે વધુ ઉચિત છે. આવી જ રીતે મુળમાં તપોવિજયજી ‘પાંચ વરસ પછી ફરી આવવા કહી પાછા વિહારે ચાલ્યા ગયા” (પૃ. ૧૭૧) એમ છે. જ્યારે વાર્તાસંગ્રહમાં ‘પાંચ વરસ પછી વિચાર કરીશું કહી તેઓ પાછા વિહારે ચાલ્યા ગયા' તેમ છે. આવી જ રીતે ‘બુદ્ધિવિજય પોતાની સર્વસંપત્તિ અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો” તેને બદલે વાર્તાસંગ્રહમાં ‘બુદ્ધિવિજય પોતાના સર્વ ઉપસ્કરણ અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો' એમ મળે છે. ૨. શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, ઈ. સ. ૧૯૧૫ ૧૯૪૦. પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, પૃ. ૧૭૦ નગરના કોટિપતિની દીકરી બુદ્ધિવિજય પર મોહિત થયાની વાત સાંભળી દુ:ખ અને ધૃણા સાથે તપોવિજયજી કહે છે, “આટઆટલા Page #64 -------------------------------------------------------------------------- ________________ માવન-વિભાવના ૨૩ ૨૨. દિવસથી તેને કહું છું કે તારો મેલ સમજ , ને તેને ક્ષીણ કર તેને બદલે, તારા જ નહીં પણ મારા સંયમજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે !'' (પૃ. ૧૭૩) આને બદલે વાર્તાસંગ્રહમાં (પૃ. ૧૬૦) તપોવિજયજી કહે છે. “આટઆટલા દિવસથી તને કહું છું કે તારો મેલ સમજ , ને તેને ક્ષીણ કર. તેને બદલે, તું તારા સંયમજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે એટલું જ નહિ, પણ આખા શાસનની હીલના કરે છે તે સમજે છે ?” આ બધા ફેરફારો શાસ્ત્રીય દૃષ્ટિએ વધુ યોગ્ય છે. જ્યારે છેલ્લા ફેરફારમાં તો નવલિકાના મર્મને પણ લેખકે વિશેષ પ્રગટ કર્યો છે. ધાર્મિક પરિભાષાનો આવો સુંદર વિનિયોગ કર્યો હોવા છતાં આ કૃતિ ક્યાંય સાંપ્રદાયિક રંગવાળી ધર્મકથા બની નથી, પરંતુ મનુષ્યભાવની Universal (સર્વસામાન્ય) નબળાઈ કે સહજવૃત્તિને અવલંબીને વસ્તુની ગોઠવણી દ્વારા ઉત્તમ નવલિકા બને છે. વાર્તાની શૈલી સીધી, સાદી અને લક્ષગામી છે. શ્રી જયંતિ દલાલે કહ્યું છે તેમ, “લક્ષની એક ક્ષણની વિસ્મૃતિ પણ આ શૈલીમાં નાખી નજરે નથી દેખાતી. ન્યાયશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રના અભ્યાસીઓએ બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર સીધી લીટી છે એ સનાતન સત્ય આ શૈલી પર કોતરી દીધું છે.' - દ્વિરેફની વાર્તાઓમાં અંતની ચોટ હોય છે. કેટલીક વાર્તાઓમાં આવી અંતની ચોટ લેખક સભાનપણે લાવ્યા હોય તેવું લાગે છે, પરંતુ ‘બુદ્ધિવિજય'નો અંત પ્રભાવક બની રહે છે. વાર્તાલેખકે અંધ બળોનું પ્રવર્તન કેવું વેધક રીતે બતાવ્યું છે ! હજાર વામ સુધી રા. વિ. પાઠકકૃત ‘બુદ્ધિવિજય’ સુવર્ણવર્ણપ્રયોગ સમયે કોઈને હાજર નહિ રહેવાનું બુદ્ધિવિજયે કહ્યું હતું, છતાં રાજાનો જીવ ઝાલ્યો રહ્યો નહિ, બુદ્ધિવિજય હોત તો કદાચ રાજા એમના પ્રભાવથી દૂર રહ્યો હોત. પરંતુ બુદ્ધિવિજયને ઉજ્જયિની તરફ વિહાર કરવો પડ્યો. પ્રયોગ કરતી વખતે કુંવરનું શરીર ટાઢું પડતાં રાજવૈદ્યને બોલાવ્યા, પણ તેઓ બહારગામ ગયા હતા. આ સમયે ક્રોધે ભરાયેલા રાજાએ ત્રણ મારાઓને મોકલી દીધા. કમનસીબે રાજવૈદ્ય એક પ્રહર પછી આવ્યા અને તેમણે સૌને આશ્વાસન આપ્યું. પરંતુ એ પહેલાં તો બુદ્ધિવિજયને મારવા ત્રણ ઘોડેસવારો નીકળી ચૂક્યા હતા. રાજા રાત્રે નીકળ્યો હોત તો કદાચ બુદ્ધિવિજયને મારવા ગયેલા ઘોડેસવારો તેને દૂરથી જોઈ શક્યા ન હોત. પરંતુ રાજાને રાજસાંઢણી પર દરબારીઓએ સવારે જવાનું કહ્યું. આમ બુદ્ધિવિજયને નહિ મારવાનું કહેવા માટે રાજા જાતે ગયો. બુદ્ધિવિજયને જીવતો જવા દેવા ઇચ્છતા સૈનિકો રાજાને સાંઢણી પર આવતો જોઈને એના હુકમનો અમલ કરવા માટે એકસાથે અનેક ઘા મારીને તેને પૂરી કરે છે. વાર્તાનો અંત જેટલો ચમત્કૃતિપૂર્ણ છે, એટલો જ સ્વાભાવિક છે. દ્વિરેફ સભાન શિલ્પી છે. એમની કવિતા એ ‘કાવ્યજ્ઞની કવિતા' કહેવાય છે, તો એમની વાર્તા વાંચતી વખતે એમ લાગે કે નવલિકાની ટેનિક, કથનરીતિ, વસ્તુગૂંથણી એ બધાંથી લેખક સભાન છે. આ સભાનતા અહીં અવરોધરૂપ બની નથી, બલકે એને કારણે વાર્તાનું શિલ્પ સરસ ગોઠવાય છે. એમના મનમાં કોઈ રહસ્યગર્ભ વિચાર ચાલે અને એ વિચાર એટલો ઘોળાય કે તરંગ વિચાર બને અને એમાંથી ઘટના સર્જાય. વિચાર કહેવા માટે કે અમુક મુદ્દો રજૂ કરવા માટે વાર્તા લખાઈ હોય તેમ લાગતું નથી, પણ એ મુદ્દો ઘોળાઈને ૩. 'રેખા', જુલાઈ, ૧૯૪૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભાવન-વિભાવન કલાસ્વરૂપ પામે છે. વિચારમાંથી જન્મેલી વાર્તા એના તર્કબળ, એની માંડણી અને ‘જીવંતતા'ને કારણે અંતે વાર્તાકૃતિ બને છે. વાર્તા કહેવાની એમને અનોખી ફાવટ છે. ‘બુદ્ધિવિજય'ની મર્યાદા અંગે, “ઝીણી ઝીણી વિગતો કહેવાની ટેવ, અને કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ અણછતી ન રહી જાય તે માટેની કાળજી આ વાર્તાને સારું એવું લંબાણ આપે છે. લેખકે નિરૂપણમાં થોડી કાટ-છાટ કરી હોત તો એમની આ સારી વાર્તા વધુ સારી બની હોત” એવું કહેવાય છે. જોકે વાર્તાનું વસ્તુ જ વાર્તાની શૈલી અને સ્વરૂપ નક્કી કરે છે અને તેથી આ નવલિકાની ગતિને આ પ્રસંગો પૂરક બની રહ્યા છે તેમ કહેવું જોઈએ. વસ્તુના દોરને ક્યાંય શિથિલ થવા દીધો કે ક્યાંય લંબાવ્યો નથી. વસ્તુમાં સતત પલટા આવે છે અને આવાં વળાંકબિંદુઓથી વસ્તુ દૃઢ રીતે ગૂંથાતું જાય છે. ધૂમકેતુ પછી ગુજરાતી નવલિકાને દ્વિરેફ એક સોપાન આગળ લઈ ગયા. મનુષ્યના ચિત્તમાં પડોને બુદ્ધિપૂર્વક ખોલતાં જઈને છેવટે એમાંથી કશુંક રહસ્યરૂપે, અનિવાર્ય કલાત્મક રીતે પ્રગટ કરી બતાવવું એ તેમની વાર્તાકાર તરીકેની ખૂબી ‘બુદ્ધિવિજય'માં સુપેરે પ્રગટ થઈ છે. ૪. ‘રામનારાયણ વિ. પાઠક : વાડ્મયપ્રતિભા', લે. કાન્તિલાલ કાલાણી, પૃ. ૨૩૨ આઠ આપણાં બાળસામયિકો ગુજરાતી બાળસાહિત્યની સાથે સાથે બાળસાયિકોની એક પરંપરા જોવા મળે છે. કેટલાક સર્જકોએ બાળસાહિત્યના સર્જનની સાથોસાથ બાળસામયિકનું સંપાદનકાર્ય પણ સંભાળ્યું છે. આ બાળસામયિકોની એક સદીથી પણ વધુ સમયની દીર્ઘ પરંપરા જોવા મળે છે. ગુજરાતનું સૌપ્રથમ બાળસામયિક ‘નાહાનાં છોકરાંને સારૂ’ સુરતથી ખ્રિસ્ત મિશનરીઓએ પ્રકાશિત કર્યું. ઈ. સ. ૧૮૬૨માં સુરતની ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટી દ્વારા ‘સત્યોદય’ (The Dawn of Truth) પ્રસિદ્ધ થયું. આ સામયિકનો મુખ્ય હેતુ ખિસ્તી ધર્મના પ્રચારનો હતો. પરંતુ આવી ધર્મપ્રચારની સામગ્રીની સાથોસાથ વહેમ, સફાઈ, મંત્રતંત્ર અને કામક્રોધ જેવા વિષયો પર ટૂંકા લેખો, ગુજરાતી જોડણીના નિયમો તથા અંગ્રેજીના પાઠો આપવામાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના આવતા. ક્યાંક વાર્તાને અંતે એનો સાર પણ તારવી આપવામાં આવતો. આ સામયિકની ભાષા પર પારસી બોલીની કોઈ છાપ જણાતી નથી, પણ ધર્માતરની પ્રવૃત્તિનો હેતુ સ્પષ્ટપણે વર્તાય છે. ધીરે ધીરે ‘સત્યોદય’ માત્ર ધર્મપ્રચારલક્ષી જ બની ગયું અને પછીના સમયમાં તો એનાં ભાષા, લખાણ અને વિષયસામગ્રી મોટી વયનાને ઉપયોગી થાય તે રીતે આપવામાં આવતાં. પારસીઓએ અર્વાચીન ગુજરાતી પત્રકારત્વના પ્રારંભકાળે પ્રદાન કર્યું છે. એ જ પારસીઓએ ગુજરાતને સાચા અર્થમાં પહેલું બાળસામયિક આપ્યું છે. ઈ. સ. ૧૮૭૭ના સપ્ટેમ્બરમાં ‘બાળોદય’ નામનું બાર પાનાંનું બાળકો માટેનું માસિક શરૂ થયું. આ સામયિકને છેલ્લે પાને ‘મુંબઈ સમાચાર છાપખાનામાં માણેકજી બરજોરજી મીનોચેહેર હોમજીનાએ છાપીયું છે.' – એવી નોંધ મળે છે. પહેલે વર્ષે એનું વાર્ષિક લવાજમ ચાર આના હતું, જે બીજા વર્ષના બીજા અંકથી ત્રણ આના કરવામાં આવ્યું ! સામયિકની ભાષા પર પારસી બોલીની ઘણી છાંટ છે. વર્ષના પ્રારંભે લેખક લખે છે : છોકરાંઓ ! તમારાં બાલોદયે પોતાનું બીજું વરસ પણ પસાર કીધું છે; અને તે આજે હસતે મોંડે તરીજા વરસમાં દાખલ થાય છે. તેણે પોતાનાં પહેલાં વરસમાં તમારી જોડે પોતાની નાની વય પ્રમાણે નાની વાતો કરી છે; બીજા વરસમાં તેથી પણ મોટી કરશે. એ રીતે તે પોતાની ઊલટમાં આગલ વધતું રહ્યું છે; અને તે જ પ્રમાણે તમોએ પણ તમારી ઊલટમાં આગલ વધતાં રહેવું જોઈએ છે.” (બાળોદય', સપ્ટેમ્બર ૧૮૭૯, પૃ. ૩) આ સામયિકના પ્રથમ પાને પ્રાર્થના પ્રસિદ્ધ થતી હતી, પરંતુ આપણાં બાળસામયિકો ૧૨૩ ત્રીજા વર્ષના ચોથા અંકથી પહેલે પાને દાંતની માવજત, રેલવે, ચોખ્ખી હવા, સાબુની જરૂર કે વરસાદના દિવસો વિશેના લેખ મળે છે. ‘બાળોદય ’માં નાની વાર્તા, સંવાદ, સામાન્ય જ્ઞાન, સદાચરણ, ચોખ્ખાઈ, સ્ત્રી-કેળવણી જેવા વિષયો પર બોધલક્ષી લેખો પ્રગટ થતા. કાવ્યો, દોહરા તેમ જ શિક્ષક અને શિષ્યો વચ્ચેનો સંવાદ અપાતાં. વળી ‘અક્ષર સુધારવા વિષે’ ગરબી મળે છે, તો ભૂગોળ અને વ્યાકરણની સંવાદરૂપે સમજ આપતા લેખો મળે છે. બાર પાનાંના આ સામયિકમાં એકાદ ચિત્ર પણ મળે છે. અમદાવાદની શ્રી બાલ જ્ઞાનવર્ધક સભા તરફથી ઈ. સ. ૧૮૨૨ના જાન્યુઆરીમાં ‘બાળકોને સર્વોત્તમ રસ્તે ચડાવવાના હેતુથી' ‘બાળ જ્ઞાનવર્ધક' નામનું બાર પાનાંનું માસિક પ્રગટ કરવામાં આવ્યું. આના દરેક અંક પર વર્ષ દરમિયાન એક જ શ્લોક મૂકવામાં આવતો તેમ જ પહેલે પાને સંસ્કૃત સુભાષિત અને નીચે ગુજરાતી ભાષાંતર આપવામાં આવતું. એના મુખપૃષ્ઠ પર “મામાની હવેલીમાં અ. યુનાઇટેડ પ્રા. અને જ. એ. કંપની લિમિટેડના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપી પ્રસિદ્ધ કર્યું.” આ પ્રકારની નોંધ પ્રસિદ્ધ થતી. ‘બાળ જ્ઞાનવર્ધક'નું વાર્ષિક લવાજમ છ આના અને છૂટક નકલની કિંમત છ પાઈ હતી. આમાં કવિતા, વાર્તા, નાટક, બોધક નિબંધ વગેરે પ્રગટ થતાં. ‘સંપ’, ‘ચિંતા’, ‘વૈર્ય’, ‘નિંદા', ‘જીભ', ‘સુધારો’, ‘કસરત', ‘પ્રામાણિકતા” જેવા વિષયોનાં લખાણો મળે છે. આ સામયિકના લેખો બાળકો માટે ભારેખમ ગણાય. વળી ઘણા નાના ટાઇપમાં પ્રગટ થતું ચિત્ર વિનાનું આ સામયિક બાળકો કરતાં મોટાંઓ માટે વધુ લેખસામગ્રી ધરાવે છે. ઈ. સ. ૧૯૦૨ના સપ્ટેમ્બરમાં શરૂ થયેલા ‘સુંદરી સુબોધ' સામયિકમાં ‘બાલોદ્યાન” નામનો એક લેખવિભાગ પ્રગટ થતો હતો. એક તો એ અનિયમિત રીતે પ્રગટ થતો અને વળી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભાવન-વિભાવના ૧૨e તેમાં મોટે ભાગે બાળકોને અનુલક્ષીને માતા-પિતાને માર્ગદર્શન આપતા લેખો પ્રકાશિત થતા હતા. ‘સંપાદક, પ્રકાશક અને પ્રિન્ટર' શ્રી મહાશંકર લલ્લુભાઈ ભટ્ટે ઈ. સ. ૧૯૧૧ના જાન્યુઆરીમાં ‘બાલશિક્ષક' નામનું માસિક શરૂ કર્યું. એનો હેતુ ‘બાલશિક્ષકના કેટલાક અંકોના મુખપૃષ્ઠ પર આ પંક્તિઓ દ્વારા રજૂ થતો; ઊંડા અંધકારે રખડતાં નિજ બાળ નિહાળો, તેને જ્ઞાન દીપક આપી સુખના માર્ગમાં વાળો – ગહન નિદ્રા થકી જાગો.” સવા રૂપિયાનું વાર્ષિક લવાજમ ધરાવતા ‘બાલશિક્ષકના પ્રારંભિક અંકો સારા કાગળ, સુયોજિત ગોઠવણી અને સફાઈદાર મુદ્રણ ધરાવે છે. ૧૯૧૫ના નવેમ્બર મહિનાના અંકમાં તેનો ફેલાવો ૪000 નકલોનો લખેલો છે. ‘બાલશિક્ષક' સાત વર્ષ સુધી જાહેરખબર વિના પ્રગટ થતું રહ્યું, પરંતુ પછી આર્થિક સંકડામણને કારણે જાહેરખબર લેવી પડી. આમાં કાવ્યો, ટુચકા, ઉખાણાં, પ્રશ્નોત્તરી, ઐતિહાસિક કથાઓ, વિજ્ઞાનના પ્રયોગો અને સંવાદ દ્વારા સામાન્ય જ્ઞાન આપવામાં આવતાં હતાં. રામાયણ, મહાભારત અને ઈસપની કથાઓ આમાં આલેખાઈ છે તો બીજી બાજુ ભૂગોળ, નીતિશિક્ષણ, મહાપુરુષોનાં ચરિત્રો તેમ જ રમતગમત વિશેના લેખો મળે છે. આ સામયિક પોતાને ‘ગુજરાતી ભાષામાં સર્વથી પહેલું અને એકનું એક જ બાલોપયોગી માસિક' કહેવડાવે છે. પણ આ કથન ઇતિહાસદૃષ્ટિએ યથાર્થ નથી. ‘બાલશિક્ષક’ના પહેલા છ મહિનાના ગાળાને પૂર્વાર્ધ તરીકે અને બાકીના સમયને ઉત્તરાર્ધ તરીકે વહેંચી નાખવામાં આવ્યા છે. આ સામયિકનું મુખ્ય લક્ષ બાળકોને બોધ અને માહિતી આપવાનું આપણાં બાળસામયિકો છે. એની સચિત્રતા પણ નોંધપાત્ર ગણાય. છઠ્ઠા વર્ષે એનું કદ બદલવામાં આવ્યું અને સાથોસાથ સામાન્ય કાગળ પર એનું મુદ્રણ થવા લાગ્યું. સાતમાં વર્ષે ફરી આ સામયિકે કદપરિવર્તન કર્યું અને પ૦ પાનાંના બે ભાગ કર્યા. આમાં પ્રથમ ભાગમાં ચોથા ધોરણ સુધીનાં બાળકો માટે મોટા ટાઈપમાં લેખો આપવામાં આવતા હતા. જ્યારે બીજા ભાગમાં ચોથા ધોરણે પછીના વિદ્યાર્થીઓ તેમ જ માતાપિતા અને શિક્ષકોને ઉપયોગી સામગ્રી આપવામાં આવતી હતી. ઈ. સ. ૧૯૧૨માં શ્રેયસાધક અધિકારીવર્ગ તરફથી બાળકો માટે ‘બાળકોનો બંધુ' પ્રગટ થયું પણ તે લાંબો સમય ચાલ્યું નહિ. સ્ત્રી-કેળવણી અને સંસારસુધારા માટે ‘સ્ત્રી-બોધ’ નામનું સામયિક પુતળીબાઈ કાબ્રાજી અને કેશવપ્રસાદ દેસાઈએ શરૂ કર્યું હતું. એમાં ૧૯૧૯ની જાન્યુઆરીએ આઠ પાનાં ધરાવતો અલાયદો બાળક” વિભાગ પ્રગટ થયો. ત્રીજે વર્ષે આ વિભાગમાં ૧૬ પાનાં અને ચોથે વર્ષે ૨૪ પાનાં આપવામાં આવ્યાં. ૬૮ પાનાંના ‘સ્ત્રીબોધ માં ૨૪ પાનાંનો બાળકો માટે ‘બાળક' વિભાગ અપાય, તે એક અલગ સામયિક જેટલું મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાંથી પ્રસિદ્ધ થયેલાં સ્ત્રીવિષયક સામયિકોમાં ક્વચિત્ બાળવિભાગ આપવામાં આવે છે, પરંતુ ‘સ્ત્રી-બોધ' જેટલો સમૃદ્ધ બાળવિભાગ ક્યાંય જોવા મળતો નથી. આ સામયિકના ‘બાળક' વિભાગમાં કવિતા, વાર્તા, ઉખાણાં, કોયડા, પ્રાણીપરિચય, રમતપરિચય, તેમ જ બાળકોએ લખેલા ‘બાળકોના લેખો' નામનો વિભાગ આપવામાં આવતો. રામાયણ, સિંહાસનબત્રીસી તેમ જ શામળ ભટ્ટની વાર્તાઓ હપતાવાર અપાતી, એટલું જ નહિ, પણ એમાં હિંદી વિભાગ આપવામાં આવતો. હિંદી લેખની નીચે ગુજરાતી તરજુમો પણ અપાતો. “બાળક” વિભાગમાં સુંદરમ્, રમણલાલ ના. શાહ, દેશળજી પરમાર, જીવરામ જોષી, Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન મનુભાઈ જોધાણી અને સોમાભાઈ ભાવસાર જેવા પ્રસિદ્ધ લેખકોની રચના મળે છે. કાગળના ભાવ આસમાને ગયા હોવા છતાં બાળકોને સચિત્ર અને નિયમિત માસિક મળી રહે તે હેતુથી ‘કમલકાત્ત 'ના તંત્રીપદે ‘બાલજીવન' પ્રગટ થયું. બાળકોને મહાપુરુષોના પગલે ચાલવાની પ્રેરણા મળે અને તેના એક ઉપાય તરીકે નિયમિત વાચન મળતું રહે તે હેતુથી આ સામયિક પ્રગટ થયું. વિ. સં. ૧૯૭૭ના કારતક મહિનામાં ‘સદ્દગત શ્રીયુત છગનલાલ દુલ્લભદાસ ગાંધીના સ્મરણાર્થે’ એવી નોંધ સાથે અને મુખપૃષ્ઠ પર એની તસવીર સાથે ‘બાલજીવનનો પહેલો અંક પ્રગટ થયો. તંત્રીની ઘડાયેલી દૃષ્ટિને કારણે ચાળીસ પાનાંના આ સામયિકે ગુજરાતી બાલજગતની ઘણી મોટી સેવા કરી. એ નાની વયનાં બાળકો માટે નહિ, પણ કુમારો માટેનું સામયિક હતું. છોકરીઓ માટે એક જુદો વિભાગ રાખવામાં આવતો. આમાં જાણીતા લોકોની સાથોસાથ ઊગતા લેખકોની રચના પ્રગટ થતી હતી. અગાઉનાં સામયિકો કરતાં ‘બાલજીવનની સચિત્રતા આગવી તરી આવતી હતી. આમાં કાવ્ય, વાર્તા, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, પ્રાણીકથા, રમતગમત અને સાહસ કથાઓ આપવામાં આવતી હતી જેથી ‘બાલજીવનમાં સારું એવું વિષયવૈવિધ્ય સાંપડતું. ‘વિકસતું વિજ્ઞાન' શીર્ષક હેઠળ વિજ્ઞાનના સમાચારો, ‘નવાજૂની'માં રસપ્રદ બનાવો તેમ જ ‘દેશ અને દુનિયા'ના શીર્ષકથી દુનિયાના સવાલોનો ખ્યાલ આપવામાં આવતો. આ માસિકનો હેતુ દર્શાવતાં તંત્રી લખે છે : બાલજીવનના દરેક પ્રશ્નોને બારીકાઈથી ચર્ચવાનો અને બાલ કોને સંગીન અને તેમની બુદ્ધિમાં વધારો કરી તેમનામાં સ્વાશ્રય, આપણાં બાળસામયિકો સ્વત્વ, સ્વાભિમાન, સ્વદેશાભિમાન અને દઢ નિશ્ચયની લાગણીઓ જાગૃત કરે તથા હાલના તેમના શિક્ષણને અંગે તેમને ઉપયોગી થઈ પડે અને અનેક પ્રકારનું જ્ઞાન તેઓ મેળવી શકે તેવા સચિત્ર લેખો આ માસિક દ્વારા પ્રગટ કરાવાને આ માસિકનો ઉદ્દેશ છે.” (‘તંત્રીનું નિવેદન’, ‘બાલજીવન’ વર્ષ-૧, અંક-૧, કારતક સે, ૧૯૭૭ પૃ. ૩૩) ‘બાલજીવન’ શ્રી રમણલાલ ના. શાહના તંત્રીપદે ઘણાં વર્ષો સુધી ગુજરાતી બાલજગતને રુચિપૂર્ણ વાચન પીરસ્યું હતું, તેમ જ એને વર્તમાન સમયની ઘટનાઓ સાથે સંપર્કમાં રાખ્યું હતું. ઈ. સ. ૧૯૨૧ના ઑગસ્ટ માસમાં ‘બાળકોને લગતું સાહિત્ય નહિ, પણ બાળકો માટે’ સાહિત્ય પ્રગટ કરવાના હેતુથી ‘બાલમિત્રનો પ્રારંભ થયો. છથી સોળ વર્ષનાં છોકરા-છોકરીઓને આનંદ સાથે જ્ઞાન મળે તેમ જ એમનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તેવી વાચનસામગ્રી આપવાનો ‘બાલમિત્રનો હેતુ હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટીને શ્રી જીવનલાલ મોતીચંદે બાળકોની સેવા માટે આપેલા દાનની એક યોજનારૂપે આ સામયિક શ્રી ડાહ્યાભાઈ લમણભાઈ પટેલના અધિપતિપદે પ્રગટ થયું. એના બીજા અંકમાં તેર વર્ષનાં વિનોદિની નીલકંઠનો ‘કોયલાની જીવનકથા’ નામનો લેખ મળે છે. ‘બાલમિત્ર'નું રંગીન મુખપૃષ્ઠ બાળકોને આકર્ષે તેવું હતું. એમાં ચરિત્રો, લેખો, વાર્તાઓ, ઉખાણાં અને સામાન્ય જ્ઞાનના લેખો ઉપરાંત અંગ્રેજી, હિંદી કે બંગાળી લેખ યા વાર્તાના અનુવાદો પણ આપવામાં આવતા હતા. મુખપૃષ્ઠના પાછળને પાને કવિતા અપાતી તો ‘મોઢે કરવા જેવી કવિતા' વિભાગમાં મીરાં, શામળ જેવા મધ્યકાલીન કવિઓની જાણીતી કવિતાનો આપવામાં આવતી. આમ સચિત્રતા અને વૈવિધ્ય બંને દૃષ્ટિએ આ સામયિક નોંધપાત્ર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભાવન-વિભાવન ગણાય. એ સમયના ઘણા લબ્ધપ્રતિષ્ઠ લેખકોની કૃતિઓ પણ ‘બાલમિત્ર'માં મળે છે. કાકા કાલેલકર, રવિશંકર રાવળ, હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ, હિંમતલાલ ગણેશજી અંજારિયા જેવાના લેખો, ‘ધૂમકેતુ', ગિજુભાઈ અને રમણલાલ ના. શાહની વાર્તાઓ તો ન્હાનાલાલ, ઝવેરચંદ મેઘાણી અને ‘લલિત'નાં કાવ્યો મળે છે. અડધી સદીથી પણ વધુ સમય સુધી ચાલેલું ‘બાલમિત્ર' બાળકોના સંસ્કારઘડતરમાં સાચા મિત્ર જેવું બની રહ્યું. જોકે આજે એનું પ્રકાશન અનિયમિત બની ગયું છે. કોઈ પણ સંસ્થાના પીઠબળ વગર ત્રણ ત્રણ દાયકા સુધી ‘બાળક’ સામયિકે યશસ્વી સેવા બજાવી. શ્રી ભીખાભાઈ પુરુષોત્તમ વ્યાસના તંત્રીપદે પ્રસિદ્ધ થયેલું આ સામયિક એના તંત્રીની બાળકોના સંસ્કારઘડતર માટેની નિષ્ઠા અને ધગશનાં ઘાતક છે. ઈ. સ. ૧૯૨૩ની પહેલી જાન્યુઆરીએ અમદાવાદથી પ્રગટ થયેલું આ સામયિક પહેલાં ત્રૈમાસિક, એ પછી એક વર્ષ બાદ દ્વિમાસિક બન્યું અને ત્યારબાદ થોડાં વર્ષો પછી માસિક થયું. ‘બાળકોનાં જીવન શુદ્ધ અને સંસ્કારી બનાવે, બાલસેવા અને દેશસેવાના કામમાં યથાશક્તિ ફાળો' બાળકો આપે, તે હેતુથી આ સામયિક શરૂ કરવામાં આવ્યું. આકર્ષક ગોઠવણી, આર્ટપેપર પર કલામય ચિત્ર તેમ જ સારી જાતના કાગળ પર એ પ્રગટ થતું. આમ તો આઠથી બાર વર્ષનાં બાળકોને અનુરૂપ લખાણો, કાવ્યો, કથાઓ, ટુચકા, પ્રાર્થના અને કહેવતકથા આપવામાં આવતાં. તંત્રીની સાથોસાથ ‘બાળક'નું પ્રકાશનસ્થળ પણ બદલાતું રહ્યું. પહેલાં અમદાવાદ, પછી ગોધરા, ત્યારબાદ વડોદરા અને અંતે અમદાવાદથી એ પ્રગટ થતું રહ્યું. ‘બાળક'ના તંત્રી ભીખાભાઈ વ્યાસે અત્યંત કપરા સંજોગોનો સામનો કરીને, આર્થિક સંકડામણ વેઠીને તેમ જ ખોટ ખાઈને પણ આ સામયિક વર્ષો સુધી ચલાવ્યું એ ઘટના ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય. આપણાં બાળસામયિકો ૧૩૩ ‘ગાંડીવ’ સામયિકનું યાદગાર પ્રદાન છે બકોર પટેલનું પાત્ર. હરિપ્રસાદ વ્યાસની ‘ગાંડીવ’માં વર્ષો સુધી પ્રગટ થયેલી વાર્તાઓનું મુખ્ય પાત્ર બકોર પટેલ ગુજરાતનાં બાળકોના ચિત્તને આનંદથી ભરી દેતું હતું. ‘ગાંડીવ' એ ગુજરાતનું સૌપ્રથમ પખવાડિક કહેવાય. ઈ. સ. ૧૯૨૫માં શ્રી નટવરલાલ વીમાવાળા અને શ્રી સુમતિ વીમા વાળાના તંત્રીપદે એનો પ્રારંભ થયો અને ત્યારબાદ શ્રી નટવરલાલ માળવીએ પણ એનું તંત્રીપદ સંભાળ્યું. આમાં મોટા ટાઇપમાં બાળકો માટે પ્રસંગ, વાર્તા, નાટક, ચરિત્ર, હાસ્યકથા અને અક્કલસોટી આપવામાં આવતાં હતાં. આ આપણું એક જ એવું બાળસામયિક છે કે જેમાં લેખમાં વપરાયેલા અઘરા શબ્દોના અર્થ પણ અંતે આપવામાં આવતા. સચિત્ર અને વિવિધરંગી આ પખવાડિક કેટલાક વિશેષાંકો આપતું તેમ જ એના દ્વારા બાળસાહિત્ય પણ પ્રગટ થતું. ઈ. સ. ૧૮૬૨માં સુરતની ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટીએ ‘સત્યોદય' નામનું સંસ્કારપ્રેરક તથા ધર્મપ્રચારક બાળસામયિક શરૂ કર્યું હતું એ પછી ઈ. સ. ૧૯૨૭માં પાદરી જે. વી. માસ્ટરના તંત્રીપદે ‘બાલવાડી’ નામનું માસિક શરૂ થયું. અંગ્રેજી ‘ટ્રેઝર ચેસ્ટ’ જેવું બનાવવાનો એમનો આશય હતો અને તેથી એમાં પ્રાણીકથાઓ, વિદેશી પ્રવાસકથાઓ, માર્મિક જીવનપ્રસંગો અને સામાન્ય જ્ઞાનની રસપ્રદ માહિતી આપવામાં આવતી હતી. સામયિકનો મુખ્ય ઝોક ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હોવા છતાં એની સામગ્રીમાં બાળકોમાં સંસ્કાર રેડવાનો પ્રયાસ દેખાઈ આવે છે. ગુજરાતમાં બાળકો અને કુમારોને અનુલક્ષીને સામયિકો પ્રગટ થતાં હતાં, પરંતુ કિશોરો માટે સામયિક શરૂ કરવાનો સૌપ્રથમ અને અત્યંત સબળ પ્રયાસ 'કિશોર' સામયિક દ્વારા શ્રી નગીનદાસ પારેખે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ભાવન-વિભાવન કર્યો. ઈ. સ. ૧૯૩૫માં એનો પ્રથમ અંક પ્રગટ થયો. આ માસિકનો આશય ગુજરાતના કિશોરો સંસ્કારી નાગરિક બને અને એના સર્વતોમુખી વિકાસને સહાયરૂપ સામગ્રી આમાંથી મળતી રહે તેવો હતો. એમાં વાર્તા, કવિતા, નિબંધ, નાટક, ચરિત્ર, ભૂગોળ, વિજ્ઞાન, વનસ્પતિ, જીવસૃષ્ટિ અને સામાન્ય જ્ઞાનના વિષયો પર લેખો પ્રસિદ્ધ થતા. એમાં હિંદી વિભાગ પણ પ્રગટ થતો, જે વાચકને હિંદી ભાષાનું શિક્ષણ આપવાની સાથોસાથ સારી એવી વાચનસામગ્રી આપતું હતું. ‘કિશોર માં સર્વશ્રી રા. વિ. પાઠક, બળવંતરાય ઠાકોર, કિશોરલાલ મશરૂવાળા, ગિજુભાઈ, સોમાભાઈ ભાવસાર, નરહરિ પરીખ, મૂળશંકર ભટ્ટ, રમણલાલ સોની જેવા વિદ્વાનો અને સર્જકોના લેખો પ્રસિદ્ધ થયા. એના અંકોમાં તંત્રીની ચીવટ, ભાષાશુદ્ધિનો આગ્રહ તેમ જ વિયનું સાતત્ય જોવા મળે છે. કમનસીબે ત્રીજા વર્ષના દસમા અંકથી તંત્રીપદેથી શ્રી નગીનદાસ પારેખ નિવૃત્ત થયા, એક આશા જગાવતું સામયિક દૃષ્ટિસંપન્ન તંત્રીની નિવૃત્તિને કારણે અકાળે કરમાઈ ગયું. એ પછી આ સામયિક શ્રી રણછોડજી કેસુરભાઈ મિસ્ત્રીના તંત્રીપદે ઈ. સ. ૧૯૫૦ના ડિસેમ્બર સુધી ચાલ્યું. એની સાઇઝમાં પણ ફેરફાર કર્યો, પણ કુલ ચૌદ વર્ષ બાદ ‘કાગળ, બાઇનિંગ અને વ્યવસ્થાખર્ચ અગાઉ કરતાં ત્રણગણો વધ્યો', અને તેટલા પ્રમાણમાં લવાજમની આવક વધી નહિ” એટલે સામયિક બંધ કરવું પડ્યું. નવા યુગને અનુકૂળ એવું એક બાલમાસિક આપવાના આશયથી શ્રી હિંમતલાલ ચુ. શાહે ઈ. સ. ૧૯૩૭ના જૂન મહિનામાં ‘બાલસખા” નામનું માસિક પ્રગટ કર્યું. આમાં મુખ્યત્વે આઠથી ચૌદ વર્ષનાં બાળકો માટે અને એ પછી નાનાં બાળકો માટે કેટલાક લેખો આપવામાં આવતા. ૪૦ પાનાં ધરાવતું આ સામયિક સચિત્ર અને સુંદર ગોઠવણી ધરાવતું હતું. આમાં વાર્તા, કવિતા, વિજ્ઞાન, ટુચકા, નાટક તેમ જ આપણાં બાળસામયિકો ધારાવાહી બાળકથા પણ આપવામાં આવતી. આ સામયિકની કેટલીક સામગ્રી નોંધપાત્ર છે. જેમકે ‘વાંચનમાંથી' એ શીર્ષક હેઠળ પ્રગટ થતા વિભાગમાં જુદાં જુદાં સામયિકોની સામગ્રીનો સંચય આપવામાં આવતો. ‘બાળકોના લેખો' એવા શીર્ષક હેઠળ બાળકોની સર્જનશક્તિને સંકોરવામાં આવતી. ‘ચંદુની ડાયરી "માં બાળક કઈ રીતે ડાયરી લખે તેનો ખ્યાલ આપવામાં આવતો. ‘આવતી ચોપડીઓ ' વિભાગમાં નવા પુસ્તકનું અવલોકન તો ‘દુનિયા દોડે છે' વિભાગમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિની વાત આલેખવામાં આવતી. ખોરાક, રબર, કાતર, મોતી, ફાંસી દેવાની પદ્ધતિ કે જાદુના ખેલ વિશે માહિતીપ્રદ લેખો આપવામાં આવતા. વળી પ્રતિવર્ષ એક બાળકઅંક તૈયાર કરવામાં આવતો જેનું તંત્રીપદ અને ચિત્રકાર્ય કોઈ બાળકને જ સોંપવામાં આવતું. વળી આ અંકમાં વિશેષપણે બાળકોના લેખો લેવામાં આવતા હતા. જેમકે ૧૯૪૨ના ઑગસ્ટ-સપ્ટેમ્બરનો ‘બાલસખા'નો સંયુક્ત અંક નવસારીના કોળી આશ્રમમાં અભ્યાસ કરતા પંદર વર્ષના બચુભાઈ પટેલે તૈયાર કર્યો હતો. આવી જ રીતે એક બીજો નવો પ્રયોગ બાળકો દ્વારા લખાતી ચાલુ વાર્તાનો છે. આમાં મેટ્રિક સુધીના વિદ્યાર્થીઓ ચાલુ વાર્તા લખતા અને એ રીતે કથાનો દોર આગળ ચલાવતા. આ સામયિકમાં શ્રી ગિજુભાઈ, રમણલાલ જોશી, જીવરામ જોષી, દિનુભાઈ જોષી, ચંદ્રશંકર ભટ્ટ જેવા લેખકોના લેખો પણ મળે છે. આમ વાંચનસામગ્રીની દૃષ્ટિએ ‘બાલસખા” આપણું ધ્યાન ખેંચે છે. બાળકો આજની દુનિયાથી પરિચિત રહે અને વિવિધ સાહિત્યમાં રસ લેતાં બને તેવા હેતુથી ૧૯૩૯ની પહેલી જૂને શ્રી સોમાભાઈ ભાવસાર અને શ્રી દિનેશ ઠાકોરના તંત્રીપદે ‘બાલજગત’ નામનું માસિક શરૂ થયું. એમાં માહિતીપ્રદ અને પ્રેરક વાંચન આપવામાં આવતું. માસિકનું આયોજન પણ ઘણું સુઘડ હતું. એથીય વિશેષ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ભાવન-વિભાવન બાળકોના સંસ્કારઘડતરની એક ચોક્કસ દૃષ્ટિનો આમાંથી ખ્યાલ મળી રહે છે. વાર્તા, કથા, કવિતા, ચરિત્ર, ટુચકા, નાટિકા તેમ જ હિંદીના પાઠ પણ આપવામાં આવતા. ગિજુભાઈ, તારાબહેન મોડક, સોમાભાઈ ભાવસાર, જુગતરામ દવે, રમણલાલ શાહ, પુરાતન બુચ તથા દિનુભાઈ જોષી જેવા જાણીતા લેખકોના લેખો આમાં પ્રસિદ્ધ થયા છે. એના ચોથા વર્ષના નવમા અંકથી તંત્રીપદની જવાબદારી ઇન્દુલાલ હ. કોઠારી અને કીરતન લટકારીએ સંભાળી. જોકે એ પછી, સામયિકનું વૈવિધ્ય થોડું ઓછું થયું. આ સામિયકે ‘આપણી બાળ ગ્રંથમાળા' નામની પુસ્તકોની શ્રેણી હેઠળ બાળસાહિત્યનાં કેટલાંક સુંદર પુસ્તકો આપ્યાં. ૧૯૪૯ની ૧લી જૂને માતબાર સામગ્રી અને રંગબેરંગી સજાવટ સાથે શ્રી કિશોર શામળદાસ ગાંધીના તંત્રીપદે રમકડું’ નામનું બાળમાસિક પ્રગટ થયું, એણે સારી એવી બાળ-પ્રિયતા હાંસલ કરી. એમાં લેખ, કવિતા, વાર્તા, પરિચય, પ્રશ્નોત્તરી અને પ્રસંગકથા ઉપરાંત બાળકોને ગમી જાય તેવી ચિત્રવાર્તા આપવામાં આવતી હતી. એનાં લખાણો ઉચ્ચ ધોરણ જાળવતાં હતાં તેમ જ તેનું મુદ્રણ સચિત્ર અને સફાઈદાર હોવાથી એ સમયનાં બાળસામયિકોમાં એણે આગવી ભાત પાડી હતી. એક સો પાનાં ધરાવતા આ માસિકનો દીપોત્સવી અંક ઘણો દળદાર પ્રસિદ્ધ થતો. 'રમકડું’ સામયિકે સુંદર લખાણો, વ્યવસ્થિત ગોઠવણી અને બાળકો માટેની વાંચનસામગ્રીની સૂઝને કારણે વ્યાપક આદર મેળવ્યો હતો. પરંતુ લગભગ ૧૯૮૮થી એનું પ્રકાશન બંધ થયું, તે દુ:ખદ બિના કહેવાય. ૧૯૫૬નું વર્ષ ગુજરાતી બાલસાહિત્યનાં સામયિકો માટે સીમાચિöરૂપ ગણાય. આ વર્ષે ગુજરાતનાં માતબર દૈનિકોએ આપણાં બાળસામયિકો ૧૩૩ બાળસામયિકની દિશામાં પ્રયાણ આદર્યું. અત્યાર સુધી આ દૈનિકોમાં દર અઠવાડિયે બાળકો માટેનો એક વિભાગ પ્રગટ થતો હતો, પરંતુ ‘રમકડું’ને મળેલી સફળતા તેમ જ બાળકોની ઊઘડેલી વાચનભૂખને કારણે ગુજરાતનાં દૈનિકો આવું સાહસ કરવા પ્રેરાયાં, જેને પરિણામે ‘ગુજરાત સમાચારે’ ‘ઝગમગ’ અને ‘સંદેશે’ ‘બાલસંદેશ' નામનું બાળ-સાપ્તાહિક શરૂ કર્યું. ‘ગુજરાત સમાચાર'માં દર અઠવાડિયે એક વાર બાળકો માટેનો ‘બાળમેળો' વિભાગ આવતો હતો. એનું સંપાદન શ્રી જીવરામ જોષી કરતા હતા અને તેમને જ ‘ગુજરાત સમાચારે' પ્રસિદ્ધ કરેલા અઠવાડિક ‘ઝગમગ'નું સંપાદન સોંપાયું. એમણે મિયાં ફુસકી, છેલ છબો, અડુકિયો-દડુકિયો અને છકો-મકો જેવાં બાળકોની કલ્પનાસૃષ્ટિમાં લાંબા સમય સુધી રમ્યા કરે તેવાં પાત્રો આપ્યાં. ‘ઝગમગ' સાપ્તાહિકે વિશાળ બાળ-ચાહના હાંસલ કરી. અત્યારે પણ આ સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર' દ્વારા પ્રગટ થઈ રહ્યું છે. ‘સંદેશ’ દૈનિક દ્વારા ‘બાલસંદેશ' નામના અઠવાડિકનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અઠવાડિક લાંબા સમય સુધી પ્રગટ થતું રહ્યું. ૧૯૮૮ના અરસામાં એનું પ્રકાશન બંધ થયું છે. ૧૯૫૨માં બે માતબર બાળસાપ્તાહિકો ગુજરાતમાં શરૂ થયાં, તો ૧૯૫૪માં મદ્રાસથી પ્રગટ થતા ‘ચાંદામામા’ની ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થઈ. રંગીન ચિત્રકામથી શોભતા આ સામયિકનો બાળકોની વાચનભૂખને કારણે સારો એવો પ્રસાર થયો. મોટા ટાઇપ અને સફાઈદાર છપાઈ એના વાચનને સુગમ બનાવતાં હતાં, પરંતુ સામગ્રીની દૃષ્ટિએ તેમ જ ભાષાશુદ્ધિની દૃષ્ટિએ આ સામયિક ઘણું સામાન્ય હતું. મુખ્યત્વે કથાઓ પર ઝોક આપીને બાળકોના વાર્તારસને ઉત્તેજવાનો એનો હેતુ રહ્યો, પરંતુ એમાં વૈતાલપચ્ચીસી કે સિંદબાદના સાહસની કથાઓ તો ઠીક, પરંતુ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભાવન-વિભાવના છીછરો વાર્તારસ જમાવતી ભૂત-પ્રેતની વાતો પણ પ્રગટ થતી હતી. નિશ્ચિત જગામાં સામગ્રી સમાવવાની હોવાથી ભાષામાં કહેંગાપણું ઘણું આવતું. અપરિચિત પાત્રો અને અજાણ્યા લેખકોને કારણે ગુજરાતી બાળક એની સાથે તાદાભ્ય અનુભવી શકતો નહોતો. ગુજરાતમાં આ સામયિકની આવૃત્તિ પ્રગટ થતી હોવા છતાં એની ભાષામાં સહેજે પોતીકાપણું લાગતું નથી. ‘ચાંદામામા’ પછી સાધનસંપન્ન દૈનિકો દ્વારા પ્રગટ થયેલી ‘ચંપક’ અને ‘નંદન'ની ગુજરાતી આવૃત્તિમાં પ્રમાણમાં આ દોષ ઓછો જોવા મળે છે. ૧૯૫૪ના જાન્યુઆરીમાં વડોદરાથી શરૂ થયેલા ‘બાળકનૈયો' માસિકની એક નોંધપાત્ર વિશિષ્ટતા એ હતી કે મોટેભાગે એના મુખપૃષ્ઠ પર નાનાં બાળકોની છબી મૂકવામાં આવતી. ૪૦ પાનાંના આ સામયિકના તંત્રી કવિ મનુભાઈ આર. રાવ અને સંપાદક કોશિક પંડ્યા તથા રસુલભાઈ વ્હોરા હતા. આમાં ગીતો, વાર્તા, ચરિત્ર, નાટિકા, સામાન્ય જ્ઞાન, પરીકથા, પત્રમૈત્રી, જોડકણાં વગેરે આપવામાં આવતાં. એનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા હતું જેમાં ગ્રાહકને દળદાર દીપોત્સવી અંક ઉપરાંત એક ભેટ-પુસ્તક પણ આપવામાં આવતું. આ જ વર્ષે અમદાવાદના ભક્તિમાર્ગ કાર્યાલય દ્વારા શ્રી મગનભાઈ દેસાઈના તંત્રીપદે ‘આનંદ’ નામના અઠવાડિકનું પ્રકાશન થયું. ૧૯૫૫માં નરેન ભગતના તંત્રીપદે નડિયાદથી ‘કિશોર' નામનું સામયિક પ્રગટ થયું. દર મહિને પ્રગટ થતું એ સામયિક ૪૮ પાનાંનું હતું. ૧૯૮૫માં શ્રી જીવરામ જોષીના તંત્રીપદે ‘રસરંજન' નામનું સામયિક શરૂ થયું. અમદાવાદના ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ' દૈનિકોએ જેમ બાળસામયિકો પ્રગટ કર્યા હતાં તે રીતે ૧૯૬રમાં *જનસત્તાએ ‘સબરસ' નામનું બાળકો માટેનું અઠવાડિક શરૂ કર્યું. જ્યારે ૧૯૯૫માં જીવરામ જોષીએ પોતે જ ‘રસવિનોદ” નામનું આપણાં બાળસામયિકો ૧૩e પાક્ષિક શરૂ કર્યું. સૌરાષ્ટ્રના દૈનિક ‘જયહિંદ' ઑફસેટ મશીન પર છપાયેલું ‘ફૂલવાડી' નામનું સાપ્તાહિક ૧૯૬૭માં શરૂ કર્યું. એમાં રંગોનું આકર્ષણ હતું, તેમ જ મોટાં ચિત્રો અને મોટા અક્ષરોમાં એની છપાઈ કરવામાં આવતી હતી. એનો હેતુ “પાંગરતી પેઢીના જીવનઘડતરમાં સંસ્કારસિંચન' કરવાનો રાખવામાં આવ્યો. આમાં બાળકો માટેની કથાઓ, પરિચયલેખો, ટિકિટસંગ્રહ, પ્રશ્નોત્તરી જેવા વિભાગો મળે છે. આ સામયિકમાં પ્રારંભમાં વિદેશી ચિત્રકથા આપવામાં આવતી હોવાથી બાળકોના આકર્ષણનું એ કેન્દ્ર બન્યું. આ જ સંસ્થાએ ઈ. સ. ૧૯૭૦માં શરૂ કરેલા ‘નિરંજનની વાત પણ અહીં કરી લઈએ. ચિત્રવાર્તા અને ચિત્રમય વાર્તાઓના આ સાપ્તાહિકમાં અંગ્રેજી ચિત્રવાર્તાઓનો અનુવાદ આપવામાં આવે છે. અડધું સામયિક આવી ચિત્રવાર્તાથી ભરેલું હોય છે, જ્યારે બાકીના ભાગમાં વાર્તા, સ્પર્ધા અને રમતગમત વિશેના લેખો પ્રગટ થાય છે. | ‘પગલી’ એ બાળકો માટેનું રંગીન છપાઈ ધરાવતું સુઘડ સામયિક છે. ૧૯૬૮ના નવેમ્બરમાં શ્રી રતિલાલ દવેના તંત્રીપદે પ્રગટ થયેલા આ સામયિકમાં વિદ્યાર્થીઓની અભ્યાસવિષયક માહિતી ઉપરાંત કથા, કવિતા, ઉખાણાં, અક્કલકસોટી અને વિજ્ઞાન કસોટી જેવા વિભાગો આપવામાં આવે છે, પરંતુ આજનાં બાળકોને આકર્ષે તેવી સામગ્રીનું પ્રમાણ ઓછું છે. બાળકોને ગમતી ચિત્રવાર્તાનો અભાવ ખટકે છે. જ્યારે અમદાવાદની સુમન સંસ્કાર નામની નિશાળે ઈ. સ. ૧૯૭૭માં ૩૨ પાનાંનું ‘સુમન-સંસ્કાર' સામયિક પ્રગટ કર્યું. નિશાળનાં સંચાલિકા માલિનીબહેન શાસ્ત્રીના તંત્રીપદે પ્રગટ થતા આ સચિત્ર સામયિકમાં વાર્તા, નાટક, પ્રસંગ, પરિચય, ટુચકા, પ્રવાસ તેમ જ ગીતો આપવામાં આવે છે. ‘શોખવર્તુળ' વિભાગમાં રમતગમત વિશે તેમ જ ‘બાલપ્રતિભા'માં વિશિષ્ટ ગુણો દાખવનારાં બાળકોની Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન માહિતી આપવામાં આવે છે, પરંતુ ચોક્કસ દૃષ્ટિના અભાવે આ સામયિક બાળકોને એટલું સંતર્પક બનતું નથી. બાળકની વયકક્ષાને અનુરૂપ ન હોય તેવા લેખો પણ આમાં જોવા મળે છે. આ જ વર્ષે શ્રી ધીરજલાલ ગજ્જરના સંપાદન હેઠળ ‘સબરસ' સાપ્તાહિક શરૂ થયું. આમાં લોકકથા, બિરબલ અને ટારઝનની વાર્તાઓ, રમતગમત તેમ જ પ્રશ્નોત્તરી આપવામાં આવતાં. ગુજરાતનું પ્રથમ ઓફસેટ મુદ્રણ ધરાવતું પાક્ષિક ‘બુલબુલ” થોડો સમય ચાલ્યું. આકાર પ્રકાશન દ્વારા ચિત્રકાર શ્રી રજની વ્યાસનાં ચિત્રો સાથે પ્રસિદ્ધ થયેલા આ પાલિકામાં પ્રસિદ્ધ લેખકોની કૃતિઓ આપવામાં આવતી હતી. આમાં વાર્તા. વિજ્ઞાનકથા ઉપરાંત લાંબી ચિત્રવાર્તા પણ આપવામાં આવતી હતી. ૧૯૭૯ના ડિસેમ્બરમાં ‘બાલમસ્તી' નામનું માસિક કુ. શ્રદ્ધા દવેના તંત્રીપદે પ્રગટ થયું હતું. ૩૨ પૃષ્ઠના આ સામયિકમાં વાર્તા, કાવ્ય, પ્રસંગો તેમજ પરિચયલેખો આપવામાં આવતાં હતાં. ગુજરાતના પ્રતિષ્ઠિત બાલસાહિત્યકાર શ્રી હરીશ નાયક દ્વારા ‘નાયક’ નામનું માસિક પ્રગટ થયું. શ્રી હરીશ નાયક માત્ર લેખક નથી, બલ્ક કુશળ વાર્તા-કથન કરનાર પણ છે. આથી આ માસિકને હરીશ નાયક ‘કુટુંબની વાર્તાઓ રજૂ કરતું નાનકડાં બાળમિત્રોનું નાનકડું માસિક તરીકે ઓળખાવે છે. આમાં સચિત્ર વાર્તાઓ, સાહસકથાઓ, ટુચકાઓ. વ્યંગચિત્રો તેમ જ રમતગમત વિશેની માહિતી આપવામાં આવે છે. શ્રી હરીશ નાયકે ગુજરાતી બાલસાહિત્યને હરક્યુલિસ, યંત્રમાનવ, રમતા રામ, નવો બિરબલ, ટિંગુ-પિંગુ અને કોયડામલ જેવાં પાત્રો આપ્યાં છે. સૌરાષ્ટ્રના બગસરા ગામમાં કેળવણી માટે ભગીરથ પુરુષાર્થ કરનાર શ્રી લાલચંદભાઈ વોરાએ ૧૯૮૧માં ‘બાલમૂર્તિ’ નામનું માસિક પ્રગટ કર્યું છે. આ નાનકડા માસિકમાં બાળકેળવણી વિશે આપણાં બાળસામયિકો ૧૪૧ સુંદર સામગ્રી નિરૂપવામાં આવે છે. એના સંપાદક શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા આ સામયિક સુંદર આકાર લઈ રહ્યું છે. એનો ‘ગિજુભાઈ જન્મ-શતાબ્દી ' વિશેષાંક પણ નોંધપાત્ર ગણાય. ગુજરાતની બાળકેળવણીમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા અને તેની સાથે સંકળાયેલા બાળકેળવણીકારોએ અમૂલ્ય પ્રદાન કર્યું છે. એક બાજુ એમણે બાળકો માટે કેળવણીની અનિવાર્યતા વિશે જનસમાજને જાગ્રત કર્યો તો બીજી બાજુ બાળકેળવણી માટે ઉપકારક સાહિત્યનું સર્જન કર્યું. વિ. સં. ૧૯૮૦ના શ્રાવણ મહિનામાં ‘દક્ષિણામૂર્તિ’ નામનું ત્રમાસિક પ્રગટ કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ બાળકેળવણીની વિવિધ પ્રવૃત્તિઓનો અનુભવ દર્શાવવાનો અને મૉન્ટેસૉરી શિક્ષણ પદ્ધતિ વિશે જાગૃતિ કેળવવાનો હતો. ઈ. સ. ૧૯૨૬માં સ્વ. ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકે ‘શિક્ષણપત્રિકા' નામનું બાળકોને લગતા પ્રશ્નોની ચર્ચા કરતું સુંદર સામયિક પ્રગટ કર્યું. આનો મુખ્ય હેતુ તો મોન્ટેસોરી શિક્ષણપદ્ધતિ વિશે જનસમૂહમાં યોગ્ય સમજ આપવાનો હતો. આવી જ રીતે ઈ. સ. ૧૯૩૯માં શ્રી હરભાઈ ત્રિવેદી દ્વારા “ઘરશાળા નામનું કેળવણીવિષયક માસિક પ્રગટ થયું. ઈ. સ. ૧૯૬૬માં શ્રી મનુભાઈ પંચોળીના તંત્રીપદે પ્રસિદ્ધ થયેલું છાત્રાલય” સામયિક અત્યંત મહત્ત્વનું ગણાય. આમાં વિદ્યાર્થી, ગૃહપતિ અને છાત્રાલયને રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સાંકળવાનો પ્રયાસ કર્યો કેળવણીવિચાર, છાત્રાલયવ્યવસ્થા તેમ જ વિદ્યાર્થીના ચારિત્રઘડતરની દૃષ્ટિએ આ સામયિકમાંથી મૂલ્યવાન સામગ્રી મળે તેમ છે. ગુજરાતનાં બાળસામયિકો વિશે વિચારીએ ત્યારે ‘કુમાર' અને ‘સમર્પણ'ને કઈ રીતે ભૂલી શકાય ? ‘કુમાર’ સામયિકે બાળવાર્તા અને જીવનચરિત્રોની એક સમૃદ્ધ Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન પરંપરા ઊભી કરી, એટલું જ નહિ પરંતુ ત્રિભુવન વ્યાસ અને દેશળજી પરમારનાં બાળનાટકોનો પરિચય પણ આ સામયિક દ્વારા ગુજરાતને થયો. ગુજરાતની ઊગતી પેઢીના ઘડતરમાં ‘કુમાર’ની વાચનસામગ્રીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એ જ રીતે ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રસિદ્ધ થતા ‘સમર્પણ’ માસિકે પણ દર વર્ષે એક સુંદર શિશુ અંકની ભેટ આપી છે. આ અંકમાં બાળકો માટેની રચનાઓ ઉપરાંત બાળકોએ દોરેલાં અનેક ચિત્રો આપવામાં આવે છે, તે એની વિશેષતા ગણાય. એક સૈકાથી પણ વધુ દીર્ઘ ગુજરાતી બાળસામયિકોની યાત્રા ૫૨ નજ૨ નાખીએ તો થોડી નિરાશા ઊપજે છે. ‘પ્રેસ ઇન ઇન્ડિયા’ના ૧૯૭૭ના આંકડા પ્રમાણે ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતાં કુલ ૬૧૮ પત્રોમાંથી માત્ર ૧૨ જ બાળકો માટેનાં સામયિકો છે. આને મુકાબલે હિંદી ભાષામાં ૩૪ અને બંગાળીમાં ૨૬ પ્રગટ થતાં હતાં. ગુજરાતી બાળસામિયકોનું ઈ. સ. ૧૯૭૭માં કુલ વેચાણ ૧,૨૭,૦૦૦ જેટલું છે. પરંતુ સમૃદ્ધ વર્તમાનપત્રોની આંગળીએ ચાલતાં ‘ફૂલવાડી’, ‘ઝગમગ’, ‘નિરંજન’ અને ‘ચાંદામામા' જેવાં બાળસામયિકોને બાદ કરતાં બીજાં સામયિકોને ઊગવાનો ઘણો ઓછો અવકાશ મળ્યો છે. ‘બાલમિત્ર’ અને ‘બાલજીવન' જેવાં વર્ષો સુધી બાળજગતની સેવા કરનારાં સામયિકોનું પ્રકાશન કાં તો અનિયમિત છે અથવા તો બંધ થઈ ગયું છે. આથી જ ગુજરાતી ભાષામાં વ્યક્તિગત રીતે બાળસાયિકો પ્રસિદ્ધ કરવાના જે પ્રયત્નો થયા છે, તેમાં બાળમરણનું પ્રમાણ ઘણું વધુ રહ્યું છે. આરંભનાં બાળસામયિકોમાં તંત્રી કે સંપાદકની નિષ્ઠા કે ચીવટનું સુંદર પ્રતિબિંબ પડતું હતું. સર્વ શ્રી મહાશંકર ભટ્ટ, રમણલાલ, નાનાલાલ શાહ, ભીખાભાઈ વ્યાસ, નટવરલાલ વીમાવાળા, આપણાં બાળસામયિકો ૧૪૩ નટવરલાલ માળવી, નગીનદાસ પારેખ, સોમાભાઈ ભાવસાર, કિશોર ગાંધી વગેરે તંત્રીઓ સહજમાં જ યાદ આવી જાય છે. આજે એ બધાની નિષ્ક્રિયતા કે ગેરહાજરી પ્રતીત થાય છે. ગુજરાતીનાં બાળસામયિકોની વિષયસામગ્રીમાં આવેલું પરિવર્તન જેટલું નોંધપાત્ર છે તેટલું ચિંતાજનક પણ ખરું. પ્રારંભનાં સામયિકોમાં નીતિ-બોધનો ઉપદેશ કેન્દ્રસ્થાને રહેતો હતો. પશુ-પંખીનો પરિચય, માહિતીપ્રદ લેખો અને કવિતાઓ આપવામાં આવતાં હતાં. એ પછી રહસ્યકથાઓ આપવાની શરૂ થઈ, અને હવે તો ક્રાઇમસ્ટૉરી આપવામાં આવે છે. બાળકને આમાં રસ પડે ખરો, પરંતુ બાળકો માટેનું આ યોગ્ય સાહિત્ય ગણાય ખરું ? બાળમાનસને આવાં કથાનકો ખોટે માર્ગે દોરી જાય છે. બીજી બાજુ આવા વિષયને કારણે બાળક અને પુખ્ત વયની વ્યક્તિ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે જેથી ઘણી મોટી વયની વ્યક્તિઓ બાળસામયિક વાંચે છે. અગાઉનાં સામયિકોમાં કાવ્યો, જોડકણાં, કહેવતકથાઓ આપવામાં આવતી, આજે કાવ્યો નહિવત્ બની ગયાં છે, બધી જ વિષયસામગ્રી બાજુ પર જતી રહી છે અને ચિત્રવાર્તા બધાનું સ્થાન લઈને બેઠી છે. બીજી બાજુ અંગ્રેજી ચિત્રવાર્તાઓના જુવાળે બાળસાહિત્યને ઘણી હાનિ પહોંચાડી છે. ઇન્દ્રજાળ, કૉમિક્સ, ટારઝન અને સુપરમેનની ચિત્રવાર્તાઓએ બાળસાહિત્ય પર મોટું આક્રમણ કર્યું છે. બાળકને એની પોતાની કલ્પનાની દુનિયા હોય છે. આપણે એને રાજા રાણી કે પરીની સૃષ્ટિમાંથી બહાર લાવ્યા ખરો, પણ એની બરાબરી કરી શકે તેવી આધુનિક વાર્તાસૃષ્ટિ આપી શક્યા નથી. કેટલાક પ્રશ્નો પણ વિચાર માગી લે છે. અંગ્રેજી માધ્યમની Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ | ભાવન-વિભાવના નિશાળમાં ભણતા બાળકને ગુજરાતી બાળસામયિકમાં સહેજે દિલચસ્પી નહિ લાગે. બીજી બાજુ બાળક પર ભણતરનો બોજો જ એટલો બધો વધી ગયો છે કે ઇતર વાચનની શક્યતા ઓછી થઈ ગઈ છે. વળી જેમ જેમ ટેલિવિઝનના માધ્યમનો બહોળો પ્રચાર થશે, તેમ તેમ બાળસાહિત્ય કે બાળસામયિકો સામે નવો પ્રશ્ન ઊભો થશે. બાળક નિશાળે જાય, ઘેર લેસન કરે, ટેલિવિઝને જુએ, પછી એની પાસે બાળસામયિક વાંચવાનો સમય ફાજલ રહેશે ખરો ? ઑફસેટની સાથે બાળસામયિકો વધુ રંગબેરંગી અને સજાવટભર્યા બન્યાં છે, પણ એની સાથે ખર્ચ પણ ઘણો વધ્યો છે. બાળકોની કલ્પનાસૃષ્ટિને પારખનારા કુશળ ચિત્રકારોનો અભાવ તેમ જ કાગળ અને છાપકામના વધેલા ભાવો અવરોધરૂપ બને છે. તંત્રીની ચીવટ અને ચોક્કસ દૃષ્ટિ સાથે પ્રગટ થતું કોઈ ગુજરાતી બાળસામયિક આજે નજરે પડતું નથી; એ કાંઈ ઓછું દુ:ખદ કહેવાય ? થોડાં વર્ષો પૂર્વે એવો સમય હતો કે જ્યારે ગુજરાતીમાંથી પાંચ કે સાત ગુજરાતી બાળસામયિકો પ્રગટ થતાં હતાં. આજે એમાં ઓટ આવી છે. આનું એક કારણ એ છે કે આપણાં બાળસામયિકોએ અને એના લેખકોએ ભાગ્યે જ બાળકોની બદલાતી રૂચિનો વિચાર કર્યો છે. આજના બાળકને અવકાશયાત્રા, યંત્રમાનવ અને કોમ્યુટરમાં રસ પડવા લાગ્યો છે. આ reader's interestની તપાસ કરવામાં અને તેને સંતોષવામાં આપણાં સામયિકો નિષ્ફળ ગયાં છે. વળી બાળસાહિત્યના ઘણા પ્રસિદ્ધ લેખકોને અમુક વિષય નવીન લાગતો હોય, પણ તે એક દાયકો પસાર થઈ જતાં જૂનો બની જાય છે. ગિજુભાઈની વાર્તાઓ આજના બાળકને કેટલી સ્પર્શે, તે સવાલ વિચારવો રહ્યો. આપણાં બાળસામયિકો આ રીતે આપણાં બાળસામયિકો રુચિનો પડકાર ઝીલવામાં નિષ્ફળ ગયાં. જેમ રુચિ બદલાય તે રીતે સામયિકનું કલેવર પણ બદલાવું જોઈએ. વળી એની સાથોસાથ બાળસાહિત્યમાં ખેડાણ કરનારા લેખકો છેલ્લાં કેટલાંય વર્ષોથી લખતા રહ્યા. કેટલાકે તો માગ પ્રમાણે થોકબંધ લખ્યું. આની સામે અન્ય સાહિત્યપ્રકાર ખેડનારા સર્જકોમાંથી બહુ ઓછાએ બાળસાહિત્યની રચના કરી. પરિણામે મૌલિક પ્રતિભાની ખોટ સતત વર્તાતી રહી. બાળસામયિકની ઓટનો આ સમય છે અને આવતી કાલે દુષ્કાળ પણ પ્રવર્તે. કારણ કે હવે વ્યક્તિગત પ્રયાસથી બાળસામયિક પ્રગટ કરવું મુશ્કેલ બની ગયું છે. મૂડીનું રોકાણ, કાગળ અને પ્રિન્ટિંગના વધેલા ભાવ તેમ જ વેચાણતંત્રનો અભાવ વ્યક્તિગત પ્રયાસોમાં સૌથી વધુ અવરોધક બની રહે છે. કોઈ માતબર પ્રકાશનસંસ્થા જ આવું સાહસ કરી શકે અને નિભાવી શકે ત્યારે બાળસામયિકોની આવતીકાલ ચિંતા પ્રેરે તેવી છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ રામાયણનો મર્મ - એક આસ્વાદ ૧૪૩ સંસ્કૃતિના વારાફેરા પર પણ નજર નોંધાયેલી છે. ભૂતકાળની સાથોસાથ વર્તમાનને જોઈને ગઈકાલના ઇતિહાસનું આજની ઘટનાઓ સાથે સાતત્ય તારવી આપે છે. રામાયણની કુટુંબજીવનની ભાવના કે જાતિસમાનતાનો ખ્યાલ આજના પરિપ્રેક્ષ્યમાં પણ એટલો જ તાજો લાગે છે.. નવ રામાયણનો મર્મ - એક આસ્વાદ મનુભાઈ પંચોળી ‘દર્શક’ સર્જક છે એટલા જ સમર્થ ચિંતક પણ છે. ઇતિહાસ અને સંસ્કૃતિનું અંજન તેમની દૃષ્ટિમાં થયેલું છે. એટલે રામાયણ અને મહાભારતનો મર્મ પકડવાની આગવી સૂઝ અને શક્તિ તેમનામાં હોય તે સ્વાભાવિક છે. રામાયણ અને મહાભારતમાં એવી અખૂટ ચિંતનસામગ્રી પડેલી છે કે યુગે યુગે તેનાં રહસ્યો પામવાનો પ્રયત્ન સૌંદર્ય અને સત્યના ઉપાસકો કરતા રહે છે. દર્શકે રામાયણ વિશે આપેલાં આ બે વ્યાખ્યાનો સાંપ્રત સમયના સંદર્ભમાં નોંધપાત્ર પ્રયત્ન નીવડે છે. એમનામાંનો સાહિત્યકાર, વાલ્મીકિના પ્રકૃતિદર્શનને અને તુલસીદાસની રામભક્તિને પ્રગટ કરે છે તો સંસ્કૃતિચિંતક દર્શક બંને રામાયણના સર્જનકાળની ઐતિહાસિક પીઠિકા આલેખીને એના કેન્દ્રમાં કૃતિને મૂકીને વિચારે છે. દર્શકની દૃષ્ટિએ સર્વગ્રાહી દૃષ્ટિ છે. એમાં ઇતિહાસનો અભ્યાસ છે તો વાલ્મીકિ રામાયણ વિશેના પ્રથમ વ્યાખ્યાનમાં તેઓ કહે છે કે વાલ્મીકિ રામાયણમાં સર્જકની પ્રતિજ્ઞા જ માનવ-ચરિત્ર વર્ણવવાની છે. રામ રૂપે કોઈ દેવ કે પરમાત્માના ચરિત્રનું ભાષ્ય વાલ્મીકિને અભિષ્ટ નથી. તેમના વક્તવ્યનો દોર સતત માનવીને લક્ષમાં રાખીને જ ચાલ્યો છે, કેમકે રામ સામાન્ય (એવરેજ) મનુષ્યના પ્રતિનિધિ તરીકે એની મર્યાદાઓ સાથે જીવ્યા હતા અને સ્વધર્મપાલન દ્વારા પુરુષોત્તમરૂપે વિકસ્યા - વિલમ્યા હતા. સીતાવિરહમાં રામ પથ્થરની શિલાઓ પણ પીગળી જાય તેવું હૈયાફાટ રુદન કરે છે, લમણની મૂછ વખતે હામ ગુમાવી બેસે છે, અયોધ્યા છોડ્યા પછી લક્ષ્મણની પાસે સ્ત્રીઆસક્ત પિતાની થોડી ટીકા રામથી થઈ જાય છે, સીતાને અયોધ્યામાં રહેવાની સલાહ આપવાની સાથોસાથ રામ એને એવી વ્યવહારુ સલાહ પણ આપે છે કે મારા વનમાં ગયા પછી ભરત સમક્ષ મારી કદાપિ પ્રશંસા કરવી નહિ, કારણ કે એશ્વર્યવાળા પુરુષો બીજાની પ્રશંસા સહન કરી શકતા નથી. આવી જ રીતે લંકાવિજય પછી પોતાના આગમનની ખબર આપવા માટે રામ હનુમાનને ભરત પાસે જવા કહે છે. ત્યારે એમ પણ કહે છે કે મારા આગમનના સમાચાર સાંભળીને ભરતની મુખરેખા અને હાવભાવમાં કોઈ અન્ય ભાવ નથી ને, તે તું જોજે. સીતાની અગ્નિપરીક્ષા વખતે પણ લોકોપવાદથી ડરનારા રામ કીર્તિને પ્રેમ કરતાં મોટી માનતા જણાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ રામાયણનો મર્મ - એક આસ્વાદ ૧૪૯ જેવી મનુષ્ય-મનુષ્ય વચ્ચેની દીવાલોને ઓળંગીને સંસ્કૃતિઓનું મિલન રચે છે. અસુર સંસ્કૃતિ, વાનર સંસ્કૃતિ, ભીલ-શબરે સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનાં પ્રતિનિધિરૂપ ચરિત્રો અને કુટુંબજીવન એમાં આલેખાયાં છે. રાવણના અહંકારની સામે યુદ્ધ ખેલવા બધી જાતિના લોકો રામ સાથે જોડાયા છે. નિષાદ-ભીલ અને હનુમાન તો રામના ગાઢ મિત્ર. આદિવાસી શબર જાતિની સ્ત્રી શબરીના બોર રામને માતાના ભોજન કરતાંય વધારે મીઠાં લાગે છે. જાતિ કે વર્ણની ખાઈઓને ઓળંગીને માનવજીવનની ઉદાત્ત ભાવનાનો સેતુ આ સંસ્કૃતિઓના સથવારે બાંધી શકાય. ૧૪૮ ભાવન-વિભાવના આમ વાલ્મીકિના રામ શંકા-કુશંકા, માન-અપમાન, રાગદ્વેષ જેવી, માનવીય મર્યાદાઓ સૂચવતા મનોભાવો અનુભવે છે. માત્ર એટલું જ કે રામનું ચરિત્ર સ્થળ ભાવોમાં જ સીમિત રહેવાને બદલે વ્યક્તિત્વ-વિકાસની ઊર્ધ્વગતિ પણ સાધે છે. રામમાં વચનપાલન અને દુ:ખોનો દૃઢતાથી સામનો કરવાની વૃત્તિ છે. પરંતુ કેકેયી પ્રત્યેનું એમનું વલણ માનવઔદાર્યનું શિખર દર્શાવે છે. ભરત કેકેયી પ્રત્યે સતત ધૃણા અને ફિટકાર વરસાવે છે ત્યારે રામ સતત માતૃવત્ વ્યવહાર દાખવે છે. કેકેયીનો ઉપકાર માનતાં રામ કહે છે કે વનવાસથી તો ભરતના ભાતૃપ્રેમનો, લક્ષ્મણની ભક્તિનો, સીતાના પતિવ્રતનો. સુગ્રીવની મૈત્રીનો અને સૌથી વધુ તો વાનરપુત્ર હનુમાનનાં અપરિમેય સામર્થ્ય, ડહાપણ અને વફાદારીનો સુખદ અનુભવ સાંપડ્યો. વનવાસ ગયા જ ન હોત તો આ મોતીઓની પરખ થઈ ન હોત. આમ વનવાસને આશીર્વાદ લેખતા રામનો ચેતોવિસ્તાર સ્પષ્ટ થાય છે. રામાયણનો મર્મ રામ-રાવણના યુદ્ધમાં નથી તેટલો રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, દશરથ આદિના વ્યવહારની નાજુક અને ક્વચિત્ વિસંવાદી લાગતી રીતિમાં દેખાય છે. ‘દર્શક’ કથાનાં પડેપડ ઉકેલતા જઈને આ મર્મને વક્તવ્યના પ્રવાહમાં રમતાં-રમતાં સ્પષ્ટ કરતા ગયા છે. વનમાં જતી વખતે રામના સીતા પ્રત્યેના ઉદ્ગાર, સીતાનો સ્વીકાર કરતાં પહેલાં રામે કહેલાં કઠોર વચનો, મારીચની ચીસ સાંભળીને સીતાએ લક્ષ્મણને કહેલાં ઉપાલંભવચનો, કેકેયી પ્રત્યેનું રામ અને ભરતનું વર્તન, ભરતનો સાતત્યપૂર્ણ બંધુ-પ્રેમ વગેરે રામાયણની કથાને ગૃહકથાના ઉદાત્ત આદર્શની છાપ આપતાં દૃષ્ટાંતો છે. રામાયણ માત્ર કુટુંબપ્રેમની જ કથા નથી, બલકે સંસ્કૃતિઓના સેતુનું રમણીય કાવ્ય પણ છે. આમાં રામનું ચરિત્ર જાતિ કે વર્ણ રાવણ એટલે અહંકાર અને ઉન્મત્તતા. જે બળને જ આરાધ્ય માનીને સત્ય, શીલ કે ન્યાયની અવગણના કરે. આવું ઉન્મત્ત બળ રાવણમાં પ્રગટ થયું એની સામે રામમાં સ્વસ્થ બળ પ્રગટ થયું, જે બળને બદલે ધર્મને આરાધ્યદેવ માને. આ સ્વસ્થ બળનું પ્રવર્તન વેર કે બદલાની ભાવનાથી થતું નથી. માત્ર કર્તવ્યરૂપે એ પ્રગટ થાય છે. આથી તો રાવણને હણનાર રામ જ વિભીષણને એનું શ્રાદ્ધ કરવાનું સૂચવે છે અને તેમાં પોતે હાજર રહેશે તેમ કહે છે. આ રીતે વાલ્મીકિ રામાયણના મર્મનો તંતુ વ્યક્તિથી સમષ્ટિ સુધી સાંકળીને દર્શકે એક નવું પરિમાણ ઉપસાવી આપ્યું છે. વળી વાલ્મીકિ અને તુલસીદાસના સર્જનગત દૃષ્ટિભેદને પણ તેમણે સચોટ ઉપસાવ્યો છે જે આજના સંદર્ભમાં ખૂબ ઉપયોગી છે. તુલસીદાસે કરેલાં અર્થઘટનોને માટે દર્શકે યોગ્ય પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે. વાલ્મીકિએ જાતિ, જ્ઞાતિ કે વર્ણના ભેદ તૂટે અને સંસ્કૃતિઓનું મિલન થાય તેવી ભાવના પ્રગટ કરી એનો જ પ્રતિઘોષ તુલસીદાસમાં દેખાય છે. વાલ્મીકિ રામના સમકાલીન હતા અને તેમની નજર રામના માનવચરિત્ર પર રહેલી છે, જ્યારે તુલસીદાસને તો મર્યાદાપુરુષોત્તમ ભક્તવત્સલ Page #78 -------------------------------------------------------------------------- ________________ રામાયણનો મર્મ - એક આસ્વાદ | ૧૫૧ જાય છે અને ક્યાંક પોતાના વક્તવ્યમાં જ એ આધારો વણી લે છે જેને પરિણામે સતત પ્રવાહિતા જળવાઈ છે. દર્શકનું આ ચિંતન વ્યાખ્યાન રૂપે વ્યક્ત થયું છે. ઉપસ્થિત શ્રોતાગણને ઉદ્દેશીને કહેવાનું હોવાથી સમકાલીન રાજકીય અને સામાજિક પ્રવાહોની વાત પણ ક્યાંક ક્યાંક આવે છે, જે પ્રાસંગિક રસ પૂરો પાડવા ઉપરાંત મૂળ વિષયને વ્યાપક સંદર્ભમાં મૂકી આપે છે, જેથી અપ્રસ્તુતિ અનુભવાતી નથી. આપણી સાંસ્કૃતિક વારસાને વૈભવના આ સમર્થ ચિંતક પાસેથી આપણા આ બે મહાન ગ્રંથોના વધુ ઊંડા, વ્યવસ્થિત અને સત્ત્વપૂર્ણ અભ્યાસની અપેક્ષા જ ગાડે છે. રસબિંદુ ચાખ્યા પછી અમૃતપાનની તૃષા જાગે એવો અનુભવ આ કૃતિ વાંચતાં થયો છે. No ભાવન-વિભાવન વીરશિરોમણિ રામની જરૂર હતી. આથી વાલ્મીકિ રામાયણમાં રામ કરતાં ભરતનું ચરિત્ર કે સીતા કરતાં ઊર્મિલાનું ચરિત્ર ચડિયાતું લાગે છે. જ્યારે તુલસીદાસને તો એવા ત્રાતા રામ આપવા હતા જે મુસ્લિમ યુગમાં દીન, હીન, લાચાર અને વાડાઓમાં વહેંચાઈ ગયેલા સમાજને જગાડે. આથી જ તુલસીદાસના રામ શિવનું પૂજન કરે છે, તો બીજી બાજુ શંકર પાર્વતીને આ રામકથા સંભળાવે છે. આમ વાડાઓમાં વહેંચાયેલા ધર્મમાં એકતા સ્થાપવાનો તુલસીદાસનો આશય હતો, પરંતુ તુલસીદાસના રામ ભગવાન હોવાથી એમની સાંસારિક વર્તણૂક તુલસીદાસ સમજાવી શક્યા નથી. તુલસીદાસને મન સગુણ કરતાં સાકાર અને સાકાર કરતાં નામભક્તિ વિશેષ ચડિયાતા છે. હકીકતમાં તો તુલસીદાસે રામ કરતાં પણ રામનામનો મહિમા દર્શાવીને ઘણી મોટી ફાળ ભરી છે. રામાયણ વિશેના આ બંને લેખોમાં ‘દર્શક’ અન્ય ધર્મગ્રંથોનો પણ જરૂર પડ્યે, ઉલ્લેખ કરે છે. બાઇબલની વાર્તા કે શીખ ગુરુ નાનકના હૃદયદ્રાવક ભજનનો ઉલ્લેખ છે. બ્રોનસ્કિના ‘એસેન્ટ ઑફ મેન' પુસ્તકના ઉલ્લેખની સાથોસાથ ચારણ ઇસરદાનની સત્યઘટના પણ મળે. પ્લેટો અને ઍરિસ્ટોટલના કુટુંબ વિશેના વિચારો પણ આલેખાયા છે જે એમની બહુશ્રુતતાનો પરિચય કરાવે છે. દર્શકની શૈલીમાં પ્રવાહિતા છે. વાચક સાથે મોકળે મને વાત કરતા હોય તેમ એમની શૈલી નિરાડંબર સરળતા ધરાવે છે. ક્યાંક કોઈ સૂક્તિરૂપ વાક્ય પણ મળે છે જેમકે, ‘મનને દિશા બતાવે તે મંદિર' (પૃ. ૪૦), “મનુષ્ય એટલે અન્ય લોકોના આદર અને પ્રશંસા ઝંખનારો જીવ, બીજાની નિંદા કે સ્તુતિ જેને સ્પર્શતાં જ નથી તે દેવ' (પૃ. ૫), ‘સુખદુ:ખ વહેંચીને ખાય તેનું નામ કુટુંબ' (પૃ. ૭૦). આ ઉપરાંત પોતાના વક્તવ્યના સમર્થનમાં રામાયણમાંથી લેખક આધારો ટાંકતા Page #79 -------------------------------------------------------------------------- ________________ દસ આત્મયોગીની અંતરયાત્રા આત્મયોગીની અંતર યાત્રા ૫૩ પ્રગતિ કે પીછેહઠની નોંધ કે નિજાનંદની અભિવ્યક્તિ માટે લખનારા વિરલ હોય છે. યોગસાધક આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશી આ પ્રકારની છે. તેમના સુદીર્ઘ જીવનકાળના લાંબા પટને આવરી લેતી અનેક વર્ષોની રોજનીશીઓ એમણે લખી હોવા છતાં, એમની એક એક જ વર્ષની રોજનીશી અત્યારે પ્રાપ્ત થાય છે. નાનકડી ડોકાબારીમાંથી મહેલમાં નજર નાખીએ અને જેમ તેની અંદર રહેલી અમૂલ્ય સમૃદ્ધિનું દર્શન થાય, એવો અનુભવ શ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ એક વર્ષની રોજનીશી પરથી થાય છે. આમાંથી તેમના ભવ્ય અભુત જીવનકાર્યનો ખ્યાલ આવી જાય છે. આમાં તેઓના યોગ, સમાધિ, અધ્યાત્મચિંતન, વિશાળ અને વૈવિધ્યપૂર્ણ વાચન, લોકહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન અને ગઝલમાં મસ્તીરૂપે પ્રગટતા નિજાનંદનું દર્શન થાય છે. સમગ્ર જીવનમાં એક વર્ષનું મહત્ત્વ કેટલું ? પળનો પણ પ્રમાદ નહિ સેવનાર જાગ્રત આત્માને માટે તો અંતરયાત્રાના પથ પર પ્રયાણ કરવા માટે પ્રત્યેક વર્ષ નહિ, બલ્ક પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હોય છે અને ભગવાન મહાવીરની પળમાત્ર જેટલાય પ્રમાદ નહિ કરવાની શીખ, એ રીતે ચરિતાર્થ થઈ શકે છે. આનો જીવંત આલેખ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની વિ. સં. ૧૯૭૧ની, માત્ર એક જ વર્ષની ડાયરીમાંથી મળી જાય છે. એક બાજુ વિહાર, વ્યાખ્યાન અને ઉપદેશની ધર્મપ્રવૃત્તિ ચાલે, બીજી બાજુ ભિન્ન ભિન્ન વિષયોનાં પુસ્તકોનું સતત વાચન થાય, સાથોસાથ મનની પ્રક્રિયા તો ચાલુ જ હોય અને આ બધામાંથી ચૂંટાઈ ઘૂંટાઈને લેખન થતું હોય. હજી આટલુંય ઓછું હોય તેમ, અવિરત ધ્યાનસાધના પણ ચાલતી જ હોય અને કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવ્યા પછી થતી આત્માનુભૂતિનું અમૃતપાન કરવામાં આવતું હોય ! ડાયરી એટલે રોજનીશી, દૈનિક પ્રવૃત્તિની નોંધ. ખરું જોતાં ડાયરીની આત્મલક્ષી નોંધ એક પ્રકારનું આત્મસંભાષણ બને છે, જેમાંથી લેખક આત્મનિરીક્ષણ કરીને પોતાના ગુણદોષ જોઈ શકે છે. મોટા ભાગની ડાયરીઓ ભૌતિક પ્રવૃત્તિઓની નોંધરૂપે હોય છે, અને તેમાં ઐહિક સુખ-દુ:ખ કે સફળતા-નિષ્ફળતાનું અથવા ગમાઅણગમાનું નિદર્શન કરતી નોંધો જોવા મળે છે. પરંતુ થોડીક એવી પણ ડાયરીઓ હોય છે, જેમાં કેવળ આધ્યાત્મિક અનુભવોનું નિરૂપણ જ હોય છે, અને લખનાર એમાં પોતાના વાંચન, મનન, નિદિધ્યાસન, આત્મચિંતન, આત્માનંદ ઇત્યાદિ આંતરગુહામાં ચાલતી ઘટનાઓની નોંધ આપે છે. જો તેનામાં સાહિત્યિક શક્તિ હોય તો, તેને લગતા ગદ્ય-પદ્યના ઉદ્ગારોમાં સાહિત્યિક સુગંધ આવવા પામે છે. નિઃસ્પૃહ અને નિર્મમ ભાવે, કેવળ આધ્યાત્મિક Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભાવન-વિભાવના આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ ડાયરીઓમાં એક બાજુ સર્જનપ્રક્રિયા-નિબંધો, કાવ્યો અને ચિંતનો ઇત્યાદિનો આલેખ મળે છે, તો બીજી તરફ એમના વિહાર અને વાચનના ઉલ્લેખો મળે છે. આ ઉલ્લેખો પ્રમાણમાં ઓછા છે, પરંતુ એક આત્મજ્ઞાનીના ઉલ્લેખો તરીકે તે ધ્યાન ખેંચે તેવા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં એ પરંપરાનું સાતત્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યોપાસનામાં જોવા મળે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુ-જીવન દરમિયાન સંસ્કૃત, હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૧૫ જેટલા ગ્રંથો લખ્યા. એ સમયે સાધુસમાજમાં ગમે તે રીતે શિષ્યો બનાવવાની હોડ ચાલતી હતી; ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૧૫ ‘અમર ગ્રંથશિષ્યો' બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલા છે; ૨૪ ગ્રંથોમાં એમની કાવ્યસરવાણી વહે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક ગ્રંથો લખ્યા હતા. એમના કાવ્યસાહિત્ય વિશે ગુજરાતના ‘યુગમૂર્તિ વાર્તાકાર' તરીકે વિખ્યાત નવલકથાકાર શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ કહ્યું હતું : શ્રી બુદ્ધિસાગરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે, મુસ્લિમ પણ વાંચી શકે. સોને સરખું ઉપયોગી થઈ પડે તેવું એ કાવ્યસાહિત્ય, બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.” યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીના વાચન, મનન અને નિદિધ્યાસનની ત્રિવેણીનો અનુભવ પણ એમની આ ડાયરીમાંથી થાય છે. આગળ સૂચવ્યું તેમ એમણે ઘણાં વર્ષોની ડાયરીઓ લખી હતી, પરંતુ અત્યારે તો એમની વિ. સં. ૧૯૭૧ની માત્ર એક ડાયરી આત્મયોગીની અંતરયાત્રા ૧પપ જ ઉપલબ્ધ થઈ છે. પરંતુ આ રોજનીશી એ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યના વ્યક્તિત્વને નખશિખ દર્શાવી જાય છે. ૧૯૭૧ની આ રોજનીશીના આરંભે તેઓ ગુરુસ્મરણ કરે છે. ગુસ્મરણના આ કાવ્યમાં એમની તન્મયતા સતત તરવર્યા કરે છે. તેઓ વિચારે છે કે, ગુરુ પાસે માગવાનું શું હોય ? – જ્યાં માગ્યા વિના જ બધું મળતું હોય છે. રોજનીશીમાં આલેખાયેલા સાત કડીના આ કાવ્યની એક ખૂબી એ છે કે, આખા કાવ્યનું આલેખન સહેજ પણ છેકછાક વગરનું જોવા મળે છે, હૃદયમાં જાગતો ભાવ સીધેસીધો જ રોજનીશીનાં પાનાં પર અંકાતો ગયો હોય તેમ લાગે છે. આમાં તેઓને શાબ્દિક ફેરફારો પણ કરવા પડ્યા નથી ! અહીં ગુરુભાવનાનું ગૌરવ કરતાં તેઓ કહે છે : ઊંધ્યો દેવ જગાવીયો રે - દેહ દેરાસરમાંહી – પ્રગટે વહુનિ વનિથી રે - ગુરથી ગુરુ પણું માંહી.” - આ પછી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ગુરુશિષ્યના ઐક્યની વાત કરીને વિ. સં. ૧૯૭૧ના નૂતન વર્ષના પ્રારંભે ભાવપૂર્વક ગુરુને સ્મરે છે. તેઓએ ગાયેલો આ ગુરુમહિમા અનુભૂતિના પાયા પર રચાયેલો હોવાથી વધારે હૃદયસ્પર્શી બન્યો છે. વિજાપુરના એક નિરક્ષર કણબી કુટુંબના બાળકનું ગુરુકૃપાએ જ યોગનિષ્ઠ આચાર્ય તરીકે આધ્યાત્મિક રૂપાંતર થયું હતું, એ અહીં પણ જોઈ શકાય છે. રોજનીશીના આરંભે ‘સ્વ'માં પરમાત્મભાવ અનુભવવાની પોતાની ઝંખનાને પ્રગટ કરતાં તેઓ કહે છે : સર્વ જીવોની રક્ષાર્થે પ્રવૃત્તિ કરાઓ. સત્ય વદવામાં જીવન વહ્યા કરો. અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વગેરેની આરાધના Page #81 -------------------------------------------------------------------------- ________________ માવન-વિભાવના પરિપૂર્ણ દ્રવ્ય અને ભાવથી થાઓ. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ભાવથી સ્વજીવન વહો. જૈન શાસનની પ્રભાવના થાય એવા સંયોગો પ્રાપ્ત થાઓ. જૈન દૃષ્ટિએ, શાસનરક્ષક દૃષ્ટિએ, સર્વજીવદયા દૃષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ મન, વચન અને કાયામાં ક્રિયા (કર્મ), યોગિત અને જ્ઞાનયોગિવ પ્રગટો. અધ્યાત્મજ્ઞાનનાં ઉચ્ચ રહસ્યોના અનુભવે વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન્મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા ‘સ્વ માં પરમાત્મત્વ એનુભવાઓ.’ આ એક વર્ષ દરમિયાન એમણે અનેક સ્થળોએ વિહાર કર્યો હતો. એમાં માણસા, રિદ્રોલ, વિજાપુર, ઈડર, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, અંબાજી, આબુ, અચલગઢ, દાંતીવાડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભોયણી, વીરમગામ, ગોધાવી, કલોલ, પાનસર અને પેથાપુર જેવાં જાણીતાં ગામો ઉપરાંત અન્ય ગામોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ એક વર્ષમાં કરેલા આટલા વિહાર દરમિયાન એમની વાચનપ્રવૃત્તિ તો સતત અને તીવ્ર વેગે ચાલુ રહી હતી, પોતે વાંચેલાં પુસ્તકોની નોંધ તેઓ રોજનીશીમાં કરતા જાય છે. આ એક જ વર્ષમાં એમણે ‘સમયમામૃત', શુભચંદ્ર આચાર્યત ‘જ્ઞાનાર્ણવસારોદ્ધાર' (બીજી વખત), ‘રાજેન્દ્રભિધાનકોશ' (ભા. ૧), ‘જ્ઞાનચક્ર (ભા. ૮), ‘મહાબલમલયાસુંદરી’, ‘સંસ્કૃત તિલકમંજરી', ‘ચંદ્રપ્રભુ', ‘વિક્રમોર્વશીયમ્' (ભાષાંતર), ‘વિધÉરત્નમાલા’ અને ‘જૈન દૃષ્ટિએ યોગ' જેવાં પુસ્તકો વાંચ્યાં; જ્યારે આચાર્ય આનંદશંકર ધ્રુવનું ‘ધર્મવર્ણન', મનનપૂર્વક વાંચ્યું એમ કહે છે, તો માણસાના દરબાર પાસેથી લીધેલું રત્નમાલ’ પુસ્તક વાંચીને પાછું આપ્યાની નોંધ મળે છે. એ જ રીતે સાણંદની સરકારી લાઇબ્રેરીમાંથી લીધેલાં પુસ્તકો વાંચીને પાછાં આપ્યાં, તેની યાદી પણ મળે છે. આ ગ્રંથો ઉપરાંત ‘ગુજરાતનો આત્મયોગીની અંતરયાત્રા ૧૫૩ અર્વાચીન ઇતિહાસ’, ‘કણબી-ક્ષત્રિય ઇતિહાસ’ અને ‘પદ્મમહાપુરાણ” જેવા ગ્રંથો વાંચ્યા હતા, ‘જીવનશક્તિનું બંધારણ”, “સ્વામી રામતીર્થનો સદુપદેશ' (ભાગ ૭), ‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘સ્વદેશ', ‘હિંદની ઉદ્યોગસ્થિતિ', ‘ભારત લોકકથા', ‘દરિયાપારના દેશોની વાતો' જેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં, ‘અધ્યાત્મોપનિષદ'નું ચોથી વાર મનન કર્યું, તો “જન ઑફ આર્ક', ‘કુમુદિની', ‘આંખ કી કીરકીરી', ‘શાંતિકુટિર', ‘સુભાષિતમુક્તાવલિ' તેમ જ ‘નર્મકવિતા' જેવા ગ્રંથો પણ વાંચ્યા હતા. વળી, વિ. સં. ૧૯૭૧ની વૈશાખ સુદ પાંચમના રોજ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આનંદઘનનાં પદો પર લખેલી પ્રસ્તાવના અને ઉપોદ્યાત વાંચ્યાની નોંધ પણ મળે છે. આ વર્ષ દરમિયાન એમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. ‘કર્મયોગ” નામનો એમનો ગ્રંથ છપાતો હતો એ પણ નોંધ્યું છે. વિહાર અને વ્યાખ્યાનો ચાલતાં હતાં, એની સાથોસાથ આટલી બધી જ્ઞાનપ્રવૃત્તિ ચાલુ રાખવી તે વિરલ જ કહેવાય. ક્યારેક કોઈ જિજ્ઞાસુનેય અભ્યાસમાં સહાયભૂત થતા હતા. સંવત ૧૯૭૧ની માગશર વદ અમાસે શા. મોહનલાલ જેસિંગભાઈને પાંચમા કર્મગ્રંથની સિત્તેર ગાથા સુધી અભ્યાસ કરાવ્યાની નોંધ પણ મળે છે. સં. ૧૯૭૧ના પોષ સુદિ છઠની નોંધમાં તેઓ લખે છે – સાંજના સમયે કડી પ્રાંતના સુબાસાહેબ રા. ગોવિંદજીભાઈ હાથીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમને પ્રજાની સેવા કરવી, સાધુઓનો ઉપદેશ શ્રવણ કરવો, પ્રજાજનોનાં દુઃખો તરફ લક્ષ્ય દેવું, લાઇબ્રેરીઓ, બોર્ડિંગો વિશેષ પ્રમાણમાં વ્યવસ્થાપૂર્વક ઉઘાડવા માટે ઉપદેશ દીધો . ગાયકવાડી રાજ્યમાં સાધુઓને માટે સંસ્કૃત પાઠશાળા ઉઘાડવા ઉપદેશ દીધો.” આવી જ રીતે ફાગણ વદ ૮ના દિવસે “પ્રો. રામમૂર્તિ સેન્ડોની મુલાકાત લઈ ધાર્મિક વિચારોનો ઉપદેશ આપ્યો” એવી નોંધ પણ મળે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન એમનો સાહિત્યપ્રેમ સર્વત્ર દેખાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહો અને સાક્ષરોથી પરિચિત હતા. ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કે. હ. ધ્રુવ વિશે એમણે લખેલા અપ્રગટ સ્તુતિકાવ્યમાં આ જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્યસંશોધક પ્રત્યે કેટલો આદર છે, તે પ્રગટ થાય છે. તેઓ કહે છે : ૧૫૮ “મિલનસાર સ્વભાવે સારા, સાક્ષરવર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સદ્ગુણના અવતાર. ધન્ય ધન્ય શુભ માત તાત નૈ, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી. અમર કર્યું નિજ નામ જગતમાં, ગુણકારી શુભકારી, ‘બુદ્ધિસાગર’ મંગલ પાર્મો, ગુણગણના ભંડારી.” આવી જ રીતે સાણંદથી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ મુનિશ્રી જિનવિજયજીને મૈત્રીને બિરદાવતું અને જ્ઞાનવૃદ્ધિની અભિલાષા પ્રગટ કરતું આઠ કડીનું કાવ્ય લખ્યું છે. આ રોજનીશીનો કેટલોક ભાગ ‘કર્મયોગ’, ‘ભજનસંગ્રહ’, ‘જૈનગીતા’ અને ‘સુખસાગર ગુરુગીતા' નામે એમના ગ્રંથોમાં પ્રગટ થયો છે. આથી અહીં અપ્રગટ એવા ગદ્ય અને પદ્ય ભાગને જોવાનો ઉપક્રમ રાખ્યો છે. આમાં સાચી ભક્તિને બતાવતા એમના એક અપ્રગટ કાવ્યમાં તેઓ ‘હિરનો મારગ શૂરાનો છે' એમ કહેતા જણાય છે. તેઓ કહે છે કે, માત્ર મુખેથી ભક્ત કહેવડાવવાથી કામ પતી જતું નથી. એને માટે તો પ્રયત્ન અને નિષ્કામ ભાવના જરૂરી છે. તેઓ આવા કૃતક ભક્તોને પૂછે છે : “કહે. મુખથી તમારો છું, તમોને સૌ સમર્પણ છે. વિચારી આપ ઉત્તરને, અમારી શી કરી સેવા ? હને લક્ષ્મી ઘણી વ્હાલી, તને કીર્તિ ઘણી વ્હાલી, કહે છે ભક્તિનો ભૂખ્યો, અમારી શી કરી સેવા ?" આત્મયોગીની અંતરયાત્રા ૧૫૯ આમ કહીને વિવેક વિના વિત્ત ખરચવાની, અસત્ય અને પરિગ્રહની તેમ જ સંસારના પ્રવાહમાં ગતાનુગતિક રીતે તણાવાની સામાન્ય જનોની મનોવૃત્તિની વાત કરીને ભારપૂર્વક કહે છે – ‘ગણાવું ભક્ત કોટીમાં, નથી કાંઈ વાત એ હેલી. આવી જ રીતે અન્ય કાવ્યમાં પરમાત્માનું જીભેથી રટણ કરનારાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં એ કહે છે કે 'તત્ત્વમસિ' કે ‘સોકન્’ બોલવાથી પાર નથી આવતો. માત્ર શબ્દોથી પ્રભુ પ્રાપ્ત થશે નહીં, કારણ કે પરમાત્મા તો શબ્દાતીત છે, અને ધ્યાનમાર્ગે જ પામી શકાય છે. અખાએ ગાયેલા જીવ અને બ્રહ્મની એકતાના અનુભવની યાદ આપે એ રીતે આ જૈન આચાર્ય આનંદભેર કહે છે“સાધનથી પ્રભુ વેગળા, સાધનથી પ્રભુ સ્કેલ; સાધન સાધક સાધ્યના એકવે છે. ગેલ. ” આવા પરમાત્માની ઝાંખી મૌનથી થાય છે. એની ખોજ કરવાની જરૂર નથી. એ તો આપણા અંતરમાં જ વસેલો છે. માનવીની આ જ વિડંબના છે ને કે એ બહારનું બધું જુએ છે, પણ પોતાની અંદર ડોકિયું ય કરતો નથી ! અને ભીતરની દુનિયા અજાણી રહી જાય છે. એ ચંદ્રની ધરતી પર ભલે જઈ આવ્યો હોય, પરંતુ આત્માની ભૂમિ એને અજાણી લાગે છે. આ અંતરમાં રહેલી આનંદજ્યોતની જિકર કરતાં તેઓ લાક્ષણિક ઢબે કહે છે : “જ્યાં ત્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ; આનંદજ્યોત જાણીએ, રાખી મન વિશ્વાસ. પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજાર; મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર. નિર્મલ ચિત્ત થયા વિના, ઈશ્વર ના દેખાય; કોટી ઉપાય કરો, કદી કાક ન ધોળો થાય." Page #83 -------------------------------------------------------------------------- ________________ 190 ભાવન-વિભાવન “આ એક વર્ષ દરમિયાન રચાયેલાં કાવ્યોમાં વિષયવૈવિધ્ય પણ ઘણું છે. એમાં ‘નાનાં બાળકો’, ‘જુવાની’, ‘માતા’, ‘વૃદ્ધાવસ્થા’થી માંડીને ‘દેશસેવા’, ‘કન્યાવિક્ય’, ‘સુધારો, યોગ્ય કર સમજી’, ‘પ્રગતિ’, ‘ગરીબો પર દયા લાવો’, ‘બળી ! પરતંત્રતા બૂરી !’, ‘મળો તો ભાવથી મળશો’ અને ‘વિરોધો સહુ સમાવી દે’ જેવી ભાવનાવાળાં કાવ્યો મળે છે, તો ‘સાગર’, ‘આંબો’ કે ‘પધારો, મેઘમહારાજ !’ જેવાં પ્રકૃતિને ઉદ્દેશીને રચાયેલાં કાવ્યો પણ મળે છે. જ્યારે ‘સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ’, ‘આત્માની તૃષ્ણા પ્રતિ ઉક્તિ”, ‘શુદ્ધ ચેતના સતીની આત્મસ્વામી પ્રતિ ઉક્તિ' જેવાં આધ્યાત્મિક ભાવનાઓને અનુલક્ષીને થયેલાં કાવ્યસર્જનોય સાંપડે છે. એમની પાસે શીઘ્રકવિત્વ હોવાથી કેટલાક પત્રોના પ્રત્યુત્તર તેઓએ પદ્યમય આપ્યા હતા. એમણે વિ. સં. ૧૯૭૧ના ભાદરવા વદ એકમે ‘અહીં ઝટ મેઘ વર્ષાવો’ નામનું કાવ્ય લખ્યું અને કવિ કહે છે કે, “આ કાવ્ય કર્યા બાદ ભાદરવામાં વર્ષા થઈ અને તેથી ગુજરાતમાં દુષ્કાળ પડવાનો હતો તેને સ્થાને સુકાલ થયો.” કવિએ લખેલું ‘સ્મશાન’ વિશેનું કાવ્ય તો વિશેષ નોંધપાત્ર છે, તે એ દૃષ્ટિએ કે ૨૪૦ પંક્તિ જેટલું લાંબું કાવ્ય આ વિષય પર ભાગ્યે જ કોઈએ લખ્યું હશે. કાવ્યનો અંત ‘ફાગુ’ને યાદ કરાવે તે રીતે વૈરાગ્યરસમાં આવે છે. તેઓ કહે છે – “પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય, બાહ્યાન્વંતર પ્રગટે ત્યાગ; હોવે શિવસુંદરીનો રાગ, શાશ્વત સુખનો આવે લાગ. આધિ, વ્યાધિ સહુ નાસે દુઃખ, આત્મયોગીની અંતરયાત્રા અંતરમાં પ્રગટે શિવસુખ; રત્નત્રયીની પ્રાપ્તિ થાય. ચારિત્રી થઈ શિવપુર જાય. ભણે ગણે જે નર ને નાર, ધર્મી થાવું તે નિર્ધાર; ‘બુદ્ધિસાગર ’ મંગલમાળ, પામે થાવે જયજયકાર.” ૧૧ એક કાવ્યમાં એમણે “ભગુ, તવ જીવનની બલિહારી” કહીને ‘જૈન’પત્રના અધિપતિ ભગુભાઈ ફતેહચંદને સ્નેહાંજલિ અર્પી છે. સ્નેહાંજલિમાં વિદેહ પામેલ વ્યક્તિ વિશે આદર દર્શાવવામાં આવે છે. પણ ક્યારેક આવી સ્નેહાંજલિ આદરને બદલે અતિશયોક્તિમાં સરી જતી હોય છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ લખેલી સ્નેહાંજલિમાં એમણે ભગુભાઈના નિર્ભય અને સુધારક વ્યક્તિત્વને બિરદાવ્યું છે, સાથે સાથે એમના વિરોધીઓએ એમને સપડાવીને જેલમાં ભલે મોકલ્યા, પરંતુ ભવિષ્યમાં એમની કિંમત થશે એમ તેઓ સ્પષ્ટ કહે છે. બારબાર વર્ષ સુધી આકરા સંજોગોમાં ‘જૈન’પત્ર ચલાવ્યું અને ક્યારેય કોઈ બદલાની આશા રાખી નહિ, એ સદ્ગુણને કવિ દર્શાવે છે. પરંતુ એની સાથોસાથ, ભગુભાઈના દોષો તરફ આંખમિચામણાં કરતા નથી. તેઓ કહે છે – ‘અનિશ્ચિત મન ભમે ભમાવ્યો. કાયવ્યવસ્થા ન સારી.' ભગુભાઈના જીવનની નક્કર વિગતો પર આ સ્નેહાંજલિ આધારિત છે. એમાં કવિ ક્યાંય અતિ પ્રશંસામાં સરી પડ્યા નથી તે નોંધપાત્ર બાબત કહેવાય. આ રોજનીશીના ગદ્યમાં, લખનારની ચિંતનશીલતા પ્રગટ થાય છે. આમાં અનેક વિષય પર મનનીય લેખો મળે છે. આજ સુધી અપ્રગટ એવા પ્રામાણિકતા વિશેના નિબંધમાં તેઓ કહે છે કે, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભાવન-વિભાવના પ્રામાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્ય જનોની ઉન્નતિ થઈ શકે છે, તેટલી અન્યથી થતી નથી. વળી, રાગદ્વેષ વગેરે દોષોનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ પ્રામાણિકપણું વિશેષ ખીલતું જાય છે. આવી વ્યક્તિને વિપ્નો અને સંકટો નડે છે, પરંતુ તે અંતે વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્પષ્ટ કહે છે કે, મનુષ્યમાં સર્વ ગુણો કરતાં પ્રથમ પ્રામાણિકપણાનો ગુણ હોવો જોઈએ.” આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. ત્યારે આ ઉપદેશ કેટલો સચોટ અને મર્મસ્પર્શી લાગે છે ! તેઓ કહે છે કે, “જે દેશમાં પ્રામાણિક મનુષ્યો હોય તે દેશ સ્વતંત્રતાથી અને ઉન્નતિથી શોભી રહે છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિનો આધાર પ્રામાણિકપણા પર છે.” આચાર્યશ્રી પાસે વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન હતું અને તેથી જ તેઓ આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ‘પ્રામાણિક ગુણથી વિમુખતા' છે તેમ કહે છે. નિબંધના સમાપનમાં પોતાના વિચારોનું નવનીત તારવતાં તેઓ કહે છે - પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો પણ મળે વા ન મળે, તેનો નિશ્ચય કરી શકાય નહિ. પ્રામાણિકપણે વર્તનાર માર્ગોનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને તે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યવર્ત વગેરે આત્મયોગીની અંતરયાત્રા દેશોમાં પ્રામાણિકતાનો યદિ ફેલાવો થાય તો લૂંટફાટ, ક્લેશ, યુદ્ધ , મારામારી, ગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો, કુસંપ અને અશાંતિ વગેરેનો નાશ થાય એમાં જરા માત્ર સંશય નથી. પ્રામાણિકપણે વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ કરી શકાય છે. પ્રામાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી પ્રામાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રામાણિક ગુણના વાતાવરણના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તે તે મનુષ્યોને પ્રામાણિક ગુણની અસર થાય છે.” આ વિચારોમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પોતાની આસપાસની વાસ્તવિક પરિસ્થિતિને પૂરેપૂરી પારખે છે, આથી પ્રામાણિકપણાના દુન્યવી લાભો પણ તે દર્શાવે છે. આની સાથોસાથ તેઓ કર્મયોગી એ આત્મયોગી હોવાથી, આત્મોન્નતિમાં આ ગુણની ઉપકારકતા દર્શાવવાનું પણ ચૂકતા નથી. માનવીએ દૈવી સંપત્તિ વધારવાની છે, અને એ સંપત્તિમાં પ્રામાણિકતાનો ગુણ પણ કેટલો ફાળો આપી શકે છે, તે તેઓ બતાવે છે. ગચ્છ, સંઘાડા અને સંપ્રદાયોમાં ચાલતા મમત્વ વિશેની એમની આંતરવેદના પણ એક નોંધમાં વ્યક્ત થાય છે. તેઓ લઘુ વર્તુળમાંથી અનંત આત્મશુદ્ધ વર્તુળમાં પ્રવેશવાની હિમાયત કરે છે અને આમાં એમની વ્યાપક તેમ જ સમન્વયસાધક દૃષ્ટિનો પરિચય સાંપડે છે. તેઓ પોતાના વિહારનાં સ્થાનોનું પણ વર્ણન આપે છે. એ સ્થાનોના જૈનોની અને જૈનમંદિરોની વિગતો આપે છે. શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૭૧ના મહા વદ ૧૩ને શુક્રવારે દેલવાડાથી આબુ આવ્યા અને, એક ઇતિહાસના સંશોધકની જેમ તેઓ પોતાની નોંધમાં લખે છે - વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં દેરાણી-જેઠાણીના Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભાવન-વિભાવના ગોખલો કહેવાય છે, પરંતુ તે પર લખેલા લેખના આધારે ખોટી પડે છે. તેજપાલની સ્ત્રી સુહડાદેવીના શ્રેયાર્થ તે બે ગોખલાઓને તેજપાલે કરાવ્યા છે.” આ રીતે આચાર્યશ્રી જૈનમંદિરોના શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે અને સાથોસાથ ધર્મસ્થાનના આત્મજ્યોતિ જગાડતા પ્રભાવને અંતરમાં અનુભવે છે. આથી જ તેઓ કહે છે – “ચેતનજીને ખેડબ્રહ્મા, દેરોલ, ગલોડા વગેરેમાં સ્થાવર તીર્થનાં દર્શન કરાવી આત્મરમણતામાં વૃદ્ધિ કરવા યાત્રાનો પ્રયત્ન સેવ્યો.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની એક વિશેષતા એ છે કે એમણે ભુલાયેલી યોગસાધનાને પુનઃ પ્રતિષ્ઠા આપી. આ રોજનીશીમાં અધ્યાત્મજ્ઞાન સંબંધી તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે. આમાં એમનો શાસ્ત્રનો અભ્યાસ, વિચારક તરીકેની સુક્ષ્મતા, કથનને ક્રમબદ્ધ આલેખવાની કુશળતા તેમ જ પોતાના કયિતવ્યને શાસ્ત્રના આધારો ટાંકીને દર્શાવવાની નિપુણતા જોવા મળે છે. રોજનીશીનાં સડસઠ પાનાંઓમાં એમણે આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે. વિહાર, વ્યાખ્યાન, ઉપદેશ, વાચન, મનન અને લેખનમાં રત રહેતા આ યોગીરાજનું લક્ષ તો આત્માની ઓળખ પામવાનું જ રહ્યું છે. આ રોજનીશીમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનની ચર્ચા કરીને તેઓ આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને, આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે. આ આત્મસમાધિની મહત્તા દર્શાવતાં તેઓ કહે છે સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે... સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મયોગીની અંતરયાત્રા ૧૬૫ આત્મધ્યાનનો સ્થિરોપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક્ સ્વરૂપ અવબોધાય છે, અને તેથી સાલંબન અને નિરાલંબન ધ્યાનથી શંકાનું સમાધાન થવા પૂર્વક આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે ગમન કરી શકાય છે, એમ સદ્ગુરુગમથી એવબોધવું.” તેઓ સાધુજીવનમાં થતા અનુભવોને આલેખે છે. સંવત ૧૯૭૧ના શ્રાવણ વદ ૭ને બુધવારના રોજ સવારના સાડા સાત વાગ્યે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવો ભાવ જગાડે છે. એનું આલેખન આ દિવસની નોંધમાં મળે છે. તેઓ કહે છે - લોચ કરાવતાં આત્માની સારી રીતે સમાધિ રહી હતી. લોચ કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી અને હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ કરાવતાં આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો... આ કાલમાં સાધુઓને લોચનો પરિષહ આકરો છે. આત્મજ્ઞાનની કસોટી ખરેખર લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહે સહવાથી અમુક અંશે અનુભવ પ્રાપ્ત થાય છે.” આમ, આ જાગ્રત આત્મા જીવનની પ્રત્યેક ક્રિયામાં આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળે છે. તે હકીકત આ લોચની વિગતમાં પણ જોવા મળે છે. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત આત્મધ્યાન લગાવી દે છે. કોઈ વગડામાં જૈનમંદિર મળી જાય તો તે એમને ધ્યાન માટે ખૂબ અનુકૂળ લાગે છે. ફાગણ વદ ૧૦ના દિવસે “સરસ્વતી નદીના કિનારે રેતના બેટડામાં બેસી આજરોજ એક કલાક આત્મધ્યાન ધર્યું.” એમ નોંધે છે. તો “જોટાણામાં ક્ષેત્રપાલના સ્થાનના ઓટલા Page #86 -------------------------------------------------------------------------- ________________ 199 ભાવન-વિભાવન પર સાંજના વખતે એક કલ્પપર્યંત આત્મધ્યાન ધરવાથી આત્માના અલૌકિક અનુભવની ઝાંખી થઈ” એમ નોંધે છે. આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ના પોષ સુદ ૧૦ની રાત્રે થયેલા અનુભવમાં નજરે પડે છે. આ અનુભવ ઘણો ગહન હોય છે અને તેઓ પોતાના આત્માનુભવને શાસ્ત્રીય પરિભાષાથી પ્રગટ કરતાં કહે છે – “પોષ સુદિ દશમની રાત્રે આત્મા અને પરમાત્માની એક્તાના ધ્યાનનો દીર્ઘકાલ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટ્યો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રકટેલી દેખાઈ. એકલારા ગામમાં નિવૃત્તિ સ્થલ વગેરે કારણોથી અપૂર્વ આત્મસુખ અનુભવાયું. ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગે સહજ સુખ અનુભવવામાં આવે છે.” પછીની રાત્રિનો અનુભવ લખતાં તેઓ કહે છે : “દેશોત્તરમાં રાત્રિના વખતમાં આત્માની અપૂર્વ સમાધિમાં વિશેષ કાલ વીત્યો.” એ પછી પોષ વદ ૧ના દિવસે ઈડરગઢના વિહાર દરમિયાન તેઓ લખે છે – “રણમલ્લની ચોકી પાસેની ધૂણીવાળી ગુફામાં અગ્નિના ચોતરા પર અડધો કલાક ધ્યાન ધર્યું તેથી આત્માની સ્થિરતા સંબંધી અપૂર્વભાવ પ્રકટચો અને તેથી અપૂર્વ સહજાનંદ પ્રકટ્યો. આવી ધ્યાનસ્થિતિમાં સદા રહેવાય એ જ આંતરિક ઉત્કટ ભાવના છે એવો અધિકાર પ્રાપ્ત થાઓ.” આત્મયોગીની અંતરયાત્રા ૧૨૩ નવા વર્ષની મંગલયાત્રાના આરંભે આ આત્મજ્ઞાનીની જે ભાવનાઓ ભાળી હતી, એનો વર્ષને અંતે હિસાબ પણ તેઓ કરે છે, અને વર્ષભરની પ્રવૃત્તિમાંથી જ્ઞાન અને ધ્યાનની પ્રવૃત્તિને જ જીવનપથના વિકાસની નિદર્શક માને છે, આથી વર્ષને અંતે આ પ્રવૃત્તિની પ્રગતિનો હિસાબ તેઓ લખે છે – “આજરોજ ભાવ દિવાળીનો અંતરમાં અનુભવ થયો. “સંવત ૧૯૭૧ની સાલ ધાર્મિક જીવનમાં પ્રશસ્ય નીવડી. વિહાર, યાત્રા વગેરેથી આત્માની સ્થિરતામાં વૃદ્ધિ કરી, રાગદ્વેષની ખટપટમાં કોઈની સાથે ઊતરવાનું થયું નથી. ઉત્તરોત્તર આ વર્ષમાં ધર્મપ્રવૃત્તિ કરતાં કંઈક વિશેષકાલ અંતરમાં ધ્યાનાદિની નિવૃત્તિથી ગયો. પેથાપુરમાં ચોમાસુ રહેતાં આત્મસમાધિમાં વિશેષકાલ ગયો. ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે અને આત્મસમાધિમાં વિશેષ જીવન વ્યતીત કરવાની પ્રબળ સ્ફુરણા થયા કરે છે. સંવત ૧૯૬૦-૬૧-'૬૨ની પેઠે આ સાલમાં યોગસમાધિમાં વિશેષ રહેવાયું. સર્વ જીવોની સાથે આત્મધ્યભાવનાની અને મૈત્રીભાવનાની વૃદ્ધિ થયા કરે છે એમ અનુભવ આવે છે. ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયા, આબુજી, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળે આત્મધ્યાન ધરતાં અંતરમાં સહજાનંદનો, પૂર્વ સાલો કરતાં, વિશેષ પ્રકારે અનુભવ થયો. સરસ્વતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ ખરેખર બાહ્યસમાધિએ અંતરમાં વિશેષ સહજ સમાધિ કરાવનારો અનુભવાયો. વૈશાખ વિદે ૧૦. પેથાપુરમાં પ્રવેશ થયો. રૂદન ચોતરા તરફના ટેકરા ઉપર અને આવાં કોતરોમાં વિશેષ સ્થિરતાએ આત્મધ્યાનમાં મસ્ત થવાયું. આત્માની અનુભવખુમારીમાં વિશેષતઃ મસ્તદશા અનુભવાય છે. આત્મજ્ઞાન-ધ્યાનની પરિપક્વતામાં વૃદ્ધિ થયા કરે છે એવો અનુભવ આવે છે. હવે વિશેષતઃ નિવૃત્તિરૂપ Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન જ્ઞાનધ્યાનરમણતામાં કરવાની ખાસ સ્ફુરણા ઊઠે છે, અને તેમાં વિશેષ પ્રવૃત્ત કરાય છે. છ માસથી ઝીણા જ્વરયોગે ધાર્મિક લેખનપ્રવૃત્તિમાં મંદતા થાય છે. તથાપિ કંઈ કંઈ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપશમ, ક્ષયોપશમભાવની આત્મિક દિવાળીની જ્યોતિનું ધ્યાન અને તેનો અનુભવ-સ્વાદ આવ્યા કરે છે. નવીન વર્ષમાં આત્મગુણોની વિશેષ ખિલવણી થાઓ. ૐ શાંતિ.” ૧૮ સન્નિષ્ઠ અને લોકપ્રિય યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધનાને લગતા સંકલ્પો અને ઉચ્ચાશયોનું અહીં દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં લેખકો, રાજકીય નેતાઓ ને સમાજસેવકોએ રોજનીશીઓ લખી છે, પરંતુ ધાર્મિક નેતાઓ અને યોગીસંન્યાસીઓએ એવી નોંધો રાખી હોય એવું ખાસ પ્રકાશમાં આવ્યું નથી. કદાચ એ પ્રકારની ઘણી નોંધો એ મહાનુભાવોના ખાનગી આત્મગત ઉદ્ગારોરૂપે લખાઈ હોય તોપણ એ કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ હોવાનો સંભવ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશીઓનું પણ એમ જ થયું લાગે છે. પરંતુ એમાંથી બચેલી એક વર્ષની આ નોંધ એક યોગીના આંતરજીવનમાં ડોકિયું કરવાની તક આપે છે ને તેમના દેશાટન તેમ જ આંતરવિકાસ દર્શાવતા આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવીને જિજ્ઞાસુને એ દિશામાં આગળ જવાની પ્રેરણા આપે છે તે દૃષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. અગિયાર અખબારની લેખસૃષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતી પત્રકારત્વના વિકાસમાં આઝાદી પહેલાંનું અને આઝાદી પછીનું એવી ભેદરેખા દોરી શકાય. પરંતુ પત્રોની માલિકી, વાચકની રુચિ, અદ્યતન યંત્રસામગ્રી અને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યેના અભિગમની દૃષ્ટિએ ઈ. સ. ૧૯૫૦નું વર્ષ એ ઉચિત ભેદરેખા ગણાય. ૧૯૫૦ પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ મહદ્ અંશે કર્તવ્યનિષ્ઠ હતું. પત્રકાર પાસે ચોક્કસ દિશા અને દૃષ્ટિ હતાં. એનામાં સત્તાનો સામનો કરવાની ખુમારી અને ખુવાર થવાની તૈયારી હતી. સમાજસુધારો, સ્વરાજ્ય અને સ્વધર્મની ભાવનાના ખીલે બંધાયેલું એ પત્રકારત્વ એક મિશન હતું, ઉદ્યોગ નહિ. આજે કોઈ દૈનિક કે સામયિક ભાગ્યે જ જાહેરખબર વિના ચલાવી શકે, જ્યારે ગાંધીજીએ ત્રીસ-ત્રીસ વર્ષ સુધી જાહેરખબર વિના સાપ્તાહિકો ચલાવ્યાં. ૧૯૫૦માં Page #88 -------------------------------------------------------------------------- ________________ 10 ભાવન-વિભાવન લોકશાહીની મુક્તતા, ગુજરાતી અખબારોની માલિકીમાં ફેરફાર અને મોનો-ટાઇપ તેમ જ ઝડપી અને રંગીન મુદ્રણ કરતાં રોટરી મશીનોનું આગમન થયું. વર્તમાન સમયનાં અખબારો જે સમસ્યાને મહત્ત્વની ગણે છે, તે સમસ્યાઓનાં આઝાદી પૂર્વે માત્ર એંધાણ જ મળે છે. આર્થિક પ્રશ્નોના માત્ર ફણગા જ ફૂટટ્યા હતા, તે વિકસ્યા નહોતા. આજના ઘણા પ્રશ્નો આઝાદી પૂર્વે નહોતા અને જે હતા તેના પર પણ ગાંધીવાદી ગંભીરત્વની છાપ હતી. એ સમયે દૈનિકોના ચોથા પાના પર આજની માફક લેખવિભાગો આવતા નહિ. આવા લેખવિભાગોનું સ્થાન સાપ્તાહિકો અને માસિકોમાં જ રહેતું. વળી ગંભીર લેખો લખનારાઓનો આદર્શ રામાનંદ ચૅટરજીનું “માંડર્ન રિવ્યુ' તથા સી. વાય. ચિંતામણિનું ‘ઇન્ડિયન રિફોર્મર” હતાં. એ સમયના લેખકો આવાં ગંભીર સામયિકોને આદર્શરૂપે રાખીને લખતા હતા. ‘પ્રજાબંધુ' અને ‘ગુજરાતી પંચ 'માં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અગ્રલેખો આવતા હતા, પણ એ એગ્રલેખો ખૂબ અભ્યાસપૂર્વક અને ગંભીરતાથી લખવામાં આવતા હતા. આઝાદી પૂર્વનું પત્રકારત્વ કર્તવ્યપ્રેરિત હતું. નર્મદ એના ‘ડાંડિયો'માં દાંડી પીટીને, ‘ખબરદાર' કહીને “રયતને જુલમીઓના જુલમમાંથી બચાવવાને, લુચ્ચાની ટોળી વિખેરી નાખવાને, તમારામાંથી અજ્ઞાન, વહેમ ને અનીતિ કાઢી નાખવાને, દેશનું ભલું થાય તેમ કરવાને” કોશિશ કરે છે. અમૃતલાલ શેઠ કાળી શાહીથી નહિ પણ લોહીની લાલ શાહીથી દેશ કલ્યાણના યજ્ઞસમાં પત્રકારત્વનો પ્રારંભ કરે છે. ‘પ્રજાબંધુ'ના પહેલા અંકમાં ‘પ્રારંભે ' શ્રી ભગુભાઈ ફોહચંદ કારભારી પ્રશ્ન મૂકે છે, “કહો જન્મ ધરી શી કરી દેશની સેવા ?” અને એના ઉત્તર રૂપે સેવા કાજે પત્રનો પ્રારંભ કર્યાનું કહે છે. અખબારી લેખસુષ્ટિ: આઝાદી પૂર્વે અને આઝાદી પછી ૧૩૧ કરસનદાસ મૂળજીનું ‘સત્યપ્રકાશ' જદુનાથ મહારાજના પાખંડ અને ઢોંગ સામે જેહાદ પોકારે છે. ‘સ્વતંત્રતા યશસુખનું ધામ છે ” એમ કહીને નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ , કાંતિમાન કરવા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ‘સ્વતંત્રતા’ નામે માસિક કાઢે છે. ‘સૌરાષ્ટ્ર'ના લેખકમંડળમાં ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી, ગુણવંતરાય આચાર્ય, ભીમજીભાઈ ‘સુશીલ' જેવાં કેટલાંય કુટુંબની શીળી છાયા અને ધંધા-રોજગારની નિયમિત આવક છોડીને રાણપુર જેવા નાનકડા ગામડામાં હાથે રાંધીને પત્રકારત્વનો ભેખ લે છે. આ સૌરાષ્ટ્ર કાર્યાલય ‘સૌરાષ્ટ્ર આશ્રમ ’ને નામે ઓળખાતું, તે આજે કેટલું સાર્થક લાગે છે ! આ પત્રકારત્વે એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. આજે અખબારોની જે કંઈ પ્રતિષ્ઠા જોવા મળે છે, તે મૂડી આ ભેખધારીઓએ ભેગી કરેલી છે. પોતે માને તે પ્રમાણે લખવું, સમાજને દોરવણી આપવા માટે લખવું, નૈતિક રીતે ઉચ્ચ ધોરણવાળું લખવું અને હિંમતભેર લખવું એમ એ માનતા હતા. આઝાદી પૂર્વેનાં સાપ્તાહિકોમાં અને માસિકોમાં નોંધપાત્ર લેખવિભાગો જોવા મળે છે. ‘ફૂલછાબ' સાપ્તાહિક રૂપે ચાલતું, ત્યારે તેમાં સાહિત્ય, આકાશદર્શન, સામાન્ય જ્ઞાન અને પશુપક્ષીનો પરિચય આપતા લેખવિભાગો પ્રગટ થતા હતા. સામયિક એ સંસ્કારનું સાધન ગણાતું અને તેને માટે તેમાં સાહિત્ય-વિભાગ અનિવાર્ય લેખાતો. સાપ્તાહિક ‘ફૂલછાબ'માં સાહિત્યચર્ચાનાં બેથી ત્રણ પાનાં આવતાં. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાતી’માં સાહિત્યચર્ચા આવતી. જૂનાં કાવ્યો વિશે સંશોધનલેખ આવતા. સુંદર ‘સાહિત્યપૂર્તિ'ની સળંગ શ્રેણી પ્રગટ થતી. ગ્રાહકોને ભેટપુસ્તક આપવાની ‘ગુજરાતીની પ્રથાએ ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાના સર્જનમાં મહત્ત્વનું યોગદાન કર્યું. ‘પ્રજાબંધુ'માં “સાહિત્યપ્રિય'ના ઉપનામથી શ્રી ચુનીલાલ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભાવન-વિભાવન વ. શાહની સાહિત્યચર્ચા તેમ જ ‘ગ્રંથાવલોકનો' વિભાગની ગ્રંથસમીક્ષાએ તો ગુજરાતી સાહિત્યમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. હાજીમહમદ અલારખિયા શિવજીનું ‘વીસમી સદી' સામાન્ય માનવીથી નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકનું પણ માનીતું હતું. આઝાદી પછી આપણા પત્રકારત્વમાં સાહિત્યનો વિભાગ સંકોચાવા લાગ્યો. થોડાક અપવાદને બાદ કરતાં સમૃદ્ધ સાહિત્યવિભાગ મળતો નથી. આમ, આઝાદી પૂર્વે સાહિત્યવિભાગ અને પત્રકારત્વ વચ્ચે જેટલી નિકટતા હતી, તેટલી નિકટતા આજે નથી. ઝવેરચંદ મેઘાણીનો ‘કલમ અને કિતાબ’ વિભાગ હજી આજે પણ એની રસપ્રદતા અને વાચકપ્રિયતા મને વારંવાર યાદ કરીએ છીએ. ‘સૌરાષ્ટ્ર’ જૂથના લેખકોએ કેટલાક નવા લેખવિભાગોનું સર્જન કર્યું. મેઘાણીની સર્જકતાએ અનેક નવાં સ્વરૂપો સિદ્ધ કરી બતાવ્યાં. જયંતિ દલાલ જેવાએ ‘રેખા’ દ્વારા રાજકીય-વિવેચન, ફિલ્મ-વિવેચન, વિદેશી પુસ્તકોનો પરિચય, મનોવિજ્ઞાન, અત્યંત ટૂંકી વાર્તા જેવા વિભાગોનો પ્રારંભ કર્યો, જે માર્ગે એ પછી આપણાં દૈનિકો ચાલ્યાં છે. ધીરે ધીરે ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, ખુલ્લા પત્રો, આર્થિક પ્રવાહો અને કાર્ટૂનો પ્રવેશવા લાગ્યાં. જ્યોતિસંઘની પૂર્તિ દ્વારા નારીપ્રવૃત્તિને સ્થાન મળ્યું. ‘નવચેતને’ ઘણા લેખકોને અને ચિત્રકારોને બહાર આણ્યા, પરંતુ આઝાદી પૂર્વેના આ પત્રકારત્વમાં ‘નારદ’, કરસનદાસ માણેક કે વેણીભાઈ પુરોહિતનાં કટાક્ષકાવ્યો હોય કે ખુલ્લો પત્ર હોય, પણ બધું જ રાષ્ટ્રીય લડતના રંગે રંગાયેલું હોય. ‘વીસમી સદી’, ‘હિંદુસ્થાન’ અને ‘નવચેતને’ નવોદિતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું, જ્યારે ‘નવજીવન'નું સમર્થ વિદ્વાનમંડળ એક જુદી જ પ્રભા ફેલાવે છે. આઝાદી પૂર્વે આપણાં સાપ્તાહિકો અને માસિકોએ ઘણા વૈવિધ્યમય વિભાગો ખીલવ્યા. કલમની તાકાત ધરાવતા નામાંકિત અખબારી લેખષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી ૧૩૩ લેખકોને એ સમયનાં સાપ્તાહિકો અને માસિકોમાં લખવું પ્રિય હતું. જાણ્યે-અજાણ્યે એક એવો ખ્યાલ બંધાઈ ગયો હતો કે વિદ્વાન તો સાપ્તાહિક કે માસિકમાં જ લખે, દૈનિકમાં નહિ ! એ સમયે દૈનિકપત્રોમાં અનુવાદકો કે રિપૉર્ટરો તો હતા જ, પરંતુ એ અખબારની પ્રતિષ્ઠાની પારાશીશી એમાં લખતા વિજ્ઞાન પરથી મપાતી. એમાં પણ અમૃતલાલ શેઠે આ પ્રણાલિકાને ખૂબ વિકસાવી. અસામાન્ય સર્જનશક્તિવાળા, મૌલિક સ્વરૂપો ઘડતા અને ઉદ્દામ વિચારસરણીવાળા લેખકો જેટલા ‘જન્મભૂમિ' પાસે હતા, તેટલા બીજા કોઈ દૈનિક પાસે નહોતા. ‘સૌરાષ્ટ્ર’ જૂથના આ લેખકોએ વૈવિધ્યપૂર્ણ લેખવિભાગો, અવનવાં સ્વરૂપો અને ચમકદાર શૈલીથી પત્રકારત્વમાં એક પ્રકારની તાજગી આણી. ગુજરાતી પત્રકારત્વના પ્રારંભમાં પારસીઓનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. આથી હાસ્ય કૉલમ જ નહિ, પરંતુ રમૂજી વાચન આપતાં હાસ્યપત્રો પ્રગટ થતાં. ‘ગપસપ’, ‘ભીમસેન’, ‘પારસીપંચ’, ‘રમતા રામ’, ‘કાતરિયું ગેપ’, ‘મોજમજાહ’ અને ‘બે ઘડી મોજ' જેવાં માત્ર રમૂજ આપતાં પત્રો નીકળતાં. પારસીઓની હાસ્યવૃત્તિનો પત્રકારત્વનાં તમામ અંગોને સ્પર્શ થતાં આગ, ખૂન કે અકસ્માતના સમાચાર પણ રમૂજી રીતે આપવામાં આવતા. ‘દેશી મિત્ર' સાપ્તાહિકમાં ૧૮૭૬માં ૨૦મી જુલાઈના અંકમાં એના તંત્રી ‘મેઘજી ઇંદ્રજીનું દેવાળુ’ વિશે સમાચાર આપતાં લખે છે : “મેઘજી ઇંદ્રજીની પેઢીએ મોટું દેવાળું કાઢ્યું છે એવી ધાસ્તી મુંબઈ ઇલાકામાં પથરાઈ ગઈ હતી. પણ શુકર તે રેહેમ કીરતારના, કે ગયા શનિવારથી આખા ગુજરાત અને મુંબઈના ભાગોમાં પોતાના માગનારાઓને એકદમ નાણું ચૂકવી આપવા માંડ્યું છે. તે હજી સુધી મેઘજી ઇંદ્રજીની પેઢી તરફથી મળતું જાય છે, જેથી તમામ લોકોને Page #90 -------------------------------------------------------------------------- ________________ માવન-વિભાવના ૩૪ ધીરજ આવી છે, અને ખુશાલી પેદા થઈ છે. વાંચનારા સાહેબો, સમજ્યા ? આ પેઢી તે કઈ ? વરસાદની. ગઈ કાલ સુધીનો અને અગાઉનો વરસાદ ઉમેરતાં ૧૭ ઇંચ અને ૭૧ દોકડા વરસાદ પડી ચૂક્યો છે. ખેતીનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું છે.” અઠવાડિક ‘ફૂલછાબ'માં પ્રગટ થતી ગુણવંતરાય આચાર્યની હું બાવો ને મંગળદાસ” કૉલમ લોકપ્રિય થતાં જુદાં જુદાં અખબારોએ એવી હળવી કૉલમનું અનુકરણ કર્યું. ‘ગુજરાતી માં ‘બીરબલના ઉપનામથી શ્રી અરશેદજી બમનજી ફરામરોજની ‘ભર કટોરા રંગ કૉલમથી અને એમની હળવી કલમથી ઘણા જાણીતા થયા. ‘પ્રજાબંધુમાં મંથન’ અને ‘ચક્રવાક' નામે ‘મેરુ’ અને ‘ચકોર' ઉપનામધારી લેખકોની હળવી કૉલમ નોંધપાત્ર છે. આમાં ‘ગુજરાત સમાચાર' દૈનિકે પણ સારો એવો ફાળો આપ્યો. આઝાદી પછીનાં અખબારોમાં પણ હળવી કૉલમનું પ્રમાણ વધ્યું છે અને એણે સારી એવી વાચકપ્રિયતા મેળવી છે. આઝાદી પૂર્વેના પત્રકારત્વમાં ભાષાશુદ્ધિનું મોટું કામ નર્મદ અને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ કર્યું. ‘સૌરાષ્ટ્ર’ જૂથના લેખ કો તો મેઘાણી કહે છે તેમ પત્રકારની શૈલી પર ‘સાહિત્યનો જરી-કસબ કરતા.” રાણપુર શૈલી તરીકે ઓળખાયેલી આ શૈલીમાં ક્યાંક શબ્દોની ભભક અને વિચાર કરતા શબ્દોનો ખડખડાટ વધુ મળે છે, તેમ છતાં જુરસાદાર ભાષા અને તળપદા શબ્દોના વિનિયોગ માટે આ શૈલી નોંધપાત્ર ગણાય. શ્રી ચુનીલાલ વ. શાહે પણ શૈલી માટે ઘણી ચીવટ દાખવી. ગાંધીજી આવતાં શૈલીની સાદાઈ અને ભાષાશુદ્ધિનું મોટું કામ થયું. ખેદ સાથે એ નોંધવું જોઈએ કે આપણાં દૈનિકો આજે જોઈએ તેટલી ભાષાની ચીવટ રાખતાં નથી. આઝાદી પછી દૈનિકો પાનાંની દૃષ્ટિએ પુષ્ટ થયાં. આની સાથોસાથ વૈવિધ્યમય લેખવિભાગો મોકલે હાથે પ્રગટ થવા લાગ્યા. અખબારી લેખસૂષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી મોટાં દૈનિકોએ અઠવાડિયામાં ત્રીસથી ચાલીસ જેટલા વૈવિધ્યપૂર્ણ વિભાગો આપવા શરૂ કર્યા. પ્રજાજીવનની એકેએક પ્રવૃત્તિને જુદા જુદા વિભાગો દ્વારા વ્યાપમાં લેવા પ્રયાસ થયો, પણ વૈવિધ્યમય વિભાગોના આટલા બધા વ્યાપનું કારણ શું ? આનું એક કારણ તે ગુજરાતી વાચકનું માનસ છે. આ વાચક અખબારને ‘બાસ્કેટ’ જેવું માને છે. એમાં સમાચાર, તંત્રીલેખ કે જાહેરખબર તો હોય જ, પરંતુ વિષયોનું વૈવિધ્ય તથા માહિતી અને મનોરંજનને પણ સ્થાન મળ્યું હોય એને માત્ર વર્તમાન બનાવો વિશેના લેખો જ જોઈતા નથી, બલ્ક ધાર્મિક, આધ્યાત્મિક થા વૈદક અને જ્યોતિષ જેવા લેખોની પણ એની ઘણી મોટી માંગ છે. બીજી બાજુ, કોઈ એક વિષયને અનુલક્ષીને ચાલતાં સામયિકો ઝાઝું જીવતાં નથી, આથી વાચક ઓછામાં ઓછા ખર્ચે છાપાની ‘બાસ્કેટમાંથી જ બધું મેળવવા પ્રયાસ કરે છે. લેખવિભાગોને કારણે સમાચાર વાંચવાના કંટાળામાંથી મુક્તિ મળે છે. એક સમયે અખબારોમાં માત્ર સમાચારો જ પ્રગટ થતા, ત્યારે વિદેશીઓ આપણાં અખબારને જોઈને નિરાશા સાથે કહેતા કે ભારતનાં બધાં જ વર્તમાનપત્રો સરખાં લાગે છે - ચહેરા વિનાના માનવી જેવાં. જ્યારે લેખવિભાગ દ્વારા આવી એકવિધતા દૂર થાય છે. અખબારનું વ્યક્તિત્વ ઊપસે છે. પરંતુ આજે કેટલાંક અખબારોમાં તો સમાચારની અવેજીમાં લેખવિભાગ કામ કરતા હોય તેવો વિપર્યાસ જોવા મળે છે. જાહેરખબર અને ફીચરની વચ્ચે આજે સમાચારો ગૂંગળામણ અનુભવે છે. આઝાદી પછી એવી ધારણા હતી કે રાજકીય પરિસ્થિતિનું આલેખન ઓછું થશે, તેને બદલે આપણાં અખબારોમાં રાજ કારણનું વર્ચસ્વ વધી ગયું છે. બીજી બાજુ વૈચારિક દારિડ્યું તો પ્રગટ થયું, પરંતુ કટોકટીના સમયે કર્તવ્યનિષ્ઠાની પણ કસોટી થઈ. આઝાદીનું ધ્યેય સિદ્ધ થયા પછી અખબારોને કોઈ નવું ધ્યેય સાંપડ્યું Page #91 -------------------------------------------------------------------------- ________________ 109 ભાવન-વિભાવન નહિ અને જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ ધ્યેયનિષ્ઠ પત્રકારત્વ પાછું પડતું ગયું અને ધંધાદારી નફા-તોટાનું પત્રકારત્વ આગળ આવવા માંડયું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ કરેલી ટકોર યાદ આવે છે. તેઓ વર્તમાનપત્રને અનુલક્ષીને કહે છે : “એ કમાવાનું સાધન માત્ર બને છે ત્યારે નખ્ખોદ વાળે છે, પરંતુ પોતાનો ખર્ચ કાઢતાં કાઢતાં એ સેવાનું સાધન બને છે ત્યારે એ લોકજીવનનું આવશ્યક અંગ બને છે." ભારતને આઝાદી પ્રાપ્ત થઈ તે સમયે સમગ્ર વિશ્વમાં મનોવલણો, ટેક્નૉલોજી જેવી બાબતોમાં સમૂળી ક્રાંતિ થઈ છે. ૧૯૫૦ના ગાળામાં ગુજરાતી અખબારોના જેટલા માલિકો બદલાયા તેટલા ક્યારેય બદલાયા નથી. પરંતુ એ પછી પ્રજાને રીઝવવા અને ઉપયોગી થવા માટે સભાન પ્રયત્નો થવા લાગ્યા. સનસનાટીનો અતિરેક, ઉછીની વાચનસામગ્રી તેમ જ કૃત્રિમ શ્રદ્ધા દર્શાવતા લેખોની ભરમાર ચાલી. સાહિત્યની સમીક્ષા કે વિદેશી ગ્રંથોના પરિચયને બદલે લોકપ્રિય નવલકથાઓએ આસન જમાવ્યું. આમાં ભાગ્યે જ પ્રયોગશીલ કે સાહિત્યિક ગુણવત્તાવાળી નવલકથાઓ દેખા દે છે. પ્રજાની અસ્મિતા કે સાંસ્કૃતિક પરંપરાઓના સંવર્ધનની વાત ગૌણ બની. નૃત્ય, રંગભૂમિ, પુરાતત્ત્વ, પરિભ્રમણ જેવી બાબતોની ઉપેક્ષા થવા લાગી. સાહિત્ય, શિક્ષણ કે સંસ્કૃતિની ઘટનાઓ નાની નોંધરૂપે આવે તોય સદ્ભાગ્ય ગણાવા માંડ્યું. આનું એક કારણ એ છે કે આઝાદી પૂર્વે અખબારનું લક્ષ સુશિક્ષિત અને જાગ્રત વર્ગ હતો. આજના અખબારની નજર મધ્યમ વર્ગ અને નીચલા વર્ગનાં રસ અને રુચિ પર છે. આ વર્ગ ભણેલો છે, સારી રીતે વાંચી શકે છે પણ એની રુચિ કે સમજશક્તિ જોઈએ તેટલાં કેળવાયાં નથી. બીજી બાજુ, એની વાચનભૂખ એટલી બધી છે કે કાચું-પાકું લખાણ હોય અખબારી લેખસૃષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી યા અનુવાદ હોય તોપણ તેને ચાલે. 199 વ્યક્તિના દૈનિક જીવનમાં આવતા એકએક વિષયને અઠવાડિયે ચાલીસ જેટલા ફીચર આપીને વાચકને તરબતર કરવાનો પ્રયાસ થયો. આને કારણે અખબાર ‘ડિપાર્ટમેન્ટલ’ સ્ટોર જેવું બની ગયું. આઝાદી પૂર્વે જ્યોતિષ કે વૈદક જેવા અસ્પર્શી વિષયો વિશે લખાવા માંડ્યું. સૂર્યોદય, સૂર્યાસ્ત, પંચાંગ, આપની આજ, અવસાન-નોંધ, લગ્નમંગલ, ચોથા પાનાનાં ફીચર્સ, ગૃહઉદ્યોગ, યોગાસન, બ્યુટિફિકેશન અને લોકસાહિત્ય એમ બધા જ લેખવિભાગો આપવાના શરૂ થયા. આ વિભાગો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો લખતા હોવાથી આમાં મૌલિકતા મળે છે. આજે દૈનિક જેટલું એની ખબરોને કારણે વેચાય છે, એટલું જ એના વૈવિધ્યમય લેખવિભાગને કારણે વેચાય છે. ક્યારેક તો અમુક લોકપ્રિય કૉલમ્સને કારણે પણ તે વેચાય છે. આથી લેખકોમાં સારી એવી હરીફાઈ જાગે છે અને મૌલિકતા તેમ જ અસરકારકતા માટે લેખક ચીવટ રાખે છે. આઝાદી પૂર્વે તંત્રીની નીતિની આંગળીએ લેખવિભાગ ચાલતો હતો. હવે તંત્રી પોતાની નીતિ પ્રમાણે લેખ લખાવે તેવું રહ્યું નથી. દરેક લેખક પોતાના અભિપ્રાય મુજબ લખતો હોવાથી વૈચારિક મોકળાશનો અનુભવ થાય છે, પણ વાચકને ક્યારેક વૈચારિક મૂંઝવણ થાય છે. એક કૉલમમાં ધર્મકથા કે ધાર્મિક મૂલ્યો દર્શાવતો પ્રસંગ હોય અને એની બાજુમાં બીજા જ કૉલમમાં ધર્મ કે અંધશ્રદ્ધા છે અને વિજ્ઞાન સાચું છે તેવું પણ મળે. આમ આજના પત્રકારત્વમાં આદર્શ, મૂલ્ય કે રુચિ વિશે કોઈ સાતત્ય જડતું નથી અને તેથી આપણાં વર્તમાનપત્રો કોઈ એક ધ્યેયને વરેલાં છે તેમ કહેવું મુશ્કેલ બને છે. દરેક અખબારની નીતિ જુદી હોય, એટલું જ નહિ કિંતુ એક અખબારના લેખકો વચ્ચે પણ મૂલ્યભેદ કે મતભેદ મળે છે. આ રીતે અખબાર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભાવન-વિભાવના સમાજને ઘેરે છે એમ આઝાદી પૂર્વે જેટલી હિંમતથી કહી શકાતું, તેટલું આજે કહેવાય તેમ નથી, બહોળો ફેલાવો ધરાવતાં વર્તમાનપત્રો પણ સમાજને દોરવણી આપી શકતાં નથી. આઝાદી પૂર્વે સમાજને દોરતા અખબારનો છપાયેલો શબ્દ શ્રદ્ધેય મનાતો. આજે યુદ્ધ જેવા અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં લોકો અખબારના કહેવા પ્રમાણે ચાલતા નથી. ગુજરાતી અખબારના વૈવિધ્યમય લેખવિભાગોને કારણે નવાં નવાં સ્વરૂપોની અજમાયશ અને સારી એવી વૈચારિક સામગ્રી વાચકને મળે છે. આવા વિભાગો પ્રજાને વર્તમાન પ્રવાહોથી સારી પેઠે વાકેફ રાખે છે. કેટલાંક ફીચર્સ તો સાહિત્યિક મૂલ્યવત્તા ધરાવવાનું ગજું કાઢી શકે છે. આજના આપણા ઘણા સાહિત્યની ગંગોત્રી દૈનિક પત્રકારત્વ છે. એક જમાનામાં આનો ફેલાવો માંડ દસ હજારનો હતો. આજે જ્યારે દૈનિકનો બે લાખથી વધુ ફેલાવો હોય ત્યારે વિચાર, સ્વરૂપ કે શબ્દોની શુદ્ધતા જાળવવી મુશ્કેલ હોય છે. નાનો રૂમાલ ચોખ્ખો રાખી શકાય, મોટી ચાદરમાં ક્યાંક ડાઘ લાગે. આજના દૈનિકને કે દૈનિકના લેખકને પ્રજા નેતા તરીકે સ્વીકારતી નથી, તેમ છતાં કેટલાંક સામયિકોની ધ્યેયનિષ્ઠ વૈચારિક આગેવાનીમાં વાચક શ્રદ્ધા દાખવે છે. ‘ભૂમિપુત્ર', ‘નિરીક્ષક', ‘લોકસ્વરાજ', ‘ગ્રામનિર્માણ’, ‘પ્રબુદ્ધ જીવન', ‘સંસ્કૃતિ' જેવાં સામયિકોએ પોતાનું ગંભીર સ્વરૂપ જાળવીને પ્રજાને બદ્ધિક દોરવણી આપવાનું કામ કર્યું છે. આવાં સામયિકો આર્થિક પરેશાની ભોગવતાં હોય છે તેમ છતાં એની નિષ્ઠા અને વૈચારિક આગેવાની દૈનિકો માટે આદર્શરૂપ ગણાય. લખાવટનો વિચાર કરીએ તો આજના લેખકને માટે અભિવ્યક્તિ વધુ સરળ બની છે. અભિવ્યક્તિની સરળતા સાથે ક્યાંક વૈચારિક છીછરાપણું પણ આવ્યું છે. એક બાજુ અંગ્રેજી શબ્દોની અખબારી લેખસુષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી ૧૩૯ પ્રચુર શૈલી અને બીજી બાજુ લોકબોલીના શબ્દોની પ્રચુર શૈલી જોવા મળે છે. આઝાદી પૂર્વે અખબાર લોકનેતા હતું, હવે લોકો અખબારને દોરે છે. પહેલાં વાચકની આટલી તમા રાખવામાં આવતી નહોતી. વાચકને ન સમજાય તો લેખક એમ પણ કહી દેતો કે આ સમજવું તમારા ગજા બહારનું છે. આજે વાચકને ન સમજાય તેવું લખાણ લખે તો કોલમિસ્ટને ઠપકો મળે ! પહેલાં છાપાની પાસે લોકો આવતા, હવે લોકોની પાસે છાપું જાય છે. આથી જ આજના લેખકને લોકસંપર્કની વધુ જરૂર પડે છે અને લોકરુચિને સંતર્પક લખવું પડે છે. આઝાદી પૂર્વે અને પછીના વૈવિધ્યમય વિભાગોની ચર્ચા તો થઈ. હવે એના ભાવિ તરફ નજર કરીએ. લેખવિભાગના વૈવિધ્યને ખૂબ ખૂબ મર્યાદિત કરી નાખે તેવો ઓફસેટનો યુગ આવી રહ્યો છે અને આવી ગયો પણ છે. ફસેટમાં લેખ કરતાં ચિત્રને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. ૬૦ ટકા ચિત્ર અને ૪૦ ટકા લખાણ એવું એનું પ્રમાણ છે અને તેમાં લખાણ પણ ચિત્રના સહારે ચાલતું હોય છે ! આને પરિણામે અખબારનું જે થોડુંય વૈચારિક કલેવર છે તે ઝાંખું પડે તેવી દહેશત આપણી સામે ઊભી જ છે. જે દેશમાં ૪૦ ટકા લોકો જ શિક્ષિત હોય, ત્યાં અનુક્રમે ગંભીર લખાણ કરતાં હળવા લખાણને પ્રાધાન્ય આપે છે અને હળવા લખાણ કરતાં ચિત્રને પ્રાધાન્ય આપે છે. આ સ્થિતિનો આપણા આવતી કાલના લેખકોએ પડકાર ઝીલવાનો રહેશે. Page #93 -------------------------------------------------------------------------- ________________ બાર નેપચ્ય’થી નેપચ્ચે ૧૯૮૦ની ૧૨મી જુલાઈએ ત્રણ ત્રણ પેઢીના નાગરિકોનું સંસ્કાર-ઘડતર કરનાર શ્રી બચુભાઈ રાવતનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. શ્રી બચુભાઈ રાવતની વિદાયને કારણે ગુજરાતના સાંસ્કારિક જગતમાં એક પ્રકારનો શૂન્યાવકાશ વ્યાપી ગયો. ગુજરાતે એક બહુમુખી પ્રતિભા ગુમાવી. શ્રી બચુભાઈ રાવતનો જન્મ ઈ. સ. ૧૮૯૮ની ૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદમાં થયો. પિતા ગોંડલમાં રાજ્યના પશુ વૈદ્ય હતા. આથી થોડા પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે ગોંડલમાં અભ્યાસ કર્યો અને ઈ. સ. ૧૯૧૪ના ડિસેમ્બરમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એમણે કૉલેજનું પગથિયું પણ જોયું નહોતું, તેમ છતાં એમની વિવિધ વિષયો પ્રત્યેની ગતિ જોતાં એ કેવી આપબળથી આગળ વધેલી વ્યક્તિ હતા તેનો ખ્યાલ આવે છે. એમને માત્ર સાહિત્ય કે પત્રકારત્વમાં જ રસ નહોતો, પરંતુ મુદ્રણકલા, ચિત્રકલા, તસવીરકલા, સંગીત, નૃત્ય, ‘નેપથ્યથી નપણે ૧૮૧ ખગોળવિધા, પુરાતત્ત્વ અને વિજ્ઞાનમાં પણ એટલો જ ઊંડો રસ હતો. એમનું આ રૂચિઘડતર ઈ. સ. ૧૯૧૪થી ૧૯૧૯ દરમિયાન તેઓ પાંચ વર્ષ ગોંડલમાં શિક્ષક તરીકે રહ્યા તે સમયે થયું હતું. આ પાંચ વર્ષ દરમિયાન એમણે ખૂબ વાંચ્યું અને શાળાના પુસ્તકાલયનું સંચાલન કર્યું. વિશેષ તો આ વર્ષો દરમિયાન એમના વ્યક્તિત્વનું એવું ઘડતર થયું કે તે પછીનાં વર્ષોનો પાયો બની રહ્યું. કુમાર કાર્યાલયમાં યોજાતી બુધવારની કાવ્યસભાનું સંચાલન એમણે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ'ને સોંપ્યું, તે પ્રસંગે શ્રી ઉમાશંકર જોશીએ એમને ‘ગુજરાતમાં ભૂલા પડેલા અંગ્રેજ' કહ્યા હતા. શ્રી બચુભાઈ રાવતને ઇંગ્લેન્ડ માટે આગવી મમતા હતી, એ દેશ જોવાની એમની મનોકામના ત્રણેક વર્ષ અગાઉ સાકાર થઈ હતી. એમના પિતા રાજ્યના પશુવૈદ્ય હોવાથી એમને અંગ્રેજોનો સતત સંપર્ક રહ્યો અને એ વાતાવરણે જ એમના જીવન અને કાર્યમાં પ્રશિષ્ટતા અર્પી. તોળી તોળીને બોલવું, શુદ્ધ ઉચ્ચારોવાળી ભાષા બોલવી, વક્તવ્યમાં ક્યાંય આકરાપણું કે આત્યંતિકતા ન આવે તેની તકેદારી રાખવી એ તેમનો નિયમ બની ગયેલો. એમના લેખન, હસ્તાક્ષર અને રહેણીકરણીમાં પણ એમનું આ શિષ્ટ (ક્લાસિકલ) માનસ પ્રગટ થતું. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય એમના જીવનની દીવાદાંડી બની રહ્યું. કોઈ પણ માણસ એક નાનકડું કામ લઈને બેસી જાય છે. તો તે પણ દેશનું જ કામ કરે છે. સ્વામી વિવેકાનંદનું આ વાક્ય બચુભાઈ રાવતના જીવનનો નકશો બની ગયું. એમણે “કુમાર” સામયિક દ્વારા આવતી કાલના નાગરિકોને ઘડવાની તપશ્ચર્યા આદરી. તેમની નજર હંમેશાં ભવિષ્ય પર રહેતી. આથી જ “કુમાર” દ્વારા આવતી કાલનાં નાગરિકોને ઘડવાનો હેતુ રાખ્યો. એમને મન નાગરિક થવું Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના ૧૮૨ એટલે કોઈ ડિગ્રીધારી બનવું એમ નહોતું. તેઓ એમ માનતા કે નાગરિક બનવા માટે વ્યક્તિએ ‘કુમાર માં આવે છે તેટલું તો ઓછામાં ઓછું જાણવું જ જોઈએ. ‘કુમાર’ જેવા શિષ્ટ સામયિક દ્વારા કોઈ લોકસેવાની એમણે બાંગ પોકારી નહિ, પરંતુ પોતે નાગરિક થવા માટે આવશ્યક એટલું ઓછામાં ઓછું આપે છે તેની નમ્રતા ધારણ કરી. | ગુજરાતી સામયિક-પત્રકારત્વમાં ‘કુમાર 'ના ૬૭૯ અંકો દ્વારા એમણે કલા અને સંસ્કારઘડતરનું અદ્વિતીય કાર્ય કર્યું. ગુજરાતનાં સામયિકોના પત્રકારત્વમાં ‘નવચેતન'ના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદેશી અને ‘કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતની પોતાના સામયિક માટેની સમર્પણશીલતા દૃષ્ટાંતરૂપ છે. શ્રી રવિશંકર રાવળ પછી બચુભાઈએ કુમારને વિકસાવ્યું. એમાં અનેક નવા વિભાગો દાખલ કરીને એને વધુ ને વધુ સમૃદ્ધ બનાવ્યું. જો મોટી ૨કમ મળે તો અનેક નવા વિભાગો શરૂ કરવાની એમની મનઃકામના હતી. એમનું સતત સેવાયેલું અને ન ફળેલું આ સ્વપ્ન સાકાર કરવામાં ગુજરાતના કલારસિકો પ્રયત્નશીલ બને, તો તે એમને અપાયેલી યોગ્ય અંજલિ ગણાશે. અર્ધી સદીથીય વધુ વર્ષો સુધી 'કુમાર' દ્વારા ગુજરાતની કલારુચિનું ઘડતર કરનાર બચુભાઈને મન લાઘવ અને ચોકસાઈ એ પત્રકારના મુખ્ય ગુણો હતા. એમણે એક પત્રકારની કચેરીમાં “Be Brief, Be Exact” એ સૂત્ર વાંચ્યું અને પત્રકાર તરીકે પોતાના જીવનમાં એનું પ્રતિબિંબ પાડી બતાવ્યું. ‘કુમાર'માં અક્ષરોની ભીડ જોવા મળે છે, એવો આરોપ થાય છે તે પણ આનું જ પરિણામ છે. પાથરીને કહેવાને બદલે સંક્ષેપમાં કહેવું તે વધુ પસંદ કરતા. એ જ રીતે ચોકસાઈ અને શુદ્ધિનો એમનો એટલો જ આગ્રહ રહેતો. સામયિક ચલાવતા પત્રકારને શિરે પ્રજાઘડતરની ઘણી મોટી જવાબદારી ‘નેપથ્યથી નૈપણે ૧૮૩ રહેલી છે એમ તેઓ સ્પષ્ટપણે માનતા. આથી જ કશું અશિષ્ટ કે અરુચિકર ‘કુમાર'માં ક્યારેય સ્થાન પામતું નહિ. વળી પત્રકારત્વ એ કોઈ શુષ્ક વ્યવસાય નથી. એમાં કલાત્મકતાને ઘણું મોટું સ્થાન છે. આથી જ તેઓ સતત જુદા જુદા પ્રકારના લે-આઉટ બનાવતા. ‘કુમાર'ના મુખપૃષ્ઠ ઉપર અને લેખોની સજાવટમાં અક્ષરો અને ટાઇપના જુદા જુદા પ્રયોગો કરતા. મુદ્રણકળાના તો તેઓ એક પ્રયોગવીર હતા. ઈ. સ. ૧૯૩૨માં ‘કુમારનો એકસોમો અંક પ્રગટ કર્યો ત્યારે એમણે ગુજરાતી લિપિને સૌંદર્યલક્ષી તથા કલાત્મક બનાવવા પ્રયાસ કર્યો હતો. ‘કુમારનો દરેક અંક એ એમના પરિષ્કૃત રૂચિતંત્રના સાક્ષીરૂપ છે. ગુજરાતી પત્રકારત્વમાં એમના જેટલો સૌંદર્યશાસ્ત્રનો મહિમા કોઈએ કર્યો નથી. ‘કુમાર’ જેવું અનેક વિષયોને સબળ રીતે બાથમાં લેતું બીજું કોઈ સામયિક ગુજરાત પાસે નથી. એની સુઘડતા માટે બચુભાઈ પૂરી કાળજી રાખતા. ફેર્મો છપાય ત્યારે શાહી બરાબર આવે છે કે નહિ તે પણ જાતે જોતા અને જો છપામણી બરાબર ન લાગે તો આખો ફર્મો ૨દ કરતા. શ્રી બચુભાઈ માત્ર સંપાદક જ નહોતા, પરંતુ સર્જક-સંપાદક હતા. ગુજરાતના ઘણા સર્જકોને એમની પાસેથી પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન મળ્યું છે. ‘કુમારની આગવી લાક્ષણિકતા એ એનો કાવ્યવિભાગ, કલાવિભાગ અને જીવનચરિત્રવિભાગ ગણાય. જીવનચરિત્રમાંથી પ્રેરણા મળે છે, માટે આ વિભાગ તેઓ અચૂક આપવાનો આગ્રહ રાખતા. આ ચરિત્રમાં પણ ચરિત્રનાયકના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓનું આલેખન થાય એ તરફ એમનું વિશેષ વલણ રહેતું. આમાં દેશની કે પરદેશની, અથવા તો કોઈ પણ ક્ષેત્રની સમર્થ વ્યક્તિને સ્થાન મળતું. બચુભાઈને હતાશા સહેજે પસંદ નહિ, આથી પ્રેરણાદાયી સામગ્રી આપવા તરફ તેમનો વિશેષ ઝોક રહેતો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘નેપથ્યથી નપણે કેટલું બધું ગૌરવ અપાવ્યું ! મારા જેવા સામાન્ય માણસને તે વળી પદ્મશ્રી શાનો હોય !” આ ‘કુમાર' દ્વારા શ્રી બચુભાઈ રાવતે સાંપ્રત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કાર-ઘડતરમાં અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. બચુભાઈ આજીવન નેપથ્યમાં રહ્યા. એમના નિવાસસ્થળનું નામ ‘નેપથ્ય', એમનું સંપાદકનું કામ નેપથ્યનું, કશા માન-અકરામ ને ઇચ્છા વિનાનું એમનું જીવન. નેપથ્યનો - એ નેપથ્યનો સુત્રધાર મર્ચ નેપથ્ય છોડીને અમર્ચ નેપથ્યમાં ચાલ્યો ગયો. (ઑગસ્ટ ૧૯૮૦) ૧૮૪ માવન-વિભાવના - ગુજરાતી કવિતાના એ પ્રેરક અને પ્રોત્સાહક બળ બની રહ્યા. કવિતા પસંદ કરવાથી માંડીને છાપવા સુધીની બાબતો અંગે ચીવટ રાખતા. ‘કુમાર'નું કવિતાનું પાનું પણ સૌંદર્યપૂર્ણ બને તે માટે કાળજીપૂર્વક એનો લે-આઉટ ગોઠવતા. કલા વિશેની બચુભાઈની દૃષ્ટિ જીવનલક્ષી હતી. કલા જીવનથી કદી છેડો ફાડી શકે નહિ તેમ તેઓ માનતા. આથી જીવનમૂલ્યો વિશે તેઓ આગ્રહ ધરાવતા. એમની મૂલ્યપરસ્તી ક્યારેક આત્યંતિક પણ લાગતી. આમ છતાં, એમના જીવનમાં ઉચ્ચ મૂલ્યોનો એમનો આગ્રહ નાનામાં નાની બાબતમાં પ્રગટ થયા વિના રહેતો નહિ, બચુભાઈ એક જાગ્રત અને દૃષ્ટિસંપન્ન સંપાદક હતા. એમની નજર સમક્ષ સતત એમનો વાચક રહેતો અને આથી જ કોઈ સમસામયિક ઘટનાને સ્થાન આપવા તેઓ બીજું લખાણ ખસેડી પણ લેતા. આની પાછળ એમની ભાવના એ હતી કે ‘કુમાર 'નો વાચક આ ન જાણે તો ચાલે કેમ ? સંપાદક તરીકે તેઓમાં નિર્ભીકતા હતી. ગમે તેવી જાણીતી વ્યક્તિ હોય, તેમ છતાં તેનો લેખ તેમને પસંદ ન પડે તો પરત કરતાં સહેજે અચકાતા નહિ. બીજા આ અંગે શું કહેશે એની એમણે કદી પરવા કરી નથી. આમ બચુભાઈનું વ્યક્તિત્વ બહુમુખી હતું. કવિતા, સંપાદન, મુદ્રણકલા, પત્રકારત્વ, છબીકલા જેવાં અનેક ક્ષેત્રોમાં એમણે પોતાની આગવી સૂઝથી અનોખું પ્રદાન કર્યું છે. ‘કુમાર ' અને બચુભાઈનું તો અદ્વૈત સધાયું હતું. તેમને ઘણે સ્થળે વધુ પગારે સારી નોકરીની તક મળી હતી, પરંતુ ‘કુમાર 'ને તેઓ આત્મજ માનતા. તેઓ ખુમારીથી કહેતા કે “જેણે મને ઓટલો આપ્યો અને રોટલો આપ્યો તેને છેહ કઈ રીતે દેવાય ? ગોંડલમાં જન્મેલા સામાન્ય માણસને ‘કુમારે” Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ તેર હરીન્દ્ર દવેની મુલાકાત પ્ર. રણજિતરામ ચંદ્રક સ્વીકારતી વખતે તમે કહ્યું હતું કે આમ હું વિનમ્ર ગણાઉં પણ તેમ છતાં તમારામાં એક મહત્ત્વાકાંક્ષા રહેલી છે. એ મહત્ત્વાકાંક્ષા છે બધા અનુભવોને પાર પામી મોટા ગજાની કૃતિ સર્જવાની. એ કૃતિ કવિતા હશે કે નવલકથા ? એ હજી હુંય નક્કી કરી શક્યો નથી. જો નક્કી કરી શક્યો હોત તો લખવી શરૂ કરી દીધી હોત. પણ મને લાગે છે કે એ કદાચ નવલકથા હશે. કદાચ એટલા માટે કહું છું કે મારી ઇચ્છા છે કે એવી મોટા ગજાની કવિતા લખી શકું પણ આપણી ભાષા સંપન્ન નથી એમ નહિ કહું, પણ હું એટલો સંપન્ન નથી કે ભાષામાં એ ગજું પ્રગટાવી શકું કે જેથી કવિતામાં આઠ-દસ હજાર પંક્તિ સુધી ચાલે એવો ઊંડો શ્વાસ લઈ શકું. હું એટલો ઊંડો શ્વાસ લઈ શકું કે દસ હજાર પંક્તિ હરીન્દ્ર દવેની મુલાકાત સુધી કવિતા ચાલે તો મને કવિતા જ લખવાનું મન છે. અત્યારે એમ લાગે છે કે એ ક્ષમતા - એ સજ્જતા મારી પાસે નથી અને આથી કદાચ નવલકથા લખાય. પ્ર. તમને સર્જનપ્રક્યિાનો શો અનુભવ છે ? તેનો પૂરો પાર પામી શકાય ? જ. સર્જનપ્રક્રિયાને અલગ રહી નીરખવાનું મને કદી ફાવ્યું નથી. એટલે તેનો પાર પામવાનો તો સવાલ જ નથી રહેતો. પ્ર. તમે કઈ ભૂમિકા સાથે અને કયા તબક્કે સાહિત્યમાં પ્રવેશ કર્યો ? જ. એ વસ્તુ કહેવી થોડી મુશ્કેલ એટલા માટે છે કે કવિતા શું છે એ સમજતો થયો એ પહેલાં છંદો લખતાં આવડી ગયા હતા. એ કઈ સહજતાથી, કઈ રીતે આવડ્યા, કેમ આવડ્યા તે હજી પણ મને ખબર નથી, પરંતુ બાળપણથી જ છંદો, લયો મારા મનમાં સહજ રીતે જ ઉદય પામતા હતા અને એ રીતે મેં લખવા પણ શરૂ કર્યા હતા. એટલે મારી સર્જકપ્રવૃત્તિનો આરંભ ક્યારથી થયો તે કહેવું બહુ મુશ્કેલ છે. પણ સાતઆઠ વર્ષની વયથી કશુંક સર્જનનું વિસ્મય રહ્યા કરતું અને કંઈક શબ્દોથી નિપજી શકે એવી આશંકા પણ રહ્યા કરતી. પ્ર. સ્કૂલ અને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન કરેલા અભ્યાસેતર વાંચનનો ખ્યાલ આપશો ? શાળામાં હતો ત્યાં સુધીમાં ગુજરાતી ભાષાનાં નોંધપાત્ર સર્જકોને વાંચી ચૂક્યો હતો. એ વખતના અંગ્રેજી છઠ્ઠી ધોરણમાં (આજના દસમા ધોરણમાં) હતો ત્યારે કવિ સુંદરમ્ સાથે પત્રવ્યવહાર પણ શરૂ કર્યો હતો. વિજયરાય વૈદ્ય, મુકુન્દરાય પારાશર્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ ભાવન-વિભાવના વગેરે આદરણીય વડીલો અને નર્મદભાઈ ત્રિવેદી, નાથાલાલ દવે જેવા મારા સર્જનમાં રસ લેતા ગુરુજનોની પ્રેરણાથી અંગ્રેજી સાહિત્યનું પણ ઠીક ઠીક વાચન કર્યું હતું. નર્મદભાઈ ત્રિવેદી પાસેથી ફ્રાંસિસ ટૉમસનના ‘હાઉન્ડ ઑફ હેવન’ વિશે સાંભળ્યું. મારી સ્મરણશક્તિ દગો ન દેતી હોય તો કવિ સુંદરમે કરેલા તેના અનુવાદને મૂળ સાથે “માનસી'માં પ્રગટ થયેલો જોયો ત્યારે આધ્યાત્મિક રંગની આ રચના પૂર્ણપણે માણી શકાઈ. મેટ્રિક થયો એ પહેલાં ઍલેક્ઝાન્ડર ડૂમાના શ્રી મસ્કેટિયર્સ', ‘વેન્ટી ઇયર્સ આફ્ટર’ ઇત્યાદિ પાંચ ગ્રંથો અને ‘કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોના બે ભાગ સહિત ઘણું બધું નવલકથાસાહિત્ય પણ વાંચ્યું હતું. એ સાથે જ ટૉલ્સ્ટૉયનું ‘વૉર ઍન્ડ પીસ” સમજણ ન પડવાથી અડધેથી જ છોડી દીધું હતું એ પણ યાદ છે. કૉલેજમાં આવ્યા પછી મધ્યકાલીન ગુજરાતી કવિઓને તથા ૧૬મી અને ૧૭મી સદીના જ્હોન ડન અને જ્યૉર્જ હર્બર્ટને તથા ૧૯મી સદીના રોમૅન્ટિક કવિઓ વઝવર્થ, કોલ્ડ્રીચ , બાયરન, શેલી તથા કીટ્સને વાંચ્યા. આ વાચનમાં નર્મદભાઈ ઉપરાંત ગુજરાતી ભાષાના અધ્યાપકશ્રેષ્ઠ રવિશંકર જોશી તથા અંગ્રેજી ભાષાના અધ્યાપકો વી. જે. ત્રિવેદી, કોટવાલસાહેબ અને ભરૂચાસાહેબ ઇત્યાદિની પ્રેરણા ખરી. ૧૯૪૮માં ટી. એસ. એલિયટને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે તેમની કવિતાઓ પ્રો. વી. જે. ત્રિવેદી પાસેથી સમજવા કોશિશ કરી હતી. તમારા બાળપણનો સૌથી યાદગાર પ્રસંગ તમને કયો લાગે હરીન્દ્ર દવેની મુલાકાત ૧૮e પરના બધા જ આંકડા કોઈ કે ભૂંસી નાખ્યા હોય એવું લાગે છે. છતાં કેટલીક ક્ષણો સ્પષ્ટપણે યાદ છે. એમાંની એક છે મારા પિતાના અવસાનની. પ્ર. બાળપણમાં કેવું વાતાવરણ મળ્યું ? એનો તમારા સર્જન પર કોઈ પ્રભાવ પડ્યો છે ખરો ? અગાઉના ઉત્તરમાં કહ્યું એમ બાળપણનું કોઈ સ્પષ્ટ સ્મરણ નથી. પરંતુ બાળપણમાં જ મૃત્યુ પામેલા મારા એક મિત્ર નરેન્દ્ર ભટ્ટને કારણે ઘરશાળાવાળા ગિરીશભાઈ ભટ્ટનો પરિચય થયો હતો. તેમના કુટુંબનું સંસ્કારી અને સાહિત્યપ્રેમી વાતાવરણ સ્પર્શી ગયું હતું. મારા પિતાની સાહિત્યિક અભિરુચિ અને મને વારસામાં મળેલા તેમના નાનકડા ગ્રંથાલયની કેટલીક અમૂલ્ય કૃતિઓ મારા માટે પ્રેરણારૂપ બની હતી. પ્ર. તમારા સર્જક-વ્યક્તિત્વના ઘડતરમાં કયાં પરિબળોએ ભાગ ભજવ્યો છે ? મારા પિતા, ગુરુજનો અને જેમની કૃતિઓ વાંચી છે એવા અસંખ્ય સારસ્વતો. તમે “કૃષ્ણ અને માનવસંબંધો' લખ્યું છે જેમાં મહાભારતનો અભ્યાસ, મૌલિક અર્થઘટન અને ચિંતનનું ઊંડાણ જોવા મળે છે. તમે રામાયણ પર પણ હાલ લખી રહ્યા છો. મકરન્દ દવેની માફક તમે પોતે ધાર્મિક છો એવું કહેતાં સહેજે શરમ રાખતા નથી તો તમારી ધર્મભાવના શું છે ? તમારી આસ્થા શેના પર છે ? જ. હું આસ્તિક છું કે ધર્મમાં માનું છું એમ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી કારણ કે હું એમ માનું છું. મારા જીવનના જ . મને બચપણનું બહુ જ ઝાંખું સ્મરણ છે. ભૂતકાળની પાટી Page #98 -------------------------------------------------------------------------- ________________ 10. ભાવન-વિભાવના એટલા બધા અનુભવોમાં મેં જોયું છે કે કોઈક એવું તત્ત્વ છે - કોઈક એવું પરમતત્ત્વ છે – કે એ પરમતત્ત્વ સુધી પહોંચવાની ગતિ માણસે કરવી જોઈએ. ક્યારેક મારી આસપાસની પરિસ્થિતિમાં ક્યાંય રસ્તો દેખાતો ન હોય ત્યારે પણ કોઈક એવું છે જે રસ્તો દેખાડે છે. આવો મને નાનપણથી અનુભવ થતો આવ્યો છે. ઘણાબધા મિત્રોની સાથે જ્યારે તાળો મેળવું છું ત્યારે બધાને આવા અનુભવ થતા જ હોય છે. આ અનુભવ એ જ કોઈ પરમતત્ત્વની હસ્તી કે હયાતી હોવાનો આપણને ખ્યાલ આપે છે અને એ છે જ, તો પછી માનતાં સંકોચ શા માટે ? મ, તમારા સર્જનમાં મૃત્યુ વિશેનાં કાવ્યો મળે છે. મૃત્યુ તમારો પ્રિય વિષય છે. જીવનની અસ્થાયીતા, હતાશાઓનો થાક લાગે તો ખરો, પણ મૃત્યુ માટેનું તમને મુગ્ધ આકર્ષણ છે. ક્યારેક રાત્રે આંખ મીંચું અને સવારે જાગું નહિ તો કેવું ? એની મધુર કલ્પના તમને થાય છે. તમે લખ્યું છે પણ ખરું - ‘નિદ્રાનો સાચો કીમિયો શોધી રહ્યો છું હું, આ શું કે રોજ સૂઈને હરરોજ જાગવું ?” આ મરણેચ્છા સાથે કોઈ વૈફલ્ય કે નિરાશા છે કે પછી મુક્તિની ઝંખના છે ? મુક્તિની ઝંખના કે મોક્ષ તરફ જવાની ગતિ અને એને મારી મરણેચ્છાની સાથે હું સાંકળું તો બહુ મોટી વાત કરી દેતો હોઉં એમ મને લાગે. પહેલી વખત મારી મૃત્યુની વિભાવના સ્પષ્ટ થઈ ત્યારે મને આવું કશું જ નહોતું. પછી ધીરે ધીરે એક અર્થ ઊઘડે કે મુક્તિ એટલે મોક્ષ એ ખરું, પણ એ અર્થ મારા મનમાં નહોતો, મૃત્યુ મારા માટે એક અનુભવ છે કે જે હરીન્દ્ર દવેની મુલાકાત ૧e કરવા માટે હું તેલગું છું, જે મારા હાથમાં નથી. ઉમાશંકરભાઈએ મને સર્જકની કેફિયત ‘સંસ્કૃતિ' માટે આપવા કહ્યું ત્યારે તેનો અંત જ આ રીતે કર્યો છે – 'આ ક્ષણે પણ મને પ્રફુલ્લિત , પ્રસન્ન જિંદગી અને પ્રસન્ન મૃત્યુની વચ્ચેથી પસંદગી કરવાની આવે તો હું પ્રસન્ન મૃત્યુ પસંદ કરું.’ મૃત્યુ તો આખરે આવવાનું જ છે તો પછી આપણી પસંદગીથી શા માટે ન આવે ? મૃત્યુ માટેનો મારો એક અનુરાગ રહ્યો છે તેમ કહું તો ચાલે. કવિતામાં તમે બધા પ્રકારના છંદો પર હથોટી બતાવી છે. સંસ્કૃત છંદોમાં સુંદર કાવ્યો લખ્યાં છે. છંદમાં પણ કામ કર્યું છે અને અછાંદસમાં પણ કામ કર્યું છે તો આમાં તમે કઈ રીતે અભિવ્યક્તિ પામી શક્યા ? તમે છઠ્ઠી દાયકાથી ગુજરાતી સાહિત્યના કવિતાના ક્ષેત્રે કામ કર્યું. એ પેઢીને ઉમાશંકર, સુંદરમ્ પરિચિત હતા અને રાજેન્દ્ર શાહ, નિરંજન ભગતનો પ્રારંભ હતો. એ પછી આજ સુધી ગુજરાતી કવિતા અદ્યતન થતી ગઈ તો તેની સાથે તમે કેવી રીતે તાલ મેળવી શક્યા ? કલ્પનવાદ આવ્યો છતાં તમે તો તમારી રીતે કામ કરતા રહ્યા. માત્ર ખપ પૂરતો કલ્પનનો ઉપયોગ કર્યો, એમ કેમ ? આધુનિક શબ્દનો અર્થ આજે આપણે કરીએ છીએ તે જ ખોટો છે. હું આજે લખું છું માટે આધુનિક હોય, મારાથી વીસ વર્ષ નાનો કવિ આજે લખે છે માટે આધુનિક – એમ કહેવા હું તૈયાર નથી. કાલિદાસ, શેક્સપિયરને આધુનિક નહિ કહીએ ? એ મોટા સર્જકો આજે પણ યુગથી આગળ છે. કાલિદાસની સર્જકતા જુઓ કે એલિયટની સર્જકતા જુઓ. એલિયટે ૧૯મી સદીના પહેલા ચરણની અંદર કામ કર્યું તો તે આપણા માટે જુનવાણી થઈ ગયો ? એ વધારે આધુનિક Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ભાવન-વિભાવના છે. કેટલીક વખત આધુનિકતાનો સાચો સંદર્ભ માણસ કવિતા લખે પછી ૧૦-૨૦ વર્ષે નક્કી થાય કે આ કાયમ માટે આધુનિક કવિ છે. હું તો આધુનિકનો આ જ અર્થ કરું છું. હું પોતે જે કવિતા લખું છું તે નિજાનંદી કે સ્વાન્તઃ સુખાય લખું છું એમ કહેવાનો દાવો એટલા માટે નથી કરતો કે એ લખ્યા પછી લોકો વાંચે તો મને ગમે છે. એ કવિતા કોઈ સમજે કે કોઈના મનની અંદર એના અંગે પ્રશ્નો જાગે તો એ વસ્તુથી મને આનંદ પણ થાય છે. પણ કવિતા લખતી વખતે મારે કોઈક કરામત કરવી છે એવો મને કદી ખ્યાલ નથી આવ્યો. સહજ રીતે મારા મગજમાં - મારા મનમાં - મારા હૃદયને એમ થાય કે મારે આ વાત કહેવી છે તો એ વાતને હું શબ્દોની અંદર મૂકી દઉં છું, પણ એ સિવાય અત્યારે કોણ લખે છે અને કેવી રીતે લખે છે એનું અનુકરણ જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે પણ નહોતું કર્યું અને આજે પણ કરવાનું મન થતું નથી. તમારી લિરિ કલ નૉવેલ ‘માધવ ક્યાંય નથી માં કૃષ્ણ છે, “કૃષ્ણ અને માનવસંબંધો’ એ તમારો કૃષ્ણપ્રેમ બતાવે છે, જેમાં મહાભારતને કેન્દ્રમાં રાખીને તમે કૃષ્ણનું આલેખન કર્યું છે. તમારી કવિતામાં પણ તમારો આગવો કૃષ્ણ છે. તો તમારે મન શ્રીકૃષ્ણ એ મિથ' છે, કલ્પના છે કે વાસ્તવિકતા હરીન્દ્ર દવેની મુલાકાત ૧૯૩ પસંદ કરીશ. એના માટેનાં મારાં તમામ સ્પંદનો મેં એટલાં જીવંત રીતે અનુભવ્યાં છે કે હું તમારી સાથે વાત કરું છું એ રીતે કૃષ્ણ સાથે વાત કરી છે એમ મને લાગે છે. એટલે જ મેં એક ગીતમાં લખ્યું હતું કે, મને મારગે મળ્યા તા શ્યામ કોણ માનશે ? મને મીટમાં કન્યા 'તા શ્યામ કોણ માનશે ? પ્ર. તમારી પાસેથી ‘માધવ ક્યાંય નથી” જેવી નવલકથા મળે છે. જે નવલ કવિતા જેવી હોય, અલંકૃત ભાષા હોય, સુબદ્ધ હોય એમાં અનુભવનું વિશિષ્ટ મહત્ત્વ હોતું નથી. બીજી બાજુ તમે વાચકોમાં બહોળી ચાહના મેળવનારી નવલકથાઓ પણ લખી છે જેમાં વાચકોને સાથે લઈને ચાલવાનું હોય છે. આવી નવલકથાને આપણા કેટલાક ઉન્નતભૂ વિવેચકોએ ઉતારી પાડી છે. તમારું આ અંગે શું માનવું છે ? જ . જો એવું હોય તો ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓ હપતાવાર પ્રગટ થયા કરતી અને આજે અંગ્રેજી ભાષામાં ઉત્તમ નવલકથાકાર તરીકે એમનું સ્થાન છે. કેટલા બધા નવલકથાકારો લોકપ્રિય હોવાની સાથે ઊંચા ગજાના સર્જક હતા. ટૉલ્સ્ટૉય કેટલા બધા લોકપ્રિય હતા ! કેટલાક નવલકથાકારોનું આ દુર્ભાગ્ય હોય છે કે એમને જમાનામાં લોકો સમજી શક્યા ન હોય, પણ મોટાભાગના નવલકથાકારો એમના જમાનાની અંદર સ્વીકૃત થયેલા અને લોકપ્રિય થયેલા જ છે. જે ઉત્તમ શ્રેષ્ઠ નવલકથાકારો છે તે પણ. નવલકથામાં એક બાજુ થી તમે પરંપરા સાથે કામ પાર પાડો છો, તો બીજી બાજુ તેનાથી તદ્દન જુદો જ અભિગમ ધરાવો છો. ‘માધવ ક્યાંય નથી માં તમે મિથનો જુદી રીતે ઉપયોગ જ. ‘કૃષ્ણ અને માનવસંબંધોના ઉપસંહારમાં મેં લખ્યું છે કે કૃષ્ણ એ મારે માટે સર્જનનો વિષય નથી, સર્જનહાર સ્વયં છે. મેં ક્યારે કૃષ્ણકવિતા લખી એમ કહેવાને બદલે કૃષ્ણએ ક્યારે મારી કવિતામાં પ્રવેશવાનું પસંદ કર્યું, એમ કહેવું હું વધારે Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવન કર્યો છે. ‘સંગ-અસંગમાં સાધુસમાજની વિવિધ સાધનાપદ્ધતિની વાત કરી છે. બીજી બાજુ “અનાગત' જેવી લઘુનવલ આ બધાથી જુદી તરી આવે છે જેમાં પાત્રોના નિમિત્તે ઓલવાતા ગામડાની વાત છે. તમે આ બંને વસ્તુ સાથે કઈ રીતે તાલ મેળવી શકો છો ? નવલકથા હું ક્યારેય લખી નહિ શકું એમ મારા મનમાં હતું. એમ હતું કે નવલકથા મારા ગજા બહારની વાત છે. પણ નવલકથાની પહેલી દીક્ષા અને શ્રી કનૈયાલાલ મુનશી પાસેથી મળી. એમની “કૃષ્ણાવતાર' એ અંગ્રેજીમાં લખતો હતો તે ગુજરાતીમાં ઉતારવાની મને તક મળી. મુનશીની કલ્પનાશક્તિ અને વ્યાપ એ જે રીતે પ્રસંગો લેતા તેમાં દેખાતાં. તેઓ એ પ્રસંગો વિશે મારી સાથે વાત કરતા. વિખ્યાત દિગ્દર્શક મહેબૂબખાન એમ કહેતા હતા કે હું એવું સારું પિક્સર ઉતારું કે કોઈ પણ તબક્કે પ્રેક્ષકને પાંચ મિનિટ ધૂમ્રપાન માટે બહાર જઉં તેવું ન થાય તે રીતે નવલકથા વિશે મુનશી એમ માનતા કે નવલકથા અધૂરી મૂકીને બહાર જવું પડે તો વાચકના મનમાં એનો ખટકો રહેવો જોઈએ. એ ચોપડી સાથે જ બહાર લઈને જાય અને તક મળે તો હું આ વાંચી નાખું એમ વિચારે. મુનશી પાસેથી આ વસ્તુની દીક્ષા મળી અને એમાંથી પહેલી પૉપ્યુલર રોમૅન્ટિક નવલકથા લખી અગનપંખી'. પણ પછી વિલા કેથર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વાંચ્યો. એમાં એક પછી એક પ્રસંગો જ આવતા. એ પ્રસંગોને એકબીજા સાથે સંબંધ ન હોય અને છતાં એમાંથી આખી સમગ્ર ઘટના નીપજતી હોય એવું બન્યું. એટલે મેં ‘પળનાં પ્રતિબિંબ' નામની નવલકથા લખી. ‘પળનાં હરીન્દ્ર દવેની મુલાકાત પ્રતિબિબ’ અને ‘અનાગત’ – આ બંને મારી પ્રિય કૃતિઓ છે. મને પોતાને ખૂબ ગમે છે. ‘માધવ ક્યાંય નથી' અને ‘સંગ-અસંગ’ એ લોકોમાં વંચાઈ સારી રીતે એ ખરું. પ્ર. તમારા પ્રિય વિદેશી સર્જકો કયા કયા ? જ. નિો, હિટમેન, રિલ્ક અને ટી. એસ. એલિયટ. તમારો વિવેચનસંગ્રહ પણ ટૂંક સમયમાં પ્રગટ થવાનો છે. તમે સાહિત્યકૃતિનું વિવેચન માત્ર સ્વાન્તઃ સુખાય કરો છો કે પછી એની પાછળ વાચકોને ઉપયોગી થવાનો ખ્યાલ હોય છે કે સેતુબંધ થવાનો ખ્યાલ હોય છે ? ભાવકની સમજદારી કેળવવાનો બહુ મોટો દાવો તો નહિ કરું. પણ હું જે કંઈ વાંચું છું ત્યારે મેં જે આનંદ માણ્યો હોય તેમાં મિત્રોને પણ સહભાગી બનાવીએ. આનંદ મળે એ વહેંચી લઈએ. સરસ કૃતિ વાંચી એ મારા સુધી સીમિત રાખવાને બદલે શું કામ બધાને આનંદ વહેંચી ન દેવો ? હું જે રીતે સમજ્યો છું તે રીતે કેમ ન કહેવું ? પ્ર. તમારી કૃતિઓ વિશેનું વિવેચન વાંચી તમે શી લાગણી અનુભવો છો ? તમને પસંદ પડ્યું હોય તેવું તમારી કૃતિનું વિવેચન કર્યું ? કૃતિ વિશે કોઈ સારું લખે તો ગમે. ટીકા કરે તો થોડું દુ:ખ થાય, પણ બંનેની પાર વિવેચનના મર્મ સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. ‘માધવ ક્યાંય નથી'ની બીજી આવૃત્તિની દર્શક લખેલી પ્રસ્તાવના. પ્ર. સર્જનમાં કસબ-કારીગરીનું કેટલું મહત્ત્વ લાગે છે ? Page #101 -------------------------------------------------------------------------- ________________ ભાવન-વિભાવના જ. દેહમાં વસ્ત્રઆભૂષણનું હોય એટલું જ . મહિમા દેહનો છે, વસ્ત્ર કે આભૂષણનો નહિ. પ્ર. પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી આનંદદાયી ઘટના કઈ બની ? જ. ૧૯૭૭માં માનવઅધિકારના પ્રશ્ન લડાયેલી ચૂંટણીમાં જનતા પક્ષનો વિજય થયો છે. ભલે પક્ષનો વિજય ક્ષણજીવી નીવડ્યો, પણ પ્રજાનો સરમુખત્યારશાહી સામેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળવા મળ્યો. પ્ર. લગભગ 24 વર્ષથી તમારો પત્રકારત્વ સાથે સીધો નાતો રહેલો છે. તમને સાહિત્ય અને પત્રકારત્વ પૂરક લાગે છે કે બાધક ? પત્રકારત્વ તમારા એટલા જ રસનો વિષય છે કે ક્યારેય તમે સાહિત્ય અને પત્રકારત્વમાંથી કોને પ્રધાનતા આપવી એમાં દ્વિધા અનુભવો છો ? અમુક અંશ સુધી પત્રકારત્વ મને ખૂબ મદદરૂપ નીવડ્યું છે. એને કારણે રોજ બે-પાંચ હજાર શબ્દો લખવા પડે. એથી ભાષા સાથે કરામત કરવાનું ફાવી ગયું છે. ભાષામાં જે કાંઈ લીલા કરવાની હોય - જે કાંઈ કહેવાનું હોય - તે બે-પાંચ હજાર શબ્દો લખાય તેનાથી ભાષામાં સજ્જતા આવી જતી હોય છે. અનુભવનું વિશાળ જગત મળે છે. એક દિવસ રાજપુરુષ સાથે બેસીને વાત કરતા હો, બીજા દિવસે કોઈ અર્થશાસ્ત્રી સાથે બેસીને વાત કરતા હો, કુલપતિ સાથે પ્રશ્નોની ચર્ચા કરતા હો - આમ પત્રકારત્વથી વ્યાપ વધે છે. કોઈ વાર મૅચ ચાલતી હોય અને પૂછીએ કે શું સ્કોર થયો ? તો બધાને થાય કે આટલો બધો રસ ! પત્રકારત્વને લીધે એ ક્ષેત્ર વિકસે છે. પછી એક તબક્કો એવો આવે છે કે જે તબક્કામાંથી હવે હરીન્દ્ર દવેની મુલાકાત 193 હું પસાર થઈ રહ્યો છું) એમ લાગે કે બેમાંથી પસંદગી કરવી જોઈએ. કારણ જ્યાં સુધી પત્રકારત્વ બીજા નંબરને સ્થાને હોય ત્યાં સુધી કશો વાંધો નથી આવતો, તકલીફ પડતી નથી. પત્રકારત્વમાં પહેલા નંબરમાં જવાબદારી હોય છે, મૂંઝવણો હોય છે. એ તબક્ક વહીવટી કામોમાં ફસાઈ જાવ પછી પત્રકારત્વનું પોતાનું લખવાનો સમય પણ ઘણો ઓછો રહે છે. અત્યાર સુધી પત્રકારત્વ મદદરૂપ થયું છે, ‘ગાંધીની કાવડ' કે “યુગે યુગે' જેવી કૃતિઓ પત્રકારત્વમાં ન હોત તો ન લખાત. હવે એમ લાગે છે કે પત્રકારત્વ છોડી દેવું જોઈએ. આવતી સદીમાં ટીવી અને વિડિયોનો પ્રસાર સાહિત્યને હાનિકારક નીવડશે ? જ. ના. લખતા સાહિત્યની જરૂર મનુષ્યને હંમેશાં રહેવાની. પ્ર. તમારું સૌથી પ્રિય પુસ્તક કયું ? ‘મહાભારત'. પ્ર. સાહિત્ય સિવાયની અન્ય કલામાં તમને રસ છે ? જ. કલા માત્રમાં રસ તો છે. માત્ર એના પ્રત્યેક પ્રકારમાં ઊંડાણમાં જવાનો અવકાશ નથી મળ્યો.