________________
૧૪
ભાવન-વિભાવના
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ | ‘અષ્ટાધ્યાયી' દ્વારા પૂર્વપરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણપરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણ પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે.'
અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. “શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, મૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સુત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્ય નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાંના કેટલાક લોકોક્તિરૂપે ઊતરેલા છે.
આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે
તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાંકે છે –
‘વાવરૂ 3grafણે પિs fs સાસ-ત્તિ / अधा वलया महिहि गय अध्या कुट्ट तड-त्ति' ।। १६ ।।
લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયો હતો માટે. જ્યારે અડધાં તડ દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે.”
લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે –
‘કામને કાગ ઉડાવતી, પિયુ આયો ઝબકાં;
આપી ચૂડી કર લગી, આધી ગઈ તડકાં.' આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચુડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભેંય પર પડી.
‘કાગ ઉડાવણ ધણ ખડી, આયો પીવ ભડક્ક;
આધી ચૂડી કાંગ-ગલ, આધી ભંય તડ% !' અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે.