SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ માવન-વિભાવના પણ એના મૂળમાં તો એના હૃદયને શીર્ણ-વિશીર્ણ કરી મૂકતી વેદના છે. એ કહે છે – શહેરેશહેર, ગામેગામ ને ઘેરઘેર, વિધવાનાં દુ:ખથી થતાં પાપથી લોક જાણીતાં છે. અને કોઈ બાળક વિધવાને તેના એકાંતમાં નિસાસા મૂકતી જોવી અથવા દિલગીરીના વિચારમાં ડૂબી ગયેલી જોવી, તેને પ્રસંગ (લગ્નકાર્યમાં વિશેષ કરીને) હડહડ થતી જોવી, તે બીચારી પર (અજ્ઞાન અવસ્થામાં) આવી પડેલી ગરીબાઈ અને દાનાઈની તસવીર જોવી, તેને ચારમાં બેઠી છતે પોતાની જ દિલગીરીમાં કણકણો ખાતી જોવી, તેને નિરંતર શોકથી સુકાઈ જતી જોવી, તેને વેશ ઉતારતી વખતે ટટળતી તથા આરડતી જોવી, ને આખરે માથું અફાળતી હજામની પાસે શરમાતી જતી જોવી, અને પાછી રૂઢિ વહેમના જુલમને સહન કરતી જોવી એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો જોભો આણવાને બસ નથી ? પથ્થર, લોઢું અને વજ એ જડ છતાં પણ વિધવાઓના સ્પર્શ થકી પાણી પાણી થઈ જાય; - નથી થઈ જતાં તેનું કારણ એ કે વિધવાઓ સમજતી અવસ્થામાં કુકર્મ કરે છે એથી તે જડ પદાર્થમાંથી દયા ખસીને તેમનામાં ધિક્કાર પેસે છે. રે પથ્થર પલળે તો કુમળી છાતી કેમ ન પલળે ?” નર્મદના ગદ્યનું બળ અહીં પ્રતીત થાય છે. એ જેટલા આગ્રહથી શેરબજાર કે રોવાકૂટવાની ઘેલછા પર પ્રહાર કરે છે, એવો જ પ્રહાર કશાય સંકોચ વગર ધનિક વર્ગ કે ડોળઘાલુ અગ્રણીઓ પર કરતાં અચકાતો નથી. સમાજના આ બડેખાંઓ ઉપર એ એવો ‘ડાંડિયો' વગાડે છે કે ભલભલા એનાથી ધ્રુજતા હતા; નિર્ભયતા અને વાણીની તિગ્મતા એ “ડાંડિયો'નાં મુખ્ય લક્ષણ ગણાય; આથી જ જેણે અગાઉ ‘ડાંડિયોને મદદ કરી હોય પણ એ પછી એના ટીકા ગુજરાતી ગદ્યનું પ્રભાત કરનારા મતલબિયા મિત્રોને પણ સાવચેત રહેવાનું કહે છે. ગુજરાતી શેઠિયા કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ટીકા કરતાં ‘ડાંડિયો” અચકાતો નથી. આમાં નર્મદની નિર્ભીકતા પ્રગટ થાય છે. “મારી હકીક્ત'માં નર્મદે એક સ્થળે નોંધ્યું છે કે લ્યુથરે એમ કહ્યું હતું કે મોહોલના જે ટલાં નળિયાં છે તેટલા મારા દુમન હશે તો પણ મારો મત છોડીશ નહિ. ત્યારે લ્યુથરના આ વાક્યનો ઉલ્લેખ કરીને નર્મદ કહે છે કે એ નળિયા ભાંગ્યાથી નાની નાની કકડીઓ થાય તેટલા દુશ્મન હશે તોપણ હું દરકાર રાખવાનો નથી. નર્મદના ગદ્યનો જન્મ પોતાના જમાનાના પ્રત્યાઘાતમાંથી થયો છે. આથી જ એ પોતાનાં ગદ્યલખાણોને પ્રસંગના જોસ્સાઓની નિશાની કહે છે. નર્મદ જુસ્સાભેર પોતાના કુશળ વક્નત્વથી, હાથની જુદી જુદી ચેષ્ટાઓથી, ભિન્ન ભિન્ન આરોહ-અવરોહથી શ્રોતાઓને સંબોધતાં કહે છે – “વહેમી અને દુ:ખ દેતા ભૂત, પિશાચ, પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા જાઓ, નાતના ઘેર ઓછા કરો, કવિઓના અલંકારોને ખરા ન માનો, ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા જાઓ ને તેને બદલે તમારાં વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે છે તે વાતો સ્વીકારતા રહો. હિંમત, હિંમત, હિંમત ધરો. જેની પાસે સાધન ન હોય તેને સઘળી વાતની વાર લાગે, પણ તમારી પાસે રસાળ જમીન છે, અમૂલ્ય ખાણો છે, જે જોઈએ તે તમારી પાસે જ છે. વિદ્યા અને શ્રમ એ પણ તમારા જ હાથમાં છે. ત્યારે કહો ભાઈ, શા માટે ન મંડી પડીએ ? દેખીતી આંખે, કુમળી ચામડીએ અને નાજુક દિલે. દુઃખના બળાપા કેમ સહન કરીએ ? આવો, આપણે રણમાં ઉદ્યમબુદ્ધિથી તરવાર ઉછાળીએ.” તેની ઉોધનાત્મક શૈલીમાં એક પ્રકારનું બળ છે. એમાં
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy