SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવન-વિભાવના તમે વરઘોડો અને નાતવરા કરવામાં હજારો રૂપિયા ખર્ચી નાખો છો તેના કરતાં ગરીબગરબાંઓને કામે લગાડવામાં કેમ નથી નાંખતા ? જેમાં તમને અને તેઓને બન્નેને લાભ થાય. ગરીબ અને તવંગર વચ્ચે પ્રીતિ વધવા દો અને પછી ધનબળ, ઉદ્યમબળ અને બુદ્ધિબળનો એકઠો સંપ થયો અને તે સુવિચારને મળ્યો એટલે પછી તમને તમારા મનોરથ પાર પડેલા જોવામાં લાંબા દહાડા નહિ લાગે.” ‘સ્ત્રીકેળવણી' વિશેના નિબંધમાં નર્મદ કહે છે – કેળવણી પામેલું સ્ત્રીરત્ન કદી પોતાનું તેજ ખોતું નથી. જેમ જેમ તે વપરાય છે તેમ તેમ તે વધારે પ્રકાશ આપે છે. આવી જ રીતે ગ્રંથકારે ટેકીલા થવું જોઈએ એ વિશેની નર્મદની વાત આજના સંદર્ભમાં કેટલી યથાર્થ છે ! એ કહે છે – દલગિરીની વાત છે કે આજ કાલ લોકમાં ગ્રંથો વાંચવાની સક્તી તથા રૂચી ન હોવાથી ગ્રંથની છપાઈનો પણ ખરચ નિકળતો નથી. તારે શું કરવું ? જડ શેઠિયાઓની ખુશામત કરી ગ્રંથ વેચવા ? ના, ના. ખુશામત કરી ગ્રંથ વેચવાના કરતાં ગ્રંથ લખી રાખી ન છપાવવા એ વધારે ડહાપણભરેલું છે. કેટલાએક સ્વારથી ગ્રંથકારો બાના બતાવે છે કે રૂચી કરાવવાને ખુશામત કરવી જોઈએ. હમે કહિએ છે કે ખુશામત કરી રૂચી કરાવવાના કરતા ટેકમાં રહી ઘટતે સાધને રૂચી કરાવવામાં ગ્રંથકારને માન છે.” નર્મદનું ગદ્ય ક્યાંક અણસરખું વહે છે. ક્યાંક શિખામણના બોજવાળું, તો ક્યાંક સુઘડતાનો અભાવ ધરાવતું લાગે છે. તેની સીમિત કલ્પનાશક્તિને કારણે એના ગદ્યમાં લાલિત્યની ખરેખરી ખોટ વરતાય છે. આમ છતાં અગાઉના ગદ્ય કરતાં એના ગદ્યમાં ગુજરાતી ગદ્યનું પ્રભાત ઘણી વ્યવસ્થિતતા છે. ઉત્સાહી અને ભાવવાહી એવું એનું આ ગદ્ય સ્વયંભૂ પ્રગટેલું છે. આડંબરી સંસ્કૃત વાણીને સ્થાને એણે રૂઢ, રમતિયાળ અને મર્માળી ભાષા પ્રયોજી તેના વિકાસની અપાર શક્યતાઓ દર્શાવી છે. સમર્થ ગદ્યકાર તરીકે, પત્રકાર તરીકે અને પ્રયોગશીલ અગ્રયાયી (Pioneer) તરીકે, સાહિત્યમાં તે ચિરંજીવ સ્થાન પામેલો છે. એની વ્યાખ્યાનશૈલીના નિબંધોનું સાતત્ય એના સમકાલીનો ઉપરાંત પછીની પેઢીના મણિલાલ નભુભાઈ અને બળવંતરાય ઠાકોર સુધી વિસ્તરેલું છે. ‘ઇન્ડિયન ઓપિનિયન'માંનાં ગાંધીજીનાં લખાણોમાં પણ નર્મદના ગદ્ય-સંસ્કાર દેખાય છે. એમાં નર્મદ જેવી રુક્ષતા, તળપદી ભાષા અને ઉર્બોધનશૈલી મળે છે. - નર્મદના વિચારપરિવર્તનની સાથોસાથ એની શૈલી નવો વળાંક ધારણ કરે છે. એને પોતાના સહકાર્યકર્તાઓમાં દંભ, કાયરતા અને છેતરપિંડી દેખાય છે અને સાથોસાથ ‘રાજરંગ' લખ્યા પછી એની જીવન વિશેની દૃષ્ટિ વિશાળ, ઊંડી અને તત્ત્વને સ્પર્શનારી થાય છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાથી થતા ગેરફાયદા એને દેખાય છે. પોતે અત્યાર સુધી જેને સુધારો કહેતો હતો, તે ખરો સુધારો નથી, પણ સંસ્કૃતિના પુનરુદ્ધારમાં સાચો સુધારો રહેલો છે એવું એને પ્રતીત થાય છે. એ અડગ સત્યવીર હતો, તેથી પોતાના નવા વિચારોની નિંદા થશે તેની પરવા કર્યા વગર એને આચારમાં મૂકવા તત્પર થયો. એણે પોતાની નવી નીતિ જાહેર કરી. ‘સ્વધર્મનું સંરક્ષણ ને ન્યાયબુદ્ધિનું બ્રાહ્મણબુદ્ધિનું મહાભ્ય અને ક્ષાત્રબુદ્ધિનું ઔદાર્ય એ અમારું મત છે.' એમ કહીને તે ‘ૐ
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy