SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બાર નેપચ્ય’થી નેપચ્ચે ૧૯૮૦ની ૧૨મી જુલાઈએ ત્રણ ત્રણ પેઢીના નાગરિકોનું સંસ્કાર-ઘડતર કરનાર શ્રી બચુભાઈ રાવતનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. શ્રી બચુભાઈ રાવતની વિદાયને કારણે ગુજરાતના સાંસ્કારિક જગતમાં એક પ્રકારનો શૂન્યાવકાશ વ્યાપી ગયો. ગુજરાતે એક બહુમુખી પ્રતિભા ગુમાવી. શ્રી બચુભાઈ રાવતનો જન્મ ઈ. સ. ૧૮૯૮ની ૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદમાં થયો. પિતા ગોંડલમાં રાજ્યના પશુ વૈદ્ય હતા. આથી થોડા પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે ગોંડલમાં અભ્યાસ કર્યો અને ઈ. સ. ૧૯૧૪ના ડિસેમ્બરમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એમણે કૉલેજનું પગથિયું પણ જોયું નહોતું, તેમ છતાં એમની વિવિધ વિષયો પ્રત્યેની ગતિ જોતાં એ કેવી આપબળથી આગળ વધેલી વ્યક્તિ હતા તેનો ખ્યાલ આવે છે. એમને માત્ર સાહિત્ય કે પત્રકારત્વમાં જ રસ નહોતો, પરંતુ મુદ્રણકલા, ચિત્રકલા, તસવીરકલા, સંગીત, નૃત્ય, ‘નેપથ્યથી નપણે ૧૮૧ ખગોળવિધા, પુરાતત્ત્વ અને વિજ્ઞાનમાં પણ એટલો જ ઊંડો રસ હતો. એમનું આ રૂચિઘડતર ઈ. સ. ૧૯૧૪થી ૧૯૧૯ દરમિયાન તેઓ પાંચ વર્ષ ગોંડલમાં શિક્ષક તરીકે રહ્યા તે સમયે થયું હતું. આ પાંચ વર્ષ દરમિયાન એમણે ખૂબ વાંચ્યું અને શાળાના પુસ્તકાલયનું સંચાલન કર્યું. વિશેષ તો આ વર્ષો દરમિયાન એમના વ્યક્તિત્વનું એવું ઘડતર થયું કે તે પછીનાં વર્ષોનો પાયો બની રહ્યું. કુમાર કાર્યાલયમાં યોજાતી બુધવારની કાવ્યસભાનું સંચાલન એમણે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ'ને સોંપ્યું, તે પ્રસંગે શ્રી ઉમાશંકર જોશીએ એમને ‘ગુજરાતમાં ભૂલા પડેલા અંગ્રેજ' કહ્યા હતા. શ્રી બચુભાઈ રાવતને ઇંગ્લેન્ડ માટે આગવી મમતા હતી, એ દેશ જોવાની એમની મનોકામના ત્રણેક વર્ષ અગાઉ સાકાર થઈ હતી. એમના પિતા રાજ્યના પશુવૈદ્ય હોવાથી એમને અંગ્રેજોનો સતત સંપર્ક રહ્યો અને એ વાતાવરણે જ એમના જીવન અને કાર્યમાં પ્રશિષ્ટતા અર્પી. તોળી તોળીને બોલવું, શુદ્ધ ઉચ્ચારોવાળી ભાષા બોલવી, વક્તવ્યમાં ક્યાંય આકરાપણું કે આત્યંતિકતા ન આવે તેની તકેદારી રાખવી એ તેમનો નિયમ બની ગયેલો. એમના લેખન, હસ્તાક્ષર અને રહેણીકરણીમાં પણ એમનું આ શિષ્ટ (ક્લાસિકલ) માનસ પ્રગટ થતું. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય એમના જીવનની દીવાદાંડી બની રહ્યું. કોઈ પણ માણસ એક નાનકડું કામ લઈને બેસી જાય છે. તો તે પણ દેશનું જ કામ કરે છે. સ્વામી વિવેકાનંદનું આ વાક્ય બચુભાઈ રાવતના જીવનનો નકશો બની ગયું. એમણે “કુમાર” સામયિક દ્વારા આવતી કાલના નાગરિકોને ઘડવાની તપશ્ચર્યા આદરી. તેમની નજર હંમેશાં ભવિષ્ય પર રહેતી. આથી જ “કુમાર” દ્વારા આવતી કાલનાં નાગરિકોને ઘડવાનો હેતુ રાખ્યો. એમને મન નાગરિક થવું
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy