SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ભાવન-વિભાવન નથી. નર્મદે જોયું કે અંગ્રેજી અને સંસ્કૃત કવિઓ ગદ્ય પણ સારું લખી શકતા હતા; પણ ‘ગુજરાતી કવિઓ માત્ર મલિન રીતે કવિતા ભાષામાં જ લખી ગયા છે. ગદ્યમાં તો કંઈ જ લખ્યું નથી.'' એવી માનસિક નોંધ લઈને તેણે સાહિત્યિક સુગંધવાળું ગદ્ય લખવાનો પ્રયત્ન કર્યો. જે રીતે અંગ્રેજોને અનુસરીને મંડળી મળવાથી થતા લાભની હિમાયત કરી; એ જ રીતે સ્ટીલ અને ઍડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું ગદ્યાત્મક લખાણ કરવાની તેને હોંશ હતી. ‘ડાંડિયો’ પ્રગટ કરીને એણે ગદ્ય વાંચવા અણુટેવાયેલી પ્રજાને ગદ્ય વાંચતી કરવાનો ઉપક્રમ રાખ્યો હતો. આ દૃષ્ટિએ નર્મદ એ આપણો પહેલો ગદ્યકાર ગણાય. સેનાની નર્મદને એના જમાનામાં વીર નર્મદ કે સુધારક નર્મદ તરીકે ઓળખવામાં આવ્યો અને સાહિત્યમાં એ કવિ નર્મદ તરીકે જાણીતો થયો, પરંતુ વીર નર્મદ એ જેટલું તેના વ્યક્તિત્વને અનુરૂપ લાગે છે, તેટલું આજે નર્મદની સાહિત્યપ્રવૃત્તિનો સમગ્ર વિચાર કરતાં કવિ નર્મદ કદાચ બંધબેસતું ન લાગે. એના સમયના લોકોએ નર્મદને કવિ તરીકે ભલે બિરદાવ્યો હોય, શ્રી વિશ્વનાથ ભટ્ટે કહ્યું છે તેમ, નર્મદ પોતે મહાકવિનો ભારે વાઘો પહેરીને સતત ફર્યા કરતો હોય તેમ ભલે બન્યું હોય, પણ એનાં લખાણો પરથી નક્કી કરવું હોય તો કવિ કરતાં ગદ્યકાર નર્મદને ઊંચે આસને મૂકવો પડે. નર્મદના આવેગશીલ, દેશદાઝથી બળબળતા અને ‘યાહોમ કરીને’ કશુંક નવું કરી નાખવાનો ઉત્સાહ ધરાવતા વ્યક્તિત્વને માટે ગદ્ય જ સહજસિદ્ધ વાહન બની રહે છે. ગદ્યમાં એ ખીલે છે અને એમાં જ એની શક્તિનો ધોધ વહે છે. વળી છેક સત્તરમાં વર્ષે એણે ગદ્યરચના શરૂ કરી અને મૃત્યુપર્યંત ગદ્યમાં લખ્યું, જ્યારે એના કાવ્યસર્જનનો કાળ ગુજરાતી ગદ્યનું પ્રભાત તો માંડ અગિયાર વર્ષ જેટલો રહ્યો. કવિતાના ક્ષેત્રે અનુગામી કવિઓ માટે કાવ્યપ્રકાર, શૈલી, છંદ ઇત્યાદિમાં નવા પ્રયોગો કરવા માટે તેણે પોતાની કાચીપાકી રચનાઓથી દ્વાર ખોલી આપ્યાં. ‘જય જય ગરવી ગુજરાત’ કે ‘અવસાનસંદેશ’ જેવી થોડી પ્રેમશૌર્યની રચનાઓ આપી. પણ આજેય એનાં ગદ્યલખાણો વાંચતાં એક પ્રતિભાશાળી સર્જકની છાપ પડે છે. એના સમગ્ર જીવનનો આલેખ તો ગદ્યમાંથી મળે છે, પણ એના મનની છબી પણ ગદ્યમાં જ ઝિલાઈ છે. એની કાવ્યકૃતિઓમાં જેટલી શુદ્ધ, સર્જનાત્મક રચનાઓ નીકળે, તેના કરતાં તેનાં ગદ્યલખાણોમાંથી અનેકગણી વધારે કૃતિઓ પહેલી જ નજરે ધ્યાન ખેંચે તેવી મળશે. બીજી વાત એ કે પશ્ચિમના ગદ્યકારોના પરિશીલનથી ગદ્યતત્ત્વ વિશે તેમ જ ગદ્યપ્રકારો વિશે એના મનમાં સ્પષ્ટ ખ્યાલ બંધાયેલો. તેથી કવિતાના નમૂના ઉપરથી કવિતા રચવામાં એને સફળતા મળી, એથી વધુ સફળતા ગદ્યના નમૂના પરથી ગદ્ય રચવામાં મળી છે. ‘સંપ’, ‘સુખ’, ‘કામ’, ‘પુનર્વિવાહ’, ‘સ્વદેશાભિમાન’, ‘સુધારાનું વિસર્જન’, ‘બ્રહ્મતૃષા’, ‘આર્યોોધન’, ‘ધર્મની અગત્ય’, ‘ગુજરાતી ભાષા’, ‘સુરતની ચડતીપડતી’, ‘યુરોપની ત્રણ મહાન પ્રજાનાં લક્ષણો’, મહાભારતનાં પાત્રોની સમાલોચના’, ‘રણમાં પાછા પગલાં ન કરવા વિશે’ અથવા તો ‘સિકંદર’ કે ‘નેપોલિયન’નું ચરિત્રકીર્તન કે ‘કવિચરિત્ર વિશે'નું વિવેચન જેવાં લખાણો નર્મદના ગદ્યના આવિર્ભાવની વિભિન્ન અને વિશિષ્ટ કોટિઓ બતાવે છે. ઈ. સ. ૧૮૫૦માં ‘મંડળી મળવાથી થતા લાભ' એ નર્મદે વાંચેલો નિબંધ તે એનું પહેલું ગદ્યલખાણ. પછી તો એણે ગદ્યમાં
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy