SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ભાવન-વિભાવના વગેરે આદરણીય વડીલો અને નર્મદભાઈ ત્રિવેદી, નાથાલાલ દવે જેવા મારા સર્જનમાં રસ લેતા ગુરુજનોની પ્રેરણાથી અંગ્રેજી સાહિત્યનું પણ ઠીક ઠીક વાચન કર્યું હતું. નર્મદભાઈ ત્રિવેદી પાસેથી ફ્રાંસિસ ટૉમસનના ‘હાઉન્ડ ઑફ હેવન’ વિશે સાંભળ્યું. મારી સ્મરણશક્તિ દગો ન દેતી હોય તો કવિ સુંદરમે કરેલા તેના અનુવાદને મૂળ સાથે “માનસી'માં પ્રગટ થયેલો જોયો ત્યારે આધ્યાત્મિક રંગની આ રચના પૂર્ણપણે માણી શકાઈ. મેટ્રિક થયો એ પહેલાં ઍલેક્ઝાન્ડર ડૂમાના શ્રી મસ્કેટિયર્સ', ‘વેન્ટી ઇયર્સ આફ્ટર’ ઇત્યાદિ પાંચ ગ્રંથો અને ‘કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોના બે ભાગ સહિત ઘણું બધું નવલકથાસાહિત્ય પણ વાંચ્યું હતું. એ સાથે જ ટૉલ્સ્ટૉયનું ‘વૉર ઍન્ડ પીસ” સમજણ ન પડવાથી અડધેથી જ છોડી દીધું હતું એ પણ યાદ છે. કૉલેજમાં આવ્યા પછી મધ્યકાલીન ગુજરાતી કવિઓને તથા ૧૬મી અને ૧૭મી સદીના જ્હોન ડન અને જ્યૉર્જ હર્બર્ટને તથા ૧૯મી સદીના રોમૅન્ટિક કવિઓ વઝવર્થ, કોલ્ડ્રીચ , બાયરન, શેલી તથા કીટ્સને વાંચ્યા. આ વાચનમાં નર્મદભાઈ ઉપરાંત ગુજરાતી ભાષાના અધ્યાપકશ્રેષ્ઠ રવિશંકર જોશી તથા અંગ્રેજી ભાષાના અધ્યાપકો વી. જે. ત્રિવેદી, કોટવાલસાહેબ અને ભરૂચાસાહેબ ઇત્યાદિની પ્રેરણા ખરી. ૧૯૪૮માં ટી. એસ. એલિયટને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે તેમની કવિતાઓ પ્રો. વી. જે. ત્રિવેદી પાસેથી સમજવા કોશિશ કરી હતી. તમારા બાળપણનો સૌથી યાદગાર પ્રસંગ તમને કયો લાગે હરીન્દ્ર દવેની મુલાકાત ૧૮e પરના બધા જ આંકડા કોઈ કે ભૂંસી નાખ્યા હોય એવું લાગે છે. છતાં કેટલીક ક્ષણો સ્પષ્ટપણે યાદ છે. એમાંની એક છે મારા પિતાના અવસાનની. પ્ર. બાળપણમાં કેવું વાતાવરણ મળ્યું ? એનો તમારા સર્જન પર કોઈ પ્રભાવ પડ્યો છે ખરો ? અગાઉના ઉત્તરમાં કહ્યું એમ બાળપણનું કોઈ સ્પષ્ટ સ્મરણ નથી. પરંતુ બાળપણમાં જ મૃત્યુ પામેલા મારા એક મિત્ર નરેન્દ્ર ભટ્ટને કારણે ઘરશાળાવાળા ગિરીશભાઈ ભટ્ટનો પરિચય થયો હતો. તેમના કુટુંબનું સંસ્કારી અને સાહિત્યપ્રેમી વાતાવરણ સ્પર્શી ગયું હતું. મારા પિતાની સાહિત્યિક અભિરુચિ અને મને વારસામાં મળેલા તેમના નાનકડા ગ્રંથાલયની કેટલીક અમૂલ્ય કૃતિઓ મારા માટે પ્રેરણારૂપ બની હતી. પ્ર. તમારા સર્જક-વ્યક્તિત્વના ઘડતરમાં કયાં પરિબળોએ ભાગ ભજવ્યો છે ? મારા પિતા, ગુરુજનો અને જેમની કૃતિઓ વાંચી છે એવા અસંખ્ય સારસ્વતો. તમે “કૃષ્ણ અને માનવસંબંધો' લખ્યું છે જેમાં મહાભારતનો અભ્યાસ, મૌલિક અર્થઘટન અને ચિંતનનું ઊંડાણ જોવા મળે છે. તમે રામાયણ પર પણ હાલ લખી રહ્યા છો. મકરન્દ દવેની માફક તમે પોતે ધાર્મિક છો એવું કહેતાં સહેજે શરમ રાખતા નથી તો તમારી ધર્મભાવના શું છે ? તમારી આસ્થા શેના પર છે ? જ. હું આસ્તિક છું કે ધર્મમાં માનું છું એમ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી કારણ કે હું એમ માનું છું. મારા જીવનના જ . મને બચપણનું બહુ જ ઝાંખું સ્મરણ છે. ભૂતકાળની પાટી
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy