________________
BHAVAN-VIBHAVAN BY KUMARPAL DESAI
પ્રથમ આવૃત્તિ : મે ૧૯૮૮ દ્વિતીય આવૃત્તિ : સપ્ટેમ્બર ૧૯૯૮ તૃતીય આવૃત્તિ : સપ્ટેમ્બર ૨OO
C સર્વ હક્ક લેખકના
કિંમત :
એક
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
પ્રકારનું કુમારપાળ દેસાઈ (માનદ મંત્રી) શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૭
મુખ્ય વિક્રેતા :
ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસરરિમના તેજ બિંબમાંથી ફૂટતાં કિરણો એકસાથે જન અને વન, માનવ અને મકાન – એમ સર્વને સર્વ દિશાએથી અજવાળે છે તે જ રીતે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુંજ માંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનનાં સર્વ અંગોને પ્રકાશિત કર્યા છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા – આ બધાં જ ક્ષેત્રો એમની વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ?
ભગવતી ઑફર્સટ સી-૧૫, બારડોલપુરા, દરિયાપુર દરવાજા બહાર, અમદવાદ-380008