SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવન-વિભાવન માહિતી આપવામાં આવે છે, પરંતુ ચોક્કસ દૃષ્ટિના અભાવે આ સામયિક બાળકોને એટલું સંતર્પક બનતું નથી. બાળકની વયકક્ષાને અનુરૂપ ન હોય તેવા લેખો પણ આમાં જોવા મળે છે. આ જ વર્ષે શ્રી ધીરજલાલ ગજ્જરના સંપાદન હેઠળ ‘સબરસ' સાપ્તાહિક શરૂ થયું. આમાં લોકકથા, બિરબલ અને ટારઝનની વાર્તાઓ, રમતગમત તેમ જ પ્રશ્નોત્તરી આપવામાં આવતાં. ગુજરાતનું પ્રથમ ઓફસેટ મુદ્રણ ધરાવતું પાક્ષિક ‘બુલબુલ” થોડો સમય ચાલ્યું. આકાર પ્રકાશન દ્વારા ચિત્રકાર શ્રી રજની વ્યાસનાં ચિત્રો સાથે પ્રસિદ્ધ થયેલા આ પાલિકામાં પ્રસિદ્ધ લેખકોની કૃતિઓ આપવામાં આવતી હતી. આમાં વાર્તા. વિજ્ઞાનકથા ઉપરાંત લાંબી ચિત્રવાર્તા પણ આપવામાં આવતી હતી. ૧૯૭૯ના ડિસેમ્બરમાં ‘બાલમસ્તી' નામનું માસિક કુ. શ્રદ્ધા દવેના તંત્રીપદે પ્રગટ થયું હતું. ૩૨ પૃષ્ઠના આ સામયિકમાં વાર્તા, કાવ્ય, પ્રસંગો તેમજ પરિચયલેખો આપવામાં આવતાં હતાં. ગુજરાતના પ્રતિષ્ઠિત બાલસાહિત્યકાર શ્રી હરીશ નાયક દ્વારા ‘નાયક’ નામનું માસિક પ્રગટ થયું. શ્રી હરીશ નાયક માત્ર લેખક નથી, બલ્ક કુશળ વાર્તા-કથન કરનાર પણ છે. આથી આ માસિકને હરીશ નાયક ‘કુટુંબની વાર્તાઓ રજૂ કરતું નાનકડાં બાળમિત્રોનું નાનકડું માસિક તરીકે ઓળખાવે છે. આમાં સચિત્ર વાર્તાઓ, સાહસકથાઓ, ટુચકાઓ. વ્યંગચિત્રો તેમ જ રમતગમત વિશેની માહિતી આપવામાં આવે છે. શ્રી હરીશ નાયકે ગુજરાતી બાલસાહિત્યને હરક્યુલિસ, યંત્રમાનવ, રમતા રામ, નવો બિરબલ, ટિંગુ-પિંગુ અને કોયડામલ જેવાં પાત્રો આપ્યાં છે. સૌરાષ્ટ્રના બગસરા ગામમાં કેળવણી માટે ભગીરથ પુરુષાર્થ કરનાર શ્રી લાલચંદભાઈ વોરાએ ૧૯૮૧માં ‘બાલમૂર્તિ’ નામનું માસિક પ્રગટ કર્યું છે. આ નાનકડા માસિકમાં બાળકેળવણી વિશે આપણાં બાળસામયિકો ૧૪૧ સુંદર સામગ્રી નિરૂપવામાં આવે છે. એના સંપાદક શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા આ સામયિક સુંદર આકાર લઈ રહ્યું છે. એનો ‘ગિજુભાઈ જન્મ-શતાબ્દી ' વિશેષાંક પણ નોંધપાત્ર ગણાય. ગુજરાતની બાળકેળવણીમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા અને તેની સાથે સંકળાયેલા બાળકેળવણીકારોએ અમૂલ્ય પ્રદાન કર્યું છે. એક બાજુ એમણે બાળકો માટે કેળવણીની અનિવાર્યતા વિશે જનસમાજને જાગ્રત કર્યો તો બીજી બાજુ બાળકેળવણી માટે ઉપકારક સાહિત્યનું સર્જન કર્યું. વિ. સં. ૧૯૮૦ના શ્રાવણ મહિનામાં ‘દક્ષિણામૂર્તિ’ નામનું ત્રમાસિક પ્રગટ કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ બાળકેળવણીની વિવિધ પ્રવૃત્તિઓનો અનુભવ દર્શાવવાનો અને મૉન્ટેસૉરી શિક્ષણ પદ્ધતિ વિશે જાગૃતિ કેળવવાનો હતો. ઈ. સ. ૧૯૨૬માં સ્વ. ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકે ‘શિક્ષણપત્રિકા' નામનું બાળકોને લગતા પ્રશ્નોની ચર્ચા કરતું સુંદર સામયિક પ્રગટ કર્યું. આનો મુખ્ય હેતુ તો મોન્ટેસોરી શિક્ષણપદ્ધતિ વિશે જનસમૂહમાં યોગ્ય સમજ આપવાનો હતો. આવી જ રીતે ઈ. સ. ૧૯૩૯માં શ્રી હરભાઈ ત્રિવેદી દ્વારા “ઘરશાળા નામનું કેળવણીવિષયક માસિક પ્રગટ થયું. ઈ. સ. ૧૯૬૬માં શ્રી મનુભાઈ પંચોળીના તંત્રીપદે પ્રસિદ્ધ થયેલું છાત્રાલય” સામયિક અત્યંત મહત્ત્વનું ગણાય. આમાં વિદ્યાર્થી, ગૃહપતિ અને છાત્રાલયને રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સાંકળવાનો પ્રયાસ કર્યો કેળવણીવિચાર, છાત્રાલયવ્યવસ્થા તેમ જ વિદ્યાર્થીના ચારિત્રઘડતરની દૃષ્ટિએ આ સામયિકમાંથી મૂલ્યવાન સામગ્રી મળે તેમ છે. ગુજરાતનાં બાળસામયિકો વિશે વિચારીએ ત્યારે ‘કુમાર' અને ‘સમર્પણ'ને કઈ રીતે ભૂલી શકાય ? ‘કુમાર’ સામયિકે બાળવાર્તા અને જીવનચરિત્રોની એક સમૃદ્ધ
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy