________________
ભાવન-વિભાવના છતાં ‘ફિરાક' પ્રણય વિશેની પોતાની વિભાવના કાવ્યસર્જન મારફતે સતત પ્રગટ કરતા રહ્યા. ‘ફિરાકના કહેવા પ્રમાણે એમણે આલેખેલો પ્રણય એ પ્લેટોનિક કે ભૌતિક પ્રણય નથી, એમાં શારીરિક તત્ત્વ પણ છે. ક્યાંક ‘ફિરાક’ પ્રણયનું વ્યંજનારહિત સીધે સીધું આલેખન કરે છે. તેઓ કહે છે :
યહ ભીગી મસે રૂપકી જગમગાહટ યહ મહકી હુઈ રસમસીરજ મુસ્કરાઈટ, તુઝે ભીંચતે વક્ત નાજુક બદન પર વોહ કુછ જામનર્મકી સરસરાહટ ; પસેન્વાબ કે પહેલૂએ આશિક સે ઉઠના ધુલે ૨૭ સાધ જોડે કી વહે મલજ ગાઉંટ.
પ્રયોગશીલ સર્જક ફિરાક ‘ફિરાક' ગોરખપુરીએ અગણિત કવિતાઓ, ગઝલ, રુબાઈ અને મુક્તકો (કતઆત) લખ્યાં છે. તેઓ ઉચ્ચ કોટિના સમીક્ષક પણ છે, છતાં વિશેષ તો ગઝલમાં અને તેમાં પણ ગઝલના શેરમાં એમનું પ્રદાન અમીટ છે. તેમના શે'રની સંખ્યા સેંકડો સુધી પહોંચે છે અને તેની સાહિત્યિક ગુણવત્તા ઘણી ઊંચી છે. આવા કેટલાક શે'ર જોઈએ :
શામ ભી થી ધૂઓ – ધૂઓ, હુશેન ભી થા ઉદાસ - ઉદાસ; દિલ કી કઈ કહાનિયાં યાદ સી આકર રહ ગઈ !
મેં દેર તક તુઝે ખુદ હી ન રોકતા લેકિન, તું જિસ અદા સે ઉઠા હૈ ઉસી અદા કા રોના હૈ !
કૌન યે લે આસમાનોં કો
રહા નીંદ
હૈ અંગડાઈ આતી હૈ !
હમસે તુમને
ક્યાં તો
હો સકા મુહબ્બત મેં ? ખેર બેવફાઈ કી !
યહે વસ્લ કા હૈ કરિશ્મા કિ હુંફન જાગ ઉઠા, તેરે બદનકી કોઈ અબ ખુદ આગ હી દેખે; જરા વિસાલ કે ર બાદ આઈના તો દેખો એ દોસ્ત તેરે જમાલકી દોશીજ ગી* નિખર આઈ.
‘ફિરાક' કલા ખાતર કલામાં માનનારા કવિ છે. જેનું અંતરંગ અને બહિરંગ સુંદર હોય તે કવિતા, એમ માને છે. વળી આ ભાવુક પ્રકૃતિનો કવિ ક્યારેક પ્રણયના આવેગથી ધસમસતી ગઝલ કહે છે, તો ક્વચિત્ ચોપાસના જીવનથી પ્રભાવિત થઈને એકાએક ઇન્કલાબી નજમ કહેવા માંડે છે. વળી એવામાં પ્રિયતમા યાદ આવી જાય તો પ્રેમની સરવાણી ફૂટી નીકળે છે.
મુઝે ખબર નહીં હૈ એ હમદમો, સુના યે હૈ, કિ દેર-દેર તક અબ મેં ઉદાસ રહતા હું !
બનાકર હમકો મિટ જાતે હૈ ગમ ભી શાદમાની ભી. હયાતે-ચંદ-રોજા રે હૈ હકીકત * ભી કહાની ભી !
૨૧. રસભરી. ૨૨. આલિંગન, ૨૩. નરમ વસ્ત્રો, ૨૪. સુસવાટો, ૨૫. ઊંધ્યા પછી, ૨૬. પડખાં, ૨૭, ધોવાયેલાં, ૨૮. મિલન, ૨૯. મિલન પછી, ૩૦. સૌંદર્યનું, ૩૧. કૌમાર્ય
૩૨. હર્ષ, ૩૩. ચાર દિવસનું જીવન, ૩૪, વાસ્તવિકતા