SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ | ભાવન-વિભાવના મુનાસિબૂત ભી હૈ કુછ ગામ સે મુઝે કો એ દોસ્ત બહુત દિનોં સે તુઝે મહેરબાં નહીં પાયા ! ન કોઈ વાદા, ન કોઈ યકી, ન કોઈ ઉમીદ મગર હમેં તો તેરા ઇન્તજાર કરના થા ! ‘ફિરાકે' ગઝલના હાર્દને જાળવીને પ્રયોગો કર્યા. વિખ્યાત શાયર ‘જિગર' મુરાદાબાદીએ એક વાર એમ કહ્યું કે, આ કવિના એકેએક કાવ્યમાં એની શૈલી બદલાઈ જાય છે, ત્યારે ‘ફિરાકે' ઉત્તર આપ્યો કે મહાન કવિઓ વૈવિધ્ય ધરાવતા હોય છે. એમની કવિતા પર ખરબચડી અભિવ્યક્તિ અને ભાષાવૈચિત્ર્યનો આરોપ મુકાયો છે, પરંતુ ‘ફિરાકના કહેવા પ્રમાણે એમનો ભાવ એટલો સુક્ષ્મ અને છટકણો હોય છે કે તે કોઈ દઢ સીમામાં કે પરંપરાગત ચીલે પ્રગટ થઈ શકતો નથી. તેઓ ભાવકને કૃતિની આકૃતિની પળોજણમાં પડવાને બદલે તેના અંતઃતત્ત્વને ચકાસવાનું કહે છે. ‘ફિરાકના પ્રણય-આલેખનની માફક એના પ્રકૃતિ-આલેખનમાં આગવી વિશેષતા જોવા મળે છે. વેગીલી કલ્પના દ્વારા એ કુદરતનો ધબકાર ઝીલે છે. ભારતીય વાતાવરણના પરિવેશમાં એમનું પ્રકૃતિઆલેખન જોવા મળે છે, આથી એમની ઉપમા અને કલ્પના ઉર્દૂ સાહિત્યમાં આગવી સૃષ્ટિ સર્જી જાય છે. પુરુષ અને પ્રકૃતિ એમના સર્જનમાં વેગળાં રહેતાં નથી. બલ્ક પુરુષ એના લોહીમાં પ્રકૃતિનો ધબકાર અનુભવે છે. એમની પ્રણયવિભાવના, આસપાસની પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ, સંસ્કૃત તેમ જ હિંદી સાહિત્યનો સહવાસ તથા સુક્ષ્મ અવલોકનશક્તિ અને વેધક સૌંદર્યદૃષ્ટિને કારણે એમનું કાવ્યસર્જન આગવી ભાત પાડે છે. એમાં ભાવક ભારતીય તત્ત્વના સ્પંદને સતત અનુભવતો રહે છે. વિશ્વનું અખિલાઈથી દર્શન કરતા ‘ફિરાક ' ઇષ્ટની સાથે અનિષ્ટને પણ જોઈ શકે છે. માનવી એ તેજ-અંધારનું પૂતળું છે. પ્રયોગશીલ સર્જક ફિરાક એનામાં ઈશ્વર અને શેતાન બંને વસેલા છે. ‘ફિરાક” જેટલી ઉત્કટતાથી કાવ્યમાં આનંદનું ગાન કરે છે એટલી જ ઉત્કટતાથી વિષાદનું આલેખન કરે છે, પરંતુ એમનો વિષાદ કોઈ વ્યક્તિગત વેદનાનો સૂર બનવાને બદલે સમષ્ટિગત ભાવ સાથે અનુસંધાન સાધે છે. આથી એમનાં કાવ્યો માત્ર આત્મલક્ષી નહીં બનતાં, પરલક્ષી પણ બન્યાં છે. અને એમનું પ્રણયાલેખન વ્યક્તિગત વેદનાની વાતને બદલે સમષ્ટિ સાથે દોર સાંધે છે. ‘ફિરાક ગોરખપુરીને આધુનિક ઉર્દૂ સાહિત્યના સૌથી સમર્થ ‘ગઝલ-ગો‘શાયર' માનવામાં આવે છે. મનોભાવનું વેધક આલેખન, વેગીલી કલ્પના, ભારતીય ભાષાઓની છાંટ ધરાવતી અલંકારસમૃદ્ધિ, હિન્દી અને ઉર્દૂ રૂપોનો સમન્વય તેમ જ પ્રેમ અને સૌંદર્યની મનોવૈજ્ઞાનિક સુક્ષ્મતા ‘ફિરાક' જેવી ઉર્દૂ સાહિત્યમાં અન્યત્ર ક્વચિત્ જ મળે છે. સર્જકની ભાવુકતા સાથે ચિંતનનો સુમેળ સાધીને તેઓ માત્ર પ્રભાવિક બળ જ બની રહ્યા નથી, પરંતુ પોતાની સાહિત્યિક વિભાવનાને કલાકૃતિમાં સફળ રીતે સાકાર કરી શક્યા છે. પ્રયોગશીલ ફિરાક ગોરખપુરીએ જે નવું કલાજગત આખું તેમાં કેટલાકને સાહિત્યિક બળવાની ગંધ પણ આવી. ‘અસર' લખનવી જેવા પરંપરાગત શાયરી સાથે સંબંધ ધરાવનારા શાયરોને તો ‘ફિરાકની શાયરી અપરિચિત અને અસંબદ્ધ લાગે છે. એમણે ‘ફિરાક’ના શેરને ‘કાણા, લૂલા અને લંગડા શે'ર' સિદ્ધ કરવાના પ્રયત્નો કર્યા તો કોઈએ છંદને નહીં ગાંઠતા આ કવિ પર શિથિલ છંદરચના, ભાષાનું કઢંગાપણું અને શિખાઉ જેવી શૈલીનો આક્ષેપ કર્યો. એક બાજુ ‘ફિરાકની આવી ટીકા થતી હતી, તો બીજી બાજુ એની સાહિત્યિક પ્રતિભાનો આદર કરનારો વર્ગ પણ ઊભો થયો. ખુદ ‘ફિરાક’ આમાં ઝુકાવીને આવા વિવાદોમાં સક્રિય રીતે ભાગ ૩૫. કહેનારો
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy