SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ માવન-વિભાવના ૩૪ ધીરજ આવી છે, અને ખુશાલી પેદા થઈ છે. વાંચનારા સાહેબો, સમજ્યા ? આ પેઢી તે કઈ ? વરસાદની. ગઈ કાલ સુધીનો અને અગાઉનો વરસાદ ઉમેરતાં ૧૭ ઇંચ અને ૭૧ દોકડા વરસાદ પડી ચૂક્યો છે. ખેતીનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું છે.” અઠવાડિક ‘ફૂલછાબ'માં પ્રગટ થતી ગુણવંતરાય આચાર્યની હું બાવો ને મંગળદાસ” કૉલમ લોકપ્રિય થતાં જુદાં જુદાં અખબારોએ એવી હળવી કૉલમનું અનુકરણ કર્યું. ‘ગુજરાતી માં ‘બીરબલના ઉપનામથી શ્રી અરશેદજી બમનજી ફરામરોજની ‘ભર કટોરા રંગ કૉલમથી અને એમની હળવી કલમથી ઘણા જાણીતા થયા. ‘પ્રજાબંધુમાં મંથન’ અને ‘ચક્રવાક' નામે ‘મેરુ’ અને ‘ચકોર' ઉપનામધારી લેખકોની હળવી કૉલમ નોંધપાત્ર છે. આમાં ‘ગુજરાત સમાચાર' દૈનિકે પણ સારો એવો ફાળો આપ્યો. આઝાદી પછીનાં અખબારોમાં પણ હળવી કૉલમનું પ્રમાણ વધ્યું છે અને એણે સારી એવી વાચકપ્રિયતા મેળવી છે. આઝાદી પૂર્વેના પત્રકારત્વમાં ભાષાશુદ્ધિનું મોટું કામ નર્મદ અને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ કર્યું. ‘સૌરાષ્ટ્ર’ જૂથના લેખ કો તો મેઘાણી કહે છે તેમ પત્રકારની શૈલી પર ‘સાહિત્યનો જરી-કસબ કરતા.” રાણપુર શૈલી તરીકે ઓળખાયેલી આ શૈલીમાં ક્યાંક શબ્દોની ભભક અને વિચાર કરતા શબ્દોનો ખડખડાટ વધુ મળે છે, તેમ છતાં જુરસાદાર ભાષા અને તળપદા શબ્દોના વિનિયોગ માટે આ શૈલી નોંધપાત્ર ગણાય. શ્રી ચુનીલાલ વ. શાહે પણ શૈલી માટે ઘણી ચીવટ દાખવી. ગાંધીજી આવતાં શૈલીની સાદાઈ અને ભાષાશુદ્ધિનું મોટું કામ થયું. ખેદ સાથે એ નોંધવું જોઈએ કે આપણાં દૈનિકો આજે જોઈએ તેટલી ભાષાની ચીવટ રાખતાં નથી. આઝાદી પછી દૈનિકો પાનાંની દૃષ્ટિએ પુષ્ટ થયાં. આની સાથોસાથ વૈવિધ્યમય લેખવિભાગો મોકલે હાથે પ્રગટ થવા લાગ્યા. અખબારી લેખસૂષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી મોટાં દૈનિકોએ અઠવાડિયામાં ત્રીસથી ચાલીસ જેટલા વૈવિધ્યપૂર્ણ વિભાગો આપવા શરૂ કર્યા. પ્રજાજીવનની એકેએક પ્રવૃત્તિને જુદા જુદા વિભાગો દ્વારા વ્યાપમાં લેવા પ્રયાસ થયો, પણ વૈવિધ્યમય વિભાગોના આટલા બધા વ્યાપનું કારણ શું ? આનું એક કારણ તે ગુજરાતી વાચકનું માનસ છે. આ વાચક અખબારને ‘બાસ્કેટ’ જેવું માને છે. એમાં સમાચાર, તંત્રીલેખ કે જાહેરખબર તો હોય જ, પરંતુ વિષયોનું વૈવિધ્ય તથા માહિતી અને મનોરંજનને પણ સ્થાન મળ્યું હોય એને માત્ર વર્તમાન બનાવો વિશેના લેખો જ જોઈતા નથી, બલ્ક ધાર્મિક, આધ્યાત્મિક થા વૈદક અને જ્યોતિષ જેવા લેખોની પણ એની ઘણી મોટી માંગ છે. બીજી બાજુ, કોઈ એક વિષયને અનુલક્ષીને ચાલતાં સામયિકો ઝાઝું જીવતાં નથી, આથી વાચક ઓછામાં ઓછા ખર્ચે છાપાની ‘બાસ્કેટમાંથી જ બધું મેળવવા પ્રયાસ કરે છે. લેખવિભાગોને કારણે સમાચાર વાંચવાના કંટાળામાંથી મુક્તિ મળે છે. એક સમયે અખબારોમાં માત્ર સમાચારો જ પ્રગટ થતા, ત્યારે વિદેશીઓ આપણાં અખબારને જોઈને નિરાશા સાથે કહેતા કે ભારતનાં બધાં જ વર્તમાનપત્રો સરખાં લાગે છે - ચહેરા વિનાના માનવી જેવાં. જ્યારે લેખવિભાગ દ્વારા આવી એકવિધતા દૂર થાય છે. અખબારનું વ્યક્તિત્વ ઊપસે છે. પરંતુ આજે કેટલાંક અખબારોમાં તો સમાચારની અવેજીમાં લેખવિભાગ કામ કરતા હોય તેવો વિપર્યાસ જોવા મળે છે. જાહેરખબર અને ફીચરની વચ્ચે આજે સમાચારો ગૂંગળામણ અનુભવે છે. આઝાદી પછી એવી ધારણા હતી કે રાજકીય પરિસ્થિતિનું આલેખન ઓછું થશે, તેને બદલે આપણાં અખબારોમાં રાજ કારણનું વર્ચસ્વ વધી ગયું છે. બીજી બાજુ વૈચારિક દારિડ્યું તો પ્રગટ થયું, પરંતુ કટોકટીના સમયે કર્તવ્યનિષ્ઠાની પણ કસોટી થઈ. આઝાદીનું ધ્યેય સિદ્ધ થયા પછી અખબારોને કોઈ નવું ધ્યેય સાંપડ્યું
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy