SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણનો મર્મ - એક આસ્વાદ ૧૪૩ સંસ્કૃતિના વારાફેરા પર પણ નજર નોંધાયેલી છે. ભૂતકાળની સાથોસાથ વર્તમાનને જોઈને ગઈકાલના ઇતિહાસનું આજની ઘટનાઓ સાથે સાતત્ય તારવી આપે છે. રામાયણની કુટુંબજીવનની ભાવના કે જાતિસમાનતાનો ખ્યાલ આજના પરિપ્રેક્ષ્યમાં પણ એટલો જ તાજો લાગે છે.. નવ રામાયણનો મર્મ - એક આસ્વાદ મનુભાઈ પંચોળી ‘દર્શક’ સર્જક છે એટલા જ સમર્થ ચિંતક પણ છે. ઇતિહાસ અને સંસ્કૃતિનું અંજન તેમની દૃષ્ટિમાં થયેલું છે. એટલે રામાયણ અને મહાભારતનો મર્મ પકડવાની આગવી સૂઝ અને શક્તિ તેમનામાં હોય તે સ્વાભાવિક છે. રામાયણ અને મહાભારતમાં એવી અખૂટ ચિંતનસામગ્રી પડેલી છે કે યુગે યુગે તેનાં રહસ્યો પામવાનો પ્રયત્ન સૌંદર્ય અને સત્યના ઉપાસકો કરતા રહે છે. દર્શકે રામાયણ વિશે આપેલાં આ બે વ્યાખ્યાનો સાંપ્રત સમયના સંદર્ભમાં નોંધપાત્ર પ્રયત્ન નીવડે છે. એમનામાંનો સાહિત્યકાર, વાલ્મીકિના પ્રકૃતિદર્શનને અને તુલસીદાસની રામભક્તિને પ્રગટ કરે છે તો સંસ્કૃતિચિંતક દર્શક બંને રામાયણના સર્જનકાળની ઐતિહાસિક પીઠિકા આલેખીને એના કેન્દ્રમાં કૃતિને મૂકીને વિચારે છે. દર્શકની દૃષ્ટિએ સર્વગ્રાહી દૃષ્ટિ છે. એમાં ઇતિહાસનો અભ્યાસ છે તો વાલ્મીકિ રામાયણ વિશેના પ્રથમ વ્યાખ્યાનમાં તેઓ કહે છે કે વાલ્મીકિ રામાયણમાં સર્જકની પ્રતિજ્ઞા જ માનવ-ચરિત્ર વર્ણવવાની છે. રામ રૂપે કોઈ દેવ કે પરમાત્માના ચરિત્રનું ભાષ્ય વાલ્મીકિને અભિષ્ટ નથી. તેમના વક્તવ્યનો દોર સતત માનવીને લક્ષમાં રાખીને જ ચાલ્યો છે, કેમકે રામ સામાન્ય (એવરેજ) મનુષ્યના પ્રતિનિધિ તરીકે એની મર્યાદાઓ સાથે જીવ્યા હતા અને સ્વધર્મપાલન દ્વારા પુરુષોત્તમરૂપે વિકસ્યા - વિલમ્યા હતા. સીતાવિરહમાં રામ પથ્થરની શિલાઓ પણ પીગળી જાય તેવું હૈયાફાટ રુદન કરે છે, લમણની મૂછ વખતે હામ ગુમાવી બેસે છે, અયોધ્યા છોડ્યા પછી લક્ષ્મણની પાસે સ્ત્રીઆસક્ત પિતાની થોડી ટીકા રામથી થઈ જાય છે, સીતાને અયોધ્યામાં રહેવાની સલાહ આપવાની સાથોસાથ રામ એને એવી વ્યવહારુ સલાહ પણ આપે છે કે મારા વનમાં ગયા પછી ભરત સમક્ષ મારી કદાપિ પ્રશંસા કરવી નહિ, કારણ કે એશ્વર્યવાળા પુરુષો બીજાની પ્રશંસા સહન કરી શકતા નથી. આવી જ રીતે લંકાવિજય પછી પોતાના આગમનની ખબર આપવા માટે રામ હનુમાનને ભરત પાસે જવા કહે છે. ત્યારે એમ પણ કહે છે કે મારા આગમનના સમાચાર સાંભળીને ભરતની મુખરેખા અને હાવભાવમાં કોઈ અન્ય ભાવ નથી ને, તે તું જોજે. સીતાની અગ્નિપરીક્ષા વખતે પણ લોકોપવાદથી ડરનારા રામ કીર્તિને પ્રેમ કરતાં મોટી માનતા જણાય છે.
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy