________________
ભાવન-વિભાવના
સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન કાળમાં ગાંધીજીએ જીવનનાં તમામ ક્ષેત્રોમાં તેનો પ્રયોગ કરી બતાવ્યો તે જોતાં હેમચંદ્રાચાર્યના જીવનકાર્યનું સાતત્ય ગાંધીજીમાં દેખાય.
હેમચંદ્રાચાર્યના સાહિત્યમાંનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ, પુરાણ અને વ્યાકરણ – એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથમાંથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્ય, વૈદક, યંત્ર, જ્યોતિષ, યુદ્ધ શાસ્ત્ર, વનસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિદ્યાઓના પણ જ્ઞાતા હતા. એમનું સમગ્ર લેખનકાર્ય જોતાં એમ લાગે છે કે ગહન ચિંતનશીલતા, અપ્રતિમ સર્જકતા અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનરીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે.
સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાડ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હૃદયસ્પર્શિતાનો સર્વપ્રથમ સંક્ત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયનો સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘ક્યાશ્રય' મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ ‘અ યોગવ્યવચ્છેદાત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્ફલ્લિગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લુખીસુકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યે આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સભાગ્યની વાત છે. મૈત્રક વંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાંકે
સિદ્ધરાજનું શર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જ્યોતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સોલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજથી પ્રકાશિત કરનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ,