SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ભાવન-વિભાવના ગોખલો કહેવાય છે, પરંતુ તે પર લખેલા લેખના આધારે ખોટી પડે છે. તેજપાલની સ્ત્રી સુહડાદેવીના શ્રેયાર્થ તે બે ગોખલાઓને તેજપાલે કરાવ્યા છે.” આ રીતે આચાર્યશ્રી જૈનમંદિરોના શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે અને સાથોસાથ ધર્મસ્થાનના આત્મજ્યોતિ જગાડતા પ્રભાવને અંતરમાં અનુભવે છે. આથી જ તેઓ કહે છે – “ચેતનજીને ખેડબ્રહ્મા, દેરોલ, ગલોડા વગેરેમાં સ્થાવર તીર્થનાં દર્શન કરાવી આત્મરમણતામાં વૃદ્ધિ કરવા યાત્રાનો પ્રયત્ન સેવ્યો.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની એક વિશેષતા એ છે કે એમણે ભુલાયેલી યોગસાધનાને પુનઃ પ્રતિષ્ઠા આપી. આ રોજનીશીમાં અધ્યાત્મજ્ઞાન સંબંધી તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે. આમાં એમનો શાસ્ત્રનો અભ્યાસ, વિચારક તરીકેની સુક્ષ્મતા, કથનને ક્રમબદ્ધ આલેખવાની કુશળતા તેમ જ પોતાના કયિતવ્યને શાસ્ત્રના આધારો ટાંકીને દર્શાવવાની નિપુણતા જોવા મળે છે. રોજનીશીનાં સડસઠ પાનાંઓમાં એમણે આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે. વિહાર, વ્યાખ્યાન, ઉપદેશ, વાચન, મનન અને લેખનમાં રત રહેતા આ યોગીરાજનું લક્ષ તો આત્માની ઓળખ પામવાનું જ રહ્યું છે. આ રોજનીશીમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનની ચર્ચા કરીને તેઓ આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને, આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે. આ આત્મસમાધિની મહત્તા દર્શાવતાં તેઓ કહે છે સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે... સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મયોગીની અંતરયાત્રા ૧૬૫ આત્મધ્યાનનો સ્થિરોપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક્ સ્વરૂપ અવબોધાય છે, અને તેથી સાલંબન અને નિરાલંબન ધ્યાનથી શંકાનું સમાધાન થવા પૂર્વક આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે ગમન કરી શકાય છે, એમ સદ્ગુરુગમથી એવબોધવું.” તેઓ સાધુજીવનમાં થતા અનુભવોને આલેખે છે. સંવત ૧૯૭૧ના શ્રાવણ વદ ૭ને બુધવારના રોજ સવારના સાડા સાત વાગ્યે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવો ભાવ જગાડે છે. એનું આલેખન આ દિવસની નોંધમાં મળે છે. તેઓ કહે છે - લોચ કરાવતાં આત્માની સારી રીતે સમાધિ રહી હતી. લોચ કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી અને હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ કરાવતાં આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો... આ કાલમાં સાધુઓને લોચનો પરિષહ આકરો છે. આત્મજ્ઞાનની કસોટી ખરેખર લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન માન્યા બાદ લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહે સહવાથી અમુક અંશે અનુભવ પ્રાપ્ત થાય છે.” આમ, આ જાગ્રત આત્મા જીવનની પ્રત્યેક ક્રિયામાં આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળે છે. તે હકીકત આ લોચની વિગતમાં પણ જોવા મળે છે. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત આત્મધ્યાન લગાવી દે છે. કોઈ વગડામાં જૈનમંદિર મળી જાય તો તે એમને ધ્યાન માટે ખૂબ અનુકૂળ લાગે છે. ફાગણ વદ ૧૦ના દિવસે “સરસ્વતી નદીના કિનારે રેતના બેટડામાં બેસી આજરોજ એક કલાક આત્મધ્યાન ધર્યું.” એમ નોંધે છે. તો “જોટાણામાં ક્ષેત્રપાલના સ્થાનના ઓટલા
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy