SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભાવન-વિભાવના પ્રામાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્ય જનોની ઉન્નતિ થઈ શકે છે, તેટલી અન્યથી થતી નથી. વળી, રાગદ્વેષ વગેરે દોષોનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ પ્રામાણિકપણું વિશેષ ખીલતું જાય છે. આવી વ્યક્તિને વિપ્નો અને સંકટો નડે છે, પરંતુ તે અંતે વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.” આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્પષ્ટ કહે છે કે, મનુષ્યમાં સર્વ ગુણો કરતાં પ્રથમ પ્રામાણિકપણાનો ગુણ હોવો જોઈએ.” આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. ત્યારે આ ઉપદેશ કેટલો સચોટ અને મર્મસ્પર્શી લાગે છે ! તેઓ કહે છે કે, “જે દેશમાં પ્રામાણિક મનુષ્યો હોય તે દેશ સ્વતંત્રતાથી અને ઉન્નતિથી શોભી રહે છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિનો આધાર પ્રામાણિકપણા પર છે.” આચાર્યશ્રી પાસે વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન હતું અને તેથી જ તેઓ આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ‘પ્રામાણિક ગુણથી વિમુખતા' છે તેમ કહે છે. નિબંધના સમાપનમાં પોતાના વિચારોનું નવનીત તારવતાં તેઓ કહે છે - પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો પણ મળે વા ન મળે, તેનો નિશ્ચય કરી શકાય નહિ. પ્રામાણિકપણે વર્તનાર માર્ગોનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને તે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યવર્ત વગેરે આત્મયોગીની અંતરયાત્રા દેશોમાં પ્રામાણિકતાનો યદિ ફેલાવો થાય તો લૂંટફાટ, ક્લેશ, યુદ્ધ , મારામારી, ગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો, કુસંપ અને અશાંતિ વગેરેનો નાશ થાય એમાં જરા માત્ર સંશય નથી. પ્રામાણિકપણે વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ કરી શકાય છે. પ્રામાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી પ્રામાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રામાણિક ગુણના વાતાવરણના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તે તે મનુષ્યોને પ્રામાણિક ગુણની અસર થાય છે.” આ વિચારોમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પોતાની આસપાસની વાસ્તવિક પરિસ્થિતિને પૂરેપૂરી પારખે છે, આથી પ્રામાણિકપણાના દુન્યવી લાભો પણ તે દર્શાવે છે. આની સાથોસાથ તેઓ કર્મયોગી એ આત્મયોગી હોવાથી, આત્મોન્નતિમાં આ ગુણની ઉપકારકતા દર્શાવવાનું પણ ચૂકતા નથી. માનવીએ દૈવી સંપત્તિ વધારવાની છે, અને એ સંપત્તિમાં પ્રામાણિકતાનો ગુણ પણ કેટલો ફાળો આપી શકે છે, તે તેઓ બતાવે છે. ગચ્છ, સંઘાડા અને સંપ્રદાયોમાં ચાલતા મમત્વ વિશેની એમની આંતરવેદના પણ એક નોંધમાં વ્યક્ત થાય છે. તેઓ લઘુ વર્તુળમાંથી અનંત આત્મશુદ્ધ વર્તુળમાં પ્રવેશવાની હિમાયત કરે છે અને આમાં એમની વ્યાપક તેમ જ સમન્વયસાધક દૃષ્ટિનો પરિચય સાંપડે છે. તેઓ પોતાના વિહારનાં સ્થાનોનું પણ વર્ણન આપે છે. એ સ્થાનોના જૈનોની અને જૈનમંદિરોની વિગતો આપે છે. શિલાલેખોનો ઝીણવટભેર અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૭૧ના મહા વદ ૧૩ને શુક્રવારે દેલવાડાથી આબુ આવ્યા અને, એક ઇતિહાસના સંશોધકની જેમ તેઓ પોતાની નોંધમાં લખે છે - વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં દેરાણી-જેઠાણીના
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy