SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ * ભાવન-વિભાવન કડીનો રાસ છે, તો ‘સુસઢ રાસ'માં કવિએ જયણાનું મહત્ત્વ ગાયું છે. ‘બારવ્રતગ્રહણ ટીપ રાસ'માં વ્રતનિયમોની યાદી અને સમજૂતી મળે છે. જ્યારે ‘સાધુવંદના રાસ'માં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનોની નામાવલિ જૈન શાસ્ત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે. અને કેટલેક સ્થળે નામોલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્ત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. ‘સૂર્યાભ નાટક'માં સૂર્યભદેવે અપ્સરાઓની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ ૭૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલના બે ‘તીર્થમાલાયાત્રાસ્તવન’ મળે છે. એકમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે, તો બીજામાં વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા-મહોત્સવનું વર્ણન છે. ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ'માં પર્યુષણ પર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટેની ધર્મકથાઓ આપી છે. જ્ઞાનવિમલે સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સજ્ઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલના ૩૬૦૦ જેટલાં સ્તવન રચ્યાનું કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવાં તીર્થોનાં સ્તવનોમાં તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગ્રંથી છે. એમણે બે ચોવીસી, બે વીસી ઉપરાંત અનેક તીર્થંકરસ્તવનો લખ્યાં છે. ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ જ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે. જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. વિષયોની સાથે વિષયનિરૂપણનું વૈવિધ્ય પણ તેઓ ધરાવે છે. આ સ્તવનોમાં ‘શાસ્વતી જિનપ્રતિમા સંખ્યામય સ્તવન’, ‘સત્ત 83 જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન રિયજિનસ્તવન' અને ‘અધ્યાત્મગર્ભિત સાધારણ-જિન-સ્તવન મુખ્ય છે. દેશીઓ તેમ જ તોટક આદિ છંદોવાળું, પાંચ ઢાળ અને ૮૧ કડીનું શાંતિનાથ જિનનું સ્તવન પણ નોંધપાત્ર ગણાય. એમણે હિંદીમાં ૨૯ કડીમાં ‘ચતુર્વિંશતિ જિન-છંદ' જેવી તીર્થંકર-સ્તવનની કૃતિ રચી છે. જ્ઞાનવિમલના વિપુલ સાહિત્યમાં ‘બાલવોધ'નો પણ સમાવેશ થાય છે. એમણે અઢાર જેટલા ગદ્ય બાલવબોધો રચ્યા છે. એંશી વર્ષના સાધુજીવન દરમિયાન, સાધુની અનેક મર્યાદાઓનું પાલન કરીને જ્ઞાનવિમલસૂરિએ આટલું વિપુલ સર્જન કઈ રીતે કર્યું હશે તેવો વિચાર સહજ રીતે જ આવે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ પણ જ્ઞાનવિમલનું પ્રદાન મધ્યકાલીન સાહિત્યમાં મહત્ત્વનું ગણાય.
SR No.034273
Book TitleBhavan Vibhavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2000
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy