________________
10.
ભાવન-વિભાવના એટલા બધા અનુભવોમાં મેં જોયું છે કે કોઈક એવું તત્ત્વ છે - કોઈક એવું પરમતત્ત્વ છે – કે એ પરમતત્ત્વ સુધી પહોંચવાની ગતિ માણસે કરવી જોઈએ. ક્યારેક મારી આસપાસની પરિસ્થિતિમાં ક્યાંય રસ્તો દેખાતો ન હોય ત્યારે પણ કોઈક એવું છે જે રસ્તો દેખાડે છે. આવો મને નાનપણથી અનુભવ થતો આવ્યો છે. ઘણાબધા મિત્રોની સાથે જ્યારે તાળો મેળવું છું ત્યારે બધાને આવા અનુભવ થતા જ હોય છે. આ અનુભવ એ જ કોઈ પરમતત્ત્વની હસ્તી કે હયાતી હોવાનો આપણને ખ્યાલ આપે છે અને એ છે જ, તો પછી માનતાં સંકોચ શા માટે ?
મ,
તમારા સર્જનમાં મૃત્યુ વિશેનાં કાવ્યો મળે છે. મૃત્યુ તમારો પ્રિય વિષય છે. જીવનની અસ્થાયીતા, હતાશાઓનો થાક લાગે તો ખરો, પણ મૃત્યુ માટેનું તમને મુગ્ધ આકર્ષણ છે. ક્યારેક રાત્રે આંખ મીંચું અને સવારે જાગું નહિ તો કેવું ? એની મધુર કલ્પના તમને થાય છે. તમે લખ્યું છે પણ ખરું -
‘નિદ્રાનો સાચો કીમિયો શોધી રહ્યો છું હું,
આ શું કે રોજ સૂઈને હરરોજ જાગવું ?” આ મરણેચ્છા સાથે કોઈ વૈફલ્ય કે નિરાશા છે કે પછી મુક્તિની ઝંખના છે ? મુક્તિની ઝંખના કે મોક્ષ તરફ જવાની ગતિ અને એને મારી મરણેચ્છાની સાથે હું સાંકળું તો બહુ મોટી વાત કરી દેતો હોઉં એમ મને લાગે. પહેલી વખત મારી મૃત્યુની વિભાવના સ્પષ્ટ થઈ ત્યારે મને આવું કશું જ નહોતું. પછી ધીરે ધીરે એક અર્થ ઊઘડે કે મુક્તિ એટલે મોક્ષ એ ખરું, પણ એ અર્થ મારા મનમાં નહોતો, મૃત્યુ મારા માટે એક અનુભવ છે કે જે
હરીન્દ્ર દવેની મુલાકાત
૧e કરવા માટે હું તેલગું છું, જે મારા હાથમાં નથી. ઉમાશંકરભાઈએ મને સર્જકની કેફિયત ‘સંસ્કૃતિ' માટે આપવા કહ્યું ત્યારે તેનો અંત જ આ રીતે કર્યો છે – 'આ ક્ષણે પણ મને પ્રફુલ્લિત , પ્રસન્ન જિંદગી અને પ્રસન્ન મૃત્યુની વચ્ચેથી પસંદગી કરવાની આવે તો હું પ્રસન્ન મૃત્યુ પસંદ કરું.’ મૃત્યુ તો આખરે આવવાનું જ છે તો પછી આપણી પસંદગીથી શા માટે ન આવે ? મૃત્યુ માટેનો મારો એક અનુરાગ રહ્યો છે તેમ કહું તો ચાલે. કવિતામાં તમે બધા પ્રકારના છંદો પર હથોટી બતાવી છે. સંસ્કૃત છંદોમાં સુંદર કાવ્યો લખ્યાં છે. છંદમાં પણ કામ કર્યું છે અને અછાંદસમાં પણ કામ કર્યું છે તો આમાં તમે કઈ રીતે અભિવ્યક્તિ પામી શક્યા ? તમે છઠ્ઠી દાયકાથી ગુજરાતી સાહિત્યના કવિતાના ક્ષેત્રે કામ કર્યું. એ પેઢીને ઉમાશંકર, સુંદરમ્ પરિચિત હતા અને રાજેન્દ્ર શાહ, નિરંજન ભગતનો પ્રારંભ હતો. એ પછી આજ સુધી ગુજરાતી કવિતા અદ્યતન થતી ગઈ તો તેની સાથે તમે કેવી રીતે તાલ મેળવી શક્યા ? કલ્પનવાદ આવ્યો છતાં તમે તો તમારી રીતે કામ કરતા રહ્યા. માત્ર ખપ પૂરતો કલ્પનનો ઉપયોગ કર્યો, એમ કેમ ? આધુનિક શબ્દનો અર્થ આજે આપણે કરીએ છીએ તે જ ખોટો છે. હું આજે લખું છું માટે આધુનિક હોય, મારાથી વીસ વર્ષ નાનો કવિ આજે લખે છે માટે આધુનિક – એમ કહેવા હું તૈયાર નથી. કાલિદાસ, શેક્સપિયરને આધુનિક નહિ કહીએ ? એ મોટા સર્જકો આજે પણ યુગથી આગળ છે. કાલિદાસની સર્જકતા જુઓ કે એલિયટની સર્જકતા જુઓ. એલિયટે ૧૯મી સદીના પહેલા ચરણની અંદર કામ કર્યું તો તે આપણા માટે જુનવાણી થઈ ગયો ? એ વધારે આધુનિક