Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 95
________________ ‘નેપથ્યથી નપણે કેટલું બધું ગૌરવ અપાવ્યું ! મારા જેવા સામાન્ય માણસને તે વળી પદ્મશ્રી શાનો હોય !” આ ‘કુમાર' દ્વારા શ્રી બચુભાઈ રાવતે સાંપ્રત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કાર-ઘડતરમાં અવિસ્મરણીય પ્રદાન કર્યું છે. બચુભાઈ આજીવન નેપથ્યમાં રહ્યા. એમના નિવાસસ્થળનું નામ ‘નેપથ્ય', એમનું સંપાદકનું કામ નેપથ્યનું, કશા માન-અકરામ ને ઇચ્છા વિનાનું એમનું જીવન. નેપથ્યનો - એ નેપથ્યનો સુત્રધાર મર્ચ નેપથ્ય છોડીને અમર્ચ નેપથ્યમાં ચાલ્યો ગયો. (ઑગસ્ટ ૧૯૮૦) ૧૮૪ માવન-વિભાવના - ગુજરાતી કવિતાના એ પ્રેરક અને પ્રોત્સાહક બળ બની રહ્યા. કવિતા પસંદ કરવાથી માંડીને છાપવા સુધીની બાબતો અંગે ચીવટ રાખતા. ‘કુમાર'નું કવિતાનું પાનું પણ સૌંદર્યપૂર્ણ બને તે માટે કાળજીપૂર્વક એનો લે-આઉટ ગોઠવતા. કલા વિશેની બચુભાઈની દૃષ્ટિ જીવનલક્ષી હતી. કલા જીવનથી કદી છેડો ફાડી શકે નહિ તેમ તેઓ માનતા. આથી જીવનમૂલ્યો વિશે તેઓ આગ્રહ ધરાવતા. એમની મૂલ્યપરસ્તી ક્યારેક આત્યંતિક પણ લાગતી. આમ છતાં, એમના જીવનમાં ઉચ્ચ મૂલ્યોનો એમનો આગ્રહ નાનામાં નાની બાબતમાં પ્રગટ થયા વિના રહેતો નહિ, બચુભાઈ એક જાગ્રત અને દૃષ્ટિસંપન્ન સંપાદક હતા. એમની નજર સમક્ષ સતત એમનો વાચક રહેતો અને આથી જ કોઈ સમસામયિક ઘટનાને સ્થાન આપવા તેઓ બીજું લખાણ ખસેડી પણ લેતા. આની પાછળ એમની ભાવના એ હતી કે ‘કુમાર 'નો વાચક આ ન જાણે તો ચાલે કેમ ? સંપાદક તરીકે તેઓમાં નિર્ભીકતા હતી. ગમે તેવી જાણીતી વ્યક્તિ હોય, તેમ છતાં તેનો લેખ તેમને પસંદ ન પડે તો પરત કરતાં સહેજે અચકાતા નહિ. બીજા આ અંગે શું કહેશે એની એમણે કદી પરવા કરી નથી. આમ બચુભાઈનું વ્યક્તિત્વ બહુમુખી હતું. કવિતા, સંપાદન, મુદ્રણકલા, પત્રકારત્વ, છબીકલા જેવાં અનેક ક્ષેત્રોમાં એમણે પોતાની આગવી સૂઝથી અનોખું પ્રદાન કર્યું છે. ‘કુમાર ' અને બચુભાઈનું તો અદ્વૈત સધાયું હતું. તેમને ઘણે સ્થળે વધુ પગારે સારી નોકરીની તક મળી હતી, પરંતુ ‘કુમાર 'ને તેઓ આત્મજ માનતા. તેઓ ખુમારીથી કહેતા કે “જેણે મને ઓટલો આપ્યો અને રોટલો આપ્યો તેને છેહ કઈ રીતે દેવાય ? ગોંડલમાં જન્મેલા સામાન્ય માણસને ‘કુમારે”

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101