________________
10
ભાવન-વિભાવન લોકશાહીની મુક્તતા, ગુજરાતી અખબારોની માલિકીમાં ફેરફાર અને મોનો-ટાઇપ તેમ જ ઝડપી અને રંગીન મુદ્રણ કરતાં રોટરી મશીનોનું આગમન થયું.
વર્તમાન સમયનાં અખબારો જે સમસ્યાને મહત્ત્વની ગણે છે, તે સમસ્યાઓનાં આઝાદી પૂર્વે માત્ર એંધાણ જ મળે છે. આર્થિક પ્રશ્નોના માત્ર ફણગા જ ફૂટટ્યા હતા, તે વિકસ્યા નહોતા. આજના ઘણા પ્રશ્નો આઝાદી પૂર્વે નહોતા અને જે હતા તેના પર પણ ગાંધીવાદી ગંભીરત્વની છાપ હતી. એ સમયે દૈનિકોના ચોથા પાના પર આજની માફક લેખવિભાગો આવતા નહિ. આવા લેખવિભાગોનું સ્થાન સાપ્તાહિકો અને માસિકોમાં જ રહેતું. વળી ગંભીર લેખો લખનારાઓનો આદર્શ રામાનંદ ચૅટરજીનું “માંડર્ન રિવ્યુ' તથા સી. વાય. ચિંતામણિનું ‘ઇન્ડિયન રિફોર્મર” હતાં. એ સમયના લેખકો આવાં ગંભીર સામયિકોને આદર્શરૂપે રાખીને લખતા હતા. ‘પ્રજાબંધુ' અને ‘ગુજરાતી પંચ 'માં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અગ્રલેખો આવતા હતા, પણ એ એગ્રલેખો ખૂબ અભ્યાસપૂર્વક અને ગંભીરતાથી લખવામાં આવતા હતા.
આઝાદી પૂર્વનું પત્રકારત્વ કર્તવ્યપ્રેરિત હતું. નર્મદ એના ‘ડાંડિયો'માં દાંડી પીટીને, ‘ખબરદાર' કહીને “રયતને જુલમીઓના જુલમમાંથી બચાવવાને, લુચ્ચાની ટોળી વિખેરી નાખવાને, તમારામાંથી અજ્ઞાન, વહેમ ને અનીતિ કાઢી નાખવાને, દેશનું ભલું થાય તેમ કરવાને” કોશિશ કરે છે. અમૃતલાલ શેઠ કાળી શાહીથી નહિ પણ લોહીની લાલ શાહીથી દેશ કલ્યાણના યજ્ઞસમાં પત્રકારત્વનો પ્રારંભ કરે છે. ‘પ્રજાબંધુ'ના પહેલા અંકમાં ‘પ્રારંભે ' શ્રી ભગુભાઈ ફોહચંદ કારભારી પ્રશ્ન મૂકે છે, “કહો જન્મ ધરી શી કરી દેશની સેવા ?” અને એના ઉત્તર રૂપે સેવા કાજે પત્રનો પ્રારંભ કર્યાનું કહે છે.
અખબારી લેખસુષ્ટિ: આઝાદી પૂર્વે અને આઝાદી પછી ૧૩૧ કરસનદાસ મૂળજીનું ‘સત્યપ્રકાશ' જદુનાથ મહારાજના પાખંડ અને ઢોંગ સામે જેહાદ પોકારે છે. ‘સ્વતંત્રતા યશસુખનું ધામ છે ” એમ કહીને નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ , કાંતિમાન કરવા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ‘સ્વતંત્રતા’ નામે માસિક કાઢે છે. ‘સૌરાષ્ટ્ર'ના લેખકમંડળમાં ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી, ગુણવંતરાય આચાર્ય, ભીમજીભાઈ ‘સુશીલ' જેવાં કેટલાંય કુટુંબની શીળી છાયા અને ધંધા-રોજગારની નિયમિત આવક છોડીને રાણપુર જેવા નાનકડા ગામડામાં હાથે રાંધીને પત્રકારત્વનો ભેખ લે છે. આ સૌરાષ્ટ્ર કાર્યાલય ‘સૌરાષ્ટ્ર આશ્રમ ’ને નામે ઓળખાતું, તે આજે કેટલું સાર્થક લાગે છે ! આ પત્રકારત્વે એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. આજે અખબારોની જે કંઈ પ્રતિષ્ઠા જોવા મળે છે, તે મૂડી આ ભેખધારીઓએ ભેગી કરેલી છે. પોતે માને તે પ્રમાણે લખવું, સમાજને દોરવણી આપવા માટે લખવું, નૈતિક રીતે ઉચ્ચ ધોરણવાળું લખવું અને હિંમતભેર લખવું એમ એ માનતા હતા.
આઝાદી પૂર્વેનાં સાપ્તાહિકોમાં અને માસિકોમાં નોંધપાત્ર લેખવિભાગો જોવા મળે છે. ‘ફૂલછાબ' સાપ્તાહિક રૂપે ચાલતું, ત્યારે તેમાં સાહિત્ય, આકાશદર્શન, સામાન્ય જ્ઞાન અને પશુપક્ષીનો પરિચય આપતા લેખવિભાગો પ્રગટ થતા હતા. સામયિક એ સંસ્કારનું સાધન ગણાતું અને તેને માટે તેમાં સાહિત્ય-વિભાગ અનિવાર્ય લેખાતો. સાપ્તાહિક ‘ફૂલછાબ'માં સાહિત્યચર્ચાનાં બેથી ત્રણ પાનાં આવતાં. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાતી’માં સાહિત્યચર્ચા આવતી. જૂનાં કાવ્યો વિશે સંશોધનલેખ આવતા. સુંદર ‘સાહિત્યપૂર્તિ'ની સળંગ શ્રેણી પ્રગટ થતી. ગ્રાહકોને ભેટપુસ્તક આપવાની ‘ગુજરાતીની પ્રથાએ ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાના સર્જનમાં મહત્ત્વનું યોગદાન કર્યું. ‘પ્રજાબંધુ'માં “સાહિત્યપ્રિય'ના ઉપનામથી શ્રી ચુનીલાલ